જન્ખના મને.

કિનારે હાથ પકડી ને મહાલે,એવા નવીન સબંધો તો મળી શકે.

મધદરિયે તોફાન માં સંગ ના છોડે ,એવા જુજ સબંધો  જ બાંધે મને.

ઘડી વાર મળી ને હાસ્ય વરસાવે એવા,ઘણાં પ્રિય પાત્ર તો મળી શકે.

પળ પળ સાથે રહી ને જીવન ભર, સ્મિત આપી શકે એ પ્રિયજન આકર્ષે મને .

રડતી આંખો માં સ્મિત ઢોળી દે ,એવા ગાઢ મિત્રો અનેક મળી શકે.

હસતાં હસતાં આંખો આશું થી ભરી દે, એવા જુજ મિત્રો સાંભરે મને.

રસ્તે ચાલતા પડી જવાય, તો હાથ લંબાવી ઉભા કરે એવા સ્વજન મળી શકે.

ઉઠવાની સ્થીતી માં ન હોઉં ને પીઠબળ આપે, એ સલાહકાર ની જન્ખના મને.

સફળતા પાછળ ની દોડ

શિખર ને આંબી જવાની ચેષ્ઠા, ભૂતકાળ બની છે.

ઉભા છો ત્યાં પુરતી જમીન, નીચે થી સરકતી બની છે. …

સફળતા ની સીડી ચડવા ની કોશિશ, તો ચાલુ જ રહી છે.

જાત ને બદલી ,દુનિયા ની નકલ કરવાની ફરજ પડી છે……

આભ ને અડકી લેવાની ઈચ્છા,મન પર ભારે પડી છે.

માથા પર ના આભે ,માથે જ તૂટી પડવાની તૈયારી કરી છે….

રસ્તો દેખાતો નથી આગળ નો, છતાં જીત ની ઘોષણા કરી છે.

સ્વાભિમાન શોધવા નીકળ્યા હતાં,ત્યાં દંભીઓની સંગત મળી છે…..

માથા પર થી ભાર ઓછો કરી લેવા,મુલ્યો ની બાદબાકી કરી છે.

કારણકે સફળતા પાછળ ની આપણી દોડ, મૃગજળ બની છે……

ગુડ બુક્સ

કોઈ પણ વ્યક્તિ તમારા વિષે હમેશાં નકારાત્મક વિચારતી હોય એવો અનુભવ થયો છે? અથવા તો -ઘણા પ્રયાસ પછી પણ એને મારું કરેલું કશું સારું નથી લાગતું એવી લાગણી? ખાસ કરી ને જુનો સબંધ કે નજીક ની કહી શકાય એવી કોઈ વ્યક્તિ યાદ આવે છે?

કોઈ પણ વ્યક્તિ ની ગુડ બુક્સ માં શામિલ કેવી રીતે થઇ શકાય?

બધું સારું સારું બોલો,એમની પસંદગી ઓળખો અને એજ પ્રમાણે વર્તો એવો અઘરો અભિપ્રાય નહિ આપું.કારણકે એથી માત્ર ગુડ બુક્સ માં ઉમેરાઈ જશો એવું બને પણ ટકી જશો એની કોઈ ખાત્રી નહિ.

એમનું ગમતું નહિ બોલો અને નહિ કરો તો પણ ચાલશે.પણ એટલું ચોકસ સમજી લેવું કે કોઈ પણ વ્યક્તિ આપણને હદય પૂર્વક સ્વીકારે અને પસંદ કરે તે માટે એમની ચીડ કે અતિશય નાપસંદ ને ઓળખી લેવી જરૂરી છે.તે વ્યક્તિ ની પચાસ પસંદ ઓળખી એને અનુસરવા કરતા એની અત્યંત ના પસંદગી હોય એવી જુજ બાબતો ઓળખી એ ન જ કરો, તો ગુડ બુક્સ માં શામિલ થયાં ઉપરાંત ટકી પણ જશો.

સમય ને આધિન

સમય ની સાર્થકતા સમજવા ,સ્વસ્થ રેહવું પડે છે.

સ્વસ્થ રેહવા અને દેખાવા ,વ્યસ્ત રેહવું પડે છે.

વ્યસ્તતા જળવવા અને શોધવા ,કટીબધ્ધ રેહવું પડે છે.

કટીબધ્ધ રેહવા અને ટકવા,સમય ને આધિન તો થવું જ પડે છે.

ફરી એકવાર

અણધાર્યા સ્પર્શ થી ચેતન કરી જા મને,

મજધાર થી હાથ પકડી કિનારે લઇ જા મને,

તું ફરી એકવાર આગન્તુક બની મળી જા મને.

 

ખોવાએલું બધું ક્યાંક થી શોધી આપ મને,

લાગણીઓ ના વરસાદ થી ભીંજવી જા મને,

તું ફરી એકવાર મિત્ર બની ભેટી જા મને.

 

જુનું જે લાગે સોના નું ,પાછુ લઇ આપ મને,

ઝાકળ ભીની આંખો થી જીવિત કરી જા મને,

તું ફરી એકવાર સબંધો માં બાંધી જા મને.

કઈક ખોવાયું ,સંતાયુ અને ફરી શોધી કાઢ્યું ,

મનનું વણકહેલું બધું આમ જ પસાર કર્યું .

 

કોઈ મળ્યું ,છુટું પડ્યું અને ફરી દેખાયું ,

સંબધો નું સ્મરણ આમ જ અનુભવ કર્યું.

 

કોઈ અકળાયું ,રીસાયુ અને ફરી રીજાયું

સ્ત્રી હોવાનું રહસ્ય આમ જ સ્વીકાર કર્યું.

રોજનીશી(Diary)

ઘણાં લોકો ડાયરી લખતા હોય છે,કેમ લખતા હશે ?પોતે જે કઈ અનુભવ કર્યું ,જોયું કે જાણ્યું કે પછી ધાર્યું એ બધું લખી ને કેવો સંતોષ અને આનંદ મળતો હશે?

પોતાની જાત સાથે સો ટકા ની ઈમાનદારી રાખી બધું શબ્દો માં વર્ણન કરવા માટે ખરી હિંમત જોઈએ.કોઈ ને કહી ના શકાય એવી લાગણીઓ ને પેપર પર વેહતી મૂકી દઈ મન હળવું ફૂલ ચોકસ લાગતું હશે.અને સારા અનુભવ લખી ને એને ફરી જીવી લેવાની પણ મજા હશે.

દરેક વ્યક્તિ અંતર ની વાત નિર્ભય બની વેહતી મુકી .હદય ને હળવું ફૂલ બનાવી, સંતોષ અને આનંદ લઇ શકે એ માટે ડાયરી જ લખવી એવું નહિ.પોતાનું મન ખાલી કરી શકાય ,અનુભવો અને લાગણીઓ વેહતી મૂકી શકાય એવું કોઈ વ્યક્તિ પણ હોઈ શકે.

તમને કોઈ વ્યક્તિ જેની સાથે કારણ –અકારણ ની વાતો કરી સંતોષ થયો છે?

અંતર ની વાતો ને જે વ્યક્તિ સમક્ષ વેહતા ઝરણા ની જેમ બહાર લાવી શકાતી હોય ,કીધા પેહલા કે કહ્યા પછી અંતર પર કોઈ ભાર કે ક્ષોભ  લાગતો ન હોય એ જ તમારી ડાયરી.કઈંક સારું કે નરસું ,નવું કે અજુકતું ઘટે અને જેને એ બધું કહી દેવાની ઈચ્છા થઇ આવે એજ તમારી ડાયરી.

(*) ડાયરી લખનારા એક જ ડાયરી લખે છે અને ખુબ અંગત વસ્તુ ગણી ને સાચવી રાખે છે,જીવન માં અંગત અને બધી વાતો જાણી શકે એવી વ્યક્તિ (ડાયરી) એક જ અને અંગત હોવી જોઈએ.

ગણિત (Maths)

ગણિત માં તમે કેટલા પાક્કા? ગણિત માં કેટલા પણ ગુણ લઇ આવતા હોઈએ -અત્યારે  એનો મોટા ભાગે ઉપયોગ રૂપિયા ,ડોલર અને પાઉન્ડ વગેરે વગેરે ગણવા ,ઉમેરવા અને ગુણવા માટે જ કરતા હોઈએ છે. એટલે બાળપણ થી લઇ ને અત્યાર સુધી એ ગણિત તો બધાં નું પાક્કું થઇ જ ગયું હશે.

પણ  લાગણીઓના ગણિત નું શું ?

પ્રેમ નો ગુણાકાર,લાગણીઓ ના ભાગાકાર અને સબંધો ના સરવાળામાં આપણે કેટલા પાક્કા છીએ ?એનું પ્રમાણપત્ર કે પદવી કોઈ શૈક્ષણિક એકમ આપતું નથી. તો ખબર કેવી રીતે પડે કે આપણા ગુણ કેટલા?

જે પાસે નથી એની યાદ માં કે એના વિરહ માં કરેલા બધા ગણિત નક્કામાં છે.જે આપણી જોડે રહે છે, આપણી સાથે એક એક દિવસ અને જીવન પસાર કરી રહ્યા છે. એને આપેલો સમય અને આપેલું સુખ એટલે લાગણીઓ નું ગણિત.એને એક સુખ આપો એટલે સામે જે સંતોષ મળે એ થયો સબંધો નો સરવાળો અને એની લાગણીને માન આપો તો બદલામાં મળેલી હૂફ એટલે થયો પ્રેમ નો ગુણાકાર. આપણી સાથે આપણું જીવન જીવી અને જીરવી રહ્યા હોય એ લોકો ના ચેહરા પરનો સંતોષ અને સ્મિત એજ આપણું પ્રમાણપત્ર.

(*જે નથી કરી શક્યાં એનો અફસોસ કરવાં કરતા જે કરી શકીએ છે એનો વિચાર કરવા માં વધુ સમય આપવો જોઈએ નહીતર લાગણીઓના ગણિત માં નાપાસ થયા સમજો.)

સફળ મનમેળાપ

સમાજ ના બંધન કોને બાંધી શકે છે?

કરવા વાળા ઘણું  નોખું કરી નાખે છે.

મન નો મેળાપ કોણ કરાવી શકે છે?

રીવાજ તો ખાલી મેહરામણ ભેગી કરે છે.

મંડપ લગ્ન નો, ફૂલો થી કેમ સજાવાય છે?

જીવન માં ફોરમ તો સમર્પણ થી આવે છે.

સુખી લગ્ન નો કોયડો ક્યારે ઉકેલાય છે ?

સફળતા તો જીવનસંધ્યા ના આરે મળે છે.

ચર્ચા (Discussion)

કહે છે ઘણાં કે ચર્ચા (શાબ્દિક યુદ્ધ)  નો ફાયદો નથી ,કારણકે એમાં કોઈ ની હાર- જીત નક્કી કરી શકાતી  જ નથી અને સમય નો વ્યય થાય છે.

શબ્દો ની રમત હમેશાં મને આકર્ષી જાય છે.કારણકે ચર્ચા કરવાથી હાર-જીત નક્કી કરવાની મજા કરતાં મોજ એ વાત માં પડે કે સામાં પક્ષ નો યોદ્ધા, વિજેતાં બનવાના પ્રયાસ માં એના મન માં છુપાવી ને રાખેલા વણકહેલા ભેદ ઓકી નાખે છે.એટલે જીતવા માટે નહી પણ સામાપક્ષ ના મન ને ખંખેરવા ,ચર્ચા કરતા રહો.

એવું બને કે ચર્ચા માં ઉતર્યા પછી પણ સામે પક્ષ થી, ચર્ચા ને ટાળી નાખવાના પુરા પ્રયાસ માત્ર ટૂંક માં આપેલા જવાબો થી જ થઇ જાય.

છતાં  ,બોલતા રહો મન ની વાત ખુલી ને કેહવા અને સ્વીકારવા માટે શબ્દો કરતા હિંમત ની જરૂર વધારે છે.ચર્ચા કરતાં  વિશેષ છે એની પાછળ ની લાગણી કે તમે તમારા મન ની વાત કેહવાની હિંમત ધરાવો છો.

(*)ઓછુ બોલવાનું કે શાબ્દિક યુદ્ધ માં ઉતરવાનું પસંદ ન કરતા લોકો ખરેખર તો મન ની વાત (આશય) નીકળી ન જાય એ વાત થી આખી જિંદગી ભયભીત રહે છે. યુદ્ધ કોઈ પણ હોય ભયભીત (ડરપોક) નું કામ નહિ.)

Design a site like this with WordPress.com
Get started