7 ઓગસ્ટ
!… ભારતનો હાથ કોઈ થામો રે…!
!… ભારતનો હાથ કોઈ થામો રે…!
વસ્તીના રાક્ષસને કોઈ ડામો રે
ભારતનો હાથ કોઈ થામો રે
મોઘવારીએ લીધા લોકોને ભરડામાં
વળી ગયા વાંકા પ્રજાના બરડાઓ
જુઓ પ્રજાના ચહેરાઓ
તમારા કાન થશે બહેરા રે
ખોટા ચૂટણી ઢંઢરાઓ ન આપો રે
પાપના પોટલાઓ ન બાંધો રે
બાળકો રાચે છે સપનામાં રે
પુરી કરો એકાદ કલ્પના રે
સરકારને છે કોઈ દરકાર રે
વહીવટમાં છે બેદરકાર રે
ગરીબી – બેકારીના થયા ઢગલાઓ
ક્યારે જાગશે આ ઠગલાઓ
કિશોર કહે લો હવે પગલાઓ
ન પડાવો પ્રજામાં ભાગલાઓ
+++++++++++++++++++++++++++++++++++++
( ચિત્ર લેવા બદલ ગુગલ અને નેટ જગતનો આભાર )
ડો. કિશોરભાઈ એમ.પટેલ
શ્રીમતી આઈ. એન. ટેકરાવાળા ઉ. મા. શાળા,
રાંદેરરોડ, સુરત







Mahesana Time