માતા થી બાળક ને અલગ ન કરી દેવાય એમ અભણ માણસ પણ સમજે છે ,પરંતુ માતૃભાષા થી બાળક ને દુર ન કરી દેવાય એમ ભણેલાઓ પણ સમજતા નથી .
એક યુવાન દેડકો કુવામાંથી બહાર આવવા માટે કૂદકો લગાવી રહ્યો હતો.
આ જોઇને બીજા કેટલાક ઘરડા દેડકાઓ બુમો પાડવા લાગ્યા “નહિ થાય”, “નહિ થાય”.
આવું કેટલીક વખત બન્યું, છતાં પણ યુવાન દેડકાએ પ્રયત્ન ચાલુ રાખ્યો અને છેવટે તેને સફળતા મળી ગયી કારણ કે તે દેડકો બહેરો હતો.
આવું ઘણી વખત આપણી સાથે પણ થાય છે અને આપણે બીજાના મંતવ્યો સાંભળીને આપણા પ્રયત્નો બંધ કરી દઈએ છીએ, શું આપણે એવું કરવું જોઈએ??
એના માટે બહેરા હોવું જરૂરી નથી પણ એ જ વિશ્વાસ સાથે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ….!
આઠ દસ વરસના દીકરાની મા મરી જાય છે!! ગામમાં કોઇએ પૂછ્યું કે,
“દીકરા ! તારી આ નવી મા અને મૃત્યુ પામેલી માં વચ્ચે શું તફાવત લાગ્યો?”
ત્યારે આ ગામડાનો દીકરો જવાબ દીધો કે “મારી જે સગી મા હતી એ જુઠાબોલી હતી અને આ નવી મા સાચાબોલી છે”
આ સાંભળી ગામલોકો આશ્ચર્યચકિત થઇને પૂછે છે કે “કેમ બેટા? જેની કૂખે તૂં જનમ્યો છે એને તૂં જુઠાબોલી કહે છે? અને જે કાલે આવી છે એને સાચાબોલી? કારણ?”
ગામડાનો આ ભોળો દીકરો જવાબ દે છે કે,”જયારે હુ મસ્તી કરતો ત્યારે મારી માં મને કે’તી હતી કે,દીકરા જો તૂં આમ મસ્તી કરીશ તો તને જમવાનું નહીં દઉં! છતાં ય હું તોફાન કરતો અને એ જ મા વાળાટાણું થાતાં,રોઢાટાણું થાતાં,આંખ્યે નેજવું કરી, મને ગામમાંથી ગોતી લાવી, પરાણે મોંમાં કોળિયા દઇ ખવરાવતી!
આ નવી મા કહે છે કે તોફાન કરીશ તો ખાવાનું નહીં દઉં! અને હું તોફાન કરું તો ખરેખર ! મને ત્રણ દિ’ સુધી જમવાનું નથી દેતી !”;-(;-(
કોઈ પણ સ્મિત વગર નું મુખ જુઓ તો તેને તમારા સ્મિત માથી એક સ્મિત આપી દો 🙂
ક્વોટ
—
Posted: એપ્રિલ 28, 2014 in મારી નજરે
ટૅગ્સ:મારી નજરે
एक छोटा बच्चा रात में,
plz भगवान् आप मुझे एक साइकिल दे दो
मेरे सारे फ्रेंड्स के पास साइकिल है
और वह सो गया
अगले दिन वह उठा तो उसे साइकिल नही मिली
उसे गुस्सा आ गया !!
तब उसने गणेशजी की छोटी मूर्ति उठाई
और शंकर भगवान् से बोला अगर बच्चा चाहिए
तो शाम को 4 बजे साइकिल लेकर मंदिर के पीछे आ जाना !
यहाँ सब कुछ बिकता है , दोस्तों रहना जरा संभाल के !!!
बेचने वाले हवा भी बेच देते है , गुब्बारों में डाल के !!!
सच बिकता है , झूट बिकता है, बिकती है हर कहानी !!!
तीन लोक में फेला है , फिर भी बिकता है बोतल में पानी!!!
कभी फूलों की तरह मत जीना,
जिस दिन खिलोगे… टूट कर बिखर्र जाओगे ।
जीना है तो पत्थर की तरह जियो;
जिस दिन तराशे गए… “खुदा” बन जाओगे ।।
–हरिवंशराय बच्चन
एक दिन एक गरीब को दस रुपये मिले, वो सारा दिन सोचने लगा की इस से क्या ख़रीदा जाए…??
सारा दिन सोचने में गुज़र गया, उस ने शाम को वो दस रुपये फैंक दिये और कहने लगा-
ऐ मालिक…
दस रुपये की खातिर मैंने तुझको सारा दिन भुला दिया, लेकिन जिन के पास लाखों करोडों रुपये जमा हैं वो कैसे तुझ को याद करते होंगे…??
-अज्ञात
વિજેતાઓ કોઇ જુદુ કામ નથી કરતા, એ કામને જુદી રીતે કરે છે.
Posted: એપ્રિલ 26, 2014 in ટૂંકી વાર્તાટૅગ્સ:વાર્તા
એક જાહેર રસ્તા પર એક અંધ માણસ મદદ માંગવા માટે બેઠો હતો. આ રસ્તા પરથી અનેક લોકો પસાર થતા હતા આથી એ માણસને વધુ મદદ મળશે એવી અપેક્ષા હતી. એક સામાન્ય પાથરણું પાથરીને બાજુમાં એક ખાલી વાસણ રાખેલુ જેથી લોકો મદદ માટેની રકમ એ વાસણમાં મુકી શકે. મદદ માટે એમણે એક બોર્ડ લખીને બાજુમાં મુકેલુ. બોર્ડમાં લખ્યુ હતુ ” હું અંધ છું. મને મદદ કરો. ”
સવારથી સાંજ પડવા આવી પણ એમના વાસણમાં માંડ માંડ થોડા લોકોએ મદદ માટે રકમ નાંખી હતી. એક માણસે ત્યાં આવીને બોર્ડ વાંચ્યુ. એણે અંધ માણસને કહ્યુ , ” ભાઇ બોર્ડમાં તે લખેલું લખાણ બરાબર નથી તારી મંજૂરી હોય તો હું એ સુધારી આપુ ? ” અંધ માણસે આ માટે અનુમતિ આપતા જ પેલા સજ્જને બોર્ડનું લખાણ બદલાવીને એ બોર્ડ ફરીથી એ જગ્યા પર મુકી દીધુ અને થોડી રકમ વાસણમાં મુકીને જતા રહ્યા.
પોતે લખેલા લખાણની કેવી અસર છે એ જોવા માટે થોડા સમય પછી પેલા સજ્જન પાછા આવ્યા. સવારથી જે વાસણમાં માત્ર થોડી રકમ ભેગી થયેલી એ વાસણ આખે આખુ ભરાઇ ગયુ હતુ. અંધ માણસ પણ બોર્ડ બદલાવનાર સજ્જનના પગનો અવાજ ઓળખી ગયો.
એમણે પેલા સજ્જનને પુછ્યુ , ” તમે એવું તે શું લખાણ લખ્યુ કે લોકો આટલી બધી મદદ કરવા લાગ્યા ? ”
બોર્ડ બદલનાર સજ્જને કહ્યુ , ” ભાઇ , મેં તો જે સત્ય હતુ તે જ કહ્યુ છે. બોર્ડમાં તે જે લખેલુ હતુ મેં પણ એ જ લખેલુ હતુ બસ જરા લખવાની રીત બદલી હતી. મેં તારા લખાણને છેકીને ત્યાં નવુ લખાણ લખ્યુ ‘ આજે કેટલો સરસ દિવસ છે પણ હું આપની જેમ એ જોઇ શકતો નથી.’ તારા અને મારા લખાણની અસરો બદલાઇ ગઇ ”
મિત્રો , વાત એક જ હોય પણ જો કહેવાની રીત બદલાઇ તો એનો અર્થ પણ બદલાઇ જાય અને અસર પણ બદલાઇ જાય ! શિવખેરા કહે છે , ” વિજેતાઓ કોઇ જુદુ કામ નથી કરતા, એ કામને જુદી રીતે કરે છે. “
શરીર મારું પીઠી તમારા નામ ની….
હથેળી મારી મહેંદી તમારા નામ ની….
માથું મારું ઓઢણી તમારા નામ ની….
માંગ મારી સિંધુર તમારા નામ નું….
કપાળ મારું ચાંલ્લો તમારા નામ નો….
નાક મારું ચૂંક તમારા નામ ની….
ગળું મારું મંગલસુત્ર તમારા નામ નું…..
હાથ મારો બંગડીઓ તમારા નામ ની….
પગ મારા પાયલ તમારા નામ ની….
આંગળી મારી વીંટી તમારા નામ ની….
મોટા ને પગે હું લાગુ અને “સદા-સુહાગન” નાં આશીર્વાદ તમારા નામ નાં…
બીજું તો બીજું કડવા ચોથ ની વ્રત પણ તમારા નામ નું….
કોખ મારી,લોહી મારું,દૂધ મારું,અને છોકરાઓ તમારા નામ નાં….
ઘર હું સંભાળું અને દરવાજા ની “નેમ-પ્લેટ” તમારા નામ ની….
મારા નામ ની સામે લખેલું ગોત્ર પણ મારું નહિ તમારા નામ નું….
બધું જ તમારા નામ નું છે,મારી પાસે.
આખર તમારા પાસે શું છે…
મારા નામ નું શું….?
મારા નામ નું શું….?
ચિત્ર
—
Posted: એપ્રિલ 25, 2014 in મારી નજરે
ટૅગ્સ:દીકરી વ્હાલનો દરિયો
