ખેલ

ખેલ સમજાતો નોતો ને એ રમે રાખતા તા

પાસા પણ એજ ફેંકતાતા અમે તો જોએ રાખતા તા

જીતવાનું એમનું નક્કી જ હતું તોય અમે રામે રાખતાંતા

બંગડીઓના એ અવાજમાં ધબકારા ચુકે રાખતાંતા

વિશ્વાસ તોડ્યો આજે એમને એ જતાંતા ને અમે જોયે રાખતાંતા

પાઠ 2 : ગીત

વાર્તા તો શરૂઆત હતી મારી પ્રતિભાની મને જ ઓળખ થવાની, મારી સ્કૂલ માં પ્રેમ, ડાર્લિંગ, લવ આવા ગીત ગાવા પર એક હદે પ્રતિબંધ જેવું હતું. મને ગીત ગાવાનો પણ  વાર્તા જેટલોજ શોખ હતો એમાં એ વખતે આવેલું “તડપ તડપ કે ઇસ દિલ સે” સોન્ગ મેં મારા કઝિનના મોઢે આખું સાંભળ્યું ત્યારે હું અવાક બની ગયો કે માણસ આખું સોન્ગ યાદ કેવી રીતે રાખી શકે, ફરી ટણી માં ને ટણી માં મેં આ સોન્ગ મોઢે કરી લીધું..અને ઘટના એવી થઈ કે આ સોન્ગ ગાનાર “કે કે” થી વધારે કલાસાસરૂમ ઇવેન્ટ મેં કરી કાઢી…(વિસ્તારથી ) બન્યું એવું કે એક દિવસ  અંતાક્ષરી માં “ત” આવ્યો અને મેં આંગળી ઊંચી કરી…સામે 29 કે 30 વર્ષના મૅડમ હતા…એમને મને ગાવાનું કહ્યું- ને મેં ગીત ગઈ નાખ્યું – ઘણી છોકરીઓ ગીત ગુનગુણવા લાગી, પેલા મૅડમ પણ ગાવા લાગ્યા- એ સમયે પ્રેમ માં પછડાટો ખાનારા લોકોમાં આ ગીત લોકપ્રિય બન્યું હતું – આ ગીતે મને એક નવી ઓળખ આપી અને સ્કૂલ ના દરેક કલાસાસરૂમ માં મને આ ગીત ગાવા બોલવામાં આવતો – ઘણીવાર ફ્રી તાસ હોય તો અંતાક્ષરી રમવા પણ બોલાવી જતા – ભણતર પ્રત્યે રુચિ ઘટવા લાગી હતી – પણ પ્રશંશાની આગળ ભણતર નો રંગ સાવ ફિક્કો લાગતો તો મને – અમારા બીજા એક ગણિત ના મૅડમને વિચાર આવ્યો કે લાવો બોય્સની એક પ્રાર્થના ગાવાની ટીમ બનાવું…એમને એમ કર્યું – પણ એમાં મરાથી એક વર્ષ મોટા વિદ્યાર્થીઓ સાથે મારા એકલાની પસંદગી થઈ જે ક્લાસ ના અને પરિવાર ના લોકો માટે એક રીતે મોટી વાત હતી – પણ મારા માટે એવું હતું જાણે ખુલ્લા સિંહ ને તમે પાંજરામાં પૂરીને તમે તમારા ધાર્યા પ્રમાણે ગર્જના કરવાનું કો તો એ શક્ય નથી – મારો અવાજ કૉરસ માં સાવેય અલગ પડતો તો એટલે મારુ ગાવાનું બંધ થયું – હું થોડો સંકોચાયો પ્રશ્નો થવા લાગ્યા – હું થોડો હતાશ થયો. અને મને પાછો ફરવા માટે પ્રેરણા કરી અમિતાભ બચ્ચન અને અતુલ મહિડા એ…. (વધુ પાર્ટ 3 માં )

तू कौन हैं

है जो मेरी हर मोड़ की कहानी लिखी उसने ,
फिर तू कौन हैं मुझे राह दिखाने वाला।

उड़ान

भरोसा नहीं हे मुझे मेरी उड़ानों पे ऐ -दिल ,
तू बेवजह मेरे सपनो को पंख फैलाना न सीखा।

दिवानगी

हूँ में सिर्फ और सिर्फ दीवाना तेरा,
फिर क्यों में यहाँ मेरी दिवानगी बर्बाद करू…
हे मेरी रूह का मिलना तय तुझसे ,
फिर क्यों में यहाँ तेरा इंतज़ार करू…

रोशनी

वो दूर अँधेरे में जलती हुई एक रोशनी ही मेरा ठिकाना हे,

हो  सकता हे की तू  उजाला  कर दे और में भटक जाऊ। …

અજવાળું

અંધારું ત્યાં હતું એની મનેય ખબર છે,

પણ ત્યાં દીવો કોને કર્યો મને એની તલાશ છે.

પાઠ 1 : વાર્તા

પાઠ 1 : વાર્તા ની શરૂઆત 5માં ધોરણ થી થઈ, એક વિદ્યાર્થી કૃષ્ણ અને કંસ ની વાતો કેહતો એ દર વખતે એક જ રહેતી અને સૌ કોઈ એમાં ખોવાઈ જતા અને એને વારંવાર મંચ પાર બોલવામાં આવતો…આવું વર્ષ જેવું ચાલ્યું કોણ જાણે એના માટે પડતી તાળીઓ મને ખટકવા લાગી અને મને પણ આ વાહવાહી લૂંટવાની ઈચ્છા થઈ અને મેં આશરો લીધો ટીવી સીરીયલ અલિફલૈલા, શક્તિમાન તેમજ  સિંદબાદ ની સાત સફરો નોવેલ વાંચી મેં લોકોને કેહવાની શરૂઆત કરી રવિવારે આવતી અલીફ લૈલા અને શક્તિમાન ઘણા વિદ્યાર્થીઓ જોઈ નહોતા શકતા તો એમનો હું હીરો બન્યો અને એ લોકો મને બહુ ઉત્સુકતાથી સાંભળવા લાગ્યા, ઘણા જોતા તો હતા છતાં એમને મારી વાર્તા માં રસ હતો….આખરે એ મારા મિત્ર પાસે કોઈ નવો વિષય ના હોવાથી હવે મંચ પર અમે બંને સાથે વાર્તા કેહતા અને મારો શ્રેષ્ઠ સમય એ હતો જયારે હું વાર્તા કેહવા નીચે મેદાન માંથી ઉભો થઈ મંચ સુધી ના પોહ્ચ્યો ત્યાં સુધી સતત તાળીઓ પડતી રહી જેને મને વધુ ને વધુ એ દિશામાં વિચારવા માટે પ્રોત્સાહન આપ્યું

ડૂબવું

હવે કોઈના માટે કંઈ નથી કરવું બસ જાત સાથે રેહવું છે
દરિયામાં તરીને સહુ કોઈને આગળ જવું છે પણ મારે તો દરિયામાં જ  ડૂબીને  જોવું છે
જવાબ બધા મારી અંદર જ છે બસ કોઈ ડુબાડે એની રાહ જોવી છે…