(૩૦) छायामन्यस्य कुर्वन्ति..       

छायामन्यस्य=छायाम्+अन्यस्य=
छायाम्=છાયડો+अन्यस्य=બીજાઓને માટે
कुर्वन्ति=કરે છે.  तिष्ठन्ति=ઊભા રહે છે.

स्वयमातपे=स्वयम्+आतपे=
स्वयम्=પોતે+आतपे= તપીને.

फलान्यानि= फलानि+अन्यानि=
फला=ફળો+अन्यानि=વગેરે (ફૂલો,પાંદડાં, લાકડાં),

परार्थाय=पर+अर्थाय,
पर=પારકા,બીજા લોકો+अर्थाय= ને માટે, કાજે, 

वृक्षाः=વૃક્ષો,  सत्पुरुषा:=સારા પુરુષો=સજ્જનો  इव=જેમ જ.

વૃક્ષો પોતે તપીને બીજાઓ માટે છાંયડો કરે છે; આપે છે.  સજ્જન માણસોની જેમ વૃક્ષો પારકાંઓને માટે ફળ વગેરે પ્રદાન કરે છે.

આદિકાળથી સાહિત્યમાં વૃક્ષો વિષે ઘણું બધું લખાયેલું છે. એ જરૂરી અને ખૂબ જ મહત્ત્વનું પણ છે. ગમે તેવી ઋતુ હોય; ટાઢ,તાપ કે વર્ષા, પણ વૃક્ષો હંમેશાં પરોપકારી મનુષ્યોની જેમ જ અન્યને માટે છાયડો આપે છે અને ફળો તો ખરાં જ પણ તે સિવાય પણ ફૂલો,પાંદડા, લાકડાં,વલ્કલ એમ અનેક વસ્તુઓ પૂરી પાડે છે. અહીં વૃક્ષોને જીવંત દર્શાવ્યાં છે અને પરોપકારી સજ્જનો સાથે સરખાવ્યાં છે. એ રીતે જગતને એક સુંદર સંદેશ અપાયેલ છે.

Chhayamanyasya kurvanti tishthanti svayamaatape.
Phalaanyaani paraarthaay, vrukshaah satpurushaah eva

Chhayaamanyasya = chhaayaam +anyasya.
 Chhaayaam = shade. Anyasya = to others. Kurvanti = do,provide.
Tishthanti =stand, stay. Svayamaatape = svyam+aatape.
Svyam=oneself. Aatap =scorching sunshine.

Phalaanyaani=Phala anyani.
Phala = fruits, Anyaani =other things.
Paraarthaaya=Par+arthaay
Par=others arthaay=for the benefit

Vrukshaah=trees.
Satpurushaah=Noble persons. Iva = like ( for comparison).

Trees provide cool shade to people while they themselves
stand  in the scorching Sun.  Like the noble and virtuous persons
they also help others by providing their fruits and other things.

(૨૯) जयन्ति ते सुकृतिनो…     

जयन्ति=વિજય પામે છે. ते = તે લોકો, सुकृतिनो=સારાં કાર્યો કરનારા
रससिद्धाः=રસોમાં સિદ્ધિ પામેલા, कवीश्वराः=કવિઓમાં સૌથી શ્રેષ્ઠ
नास्ति= +अस्ति. =નહિ +अस्ति=હોવું= નથી.
येषां= તેઓની यशः=યશ,કીર્તિ. काये=શરીર
जरामरणजं= जरा+मरण+जं,
जरा
=વૃદ્ધાવસ્થા, मरण=મૃત્યુ,जं=ને કારણે જન્મતો  भयम्= બીક.ભય


સારા ગુણીજનો, કાવ્યરસમાં સિદ્ધિ પામેલા અને કવિઓમાં શ્રેષ્ઠ છે તે જ સાચો વિજય પામે છે. તેમને કીર્તિ, કે યશ, શરીર, ઘડપણ કે મૃત્યુ જેવો ભય લાગતો નથી.

આ શ્લોકમાં સારું અને ઊંચું લખનાર અને સારાં કાર્યો કરનાર વ્યક્તિઓ વિશે જણાવ્યું છે. એવી વ્યક્તિઓને યશનો મોહ નથી. શરીર કે દેખાવની ફિકર નથી અને વળી વૃદ્ધાવસ્થા કે મૃત્યુની પણ બીક નથી. તેથી એવા કવિઓનો વિજય થાય છે.

Jayanti= getting success, Te = they.
Sukrutino = persons doing quality deeds.
Rasasiddhaah = Ras+siddhaha= accomplished in poetry.
 Kaveeshvaraah =Kavi+ishvaraha= like a lord among poets.
Naasti = na+ asti=na=not, asti=existent= nonexistent.  
Yeshaam = to whom. Yashah = fame. Kaaye = body.
Jaraamaranajam = jaraa +maranajam. Jaraa = old age
Maranajam = produced by fear of death.


Persons doing virtuous deeds who are well versed in poetry, lords among poets, whose fame is not dependent on the physique and also who are not afraid of old age and death; are the real winners in life.

–Devika Dhruva

(૧૩) સ્વપ્ન, સત્ય કે નાટક?

ઘણીવાર એવો વિચાર આવે કે, રાત્રે આંખ મીંચીને મીઠી નીંદરમાં ડૂબી જતો માનવી, પોતાના દિલ,દિમાગ અને દેહને ઘડીભર ભૂલી જઈને ક્યાં પહોંચી જતો હશે? કેવી રીતે આ પ્રક્રિયા આપમેળે થઈ જતી હશે? ખરેખર એ એક મોટું આશ્ચર્ય છે! અને એ એટલું સ્વાભાવિક છે, એવું કુદરતી છે કે, એના વિશે આપણે ઊંડું વિચારતાં પણ નથી! આઠથી દસ કલાકના એ સમય પછી, ફરી પાછો માણસ આંખ ખોલીને નિત્યકર્મમાં લાગી જાય છે!  સાચે જ, આ એક ગહન ચિંતનનો વિષય છે.

ડોક્ટરોના કહેવા મુજબ, ઉંઘમાં મગજ સૌથી વધારે સક્રિય હોય છે અને એ વખતે તે સ્મૃતિઓ અને અનુભવોના મિશ્રણો કરીને જાતજાતની વાર્તા, ચિત્રો કે દૄશ્યો ઊભાં કરે છે. એ કોઈ દિગ્દર્શક જેવું કામ કરે છે અને સ્વપ્ન બની દેખાડે છે. કેટલાક લોકોને તો સ્વપ્નો યાદ પણ રહેતાં હોય છે. આમ તો ઉંઘમાં માણસની યાદ રાખવાની ક્ષમતા સૂઈ ગયેલી હોય છે. છતાં કેટલાક વધુ સંવેદનશીલ અને કલ્પનાશીલ માણસોને એ યાદ રહે છે.

ક્યારેક એ અજબ-ગજબનાં હોય છે, ઘણીવાર તો એટલાં સાચાં લાગે કે વાત ન પૂછો. એની કોઈ સીમા જ નથી હોતી. એટલે કે, ઉંઘ દરમ્યાન સૂતેલા માનવીનું એક જુદું વિશ્વ બને છે અને તે સમયે તો તેને માટે એ જ સત્ય હોય છે.

હવે સત્યના સંદર્ભમાં એનો અર્થ એ થયો કે, સત્ય એ બહારનું વિશ્વ છે. જ્યારે સ્વપ્ન એ વ્યક્તિની પોતાની અંદરનું વિશ્વ છે; જે તે સમય પૂરતું તેને માટે તો સત્ય જ છે. છે ને આશ્ચર્ય? વધુ વિચારતાં એમ પણ કહી શકાય કે,ઉંઘમાં મગજ નામનો ડિરેક્ટર અવનવાં ચિત્રો, દૄશ્યો વગેરે ચલચિત્રોની જેમ બતાવે છે અને એક નવી દુનિયા ઊભી કરી તેમાં ખેંચી જાય છે.

જાગૃત અવસ્થામાં ખુલ્લી આંખે માણસ પોતે પોતાની મતિ-શક્તિ મુજબ વાર્તાઓ ઘડે છે, ફિલ્મો બનાવે છે, એક નવી દુનિયા ઊભી કરે છે, પાત્રો ગોઠવે છે, વગેરે વગેરે..તો બરાબર તે જ રીતે, સૂફીઓ કહે છે કે, ઈશ્વર મોટામાં મોટો દિગદર્શક છે,પાત્રો સર્જે છે, મિશ્રિત ભાવ અને રંગોની વાર્તાઓ ઘડે છે અને આ આખું વિશ્વ ઘડીને એ સતત દિગ્દર્શન કરતો જ રહે છે ને? તો પછી હવે સવાલ એ થાય છે કે, જગત સત્ય છે કે સ્વપ્ન છે?!! કે પછી પેલા રસિક દિગ્દર્શકનું એક સ્ટેજ છે જેનાં આપણે સૌ પાત્રો છીએ અને  માત્ર નાટક ભજવીએ છીએ?  એટલે હવે આમાંથી સવાલ એ ઊભો થયો કે જીવન સત્ય છે, સ્વપ્ન છે કે પછી નાટક છે?

બીજી રીતે જોઈએ તો, આ ત્રણે પોતપોતાની રીતે સાવ અલગ જ છે. કેટલીક બાબતમાં સમાન છે તો કેટલીક વળી અલગ પણ છે જ. પણ તે પાછો એક બીજો વિષય થયો જેની વાત અત્રે નથી કરવી.

અરે, આટલું વિચારતાંમાં તો દિમાગમાં પેલું ગીત જાગી ઊઠ્યુંઃ

 “ ज़िंदगी ख़्वाब है, ख़्वाबमें झूठ क्या, और भला सच है क्या…”

ક્યારેક ક્યાંક વાંચેલી બીજી એક વાત પણ યાદ આવી કે, એકવાર એક બાળકે પૂછ્યું,‘જીવન સ્વપ્ન છે કે સત્ય?’ સ્વામીજીનો જવાબ એ હતો કે,‘જીવન એક સ્વપ્ન છે પણ એ સ્વપ્ન સત્ય છે.’  આ દૃષ્ટિકોણ સમજણને અનોખા શુદ્ધિકરણનો વિરલ રંગ ચડાવે છે.

 તો  કોઈકે એમ પણ કહ્યું છે કે, “સાચું લાગતું આ જીવન હકીકતે તો લાંબુ ચાલી રહેલું એક સ્વપ્ન જ છે.”

 ખેર, સત્ય અને સ્વપ્નની આ વાતમાં એક બાબત તો સૌ કોઈને સમજાય છે કે,ક્યારેક એમ લાગે છે કે, આ જીંદગીની સફર સુહાની છે તો કદીક લાગે ફોગટ કહાની છે. હકીકતે શું છે?

સત્ય છે કે સ્વપ્ન? જીવન છે કે નાટક? કોનો કયો રોલ છે? શું આદિથી અંત સુધીના સંવાદોની જાણ છે?  હંમમમમ…ને તોયે સૌ આ નાટક ભજવે છે..

વિલિયમ શેક્સપીયરે પણ કહ્યું જ છે કે, Life is a stage and we are all actors playing our parts.

આજે આ સત્ય, સ્વપ્ન અને  બંનેના  મિશ્રણથી ચાલતા નાટક વિષયને અનુલક્ષીને મારી એક ગઝલ પ્રસ્તૂત છે.

તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું,
સંવાદો કોઈ જ યાદ નથી,
 ને તોય હું રોલ ભજવું છું.

નાયક છું, ખલનાયક છું, વક્તા છું ને શ્રોતા પણ છું,
તાળી સાંભળી
 ફુલાઈ મનમાં, દરિયા જેટલું હરખું છું.

અંધાર તેજની વચ્ચે વચ્ચે, ચાંદ સૂરજ ભમતા જાય,
દૄશ્યો,
 અંકો ફરતાં જાય, ને રોલ બદલાતાં મલકું છું.

વારાફરતી પાત્રો આવે, કોઈ ટકે, કોઈ વહી જાય છે,
ક્યાંથી
 શરૂ ને ક્યાં ખતમ, વિચારી મનને મૂંઝવું છું.

હસતાં, રડતાં, પડતાં, ઊઠતાં, મળેલ મંચને ગજવું છું.
પડદો પડતાં,
 વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.            

 —અસ્તુ.

(૨૮) वरं प्राणपरित्यागो मानभङ्गेन जीवनात्….

અપમાનિત થઈને જીવવા કરતાં પ્રાણનો ત્યાગ કરવો વધુ સારો. કારણ કે, જીવ જાય ત્યારે એક પળ માટે જ પીડા થાય; જ્યારે માનભંગ થાય તો રોજેરોજ દુઃખ થયા કરે.


મનુષ્ય માત્રને સ્વમાન વહાલું હોય છે. ગમે તેટલી સંપત્તિ અને વૈભવ હોય પણ દરેકને સ્વમાનપૂર્વક જ જીવવું ગમે છે. એમાં જ જીવનની સાર્થકતા અનુભવાય છે. ચાણક્યનીતિના આ સુભાષિતમાં ગૌરવભેર,સ્વમાન સાચવીને જીવન જીવવાનું મહત્ત્વ દર્શાવ્યું છે. એટલે કે,પોતે સ્વમાન જળવાય તે રીતે રહેવું અને બીજાંઓ સાથે માનપૂર્વક વર્તવું એ સંદેશો સમાજને મળે છે.


Varaam  praanparityaago  maanabhangen jeevanaat.

Praanatyaage  kshanam  Duhkham  maanbhange dine dine.

Varam =Better,  preferable. Praan = Soul, breathe of life

Parityaago = to leave forcebly, to die. Maanabhangen= Maana+bhangen=

Maan= respect, bhangen= lost, dishonored. Being dishonored.

 Jeevanaat =to be alive,  living.  Praaanatyaage =Praan+tyaage.

praan=soul, breath, tyaage=to give up. to die.

Kshanam= momentary.   Duhkham =suffering.  Dine dine = every day.

It is better to die rather than remain alive on being
insulted .  While in dying there is momentary suffering, on being
insulted one has to  suffer every day.

(૨૭) यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः….

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः॥       મનુસ્મૃતિ

यत्र=જ્યાં, नार्यस्तु =नार्यः+तु, नार्यः=નારીઓ, तु=હવે, पूज्यन्ते=પૂજા થાય છે.
रमन्ते=રમે છે, રહે છે. तत्र=ત્યાં देवताः=દેવતા,यत्रैतास्तु=यत्र+एताः+तु.
यत्र=જ્યાં एताः=એમની,નારીઓની, तु=ઉલ્ટું, હવે,  =નથી पूज्यन्ते= પૂજાતી.
सर्वास्तत्राफलाः सर्वाःतत्र+अफला= सर्वाः=તે સૌની, तत्र=ત્યાં,
अफलाः=નિષ્ફળ જાય છે, क्रियाः= કામ,વિધિ,પૂજા વગેરે.

જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે,ત્યાં દેવો નિવાસ કરે છે. તેનાથી ઉલ્ટું,જ્યાં સ્ત્રીઓ નથી પૂજાતી ત્યાં બધી પૂજા નિષ્ફળ જાય છે.

આ શ્લોક મનુસ્મૃતિના ત્રીજા અધ્યાયમાં આવે છે. તેમાં સ્ત્રીઓની મહત્તા,માન-સન્માન પર ભાર મૂકવામાં આવ્યો છે. તે સમયમાં સ્ત્રીની પૂજા કરવાનો મહિમા ગવાયો છે,એમ કહીને કે, જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં જ ભગવાનનો વાસ હોય છે. આના ઉપરથી ખ્યાલ આવે છે કે,તે સમયમાં સ્ત્રીનું વિશેષ સ્થાન હતું પછી કાળે કરીને ઓછું થતું ગયું અને હવેના સમયમાં સ્ત્રી-સ્વાતંત્ર્ય,સન્માન વગેરેની ઉગ્ર ચર્ચા-વિચારણાઓ ચાલ્યા કરે છે.

Yatra=The place, naryastu= naryaha:+tu

naryaha=ladies, women, tu=emphasis

Pujyante=worshipped, ramante=reside, Tatra=that place,

devataha=Gods, Yatraitastu=yatra+etaha+tu

Yatra=The place, etaha=these women, tu=emphasis

Na=not, pujyante=respected or worshipped,

Sarvastatraaphala=Sarvaha+tatra+aphalaa

Sarvaha=everything, tatra=that, aphalaa=fails, kriyḥa= work,worship,etc..

Where women are honored, Gods reside there, rejoice there. On the other hand, where they are not honored, everything becomes fruitless there.

(૨૬) नरस्याभरणं रूपं रूपस्याभरणं गुणः….

नरस्याभरणं=नरस्य+आभरणम्= नरस्य=મનુષ્યનું, आभरणं=આભૂષણ, रूपं= રૂપ रूपस्याभरणं=रूपस्य+आभरणम्= रूपस्य=રૂપનું +आभरणम्= આભૂષણ, गुणः=ગુણ
गुणस्याभरणं=गुणस्य+ आभरणम् गुणस्य=+ગુણોનું +आभरणम्=આભૂષણ ज्ञानं= જ્ઞાન
ज्ञानस्याभरणं=ज्ञानस्य+आभरणम्=ज्ञानस्य=જ્ઞાનનું+आभरणम्=આભૂષણ क्षमा=માફી

મનુષ્યનું સાચું ઘરેણું એનું રૂપ ( આંતરિક) છે. રૂપનું ઘરેણું ગુણો છે. ગુણનું ઘરેણું જ્ઞાન છે અને જ્ઞાનનું ઘરેણું ક્ષમાભાવ છે.


મનુષ્યના કેટલાક ગુણોને અહીં એકમેકથી ચડિયાતા વર્ણવ્યાં છે અને સૌથી સાચો ગુણ ક્ષમાભાવ દર્શાવ્યો છે. એમ કહેવાય છે કે, માણસ બધું જ કરી શકે છે. પણ જતું કરી શક્તો નથી. એટલે કે, કોઈના તરફ ક્ષમાભાવ દાખવી શક્તો નથી. હકીકતે તો રૂપ,ગુણ,જ્ઞાન વગેરે કરતાં ક્ષમાનો ગુણ સૌથી મોટો છે.

narasyaabharaNam rUpam, rupasyaabharaNam guNah
guNasyaabharaNam Gyaan, gyanasyaabharaNam kShamaa.

narasyaabharaNam=Narasya+aabhraNam
narasya=mankind aabharaNam=Ornament, rUpam=Beauty. rupasyaabharaNam=rupasya+aabharaNam=
rupasya=beauty’s
 aabharaNam=Ornament, guNah=virtues
guNasyaabharaNam=gunasya_aabharanam=
gunasy=virtue’s, aabharaNam=Ornament, Gyaanam=knowledge
gyanasyaabharaNam=Gyanasya+aabharaNam= Gyanasya=of knowledge,
aabharaNam=Ornament,  kShamaa=forgiveness.

Ornament of a man is beauty. Ornament of beauty is virtue. Ornament of virtue is knowledge and forgiveness is the ornament of knowledge.

(૨૫) अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मणरोचते…

अपि=પણ, स्वर्णमयी=સોનાની, लङ्का= લંકા, न=નથી, નહિ,

मे=મને,મારું, लक्ष्मण=લક્ષ્મણ નામ, रोचते=પસંદ આવવું

जननी=માતા जन्मभूमिश्च= जन्म+भूमि+=

जन्म=જન્મની भूमि=જગા,+= અને.

स्वर्गादपि= स्वर्गात्+अपि= स्वर्गात्=સ્વર્ગથી વધુ, अपि=પણ

गरीयसी=વધારે ગૌરવવાળી,ચડિયાતી

હે લક્ષ્મણ, સોનાની લંકા પણ મને પસંદ નથી. કારણ કે, માતા અને માતૃભૂમિ (જન્મભૂમિ) તો સ્વર્ગથી પણ વધુ ગૌરવવંતી છે.

 વાલ્મીકિ રામાયણના એક  ખૂબ જ જાણીતા થયેલા શ્લોકનો, આ પાછળનો અડધો ભાગ છે. વિકિપીડિયા મુજબ,આ નેપાળનું રાષ્ટ્રિય સૂત્ર સમુ વાક્ય છે. આમાં રામ લક્ષ્મણને ઉદ્દેશીને કહે છે કે, આખી લંકા ભલે સોનાની હોય પણ મને તેમાં જરાયે રુચિ નથી. કારણ કે, જન્મ આપનારી માતા અને જ્યાં જન્મ થયો છે તે ભૂમિ-બંને મને સ્વર્ગથી પણ વધુ વહાલી છે. એટલે કે, મા અને માતૃભૂમિનો મહિમા વર્ણવ્યો છે.

Api svarnamayi lankaa na me rochate

Janani Janmabhmishcha Swargdapi Gariyasi

Api= even though, svarnamayi= Full of gold,

Lankaa= a name of place, na=not,

Me= to me, rochate= interest,likable

Janani= mother, Janmabhmishcha=Janm+bhUmi+ch

Janma=birth,bhUmi=place,earth,ch= and

 Swargdapi=svargat+ api=more than heaven

Gariyasi=  much better, superior

Lakshmana, even this golden Lanka does not appeal to me. Mother and motherland are superior even to heaven.”

(૨૪) उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये।

उपदेशो=શીખામણ, हि=તો

मूर्खाणां= મૂર્ખ,અજ્ઞાની, નાસમજ લોકો

प्रकोपाय= ગુસ્સો વધારનારા

 न=નથી, शान्तये= શાંત કરનારા
पयः=દૂધ,पानं=પીવું તે

भुजंगानां= સાપને માટે,

केवल=ફક્ત, विष+वर्धनम्- ઝેર વધારનારું

મૂર્ખ માણસોને આપેલો ઉપદેશ તેમને શાંત કરવાને બદલે ક્રોધ વધારનારો નીવડે છે.

જે રીતે સાપને દૂધ પીવડાવો પણ એ તો ઝેર જ ઓકે છે.

સાપના ઉદાહરણ સાથે આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે કે, મૂર્ખ લોકોને ઉપદેશ આપવાથી ઊંધી અસર થાય છે. જેમ કે, સાપને દૂધ પીવડાવીએ પણ તેની પ્રકૃતિ તો કરડવાની  કે ઝેર કાઢવાની જ છે તે કદી બદલાતી નથી. એટલે કે શીખામણ જે યોગ્ય વ્યક્તિ હોય કે જેને એની જરૂર જણાતી હોય તેને જ આપવી. અહીં એમ પણ કહી શકાય કે દાન પણ સુપાત્રને જ આપવું. જેથી સાર્થક થાય. ગમે તેને આપવાનો અર્થ નથી.

Upadesho hi muurkhaanam prakopaay na shaantaye.
Payahpaanam bhujanganaam kevalam vishavardhanam.

Upadesho= advices, good meseeges,

 hi= surely, murkhaaNam= foolish people
prakopaay= to make them angry,
na= not, shaantaye= for peace..
Payah+paanam= payah= milk paan= drink

bhujanganaam=snakes,

kevalam= only.

vishavardhanam= vish+vardhanam

vish=poison, vardhanam= adding

Good advises are not making  foolish people calm but they become angrier. The way you give milk for drinking to snakes but they will only get poison out of it.

******************************************************************************************

(૨૩)प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः…


प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः ।
विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारब्धमुत्तमजना न परित्यजन्ति ॥


સામાન્ય જનો વિઘ્નના ભયથી શરૂઆત જ કરતા નથી. બીજા મધ્યમ કક્ષાના લોકો શરૂ કરે છે પણ વિઘ્ન આવતાં હતાશ થઈ અટકી જાય છે. પણ જે ઉત્તમ છે તે માણસો વિઘ્નો આવે છતાં ફરી ફરી તેનો સામનો કરે છે, પણ નસીબ પર છોડી દેતા નથી.

આ શ્લોકમાં ત્રણ પ્રકારના લોકોની મનોસ્થિતિ વર્ણવી છે કે જે કામ પૂર્ણ કરવામાં શું કરતાં હોય છે. કેટલાક શરૂ જ નથી કરતા. કેટલાક માણસો શરૂ કરી અધૂરું છોડી દે છે. જ્યારે જે દ્રઢનિશ્ચયી છે તેવી વ્યક્તિઓ વિઘ્નો સામે ટક્કર ઝીલીને પણ કાર્ય સંપૂર્ણ કરે છે.

praarabhyate na khalu vighnabhayen neechaihi
praarabhy vighnavihata viramanti madhyaha
vighnai: punah punarapi pratihanyamaanaahaa
praarabdhamuttamjanaa na parityajanti.

Praabhyate= to begin, no=not, khalu= truly vighnabhayena=vighna+bhayen=
vighna= difficulty, bhayena= fear of difficulties
nichaihi= lowly people
praarabhya= to begin, vighnavihata=vighna+vihata
vighna= obstacle,  vihata= disappointed by difficulties
viramanti= to stop, to halt madhyaaha= middle, mediocre,
 
vighnaihi:= obstacle, difficulty, punah= again.
punarapi+punaha+ api ,
punaha= againa, api= even if
prati+hanymaaha= to challenge, prarabdhamuttamjanahaa= praarabdham+uttam+janaha
prarabdham=luck, uttam=The best, Janaha= people,
na=not parityajanti= to abandon.

Persons of low caliber do not undertake tasks at all due to fear of difficulties. Mediocre persons forsake undertaken tasks, when subdued by difficulties. However, persons of high caliber, even if troubled and challenged by difficulties again and again, do not abandon the task once undertaken.

(૨૨) जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यम्…

जाड्यं धियो हरति सिञ्चति वाचि सत्यम्, मानोन्नतिं दिशति पापमपाकरोति ।
चेतः प्रसादयति दिक्षु तनोति कीर्तिं,सत्संगतिः कथय किं न करोति पुंसाम् ।

સત્સંગ બુદ્ધિની જડતાને હરી લે છે,વાણીમાં સત્ય સીંચે છે,સન્માન વધારે છે,પાપોને દૂર કરે છે. ચિત્તને પ્રસન્ન કરે છે અને દશે દિશાઓમાં કીર્તિ ફેલાવે છે. કહો,સત્સંગતિ માનવી માટે શું નથી કરતી?

સારી સોબત રાખવાથી કેટલું સારું થાય છે તે અહીં ભારપૂર્વક વિસ્તારથી સમજાવ્યું છે. માણસ ઘણી રીતે બદલાઈ જાય છે,સુધરી જાય છે અને વિકાસ પામે છે. તેથી જ કહેવામાં આવે છે ને કે,ક્યાં રહો છો તેના કરતાં કોના સંગમાં રહો છો તે અગત્યનું છે. વિચાર, વાણી અને આચારમાં સારો બદલાવ આવવાથી સન્માન વધે છે,પાપો દૂર થાય છે અને સર્વત્ર યશ મળે છે. તેથી સારો સંગ કરવો તેનો મહિમા અહીં દર્શાવ્યો છે.

Jaadyam dhiyo harati, sinchati vaachi satyam,
maanonnatim dishati paapamapakaroti
chetah prasaadayati dikshuh tanoti keertih
satsangatih kathay kim na karoti punsaam

Jadyam= dullness, inactivity, dhiyo= understanding, mind

harati= to take away, sinchati= to sprinkle, to infuse

vaachi=in language, satyam= truth , maanonnatim=maan+Unnati.

Maan=respect, Unnati=elevation, rise, dishati=to bestow upon, paapamapaakaroti=paapam+apaa=karoti

paap= sin, vicious, apaa=to remove, karoti=doing=removing

chetas= mind, prasaadayati=to calm down, to compose

dikshu=direction ,tanoti= spreading, kirti= fame, glory, reputation

satsangati= virtuous person’s company kathay= tell me,

kim=what,na- not , karoti= doing, punsaam=to human being.

–Devika Dhruva