‘અમારા’ જીવન ના કેટલા બધા તબક્કાઓ છે-દીકરી..સખી..પ્રિયતમા..પત્ની..બહેન..પણ આ બધા માં સૌથી પ્રથમ અને વ્હાલું સ્વરૂપ એટલે..’દીકરી’.
આજે ‘Daughters Day’ છે,પણ આપણા માતાપિતા માટે દૂર રહેતી દીકરી એટલે રોજ-રોજ ‘Daughters Day’ જ હોય છે ને? :)કારણ કે, ઘણા લોકો આજે એના નાનપણ ની યાદો તાજી કરશે,ગીફ્ટ આપશે,વગેરે. જયારે પોતાનાથી દૂર રહેતી દીકરી ના વાલીઓ માટે તો આ જીવનશૈલી નો એક ભાગ જ છે. દીકરીનો ફોટો જોઇને છાનામાના રડવાથી માંડીને પત્નીને ‘હવે તારા હાથની દાળ ભાવતી જ નથી’માં પિતાની તો.. ફોન પર ‘એકલી ના ફર્યા કરીશ’, ‘બરાબર જમે છે ને?’, ‘કેમ ઢીલું ઢીલું બોલે છે?’ માં માની લાગણી તગતગે છે.
મારી વાત કરું તો, ઉફ્ફ!!! 😉 કાંટાળા મેદાનમાં પોતાના સ્લીપર બીજાને પહેરાવીને થતી રખડપટ્ટી દરમ્યાન,બાવળની શીંગો લેવા વાડામાં ગાય સાથે ફસાઈ જતા દરમ્યાન,ગાયની હડફેટે ચડવાની એકાદ ક્ષણ જ દૂર હોય એ દરમ્યાન, ભયાનક ભૂકંપ દરમ્યાન, ડાન્સમાં ઝીદ કરીને રહ્યા બાદ ‘રીઅલ ડ્રેસ’ માટે બધા દૂધવાળા ને ત્યાં ‘સિલેકશન’ દરમ્યાન, અને લગ્ન સમયે..ઓફીસથી આવ્યા બાદ રોજ-રોજ થતી ૧૫-૧૫ કલાક ની ‘શોપિંગ’ દરમ્યાન..પપ્પા ..હવે હું કેમ અને કયા શબ્દોમાં કહું? 😦
અને વ્હાલી મમ્મું, ગણિતના પેપરમાં બચાવનાર,પરીક્ષામાં જોડે જોડે જાગનાર (એ ના જાગે તો હું ય ઊંઘી જતી 😉 ) આજદિન સુધી કેરટેકર+મિત્ર બનવા માટે તમને ય કઈ કહેવાની ક્ષમતા જ નથી મારા માં..;(
બસ, મારી જેમ જ પ્રત્યેક માં-બાપ માટે ભૂતકાળની મીઠી યાદો, વર્તમાનના વાત્સલ્યના ધોધ સમાન અને ભવિષ્યના સ્વપ્નોની આશા એટલે દીકરી..પપ્પાના ઓફિસનો થાક અને મમ્મીના પગના દુખાવાનો સુખરૂપી નીચોડ એટલે દીકરી. એ તો એક પુત્રી બની ને જ આવી હોય છે..પણ તમારા પ્રેમ થકી જ એ ‘દીકરી’ બને છે.


