કોલેજના દિવસોમાં એ મારો તોફાની ભાઈબંધ હતો. બેફિકર હાસ્ય, બેધડક મજાકો અને ઘણી વખત હદ ઓળંગી જાય એવી હરકતો—એની અમુક જંગલી મજાકો પર મારે એની સાથે ઘણી વખત ઝઘડા પણ થતા. ત્યારે લાગતું કે આ માણસનો સ્વભાવ ક્યારેય બદલાશે જ નહીં. પણ, સાવ આવું થોડી હોય? માણસ આખું જીવન એક જ સ્વભાવ લઈને જીવે? કહેવાય છે કે સમય બધાને પોતાની રીતે ઘડે જ છે. સમય ખરેખર એને પણ ઘડતો ગયો.
વર્ષો વીત્યા, રસ્તા બદલાયા, મિત્રો છૂટા પડ્યા. કોઈ કામ પાછળ દોડ્યું, કોઈ પરિવાર પાછળ અટકી ગયું. એ પરણી ગયો, સરસ કામ-ધંધામાં સેટ થયો. પછી જ્યારે-ત્યારે મળવાનું થતું. દરેક મુલાકાતે એની અંદર મને એક નવો જ રાજન દેખાતો. સાનંદાશ્ચર્ય સાથે મેં એને બેલગામ ઘોડામાંથી જવાબદાર માણસ બનતો જોયો. બાપ બન્યા પછી તો એની આંખોમાં એક અલગ જ નરમાઈ ઉતરી આવી હતી. મિત્ર તરીકે પણ હવે એ માન રાખતો હતો—બોલવામાં, સાંભળવામાં, મૌનમાં પણ સમજદાર દેખાયો. મનમાં થતું, માણસ બદલાય છે; સાવ આવું થોડી હોય કે માણસ હંમેશાં તોફાની જ રહે?
હજી હમણાં જ તો એક એ લગ્નમાં મળ્યો હતો. હસતો, તંદુરસ્ત, જીવંત માણસ અને પછી અચાનક… એક સામાન્ય દિવસ, એક સામાન્ય રસ્તો, એક સામાન્ય વળાંક અને સ્કૂટર લપસ્યું …પરિણામ બ્રેઇન હેમરેજ. શું થયું એની હકીકત હજી પૂરેપુરી ખબર નથી, પણ પરિણામ તો સામે આવીને ઊભું રહી ગયું છે. એ ત્યાં જ ચાલ્યો ગયો. આ કોઈ ઉંમર છે ભલા માણસ મરવાની? આ કોઈ રીત છે જવાની? બે ઘડીમાં… સાવ આમ ’હતો’માંથી ’ના હતો’? સાવ આવું થોડી હોય?
મન હકીકત હજી સ્વીકારતું નથી. શબ્દો ગળે અટકી જાય છે. આંખમાંથી તરત આંસુ વહેતા નથી. આ કંઈક વિચિત્ર ખાલીપો છે જે ધીમે ધીમે અંદર ઉતરે છે. જે માણસ હજી હમણાં સુધી સામે હતો, એ અચાનક ભૂતકાળ બની જાય—સાવ આવું થોડી હોય? જીવન સાવ સહજ રીતે માણસને આમ ઉઠાવીને લઈ જાય?
સ્મશાનની રાખ યાદ અપાવે છે કે જીવન કેટલું ક્ષણભંગુર છે. અહીં તોફાન અને શાંતિ, સફળતા અને સંઘર્ષ, યુવાન અને વૃદ્ધ—બધું સમાન થઈ જાય છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી જ બધું છે અને એક ક્ષણ પછી કશું જ નથી. ત્યાં ઊભા રહીએ ત્યારે એક જ પ્રશ્ન મનમાં ઘૂમે—સાવ આવું થોડી હોય કે બધું જ એક શ્વાસ પર આવીને આમ જ સાવ અચાનક અટકી જાય?
કદાચ જીવન આપણને વારંવાર ચેતવે છે, પણ આપણે સાંભળતા નથી. સંબંધોને સમય આપવાનું રહી જાય છે, મળવાનું કાલ પર ઠેલાઈ જાય છે. આજે મળેલો માણસ કાલે યાદ બની શકે—સાવ આવું થોડી હોય? છતાં, આવું જ થતું રહે છે. અને પછી બચી રહે છે માત્ર સ્મૃતિઓ, એક અચૂક વેદના અને થોડા પ્રશ્નો…
સાવ આવું થોડી હોય? મૃત્યુ એક ક્ષણમાં સાબિત કરી દે છે કે પ્રશ્નો ફાલતુ છે.
સાવ આવું થોડી હોય? અને ત્યાં જ જીવન આપણાથી મોં ફેરવી લે છે.
સાવ આવું થોડી હોય? હા—આ જ છે જીવનનો અંતિમ ઉત્તર.
સાવ આવું થોડી હોય? આ પ્રશ્ન જીવતો રહે છે, માણસ નથી રહેતો.
સાવ આવું થોડી હોય? એવું પૂછતા પૂછતા માણસને સમજાય છે કે જીવનને પ્રશ્ન પૂછવા શક્ય જ નથી.
સાવ આવું થોડી હોય? પણ સ્મશાન શીખવે છે કે અહીં “આવું” અને “એવું” બધું એકસરખું છે.
સાવ આવું થોડી હોય? જીવન હસીને ચાલ્યુ જાય છે, અને પ્રશ્નો આપણાં હાથમાં છોડી જાય છે. સ્નેહા પટેલ, અક્ષિતારક તારીખ ૬ જાન્યુઆરી, ૨૦૨૬. મિત્ર રાજનની યાદમાં.
પોતાને પુરુષ સમોવડી સમજતી સ્ત્રીઓને પણ ખુરશી પર બેસતી વખતે પુરુષ પોતાની ખુરશી થોડી પાછળ ખેંચી આપે, ગાડીમાંથી ઊતરતી વખતે અદબથી દરવાજો ખોલી આપે, એનો હાથ પકડીને માનપૂર્વક દાદર ઉતારે, પોતાના લાંબા ફેશનેબલ, જમીન પર લહેરાતા કપડાના છેડા પુરુષો જતનપૂર્વક સંભાળી લે…આવી ઘણી ઘણી બાબતો ખૂબ ગમતી હોય છે. 🙈😯 _સ્નેહા પટેલ. ૬મે,૨૦૨૫.
તમે ચમત્કારોમાં માનો છો? ક્યારેક કોઈક ઈચ્છા વર્ષોથી મનમાં ધરબાયેલી હોય અને પછી મન વાળીને એને પરાણે કોરાણે મૂકી દેવી પડી હોય, એવી કોઈ ઘટના અચાનક ચમત્કારની જેમ જીવનમાં ટપકી પડશે એવું માનો છો? બહુ બધું લખવું હતું પણ બેટરી એક ટકા પર છે તો જેટલું લખ્યું એ પણ જતું રહેશે એવી ભીતિમાં આજે આટલું જ…બાકીનું પછી, પણ ઉઘરાણી કરશો તો જ..😂😂😂🙏
અને…. મેં હતી એટલી હિંમત ભેગી કરીને એક પછી એક બધા જ પત્ર, ફોટા, ફૂલ પત્તી, ભેટ સોગાદો અગ્નિમાં હોમી દીધું ભડકો, ધુમાડો … સારી નરસી તીખી મધુરી યાદની લાગણી વિષે કોઈ જ ભેદભાવ નહીં છેલ્લે બચી તો માત્ર રાખ..ભૂખરી કકરી રાખ. હવે મને સંપૂર્ણ મુક્તિ અનુભવાય છે ઉપર ખુલ્લું વિશાળ આભ, પગ નીચે અફાટ ધરતી, નજર જાય ત્યાં સુધી પંખીઓનો કલરવ, જાત જાતની ગંધ સુગંધ, ઉજાસ અને થોડો છાંયડો મારી મુક્તિના નવજાત શ્વાસ! હું મારી મુક્તિને સંપૂર્ણત: માણી રહી છું!
એક ઊંડો શ્વાસ લઉં છું અને શાંત, એકચિત થયા પછી કીપેડ ઉપર આંગળી ચાલવા દઉં છું. કોઈ જ વિષય નક્કી નથી, કોઈ શબ્દો પણ ખબર નથી અને કોઈ જ ખાસ ઈચ્છા પણ નથી, જે થાય બધું એની જાતે જ થવા દેવું છે. મનના ઊંડાણમાં જે છે એ બધું વલોવાઈને ભલે ઉપર પાછું આવે અને એ જ શબ્દોની માળામાં પરોવાઈને ગદ્યમાળારૂપે અવતરે! મારે તો એ માળાના મોતીને કીકીના છીપલાં બનાવીને એમાં ભરીને આંખ બંધ કરી દેવી છે અને સુખેથી એ જ મોતીના સહવાસમાં મારા સુખના શ્વાસ ભરવા છે. જે જેવું છે એ એવું ને એવું જ તદ્દન કુદરતી સ્વરૂપે જ અનુભવવું છે. આ પ્રક્રિયા મને ક્યાંક કોઈક ખૂણેથી મારા બાળપણની યાદ અપાવી જાય છે.જોકે કેમ…એ તો હવે વિચારવું જ નથી. હું તો મારા સુખ સરોવરમાં ડૂબકી લગાવવા માટે તૈયારી કરું છું.
સુખ કંઈ એમ શોધવાથી થોડી જ મળે છે ?
સ્નેહા પટેલ. ૨૭ માર્ચ.
I take a deep breath and, after being calm and collected, let my finger run over the keypad. There is no fixed topic, no words are known and no special desire is there, whatever happens, I have to let it happen by itself. Whatever is in the depths of the mind, let it come back to the surface and be enshrined in the same necklace of words and incarnate in the form of prose! I want to make the pearls of that necklace into shells and fill them with them, close my eyes and happily breathe my happiness in the company of that pearl. I want to experience whatever is, in a completely natural way. This process reminds me of my childhood from some corner. However, why… I don’t even think about it now. I am preparing to take a dip in my lake of happiness.
અમદાવાદમાં રોજ બે ત્રણ જીવલેણ એક્સિડન્ટ ના સમાચાર જોવા મળે છે. ખરાબ ડ્રાઇવિંગ સેન્સ, લોકોની તુમાખી વગેરે વગેરે તરફ આંગળી ચીંધાય છે પણ ચારે બાજુ અંધાધૂંધ રોડ ખોદાય છે, ઓવરબ્રિજના કામ ચાલે છે, પોલિસ એની કામગીરી કેવી રીતે બજાવે છે, પાર્કિગની વ્યવસ્થા કેટલી છે એ બધુ કોઈ જોતું નથી, બોલતું નથી. આ બધી અવ્યવસ્થા વચ્ચે 5 વાગ્યાનો થાકેલો ઘરે જવા નીકળેલો માણસ 30 મિનિટનો રસ્તો દોઢ બે કલાકમાં મારો કાપોના ટ્રાફિક વચ્ચે કાપે છે, ગાળો તો વાત વાતમાં કાને અથડાય છે…ખરેખર વાંક કોનો? ગાડીઓ વાળાનો, સર્વિસ બસોનો, લેનની સમજ વગર છેક જમણી બાજુ ડિવાઇડરને અડીને ચલાવતા ટુ વ્હીલર્સનો, ગમે તે ખૂણેથી ગમે તે બાજુ વળી જવાને કારીગરી માનતા રિક્ષાચાલકોનો, પોતાની જાનની સલામતી રોડ પરના બીજા વાહનચાલકોની સમજતા સાયકલવાળાઓનો, ટ્રાફિક પોલીસની નિષ્ફળ કામગીરીનો, આંખે સરખુ દેખાતું પણ ના હોય, પગમાં ચાલવાની તાકાત માંડ હોય ને રસ્તો ઓળંગવા બેધડક દોડી જતા અશક્ત વ્યક્તિઓનો કે ચારે બાજુ શહેરના વિકાસના નામે ખોદીને બેસી જનારા અને proper diversion ના આપી શકનારાની અવ્યવસ્થાનો??
ક્યાં અને ક્યારે અટકશે આ બધું? માણસ ઘરે સહીસલામત પાછો ના આવે ત્યાં સુધી સતત ઉચાટમાં રહેવાનું અમદાવાદીઓનો શ્રાપ ક્યારે ખતમ થશે? 😢
કોઈ ચોક્કસ જગ્યાની વોટસઅપ ફોન કે રેગ્યુલર ફોનમાં વાત થઈ હોય અને બીજા દિવસથી એ જ જગ્યા કે એ જ વસ્તુને લગતી પોસ્ટ્સ, એડ બધી જ સોશિયલ મીડિયાની સાઈટ્સ ઉપર દેખાવા લાગે છે.
સ્માર્ટફોનનો ઉપયોગ કરીને આપણે બહુ જ સ્માર્ટ બની રહ્યા છીએ કે આપણા વિશેની બધી જ માહિતી જાહેરમાં ખુલ્લી મૂકીને જાતે જ પગ પર કુહાડી મારી રહ્યા છીએ ? દુનિયાભરના scammers ને હસતાં હસતાં ખુલ્લું આમંત્રણ આપી રહ્યાં છીએ ? હદ વગરના ગુલામ બનાવીને દુનિયાને આરામથી કેવી રીતે ચપટીમાં લૂંટી લેવાય એ ખતરનાક માનસિકતાનો યુગ આમ તો અત્યારે આવી જ ગયો છે પણ એ હજી વધુ ને વધુ તીવ્રતાથી આપણા ગળા ઉપર ભરડો લઈ રહ્યું છે.
Manasi M Pathak type કરેલું કે google mike વાપર્યું ને આવું થાય એ તો કોમન છે પણ આપણી પર્સનલ વાતો પણ આમ આપણી જાણ બહાર સંભળાય એ થોડું વધારે danger. આપણા પર્સનલ પાસવર્ડસની તો ખાનગી રાખવાની વાતની તો વેલ્યુ જ શું આમાં? એક બાજુ ઓનલાઈનવશોપિંગ, પેમેન્ટ..બધે બધું ઓનલાઇન કરવાની અને કામ ફટાફટ પતાવી દેવાની લાલચો અને બીજી બાજુ આ ભય !
આપણે તો હજી સોશિયલ મિડીયાના એડિક્ષણની વાતોથી ચિંતિત છીએ પણ છુપા પગલે આ ફટાફટ કામ ઘરે બેઠા જ પતાવી દેવાની ટેવ પડી જશે અને એનું નુકશાન શું એ વિચારવા સુધી તો આપણે પહોંચ્યા જ નથી! કામ કરવાની સ્પીડ વધી છે, સરળતા વધી છે. ફેસબુક, insta ની ટેવ તો સમજ્યા છોડી દીધી પણ આપણી આ easy life ની ટેવ કેમની છૂટશે?
જોકે હવે તો કઈ પોસ્ટને કેટલી reach આપવી એ પણ smart ટેકનોલોજીના કંટ્રોલમાં છે એટલે ખબર નહિ આવી પોસ્ટ્સ પણ કેટલે જશે 😦
આમ તો હું નેટની દુનિયામાં પોતાની આઇડેંન્ટિતી છુપાવવા, બદલવાના (ઓરકુટ, યાહૂ મેસેન્જર) જમાનાથી આજના પોતાના વિશેની નાનામાં નાની વાત લોકો સમક્ષ કલાત્મક રીતે રજૂ કરવાની સાક્ષી છું.
આ સફર નિહાળવામાં માનવમગજના જે આટાપાટા સમજી છું એ કદાચ હું દુનિયાની best યુનિવર્સિટીમાં પણ ના શીખી શકી હોત. બહુ પ્રેમાળ, ઈર્ષાળુ, કાવાદાવા, સમર્પણ, મૂર્ખતા કહી શકાય એટલું ભોળપણ , સરળતા, તરલતા અને પાગલપન કહી શકાય એવી સો કોલ્ડ ચતુરાઈ, જડતા અહી જોઈ છે.
અહી મે ઘણાં ઘણા મિત્રો બનાવ્યા છે અને ઘણા ગુમાવ્યા પણ છે. હજી વર્ષો જૂના ઢગલો મિત્રો, વાંચકોનો પ્રેમ એવો ને એવો અકબંધ છે. એ સર્વ મિત્રોને આજે હું દિલના ઊંડાણથી મૈત્રી દિનની શુભેચ્છાઓ પાઠવું છું.
આપનો આજનો દિવસ જ નહિ આખું જીવન મૈત્રીની નિસ્વાર્થ જળતરંગથી ખળ ખળ રહે. અમૃતમય રહે.
Tvf ની સિરીઝ ‘ ગુલ્લક ‘ જોવાનું ચાલુ કર્યું અને ત્યારથી અનેક ભાત ભાતના સંવેદનોના દરિયામાં વહી રહ્યાનું અનુભવું છું.
જિંદગીની વાસ્તવિકતા કેટલી ખૂબીથી આ સિરિઝમાં દર્શાવાઈ રહી છે. નાનપણ મધ્યમ વર્ગમાં જીવ્યા છીએ એટલે આ એક એક નાની નાની ખુશી, ગુસ્સો, અકળામણ – તકલીફો, નાના ભાઈ – મોટાભાઈની જવાબદારી,આદર, કુટુંબમાં એક બીજાનો પ્રેમ, બજારમાં આવતી નવી નવી વસ્તુઓ માટે મુગ્ધતા અને પછી જે પાસે હોય એનો કસ કાઢી કાઢીને આનંદ નીચોવી લેવાની કળા, મા ની જાત ભૂલીને કુટુંબના લોકોમાં જ ઓળઘોળ થઈ જવાની ઘટનાઓ…નાની નાની બીમારીઓ, એના ઉપાયો… પાડોશી અને આજે મિશ્રા પરિવારના મોભીને હાર્ટ એટેક આવ્યો એ એપિસોડ જોઈને રડી પડી…ઉફ્ફ….શ્વાસ જાણે પેટમાં જ અટકી ગયો…દિલ ઓકસિજન વગર તરફડતું અનુભવ્યું… હું વાતવાતમાં રડી પડનારી વ્યક્તિ નથી પણ આવા touchy દ્ર્શ્ય જોઈને આંખ ભરાઈ જાય એ સ્વીકારું છું.
ખૂબ જ સામાન્ય લોકોની વાતોને ખૂબ જ ઊંડાણના અભ્યાસ્પૂર્વક અને કલમની પૂરેપૂરી કારીગરીથી રજૂ કરાઈ છે . સીધો સ્ક્રીનમાંથી ડાયલોગ નીકળીને મરમસ્થાન ઉપર જ આવીને અટકે છે. એકે એક કલાકારની એક્ટિંગ દાદુ છે. ડાયલોગ, direction. અદભુત અદભુત…
સર્જક એટલે શું? કલાકાર એટલે શું? તો એક પણ સેકન્ડના વિલંબ વિના ‘ આ ‘ , આવું હું મક્કમતાથી કહી શકું.
હુંઊંઊંઊં ના જંગલમાં શું થાય? ખાસ તો કશું ના થાય. ના કોઈ બીજ રોપાય ના કોઈ પ્રકારનું ખાતર આપી શકાય ના કોઈ કુંપળ ફૂટે કે ના કોઈ ફળ કે ફૂલ આવે! ગીચોગીચ અહમમાં બધી શક્યતાઓ છુપાઈને દબાઈ જાય સુગંધ, રસ, સ્વતંત્રતા, પ્રકાશ આ બધાને ઉધઈ લાગી જાય અને જંગલ ધીમે ધીમે સડવા લાગે રડવા લાગે કોહવાઈ ગયેલું જંગલ આખરે લતા બનીને હુંઊંઊંઊં ને જ વીંટળાઈ વળે ધીમે ધીમે ‘હું’ના ગળે ભરડો લે શ્વાસ રૂંધી નાંખે હુંઊંઊંઊં ના પરિણામે એકલા પડેલા ‘હું’ નું બધું જ તેજ ખોવાઈ જાય શક્તિ ઓસરતી જાય હાડમાંસના ઘરમાં રહેલો દીવો લબક ઝબક થવા લાગે છેવટે ‘હું’ ઢગલો થઈને પડી જાય… આમ તો ખાસ કંઈ ના થાય.
સવારમાં આવું એક રચનાત્મક કાર્ય થઈ જાય એટલે દિવસ આખો ઝળહળ! આદરણીય @jitu trivedi ની પોસ્ટ વાંચીને મજા પડી ગઈ ને પછી એને થોડી આગળ ધપાવી.
કાયર માફક છુપાઈને અથવા તો જાહેરમાં મૂંગો-મીંઢો રહીને તંગદિલી ને તાશેરો જોતો રહું એના કરતાં થયું કે, તમને મજબૂત પાંખો પર બેસાડીને સમયસર ક્ષિતિજની પેલે પારનું ખરું દર્શન કરાવવા ઉડ્ડયન કરતો રહું.
થયું કે, માત્ર પંપાળવાથી તમે નહીં જાગો; જરા ઊંચેથી બૂમ પાડીને જગાડું. સૂતાં સૂતાં સ્વપ્ન જોયે રાખવાથી કંઈ નહિ વળે એવું હું સમજાવી શકીશ એ શ્રદ્ધા હતી; જોકે, હજી ગુમાવી પણ નથી.
એક માણસ છું એટલે થાય કે, મારા સ્પર્શવાથી તમે ઊંઘ બગાડી હોવાનો આક્ષેપ ન કર્યો હોત તો? મારા હુંકારમાં કેવળ ઘમંડ જોવાને બદલે દેશાભિમાન જોયું હોત!
તમારે તો ઊંચા ભાડાની લાલચમાં ઘર ભાડે આપી દેવું હતું. કોઈએ સૂચવ્યું પણ હતું કે, પહેલાં ઊધઈની દવા સરખી રીતે છંટાવો પછી બીજું બધું. હું પણ વરસો સુધી અસરકારક નીવડે એવી ઊધઈની દવા લઈને આવવામાં જ હતો. ત્યાં જ તમે તો, ચાલશે કહીને રંગારાને બોલાવી પણ લીધા. ઠીક છે, પરંતુ એ પણ વિચારવું જોઈએ કે – ભાડવાત છેતરપિંડી કરી જાય એવો તો નથીને.
હશે! ખરો જાણકાર છતાં આખરે તો હું એક સામાન્ય કારીગર. ભીતરે નક્કર ફૌલાદી છતાં ભીની આંખે મકાનમાલિક પાસે નતમસ્તક.
આસપાસ નાદાનિયત જોઈને નિઃસ્વાર્થ માણસથી નિ:સાસો નખાઈ જાય; પણ એ ભાંગી ન પડે.
મેં ઊંચે અવાજે જગાડવાનો યત્ન કર્યો તો સામે ધગધગતો ગુસ્સો મળ્યો. મને થયું હશે, કોઈનું સારું થતું હોય તો આપણે બરફ જેવા બની જવામાં ક્યાં વાંધો છે? પણ મકાનમાલિકનો તો અહમ ઘવાઈ ગયેલો. એનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો. આવેશમાં આવીને એણે પોતાની ખોખલી દીવાલોમાંથી ખોતરી ખોતરીને ઇંટો કાઢવા માંડી, નખ ભરાવી ભરાવીને બચ્યો ખૂચ્યો રંગ પણ ખોતરી કાઢ્યો. દેખાતી ઉધઈ ઉપર પગ મૂકી મૂકીને એને મારવાના મિથ્યા પ્રયત્નો કરવા લાગ્યો. હું બધું જ સમજતો હતો. મને એની ઉપર ગુસ્સો નહતો આવતો, દુઃખ થતું હતું. મારી પાસે માત્ર એને નિહાળ્યા વગર કોઈ બીજો રસ્તો નહતો. છેવટે, એ અહંકારી મકાનમાલિકે પોતાના જ ઘરને પોતાની કબરમાં ફેરવી કાઢી!
ગાળો, મારધાડ અને હિંસાના કારણે પ્રખ્યાત થઈ ચુકેલા નેટફલિક્સ ઉપર કાલે ‘ લાપતા લેડીઝ ‘ પિકચર જોઈને ખૂબ જ સારું લાગ્યું
ખૂબ જ સરળ ( હું સરળ લેખો લખું છું એટલે આ સરળતા કેટલી અઘરી છે. તમારી પાસે સારી આવડત હોય તો જ વાત સરળ બનાવીને લોકો સમક્ષ અસરકારક રીતે રજુ કરી કરી શકો.) અને માર્મિક ડાયલોગ, સરસ મજાનું કલાત્મક direction…જો આંખો અને મગજ ખુલ્લા હોય તો આ પિકચરમાં ઢગલો નાનું નાનું મજાનું જોઈ શકો એમ છે.
સમાજમાં જે જગ્યાએ ખરેખર ફેમીનીઝમની જરૂર છે એ જગ્યા બહુ જ સરસ રીતે ને કોઈ જ ઉપદેશ આપ્યા વિના સમયોચિત પ્રસંગે આંગળી બતાવી દીધી છે. કોઈ પ્રખ્યાત ચહેરો નહિ, કોઈ જ તામઝામ નહિ…બે ચાર જગ્યા ઉપર જ કામ કરીને પિકચર પતાવી દીધું છે પણ વાર્તામાં એવું કશું જ feel નથી થતું. બધું શિરાના ગળપણ જેવું સ્મૂધ આ લાગે છે. આ ખૂબ જ અદભુત કામ લાગ્યું. રવિકિશન ખાસ ગમતો નથી પણ આ પિકચરમાં તો નવાઇરૂપે એ પણ મને ખૂબ ગમ્યો ! આમિરખાન, કિરણ રાવ હતા એટલે આવી થોડી ગણી આશા તો હતી જ અને એ પૂરી પણ થઈ.
કલાકારો ને ફક્ત કલાકારની રીતે જ જોઈએ તો જીવનમાં લોકોને સમજવા, ના સમજી શકવા, સ્વીકારી શકવા જેવા ગૂંચવાડા કે સવાલો ઊભા નથી થતાં.
બાકી તો જેવી જેની પસંદ. મારે પણ વધુ કશું નથી કહેવું મૂવી માટે… ‘ મજા આવી ગઈ બસ…’
રિહાના ‘સુલતાન’: લોકોએ ધુત્કારેલી છોકરી કેવી રીતે આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ગઈ! (ગુજરાત મિત્ર/મુંબઈ સમાચાર, 10-03-2023) તાજેતરમાં, મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન પૂર્વેની ઉજવણીમાં ભારતીય દર્શકોને પોપ સ્ટાર રિહાનાનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. રિહાનાની આ પહેલી ભારત યાત્રા હતી, અને આઠ વર્ષ પછી તેનો આ પહેલો સંગીત જલસો હતો. 2016 પછી તેણે સાર્વજનિક કાર્યક્રમ કરવાનું અને નવાં ગીત રિલીઝ કરવાનું બંધ કરી દીધું હતું. આટલા લાંબા વિરામ બાદ વાપસી કરવા માટે તેણે ભારતની કેમ પસંદગી કરી હતી તે સ્પષ્ટ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ફરતા સમાચારો અનુસાર તેને આ શો માટે 60 કરોડ રૂપિયા મળ્યા હતા.
અંબાણી આટલી મોંધી પોપ સ્ટારને કેમ બોલાવે? અને ભારતમાં દર્શકો તેની પાછળ ગાંડા કેમ થઇ જાય? 36 વર્ષની રોબિન રિહાના ફેંટી કેરેબિયન દેશ બારબાડોસની ગાયક અને મોડેલ છે. તેને 2005માં તેનું પહેલું સ્ટુડીઓ આલ્લબ રિલીઝ કર્યું હતું અને તે પછી ચાર જ વર્ષની કારકિર્દીમાં 1 કરોડથી વધુ રેકોર્ડ્સ વેચવાનો અને 2 કરોડની વધુ ડિજિટલ ડાઉનલોડ કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. તેને વિશ્વની બેસ્ટ-સેલિંગ પોપ મહિલા કલાકાર અને ફિમેલ એન્ટરટેઈનર ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો છે.
રિહાનાએ 15 વર્ષની ઉંમરે પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત કરી હતી, અને 33 વર્ષની ઉંમરે તે અબજોપતિ બની ગઈ હતી. 2007 ના આલ્બમ “ગુડ ગર્લ ગોન બેડ”થી તેને વિશ્વભરમાં ખ્યાતી મળી હતી. ગરીબી અને પીડા માણસને તોડી નાખે છે અથવા તારી નાખી છે. રિહાના તેનું એક ઉદાહરણ છે.
પશ્ચિમના પોપ સ્ટારને આપણે અશ્લીલ મનોરંજન કરવા વાળા કહીને ખારીજ કરી નાખીએ તે વાત બરાબર છે, પરંતુ ગ્લેમર તેમના જીવનનો એક નાનકડો હિસ્સો છે. સ્ટેજ પર તેમની ચકાચોંધની પાછળ એક એવી દુનિયા હોય છે જે આપણને જીવનની અમુક સચ્ચાઈઓથી વાકેફ કરાવે છે.
બારબાડોસના બ્રિજટાઉનમાં જન્મેલી રિહાનાને બાળપણથી જ સંગીતનો શોખ હતો. રિહાનાનું બાળપણ તકલીફોમાંથી પસાર થયું હતું. તેના પિતા દારૂડિયા હતા અને દરરોજ તેની પત્નીને માર મારતા હતા. તે નાની હતી ત્યારે બાઈક ચલાવતી હતી, ઉઘાડા પગે ચારેબાજુ દોડતી હતી અને કબ્રસ્તાનમાં પતંગો ચગાવતી હતી, પણ ઘર એવું બિન્દાસ્ત નહોતું.
તેને યાદ કરીને રિહાનાએ એકવાર કહ્યું હતું, “શુક્રવાર ભયાનક હતા. પિતા દારૂ પીને આવતા. તે જે પણ કમાતા હતા એમાંથી અડધા પૈસા દારૂમાં જતા રહેતા હતા. એ દરવાજામાં દાખલ થાય અને અમારી આંખો તેમના પર જડાઈ જાય.તે મારી માતાને મારતા હતા. એ એટલું સામાન્ય થઇ ગયું હતું તેની નવાઈ જ નહોતી રહી. માતા ક્યારેય સારવાર માટે ગઈ નહોતી…ઘરમાં થતી હિંસાની વાત બહાર કોઈને કહેવામાં આવતી નહોતી.”
પિતાના પ્રકોપનો ભોગ આમ તો માતા જ બનતી હતી, પણ એકવાર રિહાનાને બીચ પર દસ મિનીટ વધુ રહેવા બદલ સજા કરવામાં આવી હતી. “તેમણે મને બીચ પર જ જોરથી થપ્પડ મારી હતી,” રિહાનાએ તે યાદ કરીને કહ્યું હતું, “હું તેમના આંગળાનાં નિશાન લઈને ઘરે દોડી ગઈ હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે તેમણે મને મારી હતી. મારી માતાએ મારો ચહેરો જોયો અને તે આઘાત પામી ગઈ હતી. તમે કશું ખોટું કર્યું હોય અને તમને મારવામાં આવે તો સમજાય, પણ આ તો અનપેક્ષિત હતું.”
“મારા પિતા ડ્રગના બંધાણી હતા,” રિહાનાએ કહ્યું હતું, “હું એકવાર મારી માતા સાથે ચાલતી જતી હતી અને રસ્તાની ધાર પર એક માણસ પડેલો હતો. તે જોઇને મારી માતાએ મને કહ્યું હતું-તારો બાપ આવી જ રીતે એક દિવસ પડ્યો હશે.” પિતાએ પછીથી તેમનું વ્યસન છોડ્યું હતું પણ તે પહેલાં જ એમાં પરિવારના સંબંધો અને ખુશીઓની બલિ ચડી ગઈ હતી.
આ બધી સમસ્યાઓ હોવા છતાં, રિહાનાએ તેના પિતા પાસેથી ઘણી વ્યવસાયિક કુનેહ શીખી હતી. તેના પિતા જાહેરમાં કપડાં વેચતા હતા ત્યારે તે તેમની બાજુમાં ઉભી રહીને ધંધો કેમ થાય તે શીખતી હતી. પાછળથી રિહાનાએ તેની સ્કૂલમાં નાની-નાની ચીજ વસ્તુઓ અને મીઠાઈઓ વેચીને ઘરની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.
2011માં, રિહાનાના પિતા રોનાલ્ડ ફેંટીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારી જેમ જ તે બજારમાં સડક પર કપડાં વેચતી હતી. તે દુકાન બહાર ખુમચો લગાવીને બીચ પર પહેરવા માટેની ટોપીઓ, બેલ્ટ અને સ્કાર્ફ વેચતી…તે મીઠાઈને પેક કરીને સ્કૂલમાં લઇ જતી અને દોસ્તોને વેચતી હતી.” એ વૃતિ જ તેને જીવનમાં આગળ લઇ ગઈ હતી.
સ્કૂલમાં પણ સુખ નહોતું. તેના પુરા સ્કૂલ જીવન દરમિયાન રિહાનાને તેના રંગના કારણે સહન કરવાનું આવ્યું હતું. તે કહે છે, “હું કાળી હતી, પણ સ્કૂલમાં બધા મને ‘શ્વેત’ કહેતાં…બધાં મારી સામે જોતાં અને ગાળો આપતાં. મને સમજ પડતી નહોતી. હું ક્યારેક ઝઘડી પણ પડતી હતી. પછી હું મોટી થઇ તો મારી બ્રેસ્ટને લઈને ગમે તેમ બોલવામાં આવતું.”
સતત ધિક્કારનો એ અહેસાસ તેને ભવિષ્યના ચકાચોંધ વાળા પણ ક્રૂર જીવન માટે મજબૂત બનાવી રહ્યો હતો. રિહાનાએ બીજા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારી આ જાડી ચામડી સ્કૂલમાં પહેલા દિવસથી જ બનવાની શરુ થઇ હતી. હું લોકપ્રિય થયા પછી નઠ્ઠર નથી થઇ; હું જાડી ચામડીની ના હોત તો અહીં ટકી જ નાહોત.”
પિતાની હિંસા અને તેના પગલે ઘરમાં રોજના કંકાસની અસર રિહાના પર પણ પડી હતી. સ્કૂલમાં તે કોઈની સાથે ભળતી નહોતી. તે એકલી રહેવાનું જ પસંદ કરતી હતી. એક સામયિકે લખ્યું હતું, “તે દિવસોમાં તે વાતો ય કરતી નહોતી અને રડતી પણ નહોતી.”
તેની માતાએ મોનિકાએ કહ્યું હતું, “તે ભણવામાં પહેલેથી એકદમ હોંશિયાર હતી પણ સ્કૂલમાં તેને તકલીફ શરુ થઇ હતી. તેને ભયાનક રીતે માથું દુઃખતું હતું. તેનો સીટી સ્કેન પણ કરાવ્યો હતો. આઠ વર્ષની ઉંમરે માથું દુ:ખવાનું ચાલુ થયું હતું અને 14 વર્ષ સુધી તે હેરાન થઇ હતી. ડોક્ટર પાસે જવાબ નહોતો. શરૂઆતમાં એવું લાગ્યું કે તેને માથામાં ગાંઠ છે, પણ ટેસ્ટમાં કશું ના આવ્યું.”
તેનાં પેરન્ટ્સ છૂટાં પડી ગયાં અને ઘરમાં મારામારી બંધ થઇ ગઈ તે પછી માથાનો દુઃખાવો બંધ થઇ ગયો. રિહાના પોતે એવું માને છે કે ભાવનાત્મક સ્ટ્રેસ અને ઘરેલું હિંસાના કારણે તેને પીડા થતી હતી. આ હિંસા ભવિષ્યમાં તેની ‘મુલાકાત’ લેવાની હતી. 2009માં એવા સમાચારો આવ્યા હતા કે રિહાનાના તત્કાલીન બોયફ્રેન્ડ ક્રિસ બ્રાઉને માર મારીએ રિહાનાનું મોઢું સુજાવી દીધું હતું. તે વખતે મહિનાઓ સુધી તે ઘરમાં પુરાઈ રહી હતી. પાછળથી તેણે કહ્યું હતું, “હું મારા બાપ જેવા કોઈ છોકરાને નજીક ફરકવા નહીં દઉં.”
બાળપણમાં, ઘરમાં સુખ-શાંતિ અને સુવિધાનો અભાવ હોવા છતાં રિહાના ગાવાનું છોડ્યું ન હતું. કદાચ ગાયન તેની પીડામાંથી મોક્ષ હતું. હાઈસ્કૂલમાં તેણે પોતાના બે મિત્રો સાથે એક સંગીત જૂથ બનાવ્યું હતું. તેમાંથી તેની ખ્યાતી ન્યુયોર્ક પહોંચી હતી. ત્યાં સંગીત નિર્માતા ઇવાન રોજર્સને રિહાનાનો અવાજ એટલો ગમ્યો કે તેણે તરત જ રિહાનાને ગીતો રેકોર્ડ કરવાની ઓફર કરી. તે દિવસથી રિહાનાએ પાછું વાળીને જોયું નથી.
રિહાના સફળ થવા માંગતી હતી, ખુબ પૈસા કમાવા માંગતી હતી, લોકપ્રિય થવા માંગતી હતી અને પોતાની શરતો પર જીવવા માંગતી હતી જેથી તે તેના પીડાથી છુટકારો મેળવી શકે. લોકોના ધુત્ક્કારનો ભોગ બનેલી એક અશ્વેત રિહાના આજે પોપ સંગીતની દુનિયાની સુલતાન છે.
वो तो नया घाव लगने के समय तुमने मेरा हाथ थाम लिया था और मेरा रीसता खून मेरी कहानी बोल गया वरना मैं तो चुपचाप कितने सालों से अपने घावों की मीठी चुभन के झूले में खुशी खुशी झूल रही थी। – स्नेहा पटेल
એણે ધીરે ધીરે દરેક જગ્યાએથી પોતાનો હાથ પાછો ખેંચવા માંડ્યો. વહેતા પાણીમાંથી એક આંગળી ભીની થવાની ઓછી થઈ ગઈ! – સ્નેહા પટેલ.
જીવનમાં વધતી જતી સમજણ તમારા મોઢાની કરચલીઓ વધારતી હોય તો એવી વધારે પડતી સમજણને એક…બે…ને સાડા ત્રણ કહી દેવી વધારે સારી.
Sapno ko lifafe me bandh kar diya Fir Gili palko se nind tapak gai….
Sneha…
Abhi abhi koi dhua sa hata he…abhi abhi koi sooraj sa nikla he..kahne ko to kab se kaamosh bethe the hum ..abhi abhi koi lafz ka dariya bah chala he. 🙂
– birthday wish me bahnevali feeling ko saadar arpan mere kuch lafz.
अभी अभी कोई धुआँ सा हटा हैं अभी अभी कोई सूरज सा निकला हैं कहने को तो कबसे खामोश बैठे थे हम अभी अभी कोई लब्सका दरिया बह चला हैं
Hindi typing birthday gift by friend Dhiran Prajapati
એક સમય હતો ઓરકુટનો – જ્યારે અમે પોતાનો સાચો ફોટો મૂકતાં પણ વિચારતા હતા. મને એ વખતે સુસ્મિતાસેન્ બહુ ગમતી અને એનો જ એક સરસ ફોટો હું મારા dp મા મૂકતી હતી. યાહુમાં ઘણા અજાણ્યા અને દેશ પરદેશના લોકો સાથે વાતચીત થતી અને સાવધ રહી રહીને બધા સાથે વાત કરી એમના વિચારો જાણવાની ખૂબ મજા આવતી, પણ મનમાં એક ડર રહ્યા કરતો હતો જે વાતચીતમાં આપણી અંગત વાતો ક્યાંક શેર ના થઈ જાય.
એ ઘડી ને આજનો ફેસબુકનો દિવસ..
વારે તહેવારે જાણે આપણે ફોટાની ભરમાર , ફોટા ના મૂકીએ તો જાણે આપણે જીવન પ્રત્યે સાવ નીરસ હોઇએ એવી લાગણી અનુભવાય. તૈયાર થયા હોઈએ ત્યારે ફોટા પડાવવા એ એક સહજ લાગણી છે પણ દરેકે દરેક પળનો હિસાબ આપવાનો હોય એ હદ સુધી ફોટા પડાવીને શેર કર્યા કરવા એ માનવવૃત્તિ થોડી અસહજ લાગે છે. નવાઈ પણ લાગે છે કે અત્યારે ટેકનોલોજી એવી ખાસ સુરક્ષા નથી આપી શકતી ત્યારે આપણે આપણી આઇડેન્ટીટીની દરેકે દરેક વાતો, અંગત ફોટા બેફામપણે ‘share’ કર્યા જ કરીએ છીએ અને so called trend ના પ્રવાહમાં વહી જઈને પોતાને ખૂબ મોર્ડન અને ખુશ ખુશાલ સાબિત કરવાની હોડના ચક્રવ્યૂહમાં ફસાતા જઈએ છીએ. સાઈબર ક્રાઈમવાલાઓને તો ઘી કેળા જ.
જો કાલથી કોઈ જ પ્રસંગના ફોટા ના પાડવાના હોય તો તો કોઈ જ તહેવાર ખુશીથી ઉજવી જ નહિ શકીએ એવું લાગે છે.
હવે તો તહેવારોના ફોટાના બદલે ફોટાના તહેવારો લાગે છે.
બહુ દિવસ પછી રમ્યા આજે એના મનગમતા બજારમાં ખરીદી કરવા નીકળી હતી. દુકાનના કાચના દરવાજામાં નવી નવી પ્રિન્ટ જોતાં જોતાં એની નજરે એક જાણીતી પ્રિન્ટ અથડાઈ,
‘ અરે, આ તો જાગૃતિ…એની બાળપણની વ્હાલુડી સખી.’ અને ઉમળકાભેર એણે રીતસરની દોટ જ મૂકી અને જાગૃતિ સમક્ષ જઈને ઊભી રહી ગઈ.
જાગૃતિ પણ એને જોઈને ખુશીની મારી ઉછળી પડી અને અચાનક એને જોરથી ભેટી પડી. બે મિનિટ તો બન્ને સખીઓએ બાળપણના ઝૂલે ઝૂલ્યાં કર્યું, સુખના સરનામે ખૂલ્યા કર્યું. અચાનક રમ્યાની નજર એમના સખી-મિલનને વિચિત્ર નજરે નિહાળી રહેલી આજુબાજુના લોકો ઉપર પડી અને એક જ સેકન્ડમાં એ આખો મામલો સમજી ગઈ.
ખુશીનો બધો ય નશો ઉતરી ગયો અને મગજમાં ગુસ્સાની તીખી લહેર ઉઠી ગઇ. એની નજર સમક્ષ આજકાલ ‘ ટ્રેન્ડ સેટર’ બની રહેલી ખુલ્લેઆમ કોઈ જ છોછ વિના પુરુષ પુરુષને પ્રેમ કરે, સ્ત્રી સ્ત્રીને અને વળી અમુક તો વિચારી ના શકાય એટલી હદે જઈને કોઈ પણ રીતે પ્રેમ(!!) કરે જેવી વેબસિરિઝ સળવળવા લાગી.
રમ્યા વિચારે ચડી ગઈ. ‘ મને આ બધા વિશે કશું વિચારવાનો સમય પણ નથી અને એ બધાની પોતીકી પસંદગી વિશે કોઈ વિશેષ વાંધો પણ નથી, પણ એનો અર્થ એ પોતાની વ્હાલી સખીને જાહેરમાં ગળે મળે તો ભળતા સળતા અર્થ નીકળે એ તો ના જ ચાલે ને?’
હશે…લોકોનો પણ શું વાંક? આજકાલ બધા જ સંબંધો વિશે ગૂંચવાયેલા ગૂંચવાયેલા જ ફર્યા કરે છે. મારે કોઈની વિચારધારાના કારણે હેરાન થવું એ સહેજ પણ જરુરી નથી… દુનિયા કી ઐસી કી તૈસી..વિચારીને એણે બાળપણમાં જેમ કરતી એ જ રીતે જાગૃતિને વ્હાલથી ગાલ પર જોરથી ચૂમી ભરી લીધી.
જાગૃતિને તો રમ્યાના વિચાર યુદ્ધ વિશે કશું ખબર જ નહોતી. એ તો એની સખીના વ્હાલના દરિયામાં તરતી ને ઝૂમતી હતી
સ્નેહા પટેલ
(પહેલાં થયું કે એક જ લાઈનમાં આ વાર્તા લખી કાઢું, પછી થયું કે ૩-૪ લીટીમાં લખું. ..પણ બહુ વખતે અહી કૈક લખ્યું તો પછી જેટલું આવ્યું, જેમ આવ્યું એમ જ લખ્યું.) 🙂
દરેક કામ માત્ર કરી લેવાથી પતી જાય એવા નથી હોતા. મોટાભાગના કાર્ય તો માત્ર એક નિર્ણય હોય છે. ખરી જવાબદારી તો એ કામનો જે મહાન ઉદ્દેશ હોય એ સુપેરે પાર કેવી રીતે પાડવો એ હોય છે.
કામ કરી લઈને મૂકી દઈએ અને એના મેનેજમેન્ટની વ્યવસ્થિત ગોઠવણ કર્યા વિના બીજા કામ ચાલુ કરી દઈએ તો આપણા કોઈ પણ કામ સાર્થક નથી બની શકતા. આપણે પૂરા કરેલા કાર્યોના ટેકરા જેવી સૂચિ જોઈને હરખાયા કરીએ પણ પાછળ એ જ કાર્યોનો વહીવટ બરાબર ના થતાં ફેલાયેલી નકરી અંધાધૂંધીની મોટી ખીણ હોય છે. બહુ બધા કાર્ય કરી લેવા(!) કે એક જ કાર્ય કરવું પણ જડબેસલાક કરવું એ પસંદગી ખરેખર તમારા મગજની તંદુરસ્તીની કસોટી કરી લે છે. મોટાભાગે ઢગલાબંધ અધૂરા, ઉતાવળે પતાવી દીધેલા કાર્યોમાં ઢગલાબંધ અવ્યવસ્થા, એકબીજા ઉપર દોષારોપણ કરતાં લોકોના ટોળા અને વર્ષો સુધી ન્યાય ના મળતાં ડૂસકા માંથી ડુમામાં અને પછી માનસિક ત્રાસ,રોગ જ નજરે પડે છે.
ઉધઈ એટલે કદાચ આ જ કેમ?
કોઈને મદદ કરવાના ઉદ્દેશથી નીકળેલ ને પોતાનો જીવ ગુમાવી દેનાર જુવાન જિંદગીઓનો જીવ સદગતિ પામે એવી પ્રાર્થના અને એમના પરિવારજનોને જલદી શાતા વલે એવી ઈચ્છા. ન્યાય નહિ કહું કારણ જુવાનજોધ જિંદગીઓ આમ ચપટીમાં પતી જાય એની ભરપાઈ કોઈ પૈસા કે કોઈ સજા આપી જ ના શકે.એ તો ભૂલોના જ્વાળામુખી પર છાંટા નાખવાની અર્થહીન પ્રક્રિયા માત્ર છે.
સ્નેહાપટેલ
અમદાવાદના વધતા જતા વિકાસ સાથે રોડ સમારકામના કામ વધતા જાય છે, બ્રિજ બનવાના કામમાં રોજબરોજના રસ્તાઓ ઉપર પારાવાર મુશ્કેલીઓ પડે છે,ઉપરથી વરસાદની મહેર અને એ બધા પછી પણ બ્રિજ તૂટી પડવા, એક્સિડન્ટ વધવા જેવા સમાચાર તો રોજ મળતા જ રહે છે. અકસ્માત કરનારા દોષી, રસ્તા ઉપર ચાલનારા દોષી કે કોઈને મદદ કરવા બ્રિજ ઉપર અંધારામાં વચ્ચવચ ટોળું બનાવીને ઊભા રહેનારા દોષી કે સ્ટ્રીટ લાઈટ , કેમેરા પ્રોપર ના ચલાવનારા દોષી કે બધાની ઉપર જેમણે આ બધા જ કાર્ય મેનેજ કરવાના હોય એ નિષ્ફળ મેનેજરો દોષી?
‘એના હૃદયમાંથી નીકળી ગઈ છું ‘ આવું અનુભવતા જ એની નજર આખી દુનિયામાં ફરવા લાગી બે બેડરૂમ..ના ના..ત્રણ…આમ તો એકલા માણસને એક રૂમ હોય તો પણ શું ફરક પડે?
બાવીસમો માળ …એના દિલ કરતાં તો ક્યાંય નીચું આસન 😦
સ્વિમિંગ પૂલ..એના દરિયા જેવા દિલ સામે આ ખાબોચિયું..
ટેરેસગાર્ડન…એ સાથે જ નથી તો ફૂલ- પાનની સુંદરતા કેવી રીતે માણવાની?
ખુલ્લી હવાવાળી, હીંચકાવાળી વિશાળ બાલ્કની વિશાળ પાર્કિંગ, વોક વે..ગાર્ડન..
હાથ પરોવીને ચાલનારું સાથે ના હોય ત્યારે આ બધી મોકળાશ પણ કેવી સાંકડી લાગે ! ..
આમ તો એને આવું બધું ખૂબ ગમતું કેટલાયે વખતથી આવી ચાહ દિલમાં ઉછરતી હતી પણ આજે ખબર નહિ કેમ નવા રહેઠાણના રૂપ રંગ કે આકાર વિશે એ કોઈ નિર્ણય જ નહોતી લઈ શકતી !
આજે મને એ નથી સમજાતું કે, ‘ માતૃભાષા દિવસની ઉજવણીમાં લોકો ગુજરાતી કરતા વધારે અંગ્રેજી ભાષાને કેમ યાદ કરે છે? એને કેમ કોસે છે?’ અંગ્રેજી પૈસા કમાવવા માટેની ભાષા છે અને પૈસાનો મોહ કોને ના હોય? એમાં તમારું કશું જ લખેલું કે વક્તવ્ય કામ ના લાગે. એ એક પ્રેકટીકલ વ્યવસ્થા છે. કોઈ માનવી પૈસા કમાવા અન્ય ભાષા શીખે એને દોષ ના આપી શકાય. માતૃભાષા દિલની ને આ બધી દિમાગની ભાષા છે. બધું જરૂરી છે. માતૃભાષાનું ગૌરવ વધે એવા પ્રયાસો જરૂર કરતા રહેવાના પણ અંગ્રેજીને ગાળો આપવાથી ગુજરાતી મહાન નહિ જ થાય એટલું તો સમજવું ને સ્વીકારવું જ પડશે. ધ્યેય વગરની દોડ સમય ને તાકાત જ બગાડે.
દરેક ભાષાની એક સુગંધ હોય છે અને માતૃભાષા એમાં સર્વોચ્ય શિખરે જ હોય. બીજી કોઈ ભાષાની લીટી મોટી એટલે માતૃભાષાની લીટી નાની એવું ક્યારેય ના હોય અને જો તમને એવું લાગતું હોય તો એક મિનિટ અટકી જજો,
બીજી કોઈ ભાષા તમારી માતૃભાષાને હાનિ પહોચાડે એવો ભય હોય તો તમારી માતૃભાષા માટેનો તમારો પ્રેમ ભયભીત અને સાવ ખોખલો છે એવું સમજી જજો. માતૃભાષા તો દિલની ભાષા, દિલમાં ઉગતું એક કમળ છે. એને આસપાસ ખીલતા ને એની સુગંધ ફેલાવતા ફૂલોથી કોઈ જ ડર નથી હોતો.
જરૂરત અને પ્રેમ બે અલગ લાગણી છે દોસ્તો. અંગ્રેજીને ભાંડવાથી ગુજરાતી મહાન ના થઈ જાય. હું તો દુનિયાની દરેક ભાષા શીખવા માંગુ છું તો શું એનાથી મારો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જશે?ના… ક્યારેય નહી. જ્યાં પોતાની ભાષા ઉપર પૂરતો પ્રેમ અને વિશ્વાસ હોય ત્યાં આવી શંકા કુશંકાને કોઈ સ્થાન જ નથી હોતું મિત્રો.
આવો આપણે માતૃભાષા ગુજરાતીને ફકત અને ફકત એના નામની સુવાસથી જ વધાવીએ. બીજી ભાષાઓ પ્રત્યે ઝેર જેવી નકારાત્મક લાગણીનો પડછાયો સુધ્ધા એની ઉપર ના પાડવા દઈએ.
મેં આશરે ૨૦-૨૧ વર્ષે પહેલી પહેલી નોકરી કરેલી. પહેલો પહેલો પગાર જ્યારે હાથમાં આવ્યો ત્યારે જીવનમાં એક જબરદસ્ત રોમાંચ અનુભવેલો. શું કરી કાઢું…શું કરી કાઢું થઈ ગયેલું અને ખબર નહિ એક વિચાર મનમાં ઊગ્યો, ‘ હું જે પણ કમાઈશ એના દસ ટકા જેટલી રકમ કોઈક ને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવામાં વાપરીશ.’ આવું વિચારીને જીવનમાં કેટલા પૈસા આપવા એ નિર્ણય મે indirectly ભગવાન પર છોડી દીધેલો. એ વખતે સહજતાથી લીધેલો નિર્ણય બને એટલું સજાગ રહીને પાળ્યો છે.
સાચું કહું, આ સોદો ખોટો નથી દોસ્તો. એ દસ ટકાના વળતરમાં જરૂર જેટલું જીવનમાં બધું પ્રેમથી મેળવી ચૂકી છું અને બહારના અજાણ લોકોને તો આપણી ઉપર ઉદાર હોવાનો વહેમ બની રહે એ નફામાં 😀
Alex stumbled through the woods, trying to make sense of what had just happened. He remembered leaving the comfort of his home, feeling as though he were on a mission that was beyond himself. But now here he was, standing in a strange world with no way back home.
The trees seemed alive, swaying in an unearthly wind that seemed to carry something alien and otherworldly within its depths. There was something familiar yet distant about the place, and Alex couldn’t shake the feeling that he’d been here before—but how?
He began walking, guided by some unknown force, when suddenly he heard the sound of someone crying out for help. Alex quickly ran towards the voice and found a small child lost and alone in the woods.
It’s okay, he said soothingly. I’m here now. He picked up the little one and cradled her in his arms until she stopped sobbing.
The child looked up at him with eyes full of awe and admiration, as if she’d never seen anything like him before. That’s when it dawned on Alex—he wasn’t in his own world anymore. He had stepped into a new one.
But there was more to this place than just its strange sights; Alex felt like he was connected to it in some mysterious way, as if he were meant to be there for some higher purpose. He promised himself that he would do whatever it took to protect this new world from whatever danger might threaten it.
Alex set off on an epic adventure to explore this brave new world and protect its inhabitants from harm—all while learning valuable lessons about courage and strength along the way. It may have been an unfamiliar world at first, but soon enough it would become a place Alex called home.
નાનપણમાં સ્કૂલમાં મારા વ્હાલા કુસુમબેને સૌપ્રથમ એકડો ઘૂંટતા શીખવાડેલું, પ્રેક્ટિસ પછી બરાબર આવડી ગયું . સમજાઈ ગયું કે જે ઘૂંટીશ એ પાક્કું થશે. હવે હું ‘નફરત’થી દૂર રહીને માત્ર ‘પ્રેમ’ જ ઘૂંટુ છું !
-સ્નેહા પટેલ
like #short #subscribe #subscribe #youtuber #love #youtubeshorts #ytshorts #gujaratistatus #poetry
If u like plz share, Like and subscribe. Thnx
like #short #subscribe #subscribe #youtuber #love #youtubeshorts #ytshorts #gujaratistatus #poetry