આપવાથી આનન્દ મળે છે; મેળવવાથી નહીં…
જુલાઇ 18, 2023‘વૅનકુવર(કૅનેડા)ની યુનીવર્સીટી ઑફ બ્રીટીશ કોલમ્બીયામાં એલીઝાબેથ દુન દ્વારા એક સંશોધન હાથ ધરાયું. તેમાં એવું જાણવા મળ્યું કે પોતાને માટે પૈસા ખર્ચવાને બદલે, બીજાઓ માટે ધન વાપરવાથી વધુ આનન્દ મળે છે. સાચો આનન્દ આપવામાં આવે છે; મેળવવામાં નહીં. એ નીષ્કર્ષ પશ્ચીમના સંશોધનોમાંથી અને ભારતના ધર્મશાસ્ત્રોમાંથી નીરન્તર પ્રાપ્ત થતો રહ્યો છે. સમાજની રીતીનીતીઓનું ધારદાર અવલોકન કરવાથી જણાઈ આવશે કે, સાધારણ આર્થીક સ્થીતી ધરાવતા માણસો પણ વાર–તહેવારે નાનીમોટી રકમનું દાન આપ્યા કરે છે. બીજાને આપનારાઓ પુણ્ય કમાવા માટે નહીં; નીજાનન્દ માટે ચૅરીટી કરે એ નીષ્કર્ષ પણ ધ્યાનમાં લેવો ઘટે.’
View original post 1,393 more words
રાવજીભાઈ
જુલાઇ 12, 2023“હું ભર ઉનાળે ચંપલ વગર સ્કુલે જતો. દાદા–દાદીની પાસે કેટલી અપેક્ષા રાખવી? એક વખત તો ચકડોળ ગ્રાઉન્ડમાં રામકથા ચાલતી હતી ત્યાં ગયો. ચંપલ જોઈને જીવ લલચાયો અને કોઈના ચંપલ ઉઠાવીને દોડતો ઘરે આવતો રહ્યો. મારા મોટાભાઈએ મને પોતાનો એક ઘસાઈ ગયેલો લેંઘો આપ્યો. એવો લેંઘો પહેરીને હું સ્કુલે જતો હતો.”
View original post 2,249 more words
રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ
જૂન 30, 2023રાજકારણનો વીવેકબુદ્ધીપુત સીદ્ધાંત શું હોઈ શકે? રાજકીય, આર્થીક અને ધાર્મીક ક્ષેત્રે સામુહીક રીતે રૅશનાલીઝમને પ્રતીષ્ઠીત કરવામાં આવે તો? રૅશનાલીઝમ એ કોઈ વાદ યા વીચારસરણી નથી; એ તો એક આદર્શ જીવનપદ્ધતી છે.
View original post 1,037 more words
વલી વિરહ પર્વ
જૂન 25, 2023
સ્વ. વલીભાઈની યાદમાં આજથી આ પર્વ શરૂ થાય છે. એમની યાદનાં સંસ્મરણો અહીં પ્રસિદ્ધ કરવામાં આવશે. સૌ કુટુંબીજનો, સ્નેહીઓ, મિત્રો, એમની સાહિત્યયાત્રાના ચાહકોને વિનંતી છે કે, પોતાની યાદો અમને લખીને મોકલે.
સંપર્ક – સુરેશ જાની
email – surpad2017@gmail.com
WhatsApp – +1 682 438 4147
આ યજ્ઞના પહેલા ચરણમાં એવા જ વ્હાલા બ્લોગર મિત્ર સ્વ. પી.કે. દાવડાએ લખેલ એમનો પરિચય આ સાથે પ્રસ્તુત છે –
———————————-
વલીભાઈનો જન્મ ૧૯૪૧ માં આવેલા બનાસકાંઠા જીલ્લાના કાણોદર ગામમાં થયો હતો. કાણોદર એ સમયમાં ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગળ પડતું હતું. વલીભાઈના પિતા પણ ટેક્ષટાઈલના ધંધામાં હતા. વલીભાઈના માતા-પિતા અભણ હતા, પણ એમણે પોતાના બધા બાળકોને સારૂં શિક્ષણ અપાવ્યું. આજે એમના પરિવારના બધા સભ્યો અલગ અલગ વિષયોમાં પારંગત છે, જેમાં એંજીનીઅરીંગ અને મેડિકલ નો પણ સમાવેશ થઈ જાય છે.
વલીભાઇ શાળામાં હતા ત્યારે તેમના અભ્યાસક્રમના એક પાઠમાં William Tell ની વાર્તા હતી, તેથી વલીભાઈના મિત્રોએ તેમનું હુલામણું નામ વિલિયમ પાડી દીધું. આજે પણ એમના કેટલાક મિત્રો એમને…
View original post 463 more words
વાસ્તુ–ફેંગશુઈ–શાસ્ત્રીઓ
જૂન 17, 2023સમાજમાં જ્યોતીષશાસ્ત્ર અને વીંટીમાં રંગીન પથરા પહેરવાના તુત જેવું સાચા વાસ્તુશાસ્ત્રના હાર્દ સાથે સમ્બન્ધ નહીં ધરાવતું વાસ્તુશાસ્ત્રના નામે, નવું તુત ઉભું થયું છે. જેમ ખગોળના નામે જ્યોતીષશાસ્ત્રનું તુત ઉભું થયું છે.
– ડો. જે. જે. રાવલ, આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્રી નહેરુ પ્લેનેટોરીયમ, મુમ્બઈના ડીરેક્ટર
View original post 1,908 more words
Posted by mhthaker