Posted by: Jay Bhatt | શુક્રવાર, જૂન 11, 2021

દ્રશ્ય કે અદ્રશ્ય

દ્રશ્ય કે અદ્રશ્ય

કોઈ સારું પુસ્તક મળી જાય ત્યારે હું ખોવાઇ જાઉં છું,
કઈ સરસ લખતો હોઉં ત્યારે હું અદ્રશ્ય થઇ જાઉં છું,
પ્રકૃતિના સાનિધ્યમાં એક થઇ જાઉં છું, અને હું ફરી અદ્રશ્ય થઇ જાઉં છું.
સરસ વાતચીતમાં હું conversation બની જાઉં છું,
વરસતા વરસાદની હું હેલી બની જાઉં છું,
સૌન્દર્ય રસનું પાન કરતા,ત્યારે હું અદ્રશ્ય થઇ જાઉં છું.
મારા અક્ષરોમાં, શબ્દોમાં અને વિદ્યાર્થીઓ સાથે ભણવામાં ફરી અદ્રશ્ય થઇ જાઉં છું,

પણ હું એમાંજ દ્રશ્યમાન પણ થાઉં છું.

આખું વિશ્વ મારા મનમાં જ વસેલું છે.
મન થાય ત્યારે દુનિયાના કોઈ પણ ખૂણે,
કલ્પનાની પાંખ પર બેસી ઉડી શકું છું,
અને હું ફરી અદ્રશ્ય થઇ જાઉં છું.

Posted by: Jay Bhatt | ગુરુવાર, સપ્ટેમ્બર 25, 2025

Temple Architecture – Karimnagar

Vastu Purusha Mandala 


The faith that Earth is a living organism, throbbing with life and energy; is fundamental to the Vastu Shastra. That living energy is symbolized as a person; he is the Vastu Purusha. The site for the proposed construction is his field, the Vastu Purusha Mandala. In fact, the Vastu Purusha Mandala, the site plan, is his body; and, it is treated as such. His height (or spread) extends from the South West corner (pitrah) to the North-East corner (Isana). The Vastu Purusha Mandala also depicts the origin of the effects on the human body. All symbolism flow from these visualizations.

Purusha means ‘person’ literally; and, it refers to Universal Man. Purusha is the body of God incarnated in the ground of existence, divided within the myriad forms. He is also that fragmented body simultaneously sacrificed for the restoration of unity.

. The Vastu Purusha Mandala is, in some ways,  a development of the four-pointed or cornered earth mandala having astronomical reference points. Further, the Vastu Purusha Mandala is also the cosmos in miniature; and, the texts believe “what obtains in a microcosm, obtains in macrocosm too (yatha pinde thatha brahmande).”

Similarly, it believes that ” Everything is governed by one law. A human being is a microcosmos, i.e. the laws prevailing in the cosmos also operate in the minutest space of the human being.”

“The Vastu-Purusha-mandala represents the manifest form of the Cosmic Being; upon which the temple is built and in whom the temple rests. The temple is situated in Him, comes from Him, and is a manifestation of Him. The Vastu-Purusha-mandala is both the body of the Cosmic Being and a bodily device by which those who have the requisite knowledge attain the best results in temple building.”
Source: Vastu Purusha Mandala (Creators of this site: Vinay and Rashmi is an organization consisting of a young multidisciplinary team of professionals engaged in architectural and interior design)”

temple_architecture_edited.jpg

Vastu Purusha Mandala 
See also : Temple Facts by Sinu Joseph
Sinu Joseph, whose ancestral roots are in Kerala, born and brought up in Bengaluru, is an educator, a writer, a counselor, all rolled into one. An engineer by qualification, she has worked on various issues in the social space over the last 6 years. She has travelled extensively across rural India interacting with over 17,000 adolescent girls and women to really understand the practices and problems first hand.

According to Sinu Joseph, “Temples are only known as places of transactional prayer, when it is an energy vortex that can completely alter one’s physiology, in a very scientific manner.This neglect of our sciences is a very sad state. Without understanding our sciences, we can never fully understand our culture. This lack of scientific know-how is why our cultural practices get reduced to a belief system or worse, get dismissed as superstition.Just as we are attempting to introduce various aspects of our history in the education curriculum, we also need to introduce these indigenous sciences at the school itself.”

Posted by: Jay Bhatt | શુક્રવાર, જૂન 28, 2024

વરસાદી આત્મકથા

વરસાદી આત્મકથા

હું વિચારું છું કે
નાનો બની ગયો છું.
મારા ઘરની બાલ્કનીમાંથી
પશ્ચિમ દિશામાં નાનું
ડોકું કાઢીને ચાતક પક્ષીની જેમ
કાળા કાળા વાદળોની રાહ જોઉં છું.
દેખાતા નથી. બીજો દિવસ થાય છે.
મમ્મી ને પુછું છું ‘ક્યારે વરસાદ પડશે?’
એમ કરતાં કરતાં સાચે જ એક દિવસ દુર દુર થી
વાદળોની સવારી આવતી દેખાઈ.
મિત્રોનેસીટી મારી બોલાવ્યા.
પહેલો વરસાદ.
ચોથે માળે મોટી અગાશી,
બધા ભાગ્યા ભીના થવા. ખુબ ભીના થયા. મીઠી માટીની સુવાસ
અને નવા ઉગેલા ફૂલો પર વરસાદી માળા નો શણગાર.
બીજે દિવસે રજા હોવાથી વરલી સી ફેસ પર દરિયાઈ મોજાની રમતો જોવા
અને ઉછળતા મોંજાથી ભીંજાવાની અનેરી મજા. બાળપણ જોત જોતામાં વીતી ગયું.
કોલેજ જીવન શરુ થયું.
ચોમાસું ફરી આવ્યું.
પણ આ વખતે કોઈ જુદો જ વિચાર. કઈ જુદી જ મજા.
કોલેજ ના મિત્રો. હવે તો મોટા થયા. એટલે કોઈ adventure તો હોવું જોઈએ.
ચોમાસામાં બે-ત્રણ દિવસ ખંડાલા જવાનું નક્કી કરી નાખ્યું. ટ્રેન માં જ તો.
મદમસ્ત અસંખ્ય ધોધ અને ખલખલ વહેતા ઝરણા. ધોધ પરના પુલ પરથી સરી જતી ટ્રેન.
બોગદા માં થી ટ્રેન બહાર નીકળે અને ઉંચા પર્વતની ટોચ પરથી વાદળો ધસી આવે.
બારી માંથી અંદર અને સીધા મારી હથેળી પર. ટેરવા થી આછોકલો સ્પર્શ.
અંતરમાંથી ઝણઝણતા સ્પંદનો અચાનક ઉદભવ્યા.
કોઈ સુંદર પરીની કલ્પના સહજ રીતે થઇ ગઈ..
છત્રી કાગડો બની ઉડી જતી જોવાની મજા પણ તો ખરી.
સ્વપ્નું પૂરું થયું.
જીવન ભરની જવાબદારીઓ માં બાળપણ અને કોલેજ જીવન ખોવાઈ ગયું.|
દર વર્ષે ચોમાસું આવે અને ફરી મન સદાબહાર વરસાદી વાયરાની સુવાસ થી મઘમઘી ઉઠે ફરી ભીંજાવા જ તો….


સહકાર પુસ્તકાલયોનો – ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ:

જય ભટ્ટ

6/11/2024

ડીજીટલ માધ્યમને લીધે ગુજરાતી ભાષામાં પ્રગટ થતું લખાણ ખુબ જ વધી રહ્યું છે. કવિતા, ગઝલો કે વાર્તાઓ વિશ્વભરમાં લોકો વાચી અને લખી રહ્યા છે. વાચકો પોતાના મોબિલ ડીવાઇસીસ પર પણ સહેલાઈથી ડાઉનલોડ કરી વાચી શકે છે. આમાં કશું નવું નથી. આવા સમયે એક સહજ પ્રશ્ન થાય કે પુસ્તકાલયો નું શું મહત્વ? લોકો ને પુસ્તકાલયમાં આવવાની શું જરૂર? પ્રિન્ટ માધ્યમ માં પુસ્તક પ્રગટ થવું જોઈએ ખરું? ઈબુક જ લોકો વાચતા હોય તો પ્રિન્ટનું શું કામ? આ લેખમાં અમેરિકા અને ભારતમાં આવેલા પુસ્તકાલયો કઈ રીતે વિવિધ પ્રવૃતિઓ દ્વારા લોકોમાં જ્ઞાન અને માહિતી અર્પી રહ્યા છે તે વિષે લખવાનો પ્રયત્ન કર્યો છે.

ભારત

ગુજરાતની અને ભારતની ગુજરાતી માધ્યમની શાળાઓ બધ થઇ રહી છે. વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષાથી દુર જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. અમેરિકામાં આવતા ગુજરાતી વિદ્યાર્થીઓ કે ત્યાં ઉછરતા બાળકોમાં પણ ગુજરાતી ભાષા તરફથી સંવેદના દેખાતી નથી. આવી પરિસ્થિતિમાં પુસ્તકાલયો શું કરી શકે? શાળાઓ શું કરી શકે? ભાષા પ્રત્યેની સંવેદના કઈ રીતે વધારી શકાય? જો આવનારી પેઢી ગુજરાતી વાંચી જ ન શકે તો સાહિત્યનો અણમોલ ખજાનો કઈ રીતે સચવાશે? આ બધા વિષયો વિચારો માંગી લે છે.

સહકાર શાળા અને પુસ્તકાલયનો:

બાળકો ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય, એમને ગુજરાતી ભાષા વિષે સતર્ક કરવા અત્યંત જરૂરી છે. શાળામાં એક વિષય ગુજરાતી રાખવો પણ એને એવી રીતે રજુ કરવો કે બાળકો પુરેપુરા રસથી ભાગ લે. શિક્ષક, વિદ્યાર્થીઓ ખુબ જરૂર છે. અને માતા-પિતા — બધાનું જ યોગદાન ખુબ જરૂરી છે. જુદી જુદી પદ્ધતિઓ અપનાવી ક્રિયાત્મક અભિગમ દ્વારા અ મહત્વની શિક્ષા આપી શકાય। આજના વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો ઉપયોગ સહેલાઈથી કરી શકે છે. જેમાં વિદ્યાર્થીઓ એ ગુજરાતી પુસ્તકો કે વેબ સાઈટ પર શોધખોળ કરી એક નાનો લેખ લેખ લખવાનો. પુસ્તકાલય માં જઈ શિક્ષકો અને ગ્રંથપાલો, વિદ્યાર્થી ઓ ને સારા પુસ્તકો અને વેબ સાઈટો શોધવામાં મદદ કરે. Google Advanced માં જઈ ગુણવત્તા વાળી માહિતી મેળવી શકે. દરેક અઠવાડિયે થોડું થોડું લખવાનું। દરેક વિદ્યાર્થી એક બીજા વિદ્યાર્થી સાથે ટીમ બનાવે. બને એકબીજાનું વાંચે.

અને એકબીજાને પ્રતિક્રિયા આપે. પુસ્તકોનાં વાંચન દરમ્યાન ગ્રંથપાલ અને શિક્ષક બાળકોને અનૌપચારિક અને સહજ સવાલો પૂછી ને એમની જીજ્ઞાસા વધારે. પ્રતિક્રિયા માત્ર ‘સરસ’ કે ‘ખુબ ગમ્યું’ જ નહી પણ શું ઉમેરાય તો વધારે સરસ લખી શકાય કે ક્યા ફેરફાર કરી શકાય એવા સૂચનો આપવા બાળકોને પ્રેરિત કરવા ખુબ જરૂરી છે. આવી ક્રિયા પ્રતિક્રિયા આપનારી જુદી જુદી સર્જનાત્મક પ્રવૃત્તિઓ પુસ્તકાલયોમાં પણ ગોઠવી શકાય. શહેર કે ગામની ની શાળાઓ, પુસ્તકાલયો અને શિક્ષકો સાથે મળી ને સુદર ઉદાહરણ પૂરું પાડી શકે. યુવાનો પણ સ્વયંસેવક તરીકે પોતાનું યોગદાન આપી શકે, જે યુવાનોને ગુજરાતી આવડતું નથી તે યુવાનો પણ આ રીતે પોતાની ભાષા શીખવાનો એક મોકો મેળવી શકે, સુરતની નર્મદ લાયબ્રેરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે જ છે અને સાથે સાથે બાળકોને અને યુવાનો ને ગુજરાતી શીખવતા કાર્યક્રમોનું પણ આયોજન કરે. ગુજરાતના જુદા જુદા વાચનાલયો આ રીતે ઘણી સર્જનાત્મક પ્રવૃત્તિઓ શરુ કરી શકે. શિક્ષકો, આયોજકો, સ્વયંસેવકો, ગ્રંથપાલો સાથે કામ કરી નવી નવી વિદ્યાર્થિઓને આકર્ષિત પ્રવૃત્તિઓ વિચાર વિમર્શ કરી વિકસાવે.

એકત્ર ફાઉન્ડેશન

ભવનની લાયબ્રેરીની વેબ સાઈટ પર  https://bhavanslibrary.org/Gujarati-General ગુજરાતી ડિજિટલ પુસ્તકો ની વિવિધ વેબસાઇટો મુકેલી છે જેમાં એકત્ર ફાઉન્ડેશન ની વેબસાઈટ https://www.ekatrafoundation.org/ અને પુસ્તકાલય  https://pustakalay.com/ નો સમાવેશ થાય છે. આશા છે આપણું ગુજરાતી યુવાધન અને સર્વે એમનો સુંદર ઉપયોગ કરી આપણી ભાષા ને સનાતન બનાવવા માટે યથા શક્ય યોગદાન આપે.

“એકત્ર’ મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. અમારો ભાવનામંત્ર છે : ગુજરાતીની ઉત્તમ કૃતિઓને પલકમાત્રમાં બહોળા વાચકો સુધી પ્રસારવી. આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકો ને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે. ‘પ્રોજેક્ટ ગુટનબર્ગ’ અને ગૂગલે દુનિયાભરનાં અપ્રાપ્ય અને જૂનાં એવાં એક લાખ પુસ્તકોને સ્કેન કરીને વિનામૂલ્યે વાંચી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે. આ યોજનામાંથી પ્રેરણા લઇને ‘એકત્ર’એ ગુજરાતી સાહિત્યનાં છેલ્લાં 200 વર્ષનાં પ્રશિષ્ટ અને રસપ્રદ પુસ્તકોને વીજાણુ-ગ્રંથશ્રેણી રૂપે, દુનિયાભરમાં વસતા ગુજરાતી વાચકોને એમના મોબાઈલ પર, આઈપેડ પર, કૉમ્પ્યુટર પર સુલભ કરી આપવાનો એક સાહસિક સંકલ્પ કર્યો છે.”

 આવો વાંચીએ, સાંભળીએ, માણીએ, વિશ્વભરનાં બસોથી વધુ પુસ્તકો વિશે. 

https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%B0%E0%AA%9A%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80

https://shorturl.at/imVyu

આવો, સાંભળીએ, માણીએ, વાર્તાઓ. 

https://ekatraaudiostories.glide.page/dl/17171d

અમેરિકા અને અન્ય દેશો:

અમેરિકા, કેનેડા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અમુક યુનિવર્સીટી અને ત્યાંની પબ્લિક લાયબ્રેરીઓમાં પણ અમુક ગુજરાતી પુસ્તકો હવે ઉપલબ્ધ થઇ રહ્યા છે.

ફિલાડેલ્ફિઆમાં આવેલી યુનીવર્સીટી ઓફ પેન્સિલવેનિયા દક્ષિણ એશિયા પુસ્તકાલયો યુનિવર્સિટી તેના સંસ્કૃત વ્યાપક સંગ્રહ અને અન્ય ભારતીય ભાષાઓ માટે જાણીતી છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાનાં ઘણા પુસ્તકો આ પુસ્તકાલયમાં ઉપલબ્ધ છે. અમેરિકામાં દરેકેદરેક રાજ્યમાં ગુજરાતી પુસ્તકો મળી રહે એ માટે નવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પેન્સિલવેનિયા, ન્યુ જર્સી કે બીજા કોઈ પણ અમેરિકાના રાજ્યોમાં ઘણી પબ્લિક લાયબ્રેરીઓ આવેલી છે. જેમને યુનીવર્સીટી ઓફ પેન્સિલવેનિયાનાં પુસ્તકાલયમાંથી પુસ્તકો ની જરૂર હોય એમણે માત્ર તેમની ટાઉનશીપની પબ્લિક લાયબ્રેરીમાં માં જઈ તેના Interlibrary Loan વિભાગમાં જઈ પુસ્તક request કરી શકાય. Public Libraries in the U.S.

http://librarytechnology.org/libraries/uspublic/

રાજ્ય પર ક્લિક કરો, તમારા રાજ્યમાં સૌથી નજીકની પબ્લિક લાયબ્રેરી શોધો અને તેમની સંપર્ક માહિતી શોધવા માટે લિંક પર ક્લિક કરો. ઇન્ટરલાઇબ્રેરી લોન કેવી રીતે કામ કરે છે તે વિશે પૂછપરછ કરો. શક્ય છે કે કેટલાક જાહેર પુસ્તકાલયોમાં ગુજરાતી પુસ્તકો હોય. તેનો ઉપયોગ ગુજરાતી શીખવવા અને શીખવા માટે કરી શકાય છે. તમે યુ.એસ.માં આવેલા વિશાળ જાહેર પુસ્તકાલયોના નેટવર્કથી પ્રભાવિત થશો. હું ઈચ્છું છું કે ભારતમાં પણ આવા પુસ્તકાલયોનું નેટવર્ક વિકસિત થાય.

યુનીવર્સીટી ઓફ પેન્સિલવેનિયાની કે બીજી કોઈ પણ લાયબ્રેરી કે જ્યાં આ ગુજરાતી પુસ્તક છે તે એને જ્યાંથી request આવી હોય ત્યાં મોકલી આપશે. એ વ્યક્તિએ તેમની ટાઉનશીપની પબ્લિક લાયબ્રેરીમાં માં જઈ એને માત્ર પોતાનાં લાયબ્રેરી કાર્ડ પર check out કરવાનું રહેશે. આ વ્યવસ્થા ને લીધે અહી પણ ગુજરાતી પુસ્તકોનો ઉપયોગ કરી, વેબ સાઈટોનો ઉપયોગ કરી, યુવાનો ને ગુજરાતી શીખવા માટે પ્રેરી કરી શકાય. બંગાળી વિભાગનાં ગ્રંથપાળે એક સુદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમ શાળામાં ભણતા બંગાળી બાળકો એમના શિક્ષકો અને માતા પિતા યુનીવર્સીટી ઓફ પેન્સિલવેનિયાની લાયબ્રેરીમાં આવ્યા હતા. એમને બંગાળી વિભાગમાં જઈ પુસ્તકો બતાવવામાં આવ્યા હતા.આ પુસ્તકોનો ઉપયોગ કરી બંગાળી ભાષામાં કાર્ટુન બનાવવાની પ્રવૃત્તિ બાળકોને ભાગે આવી હતી. આવી જ પ્રવૃત્તિ ગુજરાતી બાળકો માટે પણ આયોજન શકાય પણ માતા પિતા અને શિક્ષકો એ પ્રવૃત્ત થવું પડે.

નવા નવા અને યુવાન લેખકોના ગુજરાતી પુસ્તકો અહી મળી શકે એ માટે એક  ટીમ કાર્યરત છે. 

પેન્સિલવેનિયા લાઈબ્રેરીનાં online catalog https://franklin.library.upenn.edu/advanced (filter by Gujarati language).  http://worldcat.org/ સાઈટ પર જઈ અમેરિકાની કઇ લાયબ્રેરીમાં પુસ્તક છે તે જાણી શકાશે. ઉપર લખ્યા પ્રમાણે પબ્લિક લાયબ્રેરીમાથી આ પુસ્તક મગાવી શકાશે.

આશા છે આપણું ગુજરાતી યુવાધન અને સર્વે એમનો સુંદર ઉપયોગ કરી આપણી ભાષા ને સનાતન બનાવવા માટે યથાશક્ય યોગદાન આપે.

Posted by: Jay Bhatt | બુધવાર, મે 29, 2024

શ્રદ્ધા અને મૌનની અલૌકિક ભાષા

પળે પળે શરતે શરતે,
હંફાવવા મથતી વિચારશૈલી,
અંતરે અંતરે વિશ્વાસે વિશ્વાસે,
ખીલવા લાગતી અવિનાશી આસ્થા.
ત્યારે શું નથી લાગતું કે,
શ્રદ્ધા એ જ અમરત્વનું સનાતન સ્વરૂપ?

મૌનની પળોમાં ઉભરાતા સંવેદનો,
અચાનક ઉદ્ભવતા એ સ્પંદનો,
સંવાદોની એ અલૌકિક ભાષા,
મળે વાતચીતનો અનેરો આનંદ.

મૌનની ઉચ્ચતર સ્થિતિમાં મન હજારો જોજન
દુર પળ ભરમાં ફરી આવતું હોય છે, ત્યારે એ શાંત અવસ્થામાં,
સરજનાત્મક વિચારો ઉદ્ભવ થતા હોય છે.

Posted by: Jay Bhatt | શુક્રવાર, મે 24, 2024

Sustainability & Climate Resilience

Sustainability & Climate Resilience

Climate change is an urgent global crisis that calls on people and institutions across the globe to act collectively to address it. 

In support of the University’s work to address climate change and sustainability, the Drexel Libraries offers this research guide. In this guide you will find recommended resources for research related to sustainability, including books, Drexel-licensed databases, government websites and more.

https://libguides.library.drexel.edu/sustainability

Posted by: Jay Bhatt | શનિવાર, માર્ચ 11, 2023

અહેસાસ

અહેસાસ

રાહ સતત
ભાવ પ્રતિક્ષા કરે
આવાગમન
અંતર બને
સ્નેહ રસ સભર
જીવન ભર

બોલતી દિવાલો,
અસ્તિત્વની શાબ્દિક અનુભૂતિ,
અપ્રત્યક્ષ પણ પ્રત્યક્ષ,
સ્પંદનોની આવનજાવન
અમર અહેસાસ.

અચાનક ક્યાંકથી
ફરી અંતરે
સંભળાતો અહેસાસ થતો
મધુરો સાદ
અને ગમે એવા ફેરફારોમાં
પણ ટકી રહેતો
આ અમર સંબંધ

અંતરના સુરોનો રણકાર,
અને  એના થકી કદી ન પૂરો થતો સંવાદ.
સુર અને મૌનની,
તડકા અને પડછાયા જેવી સફર.
શબ્દોનું પીગળવું,
અને  સ્પંદનોનું ત્વરિત આલેખન.
શમણાનું સર્જન પણ
અસ્તિત્વનો અમર અહેસાસ.

Posted by: Jay Bhatt | શુક્રવાર, માર્ચ 10, 2023

અંતર બને અંતરવિહીન

અંતર અનંત,

પણ ક્ષિતિજમાં જ અંતર,

ને ક્ષિતિજમાં જ શરૂઆત

ઉમળકો અસીમ, ને આનંદ અપ્રતિમ,

બંને આંતરિક.

ગહન પ્રશ્નોપનિષદ, પણ વૈચારિક અનૂભુતી,

સંબંધ બને પરમ આનંદ

Inner Bliss within the horizon,

અંતર બને અંતરવિહીન

Posted by: Jay Bhatt | મંગળવાર, માર્ચ 7, 2023

જીવન રંગ

આશરે પચીસેક વર્ષમાં
એકદમ મસ્ત મસ્ત હજારો
જિંદગી જીવવી છે .
નવું નવું બધું જ enjoy કરવું છે.
પ્રેમરૂપી ખળ ખળ વહેતી નદી
સ્નેહવર્ષાથી છલોછલ ભરી દેવી છે.
અને એ નદી પર કોઈ પણ જાતના
બંધનું અસ્તિત્વ કાયમ માટે
નિર્મૂળ કરી દેવું છે.
Simply live each moment fully
નો  અભિગમ હવે આત્મસાત કરવો છે.
સંગીત, કલા, નૃત્ય, લેખન, સેવા
કે દેશ-વિદેશની travel
બધું જ માણવું છે.
વિવિધ માનવીય talents ને પૂરે પુરા
સન્માન સાથે ઉજવવી છે.
કરુણાને ઉમેરી પ્રેમની આ નદીને
મધુરી બનાવી જીવનભર
વહેવડાવવી છે.
હું જોઈ રહ્યો છું કે
વિસ્તરતો મૈત્રીભાવ
અને એમાં સમગ્ર વિશ્વને પોતે આવરી લઇ
mature બનેલી પ્રેમગંગાને
પોતાના ગંતવ્ય સ્થાન
તરફ લઇ જઈ એમાં ભળી જાય છે.
જીવ સમાધિસ્થ બની જાય છે.
સર્વત્ર પ્રેમ.

Posted by: Jay Bhatt | રવિવાર, ઓગસ્ટ 28, 2022

ફૂલોનું meditation

રંગબેરંગી ફૂલો વિવિધ રંગો ચારે દિશામાં ફેલાવી રહ્યા છે.

ફૂલોની મહેફિલ જામી છે.

કાલની કોઈને ચિંતા નથી.

આ રંગતમાં એક અતિસુંદર ફૂલ વિચારે છે:

‘કાલે કદાચ હું કોઈ મંદિરના

શીવલિંગ પર સ્થાન પામીશ,

અથવા કોઈ બુકેના શણગાર પર.

ઇકેબાનાની સુંદર ગોઠવણી પર,

કે દાદર સ્ટેશન પાસે ફૂલો વેચતા ફેરિયા પાસે.

કેન્ડલ લાઈટ ડીનર લેતા કોઈ કપલના ટેબલ પર

કે કોઈ મંડપની સજાવટમાં.

ભલે મારું અસ્તિત્વ ક્યાંનું ક્યાં જતું રહેશે,

પણ જ્યાં હોઈશ ત્યાં આંનદની રેલમછેલ ફેલાવતું હશે.

એ જ મારો આનંદ અને એજ સર્વસ્વ.

Posted by: Jay Bhatt | શુક્રવાર, ડિસેમ્બર 24, 2021

મહેફીલ સ્મરણોની, સ્ત્રોત સંવેદનાનો.

ભૂતકાળની ડાયરીના
પાના વાચું છું.
નાનપણથી અત્યાર સુધી
કેટલા મિત્રો બન્યા
અને કેટલી બધી વાતો કરી.
સમયની ગહેરાઈમાં ઘણા તો વિસરાઈ ગયાં.
પણ એમની સાથે ફોડેલા ફટાકડા
અને માણેલી તોફાની પળો તો યાદ રહી ગઈ.
કોલેજ અને નવા મિત્રો બન્યા
.
લાયબ્રેરીમાં બેસી physics ના problem solve કરેલા તે યાદ રહ્યું.
અનુભવો અને સંસ્મરણો માનસપટ પર હમેશ માટે અંકિત થઇ ગયાં.
અને પછી ફેસબુક અને બ્લોગના માધ્યમ દ્વારા
નવું સર્જન અને લખવાની અદમ્ય ઈચ્છા.
દસેક વર્ષ પહેલાની ભારતની મુલાકાત
અને એની યાદો આજે ફરી તાજી થઇ.
સંકલ્પનો ઢોસો, વિશાલા અને રજવાડુંનું સ્વાદિષ્ટ જમણ.
અમદાવાદની કોન્ફરન્સ.વાતચીત અને ફેસ ટુ ફેસ મુલાકાત.
પાપડી, લીલવાનું શાક અને ઊંધિયું.
ખેતરમાં બેસીને પીવાયેલો શેરડીનો મીઠો અમૃતરસ
કે પછી સુરતની હોટલમાં સાથે માણેલી
મકાઈ કી રોટી અને સરસો કા સાગ.
ત્યાંથી ઓસ્ટ્રેલિયા મિત્ર સાથે કરેલી વાતો.
મુંબઈની હોટલમાં લીધેલી મસ્ત કોફી.
વર્ષો પછી મુંબઈના થીએટરમાં જોયેલું મુવી.
એ બધું ફરી એક વાર ચલચિત્રની માનસપટ પરથી પસાર થઇ ગયું.

સંવેદના અને સ્મરણોની આ મિલકત ને કદી ખૂટવા દેશો નહિ. એના વગર માનવ ‘માનવ’ રહેશે નહિ.

Older Posts »

શ્રેણીઓ

Design a site like this with WordPress.com
શરૂ કરો