
Posted by: bazmewafa | 05/06/2022
Raat bhar….Anand Jani

Posted in ગઝલ
Posted by: bazmewafa | 09/27/2020
જળ લગાવી દઉં…..અનિલ ચાવડા
જળ લગાવી દઉં…..અનિલ ચાવડા
(Courtesy: facebook Anil Chavda)
Posted in ગઝલ | ટૅગ્સ:Anil Chavda
Posted by: bazmewafa | 09/22/2020
અઝીઝ ટંકારવીની નવલકથા એટલે અનુત્તર પ્રશ્નોનો ‘વંટોળિયો’….અવિનાશ મણિયાર
અઝીઝ ટંકારવીની નવલકથા એટલે અનુત્તર પ્રશ્નોનો ‘વંટોળિયો’….અવિનાશ મણિયાર
Pl.click the following image to read.
Posted in આસ્વાદ | ટૅગ્સ:Aziz Taankarvi
Posted by: bazmewafa | 09/18/2020
ઓછી મળી…….ખલીલ ધનતેજવી
ઓછી મળી…….ખલીલ ધનતેજવી
એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.
એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !
પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !
ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !
નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
(Courtesy:Sudheer bhatt Facebook wall)
Posted in ગઝલ | ટૅગ્સ:Khaleel Dhantejvi
Posted by: bazmewafa | 09/15/2020
શું ફરક પડે……..શબ્બીર મીચલા
શું ફરક પડે……..શબ્બીર મીચલા
(Courtesy: Facebook Shabbir meechla)
Posted in કવન | ટૅગ્સ:Shabbir Michlaa
Posted by: bazmewafa | 09/09/2020
એક સાંધે ત્યાં તેર તૂટે છે…..અઝીઝ ટંકારવી
Posted in ગઝલ | ટૅગ્સ:Aziz Taankarvi
Posted by: bazmewafa | 09/01/2020
તરડાય છે મારું વજૂદ………..મનસૂર કુરેશી
તરડાય છે મારું વજૂદ………..મનસૂર કુરેશી
Posted in ગઝલ | ટૅગ્સ:Masur Qureshi
Posted by: bazmewafa | 08/31/2020
કાગઝ કા ગુલાબ……ડો.એસ.એસ.રાહી
Posted in શાયરી | ટૅગ્સ:Dr.S.S.Rahee
Posted by: bazmewafa | 08/31/2020
ઉમ્રભર છેતરે છે(ડો.એસ.એસ.રાહીના મઝાના) શેરો…..ડૉ.એસ.એસ.રાહી
Posted in શેર | ટૅગ્સ:Dr.S.S.Rahee
Posted by: bazmewafa | 08/29/2020
અનુવાદ કરવો એ પણ એક કળા છે……..શકીલ કાદરી
અનુવાદ કરવો એ પણ એક કળા છે……..શકીલ કાદરી
અનુવાદ કરવો એ પણ એક કળા છે. એ કળા હોવાથી જ અનુવાદકની કસોટી પણ એમાં થતી હોય છે. ગઝલકાર જ નહીં, કોઇપણ સાહિત્ય સ્વરૂપમાં કાર્યરત સર્જકે એ જે ભાષામાં સર્જન કરતો હોય એ ઉપરાંત પણ ઓછામાં ઓછી એક ભાષા પર પ્રભુત્વ તો મેળવવું જ જોઈએ. માતૃભાષામાં સર્જન કરવાની સાથે જે તે સ્વરૂપમાં સીમાચિહ્ન ગણાતાં સર્જકોની કૃતિઓનું પણ ભાવન કરવું જોઈએ. એમ અન્ય ભાષાના ઉત્તમ સર્જકોને પણ વાંચવા જોઈએ….અને વારંવાર વાંચવા જોઈએ. વાંચવાની સાથે એમણે પ્રયોજેલ શબ્દો પર આંખો ઠરે એ રીતે એ કૃતિને નિહાળવી પણ જોઈએ જેથી જો એકનો એક શબ્દ પુનરાવર્તિત થતો હોય તો એ પુનરાવર્તનમાંથી સૌંદર્ય પ્રકટે છે કે કેમ? એનો ખ્યાલ આવી શકે. જો એ કૃતિનો અનુવાદ કરવાની ઇચ્છા હોય ત્યારે તો વારંવાર એ કૃતિમાંથી પસાર થવું જોઈએ. શબ્દોના વિનિયોગ પાછળની ભાવનાને અને સર્જકના કથનના હાર્દને પામવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પછી પામી લીધાંની મનને દ્રઢ અનુભૂતિ થાય પછી અનુવાદ કરવો જોઈએ. કાવ્યનો અનુવાદ અને એમાં પણ ગઝલનો અનુવાદ કરવાનું કાર્ય અતિ કપરું છે. જો મૂળ કૃતિ અને અનુવાદ જેમાં કરાય છે એ ભાષા ઉપર પકડ હોય તો તમે અનુવાદ કરવા માટે સજ્જ છો… ગઝલનો અનુવાદ મૂળ કૃતિના છંદમાં કઈ રીતે કરી શકાય એનો નમુનો જુઓ. મૂળ ગઝલ ગઝલમર્મજ્ઞ અને ઉમદા ગઝલકાર શૂન્ય પાલનપુરીની છે અને અનુવાદ અઝીઝ કાદરીનો.
… શૂન્ય પાલનપુરી
આવ્યો છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની.
કળીઓને કહી દો સંભળાવે, રંગીન કહાની ફૂલોની.
સૌંદર્યની ચાહતના પરદે, સૌંદર્યની લૂંટો ચાલે છે,
ફૂલે તો બિચારાં શું ફૂલે! દુશ્મન છે જવાની ફૂલોની.
અધિકાર હશે કૈં કાંટાનો, એની તો રહીના લેશ ખબર,
ચીરાઈ ગયો પાલવ જ્યારે, છેડી મેં જવાની ફૂલોની.
ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર?
કાંટાની અદાલત બેઠી કાં લેવાને જુબાની ફૂલોની?
ઝુરંતો પરિમલ ભટકે છે કાં વહેલી સવારે ઉપવનમાં?
વ્યાકુળ છે કોના દર્શનની એ રડતી જવાની ફૂલોની?
બે પળ આ જીવનની રંગત છે, બે પળ આ ચમનની શોભા છે,
સંભળાય છે નિશદિન કળીઓને આ બોધ કહાની ફૂલોની.
તું ‘શૂન્ય’ કવિને શું જાણે? એ કેવો રૂપનો પાગલ છે?
રાખે છે હ્રદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.
आया है ज़माना फूलों का, लाया है जवानी फूलों की।
कलियों के लबों पर जारी है, रंगीन कहानी फूलों की।
परदे में मुहब्बत के देखो अब हुस्न को लूटा जाता है,
फूले तो भला कैसे फूलें दुश्मन है जवानी फूलों की।
काँटों का भी कुछ हक़ है आख़िर, इतनी भी नहीं थी मुझ को ख़बर,
दामन को यक़ायक़ चीर गई बेबाक़ जवानी फूलों की।
गुलशन में सहर के वक़्त हवा मग़मूम है किस की फ़ुर्कत में,
रंजूर है आख़िर किस के लिये शादाब जवानी फूलों की।
पल दो पल ज़िस्त की रंगत है पल दो पल हुस्न है गुलशन का
कहती है सबा अब रोज़ अक़्सर दिलसोज़ कहानी फूलों की।
तुम ‘शून्य’ को आख़िर क्या जानो है रंग का, रूप का दीवाना
लाया है अज़ल से सीने में वो सिर्फ़ निशानी फूलों की।
अनुवाद: … अज़ीज़ क़ादरी
શૂન્યની ગઝલનો આ અનુવાદ મૂળ ગઝલ જે છંદમાં છે એ જ છંદમાં કરાયો છે. ગઝલના અનુવાદમાં સૌથી મોટી સમસ્યા કાફિયાની જાળવણી સતાવે એમાંથી અનુવાદકે પોતાની રીતે માર્ગ શોધવો જોઈએ.
Posted in અનુવાદ | ટૅગ્સ:Shakeel Qadri
Posted by: bazmewafa | 08/05/2020
સાહિત્યમાં લુચ્ચાઈ નહીં, સચ્ચાઈનું મહત્ત્વ હોવું જોઈએ……શકીલ કાદરી
…
સાહિત્યમાં લુચ્ચાઈ નહીં, સચ્ચાઈનું મહત્ત્વ હોવું જોઈએ……શકીલ કાદરી
સાહિત્યમાં જે કાંઈ ઘટનાઓ બને છે એનો સંબંધ માત્ર કળા સાથે જ કાંઈ હોતો નથી. સામાજિક અને આર્થિક સંબંધો પણ એને અસર કરે છે… વિવિધ ભાષાઓમાં જે કળાના જે સામયિકો પ્રકટ થતાં હોય છે. એમનો ગાઢ સંબંધ વિદેશના ડોલર સાથે હોય છે. એટલે સામયિકોમાં ડોલરિયા કવિઓ, શાયરો, સાહિત્યકારો છવાયેલાં હોય છે. ઉર્દૂના સામયિકો આજે તમે જુઓ તો આ વાતનો તરત જ ખ્યાલ આવે. આની પાછળનું આજે કારણ એ છે કે સામયિક ચલાવવું ખર્ચાળ પ્રવૃત્તિ બની છે અને લવાજમો ઉપર કાંઈ કોઈ સામયિક ચલાવી શકાય નહીં… એટલે વિદેશમાંના સાહિત્યકારોથી કેટલાંક સામયિકો ટકી જાય છે… એમને ત્યાંના સાહિત્યકારોની તસ્વીર કે એમની થોડીક કૃતિઓ પ્રકાશિત કરવા સીવાય કાંઈ ગુમાવવાનું હોતું નથી. આ પ્રવૃત્તિથી ગઝલનું ક્ષેત્ર પણ અલિપ્ત નથી. મેં જ્યારે ગઝલવિવેચન શરૂ કર્યું ત્યારે આદિલ મન્સૂરી જેવા ગઝલકારો બીજા ગઝલ સામયિકોમાં છવાયેલાં રહેતાં તેમ અન્ય વિદેશી ગઝલકારોની તસ્વીરો પણ છવાયેલી રહેતી. જલન માતરી, રાજેન્દ્ર શુક્લ, ચિનુ મોદી, મુસાફિર પાલનપુરી આદિએ મારાં કાર્યની નોંધ અવશ્ય લીધી હતી આદિલ સાહેબ એમાંથી બાકાત હતાં… ભલું થાય હેમંત ધોરડાનું કે એમણે ‘તાણાવાણાં’ લખ્યું… એમાં આદિલ મન્સૂરી, ચિનુ મોદી, શોભિત દેસાઈ આદિની ગઝલો વિશે ઉગ્ર ટીકા કરી… એમની કેટલીક દલીલોમાં વજૂદ હતું પણ કેટલીક દલીલોમાં વજૂદ નહતું. આ ઘટનાથી આદિલ મન્સૂરી ઘવાયાં… એમણે પોતાની ગઝલોનો બચાવ કરી શકે એ માટે એમનો રથ ખેંચનારા અશ્વ અને પાલખી ઊંચકનાર કહાર કવિઓએ છૂટાં મૂક્યાં. આદિલ મન્સૂરીથી લાભ લેનારા અમદાવાદ-વડોદરા અને અન્ય શહેરોના ગઝલવિવેચકોના ઘરે આ અશ્વો અને કહારો ફરી વળ્યાં… પણ આદિલ મન્સૂરીની સર્જકતા સામે હેમંત ધોરડાએ ઊભાં કરેલ મુદ્દાઓ સામે પ્રતિવાદ કરવાની તમામે પોતાની અક્ષમતા બતાવી…. અને એ પછી એક દિવસ બે બિનનિવાસી ભારતીય બે અને એક ભારતના એમ ત્રણ ગઝલકારો મારે ઘરે આવ્યાં અને મેં ઉપર કહી એ વાત કરી તાણાવાણાંની કૉપી આપી… આદિલ મન્સૂરીના જે સંગ્રહ મારી પાસે નહતાં તે પણ આપ્યાં… મેં આદિલની ગઝલોનો અને હેમંત ઘોરડાએ ઊભાં કરેલ મુદ્દાઓનો જવાબ આપવા એક પુસ્તક લખી આપવાનું વચન આપ્યું… એ જ રાતે આદિલ સાહેબનો ફોન મારા પર આવ્યો અને સતત બેથી ત્રણ મહિના સુધી લગભગ દરરોજ ફોન પર વાત થતી. એમાં કેટલીક વાતો તો અહીં લખી શકાય એવી નથી… ભારતના કેટલાંક ગઝલકારો ત્યાં જાય એટલે કોઈ મુસાફો કરી એટલે કે હાથ મેળવી હથેળી પર ડોલર મૂકે એટલે મુઠ્ઠીવાળી કઈ રીતે એ ગઝલકાર ખીસ્સામાં સેરવી દે એ વાત કરી શાયરોના સ્વમાનનો મુદ્દો પણ ઊભો કર્યો… મને ત્યાં બોલાવવાની પણ વાત કરી પણ મેં સ્પષ્ટ કહ્યું કે “ત્યાં આવવાની મારી ઈચ્છા નથી. ત્યાંના એક સાહિત્યકારનું નામ પણ એમણે લીધું હતું. અને કહ્યું હતું કે એ તમે કહેતાં હોવ તો એ તમને હું કહું એટલે ટીકીટ મોકલી આપશે…” એ જ સમયે વડોદરાના એક બિનમુસ્લિમ યુવા ગઝલકાર ત્યાં હતાં. એ આદિલ સાહેબને મળવા માંગતાં હતાં એટલે આદિલ સાહેબે મને પૂછ્યું કે… ફલાણાં ગઝલકારનો ફોન હતો.. મને અહીં મળવા માંગે છે… શું કરું હા પાડું… મળવા જેવો માણસ છે?” મેં હકારાત્મક જવાબ આપ્યો અને કહ્યું કે “મારાથી થોડાં અતડાં રહે છે પણ તમને મળે એમાં વાંધો નથી. હેમંત ધોરડાના મિત્ર છે.” પછી એ ભાઈ મળ્યાં કે નહીં મેં પૂછ્યું નહીં. પણ “તાણાવાણાં” નિમિત્તે અમારી મિત્રતા બીજા કોઈપણ ગઝલકાર કરતાં ગાઢ બની. જયંત પરમારના પુસ્તકના વિમોચન વખતે તે બિસ્મિલ્લાહ આપા (એમના પત્ની), જયંત પરમાર, સાદિક નૂર અને ઇન્ડિયન એક્સપ્રેસના એક પત્રકાર સાથે વડોદરા પણ આવ્યાં. એ દરમિયાન મારા લખાણ માટે ઉપયોગી હોય એવી સામગ્રી એ એમના ભાઈ અબદુલ્લાહ સાથે અને ક્યારેક ભત્રીજા તાહા સાથે મોકલતાં રહ્યાં… એમણે મોકલેલ એક મહત્ત્વના સુવિનિયરની તસ્વીર મેં અહીં મૂકી છે. સાથે આદિલના નાના ભાઈ સિરાજ, સૌથી મોટા બેન ઝુબેદા, બહેન સફિયા સિરાજ, જાફર, અબ્દુલાહ (તાહાના પિતા) અને ઇકબાલ, હમીદા, ખુરશીદા અને કુરેશાની તસ્વીરો પણ મેઈલમાં મોકલી હતી. ટૂંકમાં એટલું જ કે સાહિત્યમાં પણ તમે બીજાને કેટલાં ઉપયોગી બનો છો એની ઉપર પણ ઘણું બધું નિર્ભર હોય છે… તાણાવાણાને કારણે આદિલ સાહેબની ગઝલ ખરડાતી બચી અને મારાં એક પુસ્તકનું ટોરેન્ટોમાં વિમોચન થયું એ આ પ્રસંગની ઉપલબ્ધિ… થોડાંક મહિનાઓની આ મિત્રતા મારા માટે એમનો લાંબા ગાળાથી લાભ લેનારાઓ અને અણીના સમયે બચાવ માટે નહીં આવનારાઓ કરતાં અદકેરી છે.
(Courtesy: Shakeel Kadri Face book wall)
Posted in ચર્ચા,અભિપ્રાય | ટૅગ્સ:Shakeel Kadri
Posted by: bazmewafa | 07/22/2020
આજકાલ….મનીષી જાની
Posted in અછાંદસ | ટૅગ્સ:Manishi Jani
Posted by: bazmewafa | 07/18/2020
એક કણ રે આપો —-– સુંદરમ્
એક કણ રે આપો —-– સુંદરમ્
એક કણ રે આપો, આખો મણ નહિ માંગુ,
એક કણ રે આપો, મારા રાજ !
આખા રે ભંડાર મારા એ રહ્યા.
એક આંગણું આપો, આખું આભ નહિ માંગુ,
એક આંગણું આપો, મારા રાજ !
આખા રે બ્રહ્માંડ મારાં એ રહ્યાં.
એક પાંદડી આપો, આખું ફૂલ નહિ માંગુ,
એક પાંદડી આપો, મારા રાજ !
આખી રે વસંત મારી એ રહી.
એક ઘૂંટડો આપો, આખો ઘટ નહિ માંગુ,
એક ઘૂંટડો આપો, મારા રાજ !
આખા રે સ્રોવર મારાં એ રહ્યાં.
એક મીટડી આપો, આખી પ્રીત નહિ માંગુ,
એક મીટડી આપો, મારા રાજ !
આખા રે અમૃત મારાં એ રહ્યાં.
( courtesy…Sree Jugal Kishore facebook wall)
Posted by: bazmewafa | 07/13/2020
ગુજરાતી ગઝલના બંદા: ડો.અશરફ ડબાવાલા….ડો.એસ.એસ.રાહી
Posted in Gujarati Gazhal | ટૅગ્સ:Dr.Ashraf Dabavala
Posted by: bazmewafa | 07/03/2020
નેઅમત છે….મહેક ટંકારવી (બોલ્ટન-યુ.કે)
નેઅમત છે….મહેક ટંકારવી (બોલ્ટન-યુ.કે)
Posted in ગઝલ | ટૅગ્સ:Mahek Tankarvi
Posted by: bazmewafa | 06/22/2020
કોરોના વાયરસ : શિકવા,જવાબે શિકવા…મહેક ટંકારવી (બોલ્ટન,યુ.કે)
કોરોના વાયરસ : શિકવા,જવાબે શિકવા…મહેક ટંકારવી (બોલ્ટન,યુ.કે)
Posted in નઝમ | ટૅગ્સ:Mahek Tankarvi, Maheka Tankarvi
Posted by: bazmewafa | 06/06/2020
સંસ્કૃતિ— સૈફ પાલનપુરી
સંસ્કૃતિ— સૈફ પાલનપુરી
નઝ્મ : સંસ્કૃતિ— સૈફ પાલનપુરી
સંસ્કૃતિ
“સંસ્કૃતિ એટલે શું ?”
શરબતી આંખના માલિક મને પૂછી બેઠાં
સંસ્કૃતિ એટલે શું ?”
એમનો ફૂલ સમો ચહેરો હું જોતો જ રહ્યો
કિંતુ સમજ્યા નહીં તેઓ મારો આ છાનો જવાબ
તેઓ ખુદ પોતાની શક્તિથી પરિચિત ન હતા.
બોલ્યા : “શાયર , મને આ પ્રશ્નનો ઉત્તર આપો,
સંસ્કૃતિ એટલે શું ? ”
ચૂપ થઈ, જઈને મનોમન મેં વિચાર્યું ” કે ‘ભલા,
સંસ્કૃતિ એટલે શું ?’
મારું મન બોલી ઉઠયું ;
“સંસ્કૃતિ એટલે થોડીક લકીરોની રમત;
એ ઇતિહાસના પાના હો કે હો તાજમહલ
હો પછી ચીનની દીવાલ કે પીરામીડો
સંસ્કૃતિ એટલે થોડીક લકીરોની રમત.
સંસ્કૃતિ એટલે બનતી ને ભૂંસાતી રેખા
આ લકીરોનો કુશળતાથી સહારો લઈને
માનવીએ થોડી આકૃતિએ સર્જાવી છે ,
મરતાં ઈન્સાને જીવન કેરી નિશાની માટે
એક ખડેરની દુનિયા નવી જન્માવી છે.
સંસ્કૃતિ એટલે થોડીક લકીરોની રમત
સંસ્કૃતિ એટલે બનતી ને ભૂંસાતી રેખા.
થોડી રસ્મો , થોડી રીતો, થોડાં બંધન ને રિવાજ
થોડું ગૌરવ , થોડી ભ્રમણા , થોડાં મનગમતા સમાજ
સંસ્કૃતિ એટલે આવી જ લકીરોની રમત
સંસ્કૃતિ એટલે માનવના અમરતાના પ્રયાસ
જેની નિષ્ફળતા, સફળતા ન એ ખુદ જોઈ શક્યો.
શરબતી આંખના માલિક મને જોતાં જ રહ્યા
થોડું વિસ્મય, થોડું કૌતુક , થોડી વિહ્વળતાથી
શરબતી, આંખના માલિક મને જોતાં જ રહ્યાં-
ને પછી સહેજ કર્યો છણકો ને બોલી ઊઠયાં
“લોક ક્હે છે તમે શાયર છો ને જાણો છો બધું,
તો પછી આમ શું ચૂપ છો, મને ઉત્તર આપો-
સંસ્કૃતિ એટલે શું ? ”
હું તરત બોલી ઊઠયો :
“સંસ્કૃતિ એટલે આ આપનો ભોળા ચહેરો,
સંસ્કૃતિ એટલે આ આપની હસતી આંખો.
સંસ્કૃતિ એટલે એટલે સંગાથમાં વીતેલું જીવન,
સંસ્કૃતિ એટલે બસ આપનું હમેશ મનન.”
મારા ઉત્તરથી તરત તેઓ તો શરમાઈ ગયા.
એકી સાથે બધા અર્થો જાણે સમજાઈ ગયા.
એક નવી સંસ્કૃતિ કેરી જાણે જોતા હો ઝલક
શરબતી નેણ પછી સ્વપ્નમાં બીડાઈ ગયાં.
ના કોઈ તાજમહલ છે કે ન પીરામીડો
તોય આ સંસ્કૃતિનો નાશ થયો છે ન થશે,
આ મોહબ્બતની ઈમારત, આ પ્રણયની મહેલાત
ફક્ત આંખોના સહારે જે ઉભી થઈ ગઈ છે
એને ખડેર કે વેરાનીની ચિંતા જ નથી.
(Coutesy: Facebook wall Shakeel Qadri.)
Posted in નઝમ | ટૅગ્સ:Saif Palanpuri
Posted by: bazmewafa | 06/02/2020
કોમી રમખાણોનાં ૧૬ વર્ષ : ઉમ્મિદોં કે નિશાં બાકી હૈં….જે.એસ. બંદુકવાલા
કોમી રમખાણોનાં ૧૬ વર્ષ : ઉમ્મિદોં કે નિશાં બાકી હૈં….જે.એસ. બંદુકવાલા
05-04-2018
૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨નો એ દુર્ભાગ્યૂર્ણ દિવસ આજે પણ મને ડરાવી જાય છે …
હું વડોદરા યુનિવર્સિટીની મારી ફિઝિક્સ લૅબમાં હતો. અચાનક એક પટાવાળો દોડતો આવ્યો અને મને સમાચાર આપ્યા. અયોધ્યાથી કારસેવકોને લઈને આવી રહેલી એક ટ્રેન પર ગોધરામાં હુમલો થયો છે અને આ હુમલામાં કેટલાક કારસેવકોને જીવતાં સળગાવવામાં આવ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા મૃત્યુ પામેલા કારસેવકોની બીજા દિવસે વિશાળ શબયાત્રા કાઢવાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો અને તે માટે તમામ મૃતદેહો અમદાવાદ લઈ જવાના હતા.
આ સાંભળતાવેંત ડરના ઓથારે મને જકડી લીધો. જુલૂસના ઉન્માદની કલ્પના માત્રથી હું ધ્રૂજી ઊઠ્યો. ઉન્માદમાં ટોળાં દ્વારા મુસ્લિમોની હત્યા અને તેમની સંપત્તિને જે નુકસાન થવાનું હતું, એનાથી મુસ્લિમ સમુદાયને એટલો મોટો ધક્કો લાગશે કે કદાચ તેઓ ભવિષ્યમાં ફરી ઊભા ન પણ થઈ શકે. કોમી હિંસાની આશંકા મારા મનને ઘેરી વળી હતી.
અલબત્ત, આ આશંકા કંઈ એમ જ નહોતી. દેશનાં તમામ રાજ્યોમાં ગુજરાત સૌથી વધુ ભગવાકરણનો ભોગ બન્યું હતું. અહિંસાના સૌથી મોટા હિમાયતી ગાંધીની જન્મભૂમિ રહેલું ગુજરાત વિ.હિ.પ., આર.એસ.એસ. અને ભા.જ.પ.નો ગઢ બની ચૂક્યું છે, એ સૌથી મોટી વિટંબણા છે.
વર્ષ ૧૯૭૨માં અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કરીને હું વડોદરા યુનિવસિર્ટીમાં જોડાયો. મારા મનમાં આ શહેર એટલે સાંપ્રદાયિક દૃષ્ટિએ વિભાજિત શહેર એવી કંઈક છબિ હતી. હિંદુ-મુસ્લિમ વચ્ચે થતાં નાનાં છમકલાં પણ શહેરની શાંતિને ડહોળવાનું કામ કરતાં હતાં.
પોલીસ પણ કાયદો-વ્યવસ્થા જાળવવામાં ભેદભાવ રાખતી હતી. આ જ કારણે હું ઍક્ટિવિઝમ અને વિરોધના માર્ગે વળ્યો, પરિણામે મારે અનેક વાર જેલમાં પણ જવું પડ્યું. એટલું જ નહીં, અન્યાયનો વિરોધ કરવાના કારણે મારા ઘર પર પણ ટોળાંએ કેટલીક વખત હુમલા કર્યા છે. આવી હિંસા મારી પત્ની માટે અસહ્ય થઈ પડતી. હિંસાના ઓથારે તેને ડિપ્રેશનનો શિકાર બનાવી દીધી હતી અને અંતે ૨૦૦૧માં તે અવસાન પામી.
અમારાં સગાં-સંબંધી કોઈ પણ વડોદરા અથવા તો ગુજરાતમાં ક્યાં ય નથી રહેતાં, મારો એક માત્ર દીકરો અમેરિકામાં હતો. મારી સાથે મારી ૨૩ વર્ષની દીકરી, જેના તે કાળે જ એક ગુજરાતી હિંદુ યુવક સાથે લગ્ન થવાનાં હતાં.
મારા સિદ્ધાંતોને અનુસરીને મેં હંમેશાં બહુસંખ્યક વિસ્તારોમાં રહેવાનું પસંદ કર્યું છે. હું આજે પણ એ દૃઢપણે માનું છું કે ખરી રાષ્ટ્રીય એકતા ત્યારે જ આવી શકે, જ્યારે તમામ જાતિ અને ધર્મના લોકો એક જ લત્તા, મહોલ્લા, સોસાયટીમાં સાથે રહે, પરંતુ આપણા દેશની કમનસીબી છે કે લોકો પોતાની જાતિ અને ધર્મ અનુસાર અલગ-અલગ વિસ્તારોમાં રહેતાં આવ્યાં છે.
નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગ મારા હીરો છે. આ બંને દૃઢપણે માનતા હતા કે, શ્વેત અને અશ્વત સાથે રહી શકે, જમી શકે છે અને કામ પણ કરી શકે છે. જો કે તેઓએ તેમની આ દૃઢ માન્યતાની મસમોટી કિંમત ચૂકવવી પડી છે. આનો બીજો અર્થ એ છે કે જ્યારે કોમી રમખાણ થશે, ત્યારે હું પણ મારા સિદ્ધાંત – સર્વ ધર્મ સાથે વસવાટ-ને કારણે સરળતાથી ટોળાનું નિશાન બની શકું છું.
અને એ દિવસે થયું પણ એવું જ. ગોધરામાં જ્યારે ટ્રેન સળગાવી દેવામાં આવી, ત્યારે મારા પાડોશીઓએ મને તરછોડી દીધો. હુલ્લડખોરોનું ટોળું ગૅસનાં સિલિન્ડર લઈને મારા ઘર પર ધસી આવ્યું અને તેમણે સિલિન્ડર સળગાવ્યું. અને અમારા આનંદની અનેક યાદોનું સાક્ષી રહેલું મારું ઘર માત્ર પંદર જ મિનિટમાં નેસ્તાનાબૂદ થઈ ગયું. આ ભયાવહ દુર્ઘટનામાં આશ્વાસન લેવા જેવી વાત એટલી જ હતી કે, મને અને મારી દીકરીને મારવાનો પ્રયાસ થયો હોવા છતાં અમે બચી શક્યાં હતાં. એ દિવસે મેં મારું બધું જ ખોઈ નાંખ્યું.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સિતારા તે સમયે બુલંદીઓ પર હતા. ૨૦૦૨નાં કોમી રમખાણો ભારતની સત્તા પર બિરાજવાના તેમના અભિયાનનું પ્રથમ ડગ હતું. મારી સૌથી મોટી ચિંતા એ હતી કે શું ગાંધીયુગનો અંત થઈ ચૂક્યો છે? શું ગુજરાતના હિંદુઓ આ જ રાજ્યના સૌથી મહાન વ્યક્તિના વિચારોનો આમ જ ત્યાગ કરી દેશે?
હવે મને લાગી રહ્યું કે મારા ડર, મારી શંકાઓ ખોટાં ઠર્યાં છે. એ જ રાતે મારા એક વરિષ્ઠ સહકર્મી, જે થોડા જ સમય બાદ કુલપતિ બનનાર હતા, તેઓ આવી સ્થિતિમાં પણ આગળ આવ્યા અને મારી દીકરીને અમારા એ અર્ધબળેલાં ઘરે લઈ ગયા, જેથી અમે તેમાંથી અમારાં પાસપોર્ટ અને અન્ય મહત્ત્વના દસ્તાવેજ મેળવી શકીએ. તેઓ અડધી રાત્રે ખૂબ જ તનાવપૂર્ણ વિસ્તારમાં ગયા હતા. આ ખૂબ જોખમી હતું, તેમ છતાં તેઓ આ મુશ્કેલ સ્થિતિમાં અમારી મદદ કરવા માગતા હતા.
બીજા દિવસે અમે જ્યાં આશરો લીધો હતો, તે જગ્યા વિશે ટી.વી. ઍન્કર બરખા દત્તને માહિતી મળી. ત્યાં તે મારી દીકરી અને મારો ઇન્ટરવ્યૂ લેવાં આવ્યાં. મારી દીકરીએ ખૂબ ટૂંકા ગાળામાં તેની મા અને ઘર ગુમાવ્યાં હતાં. ઇન્ટરવ્યૂ દરમિયાન તે રડી પડી. આ રેકૉર્ડિંગ દરમિયાન બરખા પોતે પણ રડી પડી અને ઇન્ટરવ્યૂનું રેકૉર્ડિંગ બંદ કરવું પડ્યું.
એક મુસ્લિમ છોકરીની સ્થિતિ પર એક રાષ્ટ્રીય સ્તરની જાણીતી હસ્તીનું આ રીતે રડવું, એ એ વાતનો પુરાવો હતો કે મોદી અને તેમના ભગવા સમર્થકોની પહોંચની પાર પણ એક ભારત અસ્તિત્વ ધરાવે છે.
ગુજરાતના તનાવથી બચવા માટે અમે મુંબઈ ચાલ્યાં ગયાં. તે પછીના દિવસે મુંબઈમાં સાંજે મને સામાજિક કાર્યકરોથી ભરાયેલાં એક હૉલમાં બોલવા માટે આમંત્રિત કરવામાં આવ્યો. હું તેમાંથી મોટા ભાગના લોકોને ઓળખતો નહોતો. અહીં એ કહેવું જરૂરી નથી કે એ તમામનો મારા પ્રત્યેનો દૃષ્ટિકોણ સહાનુભૂતિભર્યો હતો.
થોડા સમય બાદ અમે મારા દીકરા પાસે અમેરિકા જતાં રહ્યાં. ત્યાં સૌપ્રથમ મારા એક આઈ.એ.એસ. અધિકારી મિત્રની વિધવા પત્ની પોતાની દીકરી સાથે અમને મળવા આવી. તેઓ મારા દીકરાના ઘરથી અંદાજે પાંચસો કિલોમીટર દૂર રહેતાં હતાં. તેમને અમારી ચિંતા હતી. સંયોગની વાત છે કે તેઓ બિહારના ભૂમિહાર (બ્રાહ્મણ) હતાં.
ઘણા દિવસો સુધી ભારતીય-અમેરિકી અમારી ખબરઅંતર પૂછવા માટે ફોન કરતાં હતાં. આ ખબરઅંતર પૂછનારાઓમાં રાજમોહન ગાંધી, સેમ પિત્રોડા, નોબેલ સન્માનિત વેંકટરામન ‘વેંકી’ રામકૃષ્ણનના પિતા પ્રોફેસર રામકૃષ્ણન સામેલ હતા. રામકૃષ્ણને થોડા વખત બાદ મને વિમાનની રિટર્નટિકિટ મોકલી હતી, જેથી લગભગ હું ૩,૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને તેમના ઘરે જઈને તેમની સાથે થોડો સમય રહી શકું.
વડોદરા પાછા ફર્યા બાદ, જાણીતા ગાંધીવાદી ઝીણાભાઈ દરજી યુનિવર્સિટીના નવા ફ્લૅટ પર મને મળવા આવ્યા. મને જોઈને તેઓ ધ્રૂસકે ચડ્યા. હું આ વાતનો ઉલ્લેખ એ માટે જ કરી રહ્યો છું કે દેશ અને વિદેશમાં કેટલાક પ્રતિભાશાળી ભારતીયોએ કટ્ટરવાદીઓ દ્વારા મારા ઘર સળગાવાના કૃત્યને કેવી રીતે જોયું હતું.
આ બધી ઘટનાઓની મારા પર ખૂબ ઊંડી અસર પડી. મારો ગાંધી અને હિંદુ મિત્રો પર વિશ્વાસ સ્થપાયો હતો. હવે મારે મારા દુઃખ અને નુકસાનથી ઉપર ઊઠીને જોવાનું હતું. મારે મારા સમાજ અને ગુજરાતના હિંદુઓ સાથે ફરી એક થવાના માર્ગનું નિર્માણ કરવાનું હતું. આપણે ગાંધીથી નેહરુ, ટાગોરથી સુભાષચંદ્ર બોઝ, ગોપાલકૃષ્ણ ગોખલેથી સી.રાજગોપાલચારી જેવા મહાપુરુષોનાં સ્વપ્નોને નફરત અને કટ્ટરતા સામે તૂટવા નહીં દઈએ.
ફરી બંધાતી આશા
કોમી રમખાણો દરમિયાન મુસ્લિમસમાજે જે મુશ્કેલીનો સામનો કર્યો, તે પડકારભરી હતી. અંદાજે બે હજાર મુસલમાન માર્યા ગયા. ઘણી મહિલાઓનો બળાત્કાર થયો. ઘણાં બાળકો તેમની આંખો સામે જ અનાથ થયાં. સંપત્તિનું નુકસાન કરોડોમાં હતું, પરંતુ સૌથી મોટી મુશ્કેલી હતી કે હજારો લોકોએ પોતાનું વસાવેલું ઘર છોડીને અન્ય જગ્યાએ જવું પડ્યું. આનાં પરિણામે નોકરીઓ, વેપાર અને બાળકોના અભ્યાસનું પણ મોટું નુકસાન થયું.
આવા સમયે પણ પોલીસ એવા યુવાનોને હેરાન કરતી હતી, જે પોતે જ રમખાણોથી પીડિત હતા. સ્થિતિ વધુ ખરાબ ત્યારે થઈ જ્યારે અમારામાંથી કેટલાક સામાજિક કાર્યકરોઓએ પોતાનો લાભ જોઈને ભા.જ.પ. તરફી થવા માંડ્યા. જો કે, અત્યારની સ્થિતિ જોતાં એવું લાગે છે કે આ ચમત્કાર છે કે આપણે આ ખરાબ સમયથી બહાર આવી ચૂક્યા છે.
આનો શ્રેય તે હિંદુઓને જાય છે, જે મુસ્લિમોની મદદ કરવા આગળ આવ્યા. ગાંધીવાદી, સમાજવાદી અને માનવાધિકાર કાર્યકર્તા સક્રિય થયા. તે તમામ ભલા લોકોનાં નામ લખવાનું શક્ય નથી, પરંતુ તેમ છતાં હું કહેવા ઇચ્છું કે વડોદરામાં કિરીટ ભટ્ટ અને જગદીશ શાહ, મુકુલ સિન્હા, ઇન્દુકુમાર જાની, પ્રકાશ ન. શાહ અને ગગન શેઠીએ ખૂબ જ સાર્થક કામ કર્યું.
બાળકો અભ્યાસ ન છોડે તે માટે શિષ્યવૃત્તિ આપવાનું શરૂ કરવામાં આવ્યું. શરણાર્થીઓને વસાવવા માટે ઇસ્લામિક રિલીફ કમિટીએ ઘણી નિવાસી કૉલોની નિર્માણ કરી. કલોલની એક કમિટીએ નજીકના વિસ્તારના ડેરોલના પીડિતોને મદદ કરી હતી. આ વિસ્તારમાં પૂરા ગુજરાતભરમાંથી સૌથી વધુ હત્યા થઈ હતી, અને જ્યાં સુધી મારી જાણકારી છે, આ ગુના માટે કોઈને પણ દોષિત ઠેરવવામાં આવ્યા નથી.
નસીબજોગે ગગન શેઠીએ ત્યાં એક શાળા શરૂ કરી છે. કલોલના વિદ્યાર્થીઓમાં ત્રણ અનાથ છોકરીઓ પણ હતી, જેમ શાળા અને બોર્ડની પરીક્ષાઓમાં ખૂબ જ સારું પરિણામ લાવી. વડોદરાની જિદની ઇલ્મા ટ્રસ્ટે તેમની અભ્યાસની જવાબદારી ઉઠાવી. આજે નજીકના જ એક ફાર્મ- પ્લાન્ટમાં તે કૅમિસ્ટ અને માઇક્રોબાયોલૉજિસ્ટના પદે કામ કરી રહી છે.
સોળ વર્ષનો સમય વીત્યા બાદ એટલું કહી શકાય કે ૨૦૦૨માં આ સમુદાયને પૂર્ણપણે ખતમ કરી દેવાનો ડર ખોટો સાબિત થયો છે. જો શિક્ષણની ગુણવત્તા, આર્થિક સ્થિતિ અને મહિલાઓના ઉત્થાનની વાત કરીએ, તો મુસ્લિમ પહેલાં કરતાં સારી સ્થિતિમાં છે.
દર વર્ષે બૉર્ડ- યુનિવર્સિટીની પરીક્ષાઓનાં પરિણામ આવે છે, ત્યારે મુસ્લિમ છોકરા-છોકરીઓનાં નામો સારાં પ્રમાણમાં જોવા મળે છે. પોતાની બૅચમાં અવ્વલ આવનારી મુસ્લિમ છોકરીઓની તસવીર અખબારોમાં દૃશ્યમાન થવી બિલકુલ સામાન્ય થઈ ચૂક્યું છે.
આ વર્ષે જ એક સૈયદ છોકરીએ બોર્ડની પરીક્ષાઓમાં ગુજરાત રાજ્યમાં ટોપ કર્યું છે. એક અન્ય છોકરી ચાર પ્રયાસ બાદ નીટ મેડિકલ ઍક્ઝામ ઉત્તીર્ણ કરી છે. આ પહેલાં ન તેણે હાર માની, ન તેનાં માતા-પિતાએ. વડોદરામાં તાઈવાડા નામના એક નાનકડો વિસ્તાર છે, જ્યાં સૌથી વધુ ચાર્ટ્ર્ડ એકાઉન્ટન્ટ છે.
તેમ છતાં આપણે બોર્ડની પરીક્ષામાં નપાસ થતાં વધી રહેલા દરથી પરેશાન છે. જ્યાં મધ્ય-ઉચ્ચવર્ગનાં બાળકો શિક્ષણમાં સારું કરી રહ્યાં છે, નિમ્નવર્ગના મુસ્લિમો પર ભારણ વધ્યું છે. ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં પૈસાની બોલબાલા છે અને ગરીબવર્ગ તેનાથી તાલમેલ બેસાડી શકતો નથી. તેમની સંખ્યા એટલી બધી છે કે સમુદાય પોતે પણ આ પડકારનો સામનો કરી શકતો નથી. ઇંશાઅલ્લાહ, આનો જલદીથી કોઈ ઉકેલ નીકળશે.
અમે કેટલાક ગરીબ વિસ્તારોમાં ‘રીડિંગરૂમ્સ’ શરૂ કર્યા છે, જ્યાં છોકરા-છોકરીઓ અભ્યાસ માટે આવે તે અર્થે અમે પ્રોત્સાહન આપી રહ્યાં છે, કારણ કે તેમનાં નાનાં ઘરોમાં ઓછા પ્રકાશ અને બહારના અવાજથી અભ્યાસ કરવાનું મુશ્કેલ બને છે.
૨૦૦૨ની ઘટનાનું એક સકારાત્મક પરિણામ એ પણ આવ્યું કે હવે મુસ્લિમ સમાજનો એલિટવર્ગ સમાજને આગળ લાવવા માટે વિચાર કરવા લાગ્યો છે. વડોદરામાં રવિવારની સવારે અવારનવાર મેડિકલ કૅમ્પ યોજાય છે. સૌથી સારા મેડિકલ વિશેષજ્ઞ અહીંયાં વિનામૂલ્યે ઇલાજ અને દવાઓ આપે છે. આવું અન્ય શહેરોમાં પણ થવું જોઈએ.
અંતે, રાજનીતિની વાત કરીએ તો મુસ્લિમ સંભવતઃ ત્યાં અસ્તિત્વમાં જ નથી. ગત ત્રણ દાયકાથી ગુજરાતનો કોઈ મુસ્લિમ ચૂંટાઈને લોકસભામાં આવ્યો નથી. અમારી વસતી દસ ટકા છે, તેમ છતાં વિધાનસભામાં ૧૮૦માંથી માત્ર ત્રણ મુસ્લિમ છે. મોદી મુસ્લિમોને રાજનીતિમાંથી મિટાવી દેવામાં સફળ રહ્યા છે.
પરંતુ શું તેનાથી ખરેખર કોઈ ફરક પડે છે? હું એની અપેક્ષા પોતાની તાકતથી વધુ સારું શિક્ષણ, આર્થિક રીતે સદ્ધરતા અને મહિલાઓના ઉત્થાનમાં લગાવવા પર ધ્યાન આપીશ. આખરે આ તો રીત હતી, જે અમેરિકામાં યહૂદીઓએ સ્વીકારી હતી.
Posted in Article | ટૅગ્સ:J.S.Bandukwala
Posted by: bazmewafa | 05/19/2020
દારૂલ ઉલૂમ દેવબંદના શયખૂલ હદીસ મુફતી સઈદ અહમદ પાલનપુરીની વસમી વિદાય..ગુજરાત ટુડે
દારૂલ ઉલૂમ દેવબંદના શયખૂલ હદીસ મુફતી સઈદ અહમદ પાલનપુરીની વસમી વિદાય..ગુજરાત ટુડે
Posted by: bazmewafa | 05/19/2020
આંસુ થઈ ખરે છે તારલા— આદિલ મન્સૂરી
આંસુ થઈ ખરે છે તારલા— આદિલ મન્સૂરી
.
સેંકડો વર્ષોથી આકાશે બળે છે તારલા,
રાતના અંધકારને ધોવા મથે છે તારલા
.
ચાંદનો દીવો લઈ આકાશના જંગલ મહીં,
રાતભર ઉષા, તને શોધ્યા કરે છે તારલા.
.
ચાંદનીમાં એકલો ફરતો નિહાળીને મને,
એકબીજા સામે જોઈને હસે છે તારલા.
.
ચાંદ સાથે વાદળોને ગેલ કરતા જોઈને,
આગમાં ઈર્ષા તણી સળગી મરે છે તારલા.
.
દિવસે ક્યારેય દેખાતા નથી આકાશમાં,
આટલાં શું કામ સૂરજથી ડરે છે તારલા?
.
સ્થાન હું શોધું છું મારું એમની આંખો મહીં,
જેમની આંખોથી આંસુ થઈ ખરે છે તારલા.
.
એમની પોતાનીયે મંઝિલનું ઠેકાણું નથી,
અન્યને શું રાહ બતલાવી શકે છે તારલા?
.
આભની વધતી જતી રંજાડથી ત્રાસી જઈ,
છેવટે ધરતી ઉપર પડતું મૂકે છે તારલાં.
(Couurtesy:Facebook wall Tasneem Mansuri)
Posted in ગઝલ | ટૅગ્સ:Adil Mansuri
Posted by: bazmewafa | 05/10/2020
જીવવું પડે છે અઘરું……અશોક જાની “આનંદ”
જીવવું પડે છે અઘરું……અશોક જાની “આનંદ”
Posted in ગઝલ | ટૅગ્સ:Ashok Jani "Anand"
Posted by: bazmewafa | 04/17/2020
ભીડમાં ભળવનું છે જ નંઈ………મુસાફિર પાલનપુરી
ભીડમાં ભળવનું છે જ નંઈ………મુસાફિર પાલનપુરી
(Courtesy: Gujarat today sunday edition12 April2020)
Posted in ગઝલ | ટૅગ્સ:Musafir Palanpuri
Posted by: bazmewafa | 04/17/2020
ફક્ત પાનખર સુધી……બરકત વિરાણી’બેફામ’
Posted by: bazmewafa | 04/16/2020
હિન્દી હાસ્યલેખક ‘બેઢબ’ બનારસીના અવતરણો…….બાકાયદા બક્ષી
હિન્દી હાસ્યલેખક ‘બેઢબ’ બનારસીના અવતરણો…….બાકાયદા બક્ષી
હિન્દી હાસ્યલેખક ‘બેઢબ’ બનારસીના અવતરણો:
કૃષ્ણદેવ પ્રસાદ ગૌડ હિન્દી સાહિત્યમાં ‘બેઢબ’ બનારસી નામથી મશહૂર છે. હાસ્યલેખક ‘બેઢબ’ બનારસી (1895-1968)ના સર્જનમાંથી કેટલાંક અવતરણો:
અમારા બેનો પરિચય એ સમયથી છે જ્યારે રામે હનુમાનને ગળે લગાવ્યા હતા.
અહીં ઓછાં કપડાં પહેરો તો મહાજન ગણાઓ, અને ન પહેરો તો દેવતા.
આવા શહેરમાં (બનારસ) રહીને તરવું ન જાણવું, એ કૉલેજમાં ભણવું અને સિગરેટ ન પીવા જેવું છે.
નાયિકાનું શરીર એવું લચકતું હતું જેવો અંગ્રેજી કાનૂન, જ્યાં ઈચ્છો ત્યાં ફેરવી લો.
કચૌરી (કચોરી)ની વ્યુત્પત્તિ વિશે: પહેલાં એનું નામ ચકોરી હતું. વર્ણ ઈધરઉધર થઈ જાય છે. એટલે ચકોરી કચૌરી બની ગયું. ચકોરી એક પક્ષી હતું જે અંગારા ખાતું હતું. કચોરી ખાનારા પણ અગ્નિની જેમ ગરમ રહે છે, ઠંડા નથી થતા.
એવું લાગે છે કે જૂના પ્રાચીનકાળમાં ભારતવાસીઓને કોઈ કામધંધો ન હતો એટલે બેઠાબેઠા દિવસભર મૂર્તિઓ બનાવ્યા કરતા હતા.
ભારતવાસીઓ પ્રમાણ એ જ ગ્રંથોને માને છે જે અંગ્રેજોએ લખ્યા હોય.
પ્રેમીઓને જે મજા પ્રેમિકાઓની આંખોને જોવામાં આવે છે એવી જ મજા કદાચ ડૉક્ટરોને દર્દીઓની જીભ જોવામાં આવે છે.
ખ્વાજા સાહેબની દાઢીનો પાકો રંગ જોઈને અંગ્રેજ એવો મુગ્ધ થઈ ગયો કે એનું થયું કે આ કોઈ નવું વિલાયતી ઘાસ છે.
હકીમ સાહેબ એટલા દૂબળાપાતળા હતા કે એવું લાગતું હતું કે એમણે એમની તંદુરસ્તી એમના દર્દીઓમાં વહેંચી નાંખી હતી.
(‘યાર બાદશાહો’માંથી…)
Posted in Article | ટૅગ્સ:Bedhab Banarasi
Posted by: bazmewafa | 03/21/2020
CJI Ranjan Gagoi Nomination to Rajya Sabha: Who Benefits? : Faizan Mustafa
CJI Ranjan Gagoi Nomination to Rajya Sabha: Who Benefits? : Faizan Mustafa
Posted in Article, અભિપ્રાય | ટૅગ્સ:Faizan Mustafa
Posted by: bazmewafa | 02/20/2020
हेमंत करकरे को मारने के लिए RSS ने रची थी 26/11 साज़िश…पूर्व न्यायाधीश बीजी कोळसे पाटिल
हेमंत करकरे को मारने के लिए RSS ने रची थी 26/11 साज़िश…पूर्व न्यायाधीश बीजी कोळसे पाटिल
हेमंत करकरे को मारने के लिए RSS ने रची थी 26/11 साज़िश
(Courtesy:YouTube)
Posted by: bazmewafa | 02/05/2020
શાહિંનબાગની સ્ત્રીઓ……..ભરત મહેતા
Posted in ગઝલ | ટૅગ્સ:Bharat Maheta
Posted by: bazmewafa | 01/27/2020
રાતને ઊભા પગે રાખી અમે……ડૉ.એસ.એસ.રાહી
રાતને ઊભા પગે રાખી અમે……ડૉ.એસ.એસ.રાહી
Posted in આસ્વાદ | ટૅગ્સ:Dr.S.S.Rahee.A.Gul
Posted by: bazmewafa | 01/22/2020
ભડકા નથી કરતું….. ગુલામ અબ્બાસ’નાશાદ’
Posted in ગઝલ | ટૅગ્સ:Gulam Abbas'Nashad"
Posted by: bazmewafa | 01/14/2020
CAA, NRC पर कभी काम्यकब नहीं हो सकती Modi सरकार?| Protest against CAA
CAA, NRC पर कभी काम्यकब नहीं हो सकती Modi सरकार?| Protest against CAA
Posted in Article | ટૅગ્સ:Protest against CAA
Posted by: bazmewafa | 01/04/2020
Modi और Yogi ने देश में खड़ा किया बड़ा बवाल | Javed Akhtar Fantastic Speech On NRC//CAA
Modi और Yogi ने देश में खड़ा किया बड़ा बवाल | Javed Akhtar Fantastic Speech On NRC//CAA
Posted in Article | ટૅગ્સ:Javed Akhtar on NRC
Posted by: bazmewafa | 01/02/2020
નારિયેળ પછાડીને……ગુલામ અબ્બાસ ‘નાશાદ’
નારિયેળ પછાડીને……ગુલામ અબ્બાસ ‘નાશાદ’
.
‘ખુદા મદદ કરે છે’ એવું ક્યાંક વાંચીને;
નિરાંતે બેસી ગયો છું પલાઠી વાળીને.
.
થઈ છે ભૂલ એ સ્વીકારીને ય શું મળશે;
જીવન ગઝલ નથી કે વાંચુ હું સુધારીને.
.
પ્રયત્નો ઊંઘવાના થાય છે વિફળ તો પણ;
પથારી પાથરી ઈશ્વરનું નામ જાપીને.
.
વિફળ દુઆએ ન રાખ્યો વિકલ્પ બીજો કંઇ;
મેં નાવ છેવટે સોંપી દીધી ખલાસીને.
.
ભરમ તૂટી ગયો દિલમાં છે મારા પણ ઈશ્વર;
મળ્યું મને શું અરીસાને સામે લાવીને.
.
દિવસ બદલવાની ઉમ્મીદમાં એ પૂછું છું;
કહો, ક્યાં ફોડું હવે નારિયળ પછાડીને.
.
સળગતો રાખ્યો ‘નાશાદ’ ઘરનો દીવો પણ;
હવે પીડે છે મારા હાથ દાઝી દાઝીને.
(Courtesy: Facebook,’Nashad’ wall)
Posted in ગઝલ | ટૅગ્સ:Gulam Abbas Nashad
Posted by: bazmewafa | 12/31/2019
કોણ આવે જાય મારા સ્વાસ માં……ડો.એસ.એસ.રાહી
કોણ આવે જાય મારા સ્વાસ માં……ડો.એસ.એસ.રાહી
Posted in ગઝલ | ટૅગ્સ:Dr.S.S.Rahee
Posted by: bazmewafa | 12/30/2019
ऐ नये साल बता, तुझ में नयापन क्या है—फैज लुध्यानवी
ऐ नये साल बता, तुझ में नयापन क्या है……..फैज लुध्यानवी
.
ऐ नये साल बता, तुझ में नयापन क्या है
हर तरफ ख़ल्क ने क्यों शोर मचा रखा है
.
रौशनी दिन की वही, तारों भरी रात वही
आज हमको नज़र आती है हर बात वही
.
आसमां बदला है अफसोस, ना बदली है जमीं
एक हिन्दसे का बढ़ना कोई जिद्दत तो नहीं
.
अगले बरसों की तरह होंगे करीने तेरे
किसे मालूम नहीं बारह महीने तेरे
.
जनवरी, फरवरी और मार्च में पड़ेगी सर्दी
और अप्रैल, मई, जून में होवेगी गर्मी
.
तेरे मान-दहार में कुछ खोएगा कुछ पाएगा
अपनी मय्यत बसर करके चला जाएगा
.
तू नया है तो दिखा सुबह नयी, शाम नई
वरना इन आंखों ने देखे हैं नए साल कई
.
बेसबब देते हैं क्यों लोग मुबारक बादें
गालिबन भूल गए वक्त की कडवी यादें
.
तेरी आमद से घटी उमर जहां में सभी की
फैज नयी लिखी है यह नज्म निराले ढब की
.
हिन्दसे=अंक,नंबर
Posted in ગઝલ | ટૅગ્સ:Faiz लुध्यानवी
Posted by: bazmewafa | 12/20/2019
શક્ય હો તો કર ખુદાને નાખુદા…..હર્ષદ પંડ્યા’શબ્દ્પ્રીત’
Posted in ગઝલ | ટૅગ્સ:Harshad Pamdya
Posted by: bazmewafa | 12/19/2019
Ravish Kumar का धाकड़ इंटरव्यू || गोदी मिडिया का बैंड बजा दिया || CAB, NRC . TNX News TNX News
Ravish Kumar का धाकड़ इंटरव्यू || गोदी मिडिया का बैंड बजा दिया || CAB, NRC
.
Posted in Article | ટૅગ્સ:Ravish Kumar
Posted by: bazmewafa | 12/09/2019
Very intresting story regarding Ayodhya Andolan….Ajtak
Very intresting story regarding Ayodhya Andolan….Ajtak
Mar 23, 2014
Posted in Article | ટૅગ્સ:Ayodhya Andolan
Posted by: bazmewafa | 11/26/2019
માણસ થવાતું હોય છે…દક્ષેશ કોંટ્રાકટર’ચાતક’
માણસ થવાતું હોય છે…દક્ષેશ કોંટ્રાકટર’ચાતક’
.
ડાળને છોડી જતાં બેહદ મૂંઝાતું હોય છે,
પાન, નક્કી પાનખરથી ભોળવાતું હોય છે.
.
આંગળી કોની અડે એના ઉપર આધાર છે,
સાવ નાજુક સ્પર્શથી દાઝી જવાતું હોય છે.
.
બાંકડાની હૂંફ, પડછાયો, બગીચાની હવા,
આપણાથી ક્યાં બધું ઘરમાં લવાતું હોય છે.
.
આપણે જન્મીને માતાની કૂખે, બાળક થયા,
કેટલા યત્નો પછી માણસ થવાતું હોય છે.
.
એ ખરું, આશા જ ‘ચાતક’ને જીવાડે રાતદિ,
પણ નિરાશામાંય જીવન તો જીવાતું હોય છે.
Posted in ગઝલ | ટૅગ્સ:Daxesh Contractor'Chatak'
Posted by: bazmewafa | 11/26/2019
વિલાપ આવે છે…. — સિકંદર મુલતાની
વિલાપ આવે છે…. — સિકંદર મુલતાની
.
પ્રેમમાં ક્યાં મિલાપ આવે છે ?
રાત – દી’નો વિલાપ આવે છે !
.
માન આભાર , બસ દુ:ખોનો તું ,
મન મહીં જાપ – વાપ આવે છે !
.
ભીતરે સળવળે નહીં કંઈ પણ ,
માનવું કેમ ? સાપ આવે છે !
.
બદદુવા.. હાય , દિલ થકી નીકળે ,
હોઠ પર શ્રાપ – વ્રાપ આવે છે !
.
કેટલું સબડવું પડે નિત નિત ?
મોત ક્યાં ચૂપચાપ આવે છે ?
.
ઓસ સમ ઓળઘોળ થઈ જાશું ,
ભોર લઈ , સૂર્ય – તાપ આવે છે !
.
વાક્ય અમથું લખે ‘ સિકંદર ‘ ‘ને –
કો’ ગઝલની જ છાપ આવે છે !
(Facebook wall..sikander Multani)
Posted in ગઝલ | ટૅગ્સ:Sikander Multani
Posted by: bazmewafa | 11/26/2019
વતન વિચ્છેદની પીડાનો પર્યાય:આદિલ મન્સૂરી—–શકીલ કાદરી
વતન વિચ્છેદની પીડાનો પર્યાય:આદિલ મન્સૂરી—–શકીલ કાદરી
Posted in ગઝલ | ટૅગ્સ:Shakeel Qadri
Posted by: bazmewafa | 11/23/2019
ગઝલ અને છંદોબધ્ધતા…………શકીલ કાદરી
ગઝલ અને છંદોબધ્ધતા…………શકીલ કાદરી
ઝાર રાંદેરી લખે છે , “જેવી રીતે બંને પાંખો સમતોલ રાખી પક્ષી ઘણી જ સરસ રીતે ઊડી શકે છે , અને બંને પગ સપ્રમાણ ગતિવાળા હોય તો માણસ સરળ અને સુંદર રીતે ચાલી શકે છે , તેવી જ રીતે અક્ષરોની સપ્રમાણ અને તાલમય રચના વડે માણસની લાગણી અને બુદ્ધિ ઉપર જાદુઈ અસર થાય છે”
શેષનાગની ફેણ ઉપર પૃથ્વી છે , એવી પ્રાચીન ભારતીય માન્યતામાં સમતુલાનું મહત્ત્વ જ દર્શાવાયું છે . ટૂંકમાં , ઈશ્વરની સૃષ્ટિનો આધાર સમતુલા અને નિયત ગતિશીલતા એ બંને પર , નિર્ભર છે . ઇશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, તેમ કવિ પણ તેની કાવ્યરચના પુરતો સૃષ્ટા છે , તેથી , તેના સર્જન-ગઝલમાં નિયત ગતિશિલતા, સમતુલા, સપ્રમાણતા અને તાલબદ્ધતા હોય એ સ્વાભાવિક જ છે. ગઝલમાં સપ્રમાણતા, નિયત ગતિશિલતા, લયબદ્ધતા અને સમતુલા સિદ્ધ થાય છે, છંદના કારણે – પિંગળના કારણે. ગઝલને છંદ સાથે અભિન્ન સંબંધ છે. છંદ વિનાની – અછાંદસ કવિતા લખી શકાય , પણ છંદ વિનાની, અછાંદસ ગઝલ, ગઝલ નામ ૧૪ સ્વીકારી શકે નહી. ગઝલ શબ્દરૂપ ધારણ કરતાં પહેલા લયરૂપે, દર્દરૂપે, અકળવેદનારૂપે ગઝલકારના મનમાં ઘૂંટાય છે, એ પછી જ તે શબ્દરૂપ ધારણ કરે છે. અમૃત ઘાયલે યોગ્ય જ લખ્યું છે-
“પૂછ મા! કયાં કયાં ખાસ પૂગી છે,
મોતી સમજીને રેત ચૂગી છે,
કૈક કીધાં ઊજાગરા ‘ઘાયલ’
આ ગઝલ માંડ ત્યારે ઊગી છે”
છંદ અને લયમાં શબ્દોને , વિચારોને ઝંકૃત કરવાનું ગજબનું સામર્થ્ય હોય છે. છંદ એ સંગીતનું પણ ઉપકરણ છે. ગઝલમાં સંગીતમયતા અને ગેયતા લાવવા માટે કોઇને કોઇ રૂપે છંદ નિયોજનની આવશ્યકતા રહે જ છે , એવી કવિ મિત્ર ડો . રશીદ મીરની માન્યતામાં તથ્ય રહેલું છે ખરું. છંદોબદ્ધ કવિતા મનને આનંદ આપે છે, મનને તે અવર્ણનીય અનુભવ કરાવે છે. સમાધિમાં લીન સાધકને જેવો આનંદ પ્રાપ્ત થાય, એવો અનુભવ છંદ ભાવકને કરાવે છે. સુંદરમે લખ્યું છે –
“છંદ
એટલે કે આનંદ આપવો
તૃપ્તિ કરવી
વાણીએ
છંદનો આધાર લઇને
કેટલું કેટલું સૌંદર્ય,
રસ,
આનંદ સર્જયાં છે !
માનવના આ
મહાસાથીને
આપણે
જેટલો વધુ સાથે રાખીશું.
વધુ સમજીશું,
વધુ અનુભવીશું,
માણીશું
તેટલી આપણી
આનંદની સમૃદ્ધિ
વધુ ને વધુ માતબર બનશે.
પિંગળ ગઝલરચના માટે અનિવાર્ય છે, એટલે જ ડૉ. રશીદ મીર હામિદ ઉલ્લાહ અફસરને એમ કહેતાં ટાંકે છે કે, “છંદોબદ્ધ કાવ્ય પ્રભાવશાળી હોય છે, અને પ્રભાવકતા શેઅરનો સર્વોત્તમ ગુણ છે . શેઅરને પોતાના સર્વોત્તમ ગુણથી વંચિત થવું એ શેરિયતથી વંચિત થવું છે, તેથી શેઅર માટે વજન અનિવાર્ય છે.” વિષણુપ્રસાદ ત્રિવેદી છંદના મહત્ત્વનો સ્વીકાર આ રીતે કરે છે, “જેની અર્થ ઉપર ઊર્મિના સ્વરૂપ ઉપર નિષ્ઠા નથી, તે કવિ નથી. જેને ભાષા વિષયક કે છંદ વિષયક આગ્રહ નથી, તે સાચો કળાકાર નથી , “ડો . હરિવલ્લભ ભાયાણી કહે છે , “કાવ્યના ઘટક તત્ત્વો સચેતન, જીવંત હોવા જોઈએ, છંદને ન માનનારો વર્ગ તેના દઢ બંધનોને કારણે છૂટકારો મેળવનારો ગણી શકાય.” છંદ વિનાની કવિતા ભાવકને આકર્ષી શકતી નથી. છંદોને કારણે કવિતામાં પ્રવાહિતા, લયાત્મકતા, સંગીતમયતા, ગેયતા અને સૌષ્ઠવ આવે છે. સરળ છંદોને
કારણે જ કોઇ ગઝલ સહેલાઈથી યાદ રહી જાય છે. સૌથી મોટી વાત તો એ છે કે, છંદ ભાવકના મન પર એક પ્રભાવ પાડે છે. જ્યારે કવિના મનમાં છંદોબદ્ધ કાવ્ય સ્ફુરતું હોય છે, ત્યારે કવિના મનની સ્થિતિ, કવિતા રચનાપ્રક્રિયાની ક્ષણ વિશે ભણકારા કાવ્યમાં બ. ક. ઠાકોર કહ્યું છે, તેમ, મરીઝ પણ લખે છે :
“કાયમ રહી જે જાય તો પયગમ્બરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.”
છંદોબદ્ધ કાવ્ય એ તો પ્રેરણાનો વિષય છે. છતાં ડો . હરિવલ્લભ ભાયાણી નોંધે છે, “અમુક વર્ગ એકમોની નિયત કાલાન્તરવાળી ગોઠવણીથી થયેલું માપ તે છંદ.” કાંતિલાલ કાલાણી યોગ્ય રીતે જ કહે છે, “છંદ એ સ્વયં કાવ્ય નથી જ, છંદ તો કાવ્ય રચવા માટે લઘુ-ગુરુના જોડકાંનું કે માત્રાઓનું ગણિત આપે છે. છંદને લધુ-ગુરના જોડકાઓનું કે માત્રાઓનું ગણિત ગણવામાં આવ્યું છે, પણ, ગણિત જેવા પ્રયાસને તેમાં સ્થાન નથી તે અનાયાસે સિદ્ધ થાય છે.
(‘ગઝલનું પિંગળશાસ્ત્ર’માંથી)
copied..Facebook page Shakeel Qadri
Posted in ગઝલ | ટૅગ્સ:Shakeel Qadri
Posted by: bazmewafa | 11/20/2019
તરસ્યા અધર છે……ગુલામઅબ્બાસ’નાશાદ’
તરસ્યા અધર છે……ગુલામઅબ્બાસ’નાશાદ’
.
દુઆ રઝળી ગઈ છે,દવા બેઅસર છે;
મને દોસ્ત, મારી દશાની ખબર છે.
.
સુરાલયમાં સાકી પીધા પછી પણ;
વરસતી છે આંખો,તરસ્યા અધર છે.
.
સડક પર રહી તાકુ અચરજથી જેને;
કહે છે મને સૌ ,આ તારું જ ઘર છે.
.
છે બંને તરફથી ઉપેક્ષા પરંતુ;
ખુદાથી વધારે આ દુનિયાનો ડર છે.
.
પડી છે ગતિ મારા શ્વાસોની ધીમી;
થકાવટ નથી પણ ઝુકેલી કમર છે.
.
એ કહેવાયું છે જિંદગી ચાર દી’ની;
-ને આ ચાર દી’ બહુ લાંબી સફર છે.
.
દુહાઈ ન ઈન્સાફ ની દો ઓ”નાશાદ”;
અહીં ન્યાય કેવળ અગર ને મગર છે.
Posted in ગઝલ | ટૅગ્સ:Gulam Abbas'Nashad"
Posted by: bazmewafa | 11/18/2019
अयोध्या मामले पर सुप्रीम कोर्ट का फ़ैसला भी सवालों से परे नहीं: डॉ.फैज़ान मुस्तफ़ा
अयोध्या मामले पर सुप्रीम कोर्ट का फ़ैसला भी सवालों से परे नहीं: डॉ.फैज़ान मुस्तफ़ा
Posted in ગઝલ | ટૅગ્સ:Ravish Kumar
Posted by: bazmewafa | 11/15/2019
વફા હોય છેજ ક્યાં?…..એસ.એસ.રાહી
Posted in ગઝલ | ટૅગ્સ:Dr.S.S.Rahi
Posted by: bazmewafa | 11/12/2019
ગઝલમાં ગુલતાન!……મણિકાન્ત
Posted by: bazmewafa | 11/11/2019
બધું સચવાય છે……અઝીઝ ટંકારવી
બધું સચવાય છે……અઝીઝ ટંકારવી
Posted in ગઝલ | ટૅગ્સ:Aziz Taankarvi
Posted by: bazmewafa | 11/10/2019
The Ayodhya Judgment is Going to Change India’s Politics
The Ayodhya Judgment is Going to Change India’s Politics
Posted in Article | ટૅગ્સ:Arifa Khanam
Posted by: bazmewafa | 11/10/2019
કબીરની ઓળખ …….શકીલ કાદરી
કબીરની ઓળખ …….શકીલ કાદરી
.
તરત હું પામી ગયો તારા હીરની ઓળખ.
ખુદા મેં લુપ્ત કરી જ્યાં શરીરની ઓળખ.
.
સતત શરીરમાં ચાલે છે એ જ કરઘામાં,
મળી ગઈ મને મારા કબીરની ઓળખ.
.
સુગંધ વાણીમાં વર્તનમાં નૂર ચળકે છે,
ફકીરથી જ મળે છે ફકીરની ઓળખ.
.
દઈને માન પરાજિતને એક વિજેતાએ,
કરાવી વિશ્વને એક યુદ્ધવીરની ઓળખ.
.
છે વ્યર્થ વાયુ ને આકાશ પૃથ્વી, જળ, અગ્નિ,
હુકમ ખુદાનો છે સૌના ખમીરની ઓળખ.
.
સમયથી પહેલાં ઊડી જાય ક્યાંક શક્ય નથી
અલગ છે દેહની ભીતરના કીરની ઓળખ.
.
એ ફૂલ-કાંટાને સ્પર્શે છે ભેદભાવ વિના,
સમાનભાવ છે શીતળ સમીરની ઓળખ.
.
કોઈ જો ડગમગે ઝાલે છે હાથ આવીને,
જમાનો એને ગણે દસ્તગીરની ઓળખ.
.
‘શકીલ’ મળજો કદી એને, નામ છે ગાલિબ,
કરાવી દેશે એ તમને ય મીરની ઓળખ.
Posted in ગઝલ | ટૅગ્સ:Shakeel Kadri
Posted by: bazmewafa | 11/08/2019
પ્રતિક્ષા થઈ બિચારી બહાવરી………..સંજુ વળા
Posted in ગઝલ | ટૅગ્સ:Sanju Wara
Posted by: bazmewafa | 11/03/2019
Aashiq – e- Vatan – Maulana Azad – Ep #3
Aashiq – e- Vatan – Maulana Azad – Ep #3
Posted in Information | ટૅગ્સ:Aashiq - e- Vatan - Maulana Azad - Ep #3
Posted by: bazmewafa | 06/26/2021
તારે બોલવાનું નહિ…..પારુલ ખખ્ખર
Posted in ગઝલ
Posted by: bazmewafa | 06/20/2021
પયગામ આપે છે….ડૉ.અશરફ ડબાવાલા
Posted in ગઝલ
Posted by: bazmewafa | 05/29/2021
.જહાંગીરે ઈદની નમાઝ રાંદેરની ઈદગાહમાં અદા કરી હતી…સંજય એમ.ચોકસી
Posted in ગઝલ
Posted by: bazmewafa | 05/29/2021
બેન્યઝ ધ્રોલવી…ડૉ.એસ.એસ.રાહી
Posted in ગઝલ
Posted by: bazmewafa | 05/11/2021
અંખની પણ શી ગરૂરી હોય છે _રશીદ મીર
અંખની પણ શી ગરૂરી હોય છે _રશીદ મીર
અંખની પણ શી ગરૂરી હોય છે.
સ્પર્શ એનો કયાઁ જરૂરી હોય છે.
એ વિના વાંકેજ ઝૂરી હોય છે.
જાત પર કોને સબૂરી હોય છે.
સ્વપ્નવત મળવાનુઁ માઁડી વાળજે
માઁડ ઈચ્છાઓ ઢબૂરી હોય છે.
એક ભવ લાગે છે અંતર કાપતાઁ
બે કદમ જેટલીજ દૂરી હોય છે.
સ્વર્ગ છોડી જનારો અંશ છુઁ,
’મીર’ ને ક્યાઁ જી હજૂરી હોય છે.
_ રશીદ મીર
(ખાલી હાથનો વૈભવ-24)
Posted in ગઝલ
Posted by: bazmewafa | 04/27/2021
મેળમાથા વિના બોલવું વડા પ્રધાન પદની ગરિમા લજવનારું છે—–રમેશ ઓઝા
01-04-2021
વડા પ્રધાને બંગલાદેશમાં બંગલાદેશના વડા પ્રધાનની ઉપસ્થિતિમાં દાવો કર્યો હતો કે તેમણે બંગલાદેશની મુક્તિ માટેના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો, એટલું જ નહીં તેને માટે જેલમાં પણ ગયા હતા. આ કથન પછી વડા પ્રધાનની સોશ્યલ મીડિયા પર ઠેકડી ઉડાડવામાં આવી રહી છે. દેશના વડા પ્રધાનની ઠેકડી ઉડતી હોય એ જોઇને દુઃખ કરતાં શરમ વધુ અનુભવાય છે. શા માટે આવી મેળમાથા વિનાની વાતો કરીને તેઓ પોતાની અને દેશની પ્રતિષ્ઠા ઘટાડે છે અને એ પણ વિદેશની ભૂમિમાં? આવું પાછું આ પહેલીવાર નથી બન્યું અનેકવાર બન્યું છે. ગમે તે બોલવું એ તેમની રોકી ન શકાય એવી આદત છે કે પછી તેમની રાજકીય શૈલીનો હિસ્સો છે એવો પણ સવાલ લોકો કરે છે.
બંગલાદેશની મુક્તિ માટે ભારતમાં કોઈ સત્યાગ્રહ શા માટે કરે? કરે તો કોની સામે કરે? ભારત સરકારે પશ્ચિમ પાકિસ્તાનના લશ્કર દ્વારા પૂર્વ પાકિસ્તાનના ગરીબ લાચાર બંગાળી મુસલમાનો ઉપર કરવામાં આવી રહેલા અત્યાચારો રોકવા માટે પહેલ કરવી જોઈએ કે દરમ્યાનગીરી કરવી જોઈએ એવી માગણી સાથે સાહેબે સત્યાગ્રહ કર્યો હતો એવો ખુલાસો પણ આપી શકાય એમ નથી, કારણ કે આવી માગણી કોઈ કરે એ પહેલાં જ ભારત સરકાર પૂર્વ પાકિસ્તાનના મામલામાં સક્રિય હતી. હકીકતમાં ભારત સરકાર અને ભારતીય લશ્કર બંગલાદેશનાં મુક્તિદાતા અને સ્થાપક બન્ને છે. બંગલાદેશ વિષે સેંકડો પુસ્તકો લખાયાં છે જેમાં એક સરખી આ જ વાત કહેવાઈ છે. લેફ્ટનન્ટ જનરલ જે.એફ.આર. જેકબે લખેલી આત્મકથા ‘સરન્ડર એટ ઢાકા: બર્થ ઑફ અ નેશન’માં પણ મુત્સદીપૂર્વક આ જ વાત કહેવાઈ છે. બંગલાદેશ પૂર્વ બંગાળના નાગરિકોએ જીત્યું છે એનાથી વધુ ભારતે તે જીતીને આપ્યું છે. પાકિસ્તાનને આ વાતની ચીડ છે અને તેનું વેર વાળવા પાકિસ્તાન ત્રાસવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતે કાશ્મીર(૧૯૪૭)નું વેર બંગલાદેશ(૧૯૭૧)માં વાળ્યું હતું અને પાકિસ્તાન તેનું વેર કાશ્મીરમાં વાળવાનો પ્રયાસ કરી રહ્યું છે.
બીજું, નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે અને સંઘને મુસલમાનોની મુક્તિમાં રસ હોય એની તમે કલ્પના પણ કરી શકો? ત્રીજું જે સંગઠને ભારતના (ભારતના હિંદુઓને કહો) આઝાદી અપવવા માટે ક્યારે ય કોઈ સત્યાગ્રહ નહોતો કર્યો કે નહોતો સત્યાગ્રહમાં ભાગ લીધો એ બંગલાદેશના મુસલમાનો માટે સત્યાગ્રહ કરે? અને ચોથું, હિન્દુત્વવાદીઓ સત્યાગ્રહને ગાંધી નામના નમાલા માણસનાં નમાલાં સાધન તરીકે ઓળખાવે છે અને પોતાને બહાદુર. તેઓ વળી ક્યારે ગાંધીનો માર્ગ અપનાવવા લાગ્યા? હા, કેટલાક લોકોએ (ખાસ કરીને સમાજવાદીઓએ) ભારતમાંની પાકિસ્તાનની એલચી કચેરી સામે અત્યાચાર રોકવાની માગણી સાથે દેખાવો કર્યા હતા, પણ સંઘે અને જનસંઘે તો દેખાવો પણ નહોતા કર્યા. તેમને મુસલમાનો માટે કોઈ સહાનુભૂતિ જ નથી એ તો જગજાહેર છે. તો પછી વડા પ્રધાને બાવીસ વરસની કાચી ઉમંરે સત્યાગ્રહ કોની સામે કર્યો અને કોના નેતૃત્વમાં કર્યો? જેલમાં ગયા હતા તો જેલનો રેકોર્ડ પણ હશે. કોઈ ભક્ત પાસે કોઈ પ્રમાણ હોય તો જરૂર આપે.
ખેર, એ વાત જવા દઈએ. વડા પ્રધાન જે દિવસે બંગલાદેશમાં હતા એ જ દિવસે એટલે કે ૨૭મી માર્ચે પડોશમાં મ્યાનમારમાં ચૂંટાયેલી સરકાર પાસેથી સત્તા છીનવી લેનારા લશ્કરી સરમુખત્યારોએ લશ્કરી પરેડ યોજી હતી જેમાં ભારતના લશ્કરના એટેચીએ હાજરી આપી હતી. વાચકોને યાદ હશે કે મ્યાનમારમાં પહેલી ફેબ્રુઆરીએ લશ્કરે બળવો કરીને ચૂંટાયેલી સરકાર ઉથલાવી હતી અને ભારતે હજુ સુધી એ ઘટનાની નિંદા કરી નથી. એ પરેડમાં માત્ર સાત દેશોએ હાજરી આપી હતી જેમાં ભારત એક હતું. જે દેશો તેના દરેક અર્થમાં લોકતાંત્રિક છે એવા એક પણ દેશે હાજરી નહોતી આપી. ચીન, રશિયા, પાકિસ્તાન, વિએતનામ જેવા દેશોના પ્રતિનિધિઓની સાથે ભારતના લશ્કરી એટેચી બેઠા હતા. વડા પ્રધાન જ્યારે બંગલાદેશનાં મુસલમાનોની મુક્તિ માટે જેલ જવાનો દાવો કરતા હતા એ જ દિવસે લગભગ એ જ સમયે આઝાદી માટે અથવા સરમુખત્યારશાહીથી મુક્તિ મેળવવા લડનારા બર્મીઝ નાગરિકોએ દેખાવો કર્યા હતા અને લશ્કરે નિર્દોષ નાગરિકો ઉપર ગોળીબાર કર્યો હતો જેમાં ૯૦ જણા માર્યા ગયા હતા. ભારત સરકારે એ ઘટનાની નિંદા કરવાની પણ બાકી છે.
હજુ એક સ્મરણ અપાવી દઉં. ૨૩મી માર્ચે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાની નાગરિક અધિકાર પરિષદમાં શ્રીલંકાએ જાફનામાં તમિલો સાથે જે અત્યાચાર કર્યા તેની નિંદા કરતો પ્રસ્તાવ આવ્યો હતો. વાચકોને યાદ હશે કે ૨૦૦૯ની સાલમાં શ્રીલંકાની સરકારે જાફનામાં તમિલો માટે અલગ ભૂમિની માગણી કરનારા તમિલોનો નરસંહાર કર્યો હતો. એમ કહેવાય છે કે વીસથી પચીસ હજાર તમિલોને લશ્કરી જવાનોએ મારી નાખ્યા હતા. નાગરિક અધિકાર પરિષદના ૪૭ સભ્ય દેશોમાંથી બાવીસ દેશોએ નિંદાના પ્રસ્તાવની તરફેણમાં મત આપ્યો હતો, ૧૧ દેશોએ તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો અને ૧૪ દેશો મત આપવામાં ગેરહાજર રહ્યા હતા. શ્રીલંકાના હિંદુ તમિલોના નરસંહારની નિંદા કરવાથી બચવા માગનારા દેશોમાં એક દેશ ભારત હતો. ભારતે શ્રીલંકન હિંદુ તમિલોની તરફેણમાં મત નહોતો આપ્યો.
બોલો, બાવીસ વરસની ઉંમરે બંગલાદેશના બંગાળી મુસલમાનોને ન્યાય મળે એ માટે સત્યાગ્રહ કરનારા અને જેલ જનારા નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી મ્યાનમારમાં બર્મીઝ નાગરિકોના અધિકારોનું અને શ્રીલંકામાં તમિલ નાગરિકોના અધિકારોનું દમન કરનારાઓનો વિરોધ તો કરતા નથી, ઊલટું હાજર રહીને કે ગેરહાજર રહીને સમર્થન કરે છે. અહીં જણાવી દેવું જોઈએ કે મ્યાનમારમાં લોકશાહી માટે લડનારાં સુ કીને આગળની કૉંગ્રેસ સરકારે પણ ટેકો નહોતો આપ્યો. એવી જ રીતે શ્રીલંકામાં તમિલો ઉપર અત્યાચાર કરનાર શ્રીલંકાની સરકારની નિંદા કરનારા આ પહેલાના પ્રસ્તાવ વખતે ભારત ગેરહાજર રહ્યું છે. આ લખનારે એ દરેક વખતે કૉંગ્રેસ સરકારની ટીકા કરી હતી. ફરક એ છે કે એ સમયના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ જ્યાં જાય ત્યાં તમારે માટે મેં શહીદી વહોરી હતી એવા દાવા નહોતા કરતા. લોકો ઠેકડી ત્યારે ઉડાડે જ્યારે દાવો ખોટો પણ હોય અને હજમ થઈ શકે એનાથી મોટો પણ હોય. હસતા હસતા માણસ કોળિયો થુંકતો જાય એવું ન બોલવું જોઈએ.
મ્યાનમારમાં અને શ્રીલંકામાં ભારત મૂલ્યોના પક્ષે ઊભું રહી શકતું નથી એનું કારણ છે ચીન. ચીને ભારત ફરતે ભરડો લીધો છે. ભારત મૂંગું રહે છે અથવા હળવો ટેકો આપે છે તો ચીન આ બે દેશોને અને દક્ષિણ એશિયાના બીજા બધા દેશોને ખુલ્લો ટેકો આપે છે. સરવાળે આમાં ભારત ગોળો અને ગોફણ બન્ને ગુમાવી રહ્યું છે.
દરમ્યાન ઉપર ઉપસ્થિત કરેલા સવાલ વિષે વિચારો. મેળમાથા વિના ગમે તે બોલવું એ તેમની રોકી ન શકાય એવી આદત છે કે પછી તેમની રાજકીય શૈલીનો હિસ્સો છે? વિચારો.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ઍપ્રિલ 2021
Category :- Opinion / Opinion
Posted in ગઝલ
Posted by: bazmewafa | 04/27/2021
અલવિદા કવિ શ્રી ધનતેજવી સાહેબ –સપના વિજાપુરા
apana Sapana
Asopriiltl hSgp6 sanutoSn siuior10:ecdh4lr8 AdrMar ·
અલવિદા કવિ શ્રી ધનતેજવી સાહેબ ! આભાર ધ મેસેજ ટિમ!
કવિ શ્રી સાથે અવિસ્મરણીય ક્ષણો
એપ્રિલ 3, 2021 ના રાતે મને આ ગોઝારા સમાચાર મળ્યા. ત્યારથી બસ આંખ લુછ્યાં કરું છું. કવિ શ્રી ખલીલ ધનતેજવી સાહેબ આમ તો જેને મળતા તેના સ્વજન બની જતા. હા તો મારી સાથે એમજ બન્યું. મારા પુસ્તક ‘સમી સાંજનાં સપનાં’ના વિમોચન સમયે કવિ શ્રી રઈશ મણિયારે તેમને આમંત્રણ આપેલું એમણે સહર્ષ સ્વીકાર્યું હતું. આ વાત 2014 ની છે. એમણે એમના શુભ હસ્તે મારા પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમ વિશ્વકોશ ભવનમાં સર્જાયો હતો. હું પહેલીવાર શ્રી ખલીલ ધનતેજવી સાહેબને મળી હતી. અને મારા જિંદગીભર માટે મિત્ર બની ગયા હતા. એમનું નામ ખલીલ છે ફારસી અને અરેબિક માં ખલીલ નો અર્થ મિત્ર થાય છે જેમ અલ્લાહે ઇબ્રાહિમ અ .સ ને ખલીલુલ્લાહ કહ્યા છે એનો અર્થ છે અલ્લાહના મિત્ર. એમને લોકોને પોતાના બનાવી લેતા આવડતું હતું. હું અને મારા પતિ શરીફ વિજાપુરા એમના ઘરના સભ્ય જેવા બની ગયેલા.
ફરી અમે 2016 માં ભારત આવ્યા તો બરોડા એમને મળવા ગયા. એમણે અમને એમના ફ્લેટ પર બોલાવેલા અને અમારી સાથે એમના જીવનની રસપ્રદ વાતો કરી. ખાસ તો એ વાત કે એ જયારે એમના એક પ્રશંશકે એમને કાર ભેટમાં આપી તો એ ડ્રાઈવર લાયસન્સ લેવા ગયા તો એમને લાયસન્સ ના મળ્યું. કારણકે બાર પાસ હોય તો જ લાયસન્સ મળે. કવિએ હસતા હસતા પેલા સાહેબને કહેલું કે મારા ગુજરાતી પુસ્તકો પર વિદ્યાર્થીઓ પી એચ ડી કરે છે તો એ સાહેબ તો માનવા તૈયાર જ નહિ પણ એ હકીકત છે. આવી કેટલી બધી વાતો ધનતેજ ગામની પણ કરી ખેતરની વાતો બચપણની વાતો! અમારા દામનને એમણે બચપણની વાતોના ફૂલોથી ભરી દીધું. આ સુગંધ મારા હૃદયમાં મરતાં દમ સુધી રહેશે . જે દિવસે અમે ફ્લેટમાં મળવા ગયા તે દિવસે એમને સાહિર લુધયાનવી ના કાર્યક્રમમાં જવાનું હતું. એ વિશેષ મહેમાન તરીકે જવાના હતા. 400 રૂપિયાની એક ટિકિટ હતી. એમણે તરત ચાર ટિકિટની વ્યવસ્થા કરી આપી અને એકપણ પૈસો લીધો નહિ. અને જ્યારે મેં એમને થિએટરમાં જોયા તો એક ટોળું એમની સાથે ચાલી રહ્યું હતું. આ હતી એમની પ્રસિદ્ધિ અને આ હતી એમની નામના!
ફરી 2019 માં રાજપુરા સાહેબને ત્યાં કેસરપુરામાં કવિ સંમેલન હતું અને ખલીલ સાહેબ ત્યાં મળ્યા. ફરી મુશાયરાએ મન જીતી લીધું. એમની સાથે ગાળેલી દરેક ક્ષણ મારા માટે અવિસ્મરણીય છે. અને મારા હૃદયમાં હું ખજાનાની જેમ સાચવીશ.
હવે એમના વિષે થોડું કહું તો એમનું મૂળ નામ ખલીલ ઇસ્માઇલ મકરાણી હતું. તેમનો જન્મ બરોડા જિલ્લાના ધનતેજ ગામમાં 12 ડિસ્મેબર 1935 ના રોજ થયો હતો. તેમના પિતા ખેડૂત હતા. અને ખલીલ સાહેબે ફક્ત ચાર ચોપડી સુધી અભ્યાસ કરેલો હતો. એમ કહો કે લખતા વાંચતા આવડતું હતું. ધનતેજ ગામ છોડી એ બરોડા આવી ગયા પણ ગામથી અને ખેતરથી પીછો ના છોડાવી શક્યા.તેથી એમની એક ઉર્દુ ગઝલનો શેર છે,
‘ अब मैं राशनकी क़तारोमे नज़र आता हूँ
अपने खेतोंसे बिछडनेकी सज़ा पाता हूँ ‘
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. એમના ત્રણ ગઝલ સંગ્રહ સાદગી,સારાંશ અને સરોવર એમના ગુજરાતી ગઝલ સંગ્રહ છે. ‘શાયદ’ એમનો હિન્દી ઉર્દુ ગઝલ સંગ્રહ છે. એમની ગઝલ મુશાયરામાં એમના પહાડી અવાજમાં સાંભળવી એ ગઝલપ્રેમી માટે એક લહાવો છે. એ કદી કાગળનો ઉપયોગ કરતા ના હતા કે સામે નોટ રાખતા ના હતા. આ હતી એમની યાદશક્તિનો કમાલ!
તમે મન મૂકીને વરસો ઝાપટું આપણને નહીં ફાવે
અમને રહ્યા હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે
માવઠાથી ચલાવી લે એવી એમની ખુમારી ના હતી. એમની ખુમારી એમના એક એક શેર માંથી ટપકે છે. એ કોઈ ગઝલ શીખવા માટે પુસ્તક લઈને બેઠા ના હતા. આ બધી એમને ઉપરવાળાની મહેરબાની અને સમજણનું પરિણામ હતું. અટક્યા વગર એક ગઝલથી બીજી ગઝલ પર આવી જતા એ ધ્યાનથી સાંભળીએ ત્યારે ખબર પડે કે ગઝલ બદલાઈ ગઈ છે.
આમ છતાં શ્રોતાનો રસ જાળવી રાખતા.
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.
એમની સાહિત્યની શરૂઆત વાર્તાથી થયેલી. એમણે ઘણી નવલકથાઓ અને વાર્તાઓ લખી છે. એમની નવલકથામાં મુકામ પોસ્ટ ઝાકળ, તરસ્યા એકાંત, એક મુઠ્ઠી હવા, સાંજ પડેને સુનું લાગે, લોહી ભીની રાત, નગરવધૂ, કોરી કોરી ભીનાશ, મીણની આંગળીએ સૂરજ ઊગ્યો , લીલા પાંદડે પાનખર, ડો. રેખા,સન્નાટાની ચીસ ,સાવ અધૂરા લોક,લીલોછમ તડકો, જેવી કેટલીય નવલકથાઓ ખલીલ સાહેબે ગુજરાતી સાહિત્યને આપી છે.
આ સિવાય ખલીલ સાહેબે તો ફિલ્મોમાં નિર્માણ-નિર્દેશક તરીકે પણ કામ કર્યું છે. એમની ફિલ્મમાં ડો. રેખા અને ખાપરો ઝવેરી શામિલ છે. ઘણી ફિલ્મોમાં એમણે ડાયલોગ પણ લખ્યા છે. એમની ફિલ્મ ‘છૂટાછેડા’ માટે એમને લગભગ આઠ એવોર્ડ મળી ચુક્યાં છે એમાંનાં શ્રેષ્ઠ લેખક-દિગ્દર્શકનાં બે એવોર્ડ પણ ગુજરાત સરકાર દ્વારા મળ્યા છે.આ સિવાય એમને 2004 માં કલાપી પુરસ્કાર, ૨૦૧૩માં ગુજરાતી ગઝલ પુરસ્કાર અને ૨૦૧૯માં નરસિંહ મહેતા પુરસ્કાર મળી ચૂક્યા છે. મને એક વાતનો અફસોસ રહ્યો કે એમને અમેરિકા ના બોલાવી શકી મારું દિલ હોવા છતાં અને મારા પ્રયત્ન હોવા છતાં સપનાનું આ સપનું પૂરું ના થયું.
‘હવે એ નથી ‘ એવું દિલ સ્વીકારવા તૈયાર નથી. આવી ટૂંકી બીમારીમાં આમ કોઈ છોડીને જતું હશે? પતંગિયું નહિ પણ વાવાઝોડા એ આ દીવો હોલવી નાખ્યો છે.
જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.
ખલીલ ધનતેજવી
કોઈ કોઈની જગ્યા પુરી શકાતી નથી તમને અમે હંમેશા મિસ કરીશું. જ્યારે જ્યારે મુશાયરા થશે ખલીલનું નામ યાદ આવશે . તમે કહો છો ને ખલીલ સાહેબ કે
સાવ ઓચિંતું સભા છોડી કોઈ ચાલ્યું ગયું,
કોઈ ન પુરી શકે, એવી જગા ખાલી પડી!
બસ આ જગા ક્યારેય નહિ પુરાય ! અલવિદા ખલીલ સાહેબ ! અલ્લાહ આપણે જન્નતમાં આલા દરજ્જા આપે આમીન ! 4/4/2021
ઇન્ના લીલ્લાહે વ ઇન્ના ઈલયહે રાજેઉન! આપણે અલ્લાહ તરફથી છીએ અને અલ્લાહ તરફ પાછાં ફરવાના છીએ!
સપના વિજાપુરા
Posted in ગઝલ
Posted by: bazmewafa | 04/27/2021
કવિ શ્રી ખલીલ ધન તેજવી……સપના સપના
Posted in ગઝલ
Posted by: bazmewafa | 03/10/2021
તરડાઈ ગયા….સિદ્દીક ભરૂચી
Posted in ગઝલ
Posted by: bazmewafa | 03/09/2021
મહાયુદ્ધ !અહમદ ‘ગુલ’
મહાયુદ્ધ !અહમદ ‘ગુલ’
એક મહામારી :
20-11-2020
— જીવાણું અદૃષ્ય !
એક શત્રુ :
— શસ્ત્ર અદૃશ્ય !
યુદ્ધભૂમિ :
— આખું વિશ્વ !
વિશ્વ આદેશ :
— માસ્ક – બે ગજ દૂરી – સેનેટાઈઝેશન !
નત મસ્તક, સૌ સંમત !
અમલીકરણ :
વિશ્વના કોઈ પણ દેશમાં
એકાદ આંટો મારી આવો
એક જ પોષાક : માસ્ક
એક જ શિષ્ટાચાર : બે ગજ દૂરી
આને કહેવાય, એકતા
ના કદી ભાળેલી, ન કદી અનુભવેલી.
એ અદૃશ્ય શત્રુને નાથવા
બધાં રાષ્ટૃો એકમત
વળી, સંયુક્ત પ્રયાસ પણ ખરો
અને જો
આવી ઐકયતા રહી, કાયમ તો
વિનાશક બોમ્બ, ટેન્ક, શસ્ત્રો
બેકાર થઈ જશે
ધરતી પર સ્વર્ગ ઊતરશે !
પણ સાહેબ !
આ તો માનવ છે માનવ
આટલી સીધી, સાદી, સરળ વાત
એ સમજશે ?
માનવ ઉદ્ધાર કાજે ?
e.mail : ahmadlunat@yahoo.co.uk
Category :- Poetry
Posted in ગઝલ
Posted by: bazmewafa | 03/09/2021
સુરેશ જોષીના સમ્પાદનકાર્ય વિશે, સવિશેષે ‘નવોન્મેષ’ અંગે, એક નૉંધ….સુમન શાહ
સુરેશ જોષીના સમ્પાદનકાર્ય વિશે, સવિશેષે ‘નવોન્મેષ’ અંગે, એક નૉંધ…..સુમન શાહ
25-02-2021
સુરેશભાઈના સમ્પાદનકાર્ય વિશે તેમ જ ‘નવોન્મેષ’ અંગે હું મારે જે કહેવું છે તે કહું :
મેં મારા થીસિસમાં સુરેશભાઈએ કરેલા અનુવાદોને, આસ્વાદોને તેમ જ એમના સમગ્ર પત્રકારત્વને પૂરક પ્રવૃત્તિનો દરજ્જો આપેલો છે. એમનાં સર્જન વિવેચન તેમ જ અધ્યાપનમાં એ પ્રવૃત્તિઓ નૉંધપાત્રપણે પૂરક પુરવાર થઈ છે. આ વાત હું અવારનવાર કરી ગયો છું.
એમણે કરેલા સર્જક ગદ્યના સમ્પાદનને તેમ જ આજે જેની સવિશેષે વાત કરું છું તે ‘નવોન્મેષ’ને હું ખૂબ જ મહત્ત્વનાં સમ્પાદન ગણું છું. એ બન્ને સમ્પાદનો એમણે, એક કલામર્મજ્ઞ વ્યક્તિએ, કર્યાં છે એનો મહિમા છે.
‘નવોન્મેષ’ એ ગાળાના કવિઓનાં કાવ્યોનું એમણે કરેલું સમ્પાદન છે. એનો સમ્પાદકીય લેખ એથી પણ મહત્ત્વનો છે. એ ગાળામાં આપણા સાહિત્યમાં આધુનિક સંવેદનાનાં કાવ્યો વાર્તાઓ નિબન્ધો લખાયાં હતાં, તેનું તદનુસારી વિવેચન પણ થયું હતું.
એ સમગ્ર સર્જન અને વિવેચન વિશે સુરેશભાઈ શું માને છે એ જાણવાને અમે સૌ ઉત્સુક રહેતા. એક સભામાં એમણે મારો અને બીજા બેત્રણ મિત્રોનો નામનિર્દેશ કરેલો – અમે હાજર ન્હૉતા – એથી એટલો બધો પાનો ચડેલો કે ન પૂછોની વાત !
સૌ એમનાં મન્તવ્યો જાણવા માગતા, તેનું એક બીજું કારણ પણ હતું. એ કે જો એમને આપણા પરમ્પરાગત સાહિત્યથી સંતોષ ન્હૉતો, તો એમને એમની હાજરીમાં સરજાઈ રહેલા સાહિત્યથી સંતોષ હતો કે કેમ.
કાવ્યસર્જન પૂરતી વાત કરીએ, આ સમ્પાદન પૂરતી, તો એમને એટલો બધો સંતોષ ન્હૉતો. એમણે કહેલું કે આ ‘કુણ્ઠિત સાહસ’ છે. કુણ્ઠિત એટલે બૂઠું, ખાંડું. અલબત્ત, નવોદિતોનું એ સાહસ બૂઠું તો ન્હૉતું. ઘણા પરમ્પરાગતોને એ વાગેલું. એ ખાંડું પણ ન્હૉતું.
પણ કુણ્ઠિત એટલે રૂંધાયેલું કે અટકી પડેલું એ અર્થ લઈએ તો કહેવું રહે કે એ સાહસ ઉત્ફુલ્લ ન્હૉતું, ક્યાંક પ્હૉંચ્યા પછી શમી ગયેલું.
એ ગાળાના સર્જકો આધુનિક સંવેદનાને આકારતા હતા તે વીગતને યાદ કરું તો મને હાલ થાય છે કે એ સંવેદનાની સમજ સીમિત હતી. એ સંવેદનાનું ઍક્સપોઝર ડાયરેક્ટ ન્હૉતું એટલું ડીરાઈવ્ડ હતું. પ્રયોગશીલતા એનું સાધન ગણાય, ભાષાની એક માધ્યમ તરીકેની સભાનતા, એમાં જરૂરી ગણાય, ખાસ તો ભાષાની પોતાની મર્યાદાઓને વિશેની જાણકારી, એ બાબતો એમાં ખૂટતી ન્હૉતી પણ એને વિશેની સૂઝબૂઝ આધુનિકોમાં ઓછી હતી.
કોઈ પણ સમ્પાદન એક પ્રકારની સહભાગીતા ગણાય. સમ્પાદક પોતાને ગમેલી ચીજો આગળ કરે, તેની વકીલાત કરે, તેમ કરવા જતાં કેટલીક ન ગમતી ચીજો પણ ચીંધે. એ બધું ‘નવોન્મેષ’માં થયું છે. એવી તુલના કરવાનું પણ જરૂરી છે કે એમણે પૉંખેલા કે ટપારેલા કવિઓ આજે ક્યાં પ્હૉંચ્યા છે.
છેવટે મેં કહેલું – મને યાદ છે એ પ્રમાણે – કે સમ્પાદનો દૃષ્ટિપૂર્વક થવાં જોઈએ. આમાં આ ભાઈ છે અને આ બહેન નથી અથવા આ બહેન છે ને આ ભાઈ નથી એવી ચર્ચાઓ પાસે વાત આપણે ત્યાં અટકી જાય છે, મૂળમાંથી વિધાનો લઈને સમીક્ષા થવી જોઈએ. સુરેશભાઈએ ‘કુણ્ઠિત સાહસ’ કહીને એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, એની પણ સમીક્ષા થવી જોઈએ. આગળના સમયમાં કેટલાક સમ્પાદકોએ તો એમ કહ્યું હતું કે – તમને ગમતી કૃતિ મોકલી આપો ! હું એને સમ્પાદનકર્મની મશ્કરી ગણું છું. આ ભૂમિકાએ ‘નવોન્મેષ’ એક આદર્શ સમ્પાદન છે.
ઉછીની લાગણીઓ વિશે મારે એમ કહેવાનું છે કે સાહિત્યમાં ઉછીનું કશું હોઈ શકે નહીં. દાખલા તરીકે, બૉદ્લેર જો પોતાના શ્હૅરની વાત કરતા હોય તો આદિલ મનસૂરી પોતાના શ્હૅરની કરે એમાં શું ખોટું છે? એ નકલ નથી, એ બૉદ્લેરથી મળેલી પ્રેરણા જરૂર છે. મહાન સાહિત્યકારોની સંગતથી જાગૃતિ આવે છે. ક્ષિતિજવિસ્તાર થાય છે. રુચિનો વિકાસ થાય છે. બધું બદલાય છે.
સુરેશભાઈએ જોયું છે કે આધુનિકતાને નામે આપણે ત્યાં શું બદલાયું. કેમ? કેવી રીતે? વગેરે. એ ગાળામાં જે પ્રયોગશીલતા અને જે માધ્યમસભાનતા જન્મેલી એની એમણે કાવ્યોનાં દૃષ્ટાન્તો લઈને સમીક્ષા કરી છે. એથી કવિઓને લાભ થયા છે. એ કવિઓ પોતાની રીતે વિકસ્યા છે. છતાં આજે એ જાણવું રસપ્રદ બને કે એ પ્રારમ્ભકાલીન સર્જકતાએ એ કવિઓને કશો લાભ સંપડાવ્યો છે કે કેમ.
આમ ‘નવોન્મેષ’ અનેક સંદર્ભોમાં ધ્યાનપાત્ર બને છે. આધુનિક ગુજરાતી કવિતાના અધ્યેતાઓ માટે એ અનિવાર્ય છે.
= = =
(February 13, 2021: USA)
Posted in ગઝલ
Posted by: bazmewafa | 03/09/2021
ગઝલ બચેલી જાત છે…..અઝીઝ ટંકારવી
ગઝલ બચેલી જાત છે…..અઝીઝ ટંકારવી
23-04-2020
યાદ તો રાખ્યું હશે કે કેટલામી ઘાત છે
સૌ વચાળે છે છતાં સંતાડવાની વાત છે.
તો ય તું મક્કમ રહે બસ યુદ્ધના મેદાનમાં
આપણી પાસે હજી આખી બચેલી જાત છે
અન્યથી સરખાવવાનું રાખ તારા દર્દને
તો ખબર પડશે તને કે કેવી નોખી ભાત છે
તું ‘અઝીઝ’ ચિંતા ન કર, એટલું સમજી જ લે
મોત પણ છેલ્લા શ્વાસ તક જિંદગીથી મ્હાત છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020
Category :- Poetry
Posted in ગઝલ
Posted by: bazmewafa | 03/01/2021
વસંતપંચમી…. – સુરેશ દલાલ
વસંતપંચમી…. – સુરેશ દલાલ
રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે.
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર કશું દેખાતું નહોતું
ફ્લાવર વાઝમાં ગોઠવાયેલાં ફૂલો કને જઇને પૂછ્યું:
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?
– સુરેશ દલાલ
રાજા બની ગયો છું
‘સાજ’ મેવાડા
11-01-2021
રાજા બની ગયો છું, સૌને હવે સતાવું,
સાક્ષી વિના બધાને શૂળી ઉપર ચઢાવું.
હિંમત નથી તમારી, અમથા મરી જવાના,
સામે પડો વિચારી, જેલો ભરી ડરાવું.
મિત્રો બધા ય મારા આવી સલામ કરશે,
આપી ઘણા ખિતાબો ઈર્ષા થકી લડાવું.
જે આંધળા હશે ને, લુચ્ચી શિયાળ જેવા,
એવા પ્રધાન મારા, શોધી અને બનાવું.
માનો નહીં હકૂમત, મારા સ્વરાજની તો,
આવો નજીક લોકો, ઘા ‘સાજ’ના બતાવું.
Category :- Opinion / Opinion
Posted in ગઝલ
Posted by: bazmewafa | 03/01/2021
પણ…સીદ્દીક ભરૂચી
Posted in ગઝલ
શ્રેણીઓ
- All categaries
- Article
- અછાંદસ
- અનુવાદ
- અન્ય
- અભિપ્રાય
- આધ્યાત્મિક
- આસ્વાદ
- ઇતિહાસ
- ઈતર
- ઈસ્લમિક સ્થાપત્ય
- કટાક્ષ
- કતઅ
- કલા
- કવન
- કવિતા
- કાવ્ય
- કાવ્ય સંગ્રહ
- કુરાન
- કુરાનિક સાહિત્ય
- કેલીગ્રાફી
- ગઝલ
- ગદ્ય
- ગીત
- ગુજરાતી ગઝલ(નઝમ)નું કાફિયા શાસ્ત્ર.
- ચર્ચા
- ચર્ચા,અભિપ્રાય
- છંદ
- છંદ*પિંગળ શાસ્ત્ર
- જોકસ
- ટિપ્પણી
- ટુંકી વાર્તા
- ટૂચકા
- તઝમીન
- તઝ્મીન
- નઝમ
- નવલિકા
- ના’ત
- નાત
- નિબંધ
- પદ્ય
- પદ્યાત્મક અનુવાદ
- પરિચય*જીવન
- પરિચય_જીવન*કવન
- પારિતોષિક
- પ્રશસ્તિ કાવ્ય
- પ્રેરક પ્રસંગો
- મર્સિયા
- માહિતી
- માહિતી લેખ
- મુકતક
- મુશાયરો
- રૂબાઈ
- લઘુ કથા
- લઘુ વાર્તા
- લતીફા
- લેખ
- વાર્તા
- વિવેચન
- વ્યંગ
- શબ્દાંજલિ
- શાયરી
- શેર
- શૌક કાવ્ય
- સત્ય ઘટના
- સમાચાર
- સમીક્ષા
- સોનેટ
- સ્તુતિ કાવ્ય
- હઝલ
- હાસ્ય
- હાસ્ય લેખ
- Gazal
- Gazhal_wafa
- Gujarati Gazhal
- Gujarati Poetry
- Gujarati Shayri
- Hadith
- Information
- Jokes
- Lecture
- Mushayera
- Naat
- Nazam Urdu
- News
- Opinion
- Short story
- Speech
- Urdu Gazhal
- Urdu Ghazal
- Urdu Mushayera
- Urdu Nazm
- Urdu poetry
- Urdu Prose






































આપના પ્રતિભાવ