ગુરુવંદના….!!!
દોસ્તો વિજ્ઞાન ના આ સમંદર માં ડૂબકી મારતા પહેલા મારે આ સમંદર ની રચના વિષે થોડી વાત કરવી છે. આ સમંદર ની રચના માટે મારા હૃદય પર થયેલી બે ઉલ્કાઓ ની અથડામણ જવાબદાર છે.
એ ઉલ્કાઓ વિષે થોડી વાત કરીએ।……!!!
પહેલો ઉલ્કાપાત
થોડા દિવસો પેહલા મને એક વીડિઓ સ્પીચ હાથ લાગી. “વિજ્ઞાન ના JAY” વિષેની એ સ્પીચ ની એવી Kick લાગી કે દિવસ રાત ની ઊંઘ હરામ થઇ ગઈ. હા એ સ્પીચ હતી મારા ગુરુ (ગોવિંદ), ગાઈડ, શ્રી જય વસાવડા સર ની. એ દ્રોણાચાર્ય નો આ એકલવ્ય માત્ર શિષ્ય જ નહી પણ ભક્ત છે. આમ તો એ સતત આપણને એમના લેખ અને વાણી દ્વારા ‘વિજ્ઞાન ના Jay’ થકી “JAY મેળવવાનું વિજ્ઞાન” આપણને શીખવતા જ રહ્યા છે. ઉપરાંત બ્લોગ ની દુનિયા માં બ્લોગબસ્ટર હિટ્સ ધરાવતા planetjv જેવા બ્લોગ દ્વારા અમારા જેવા કેટલાય નવા નિશાળીયાઓ ના હૃદય પર એમના વિચારો ની ઉલ્કાપાત થકી કેટલાય નવા સમંદર ની રચના માટેની પ્રેરણા અને પાવર નું પાવર હાઉસ પણ છે.
ગુરુવંદના માટે હું અહી આપણો પૌરાણિક શ્લોક “ગુરુર બ્રહ્મા। ..” એ ટાંકતો નથી કેમ કે એ એમના માટે પુરતો નથી, અને એની ઉપરનું કઈં મને સૂઝતું નથી.
JAY SIR, આપની આજ્ઞા વીના આપના નામ નો ઉલ્લેખ કરવા માટે હું માફી માગું છું. પણ ઉપરોક્ત નિખાલસ કબુલાત કરીને આપનો ઠપકો સંભાળવા માટે તૈયાર છું.
બીજું કે વિજ્ઞાન ને લગતા આ બ્લોગ ના નામ બાબતે ઘણી મથામણ કરી પણ કઈજ જામતું નહોતું. પછી એ જ ગુરુ ને યાદ કરતાં જ પ્રેરણા મળી કે, જેણે આ બ્લોગ શરુ કરવા માટેનો સ્પાર્ક પેદા કર્યો છે, અને જેણે આ વિજ્ઞાન શીખ્યવ્યું છે, એનું જ નામ આ બ્લોગ સાથે જોડીને એ ગુરુની વંદના કરવી. માટે JAYVIGYAN નામ નો આ બ્લોગ JAYSIR ના ચરણોમાં સમર્પિત કરું છું.
બીજું કે આ એક યોગાનુયોગ જ છે. કે આ ગુરુવંદના કરવાના આ અવસર ની શરૂઆત આજે શિક્ષક દિન ના દિવસે જ થઇ રહી છે.
આમાં કોઈજ પ્રિપ્લાનીંગ કે કોઈજ આગોતરું આયોજન પાછલા ત્રણ ચાર દિવસ પહેલા પણ હતુજ નહી. આની પહેલા આ બંદા ને લેખન નો કોઈજ અનુભવ નથી.
અને અચાનક જ Sir ની વીડીઓ જોયા પછી મગજ માં વિચાર આવવો, એના અમલ માટે સમય નીકળવો ને લખવા માટે અચાનક જ પેન ચાલવી એ એમના અને બીજા ગુરુઓ ના છુપા આશિર્વાદ વગર શક્ય જ નથી.
બીજો ઉલ્કાપાત
બીજા ઉલ્કાપાત ની પૂર્વભૂમિકા એકાદ વરસ પેહલાં મારા ઈજીપ્ત ( કેરો ) સ્થિત લંગોટીયા દોસ્ત, ફીલોસોફર અને ગાઇડ ‘MURTAZA PATEL’ ની બાત અને પૂંઠ માં મારેલી લાત દ્વારા થઇ છે. એની બાત અને લાત બેઉ મને હંમેશા કોલેજકાળ થી જ ફળ્યા છે અને ઇધર ઉધર ફંટાતી મારા જીવન ની નાવ રાઇટ ટ્રેક પર આવી છે. એનું મોટીવેશન ના હોત તો આ મારી પંદર વર્ષ ની માર્કેટીંગ ની કેરીયર કંઈપણ સમાજ ઉપયોગી કે ક્રિએટીવ કામ કર્યા વીના ખાધું પીધું અને રાજ કર્યું, માં જ પૂરી થઇ જાત. મારા જેવા કેટલાયે દીવાઓ માં તેલ પુરીને એણે ટમટમતા રાખ્યા છે.
મુર્તઝા તું પણ આ નીખાલસ કબુલાત પરમીશન વીના કરવા માટે માફ કરજે ભાઈ.
આ બ્લોગ નો હેતુ
મારા નાના બાળમિત્રો, વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન ના પ્રેમીઓ માટે શરુ થયેલો જ્ઞાન સાથે ગમ્મત આપતો આ બ્લોગ કોઈપણ પ્રકારના બોરીંગ લેકચર, અટપટી થીયરીઓ કે જટીલ લખાણો વીના માત્ર પ્રેકટીકલ વૈજ્ઞાનીક પ્રોજેક્ટ, વિજ્ઞાન ની રમતો, ઘરે બનાવી શકાય તેવા વૈજ્ઞાનીક રમકડા ઓ અને તે કેમ બનાવવા, એની પાછળના સિદ્ધાંતો ની ગ્રાફિક્સ અને આકૃતિઓ દ્વારા સરળ રીતે સમજાવી ને આપના જ્ઞાન માં વધારો કરવા નો એક પ્રયાસ છે.
આ ઉપરાંત ફ્યુચર સાયન્સ, નવી શોધો, નવી આવનારી ટેકનોલોજી થી પણ આપ ને માહિતગાર કરશે.
વિજ્ઞાન ના આ સમંદર માં ડૂબકી લગાવવા માટે હું તમામ વિજ્ઞાન પ્રેમીઓ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો ને ભાવભર્યું આમંત્રણ આપુ છું અને આશા રાખું છું કે વિજ્ઞાન ની આ મજેદાર સફર આપ સૌના સહકાર અને આશિર્વાદ થી સતત ચાલતી રહે અને નવી ક્ષિતિજો નું ખેડાણ કરવા માટે સૌને ઉપયોગી બની રહે તેવી આશા……
