Posted in ડો. આઇ.કે.વીજળીવાળ

ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે!

‘હવે શું થશે?’ આ એક જ પ્રશ્ન બધાના મનમાં ઘુમરાતો હતો. દરેકના કાનમાં વગર બોલ્યે પણ આ સવાલ પડઘાતો હતો. અનિશ્ચતતાના ઓછાયા નીચે પસાર થતો સમય આફતના કાળ કરતાં પણ દુષ્કર હોય છે. થાકીને લોથ થઇ ગયેલાં ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાં જ આડો હિમાલય જેવો પર્વત ઊભો થઇ જાય તેવો જ કંઇક પ્રસંગ અમારા ઘરમાં બન્યો હતો. હવે શું થશે? – એ પ્રશ્ન સિવાય ઘરમાં જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું. ઘરનાં એક ખુણેથી બીજા ખૂણે આ સવાલ જાણે ચલકચલાણું રમીને પોતાની હાજરીની સતત પ્રતીતિ કરાવતો હતો.
વાત એમ બની હતી કે મને મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયાનો કાગળ આવ્યો હતો ! આમ તો આવો કાગળ મળવો એ એક અતિ આનંદની ઘટના જ કહેવાય. એક ગરીબ છાપાવાળાની ઝૂંપડીમાં મોટા થયેલા અને દારુણ ગરીબીમાં ઉછરેલાં વિધાર્થીને મહેનત અને મેરીટથી જ મેડીકલ કોલેજમાં એડમિશન મળે એ ખરેખર ગૌરવ લેવા જેવી બીના હતી. અમારા ઘરમાં પણ ઘડીક આનંદની લહેરખી ફેલાઇ ગઇ હતી. પણ મજુરને કોઇ મર્સિડિઝ ભેટમાં આપે પછી બીજી ક્ષણે જ પેટ્રોલ કેમ પુરાવવું એ પણ એક પ્રશ્ન હોય તેવી જ દશા અમારા સૌની થયેલી.
એડમિશનના લેટરમાં સૌથી પહેલા પાને જ લખેલું હતું કે, ‘7 જુલાઇ 1978ના રોજ બી.જે.મેડીકલ કોલેજમાં સવારે 11.00 કલાકે હાજર રહેવું.સાથે રૂપિયા 268/- અંકે રૂપિયા બસો ને અડસઠ ટર્મફીસના એ જ દિવસે ભરવા પડશે.’ અને આ બીજા વાક્યથી જ અમને તકલીફ થઇ રહી હતી. અતિ ગરીબાઇના એ દિવસો હતા. બાપુ છાંપા વેચીને ગુજરાન ચલાવે. હાંડલામાં કંઇ પણ પડ્યાં ભેગું જ સાફ કરી નાખતાં અમે ઘેરોએક માણસ. ઘરમાં કાયમ અછતના ઓળાઓ જ આંટાફેરા કરતા હોય. બે પૈસાની બચત હોય એવું એવું તો ક્યારેય સપનું પણ ના આવે. આખર તારીખે તાવડી ટેકો લઇ જાય તેવા દિવસો હોય તેમાં બસો ને અડસઠ રૂપિયા કાઢવા ક્યાંથી ? કેટલાય ઉછીના-પાછીના થાય ત્યારે તો મહિનો પૂરો થાય. તેમાં આટલી મોટી રકમતો સાવ અણધારી જ હતી. એમ કહી શકાય કે અમારી તેવડ અને ગજા બહારની એ વાત હતી. બાપુએ પણ એટલા બધા લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા કે હવે એમને કોઇ 10 રૂપિયા આપવા પણ તૈયાર નહોતું. તો આ રકમ તો એનાથી 30 ગણી હતી. કોણ આપે ?
એટલે ક્યાંયથી ઉછીના પૈસા મળશે એવી ખોટી આશા પણ રાખી શકાય તેમ નહોતું. અને જો બે દિવસમાં પૈસાની વ્યવસ્થા ન થાય તો એડમિશન કેન્સલ થાય તે પણ બધા જાણતા હતા. એટલે આ વ્યવસ્થા કઇ રીતે થશે એ યક્ષપ્રશ્ન અમને ગળેથી પકડીને ગૂંગળાવી રહ્યો હતો. અને કદાચ વ્યવસ્થા ન થઇ શકી તો શું થશે ? આ ‘શું થશે?’ એ પ્રશ્ન જ અમને આજે અકળાવતો હતો. ખુદા હશે કે કેમ એ અંગે હંમેશા સાશંક રહેતાં. પણ મારાં દાદીમા અત્યંત શ્રધ્ધાળુ હતાં. અમારી મૂંઝવણ જોઇને વારંવાર એ બોલતાં હતાં કે, ‘ખુદા સૌનું ભલું કરશે! સૌ સારાં વાના જ થશે. તમે બધા ચિંતા ના કરો.’ પરંતુ અમારામાંથી બીજાં કોઇને એ સમયે આ શબ્દો પર રતીભાર પણ વિશ્વાસ નહોતો.
ઝાંઝવાના જળ ઢીંચવાના જ જેનાં નસીબ હોય તેને મીઠા પાણીની આશા આપવા જેવા આ શબ્દો હતાં. સહરાના રણની વચ્ચોવચ્ચ આવતા વરસે મીઠામધ જેવા પાણીનું સરોવર હશે એમ કોઇ કહે અને રણમાં રહેતા માણસને જરાય વિશ્વાસ જ ન આવે એવું કંઇક અમારું પણ હતું. પરંતુ તરણું મળે તો તરણું, બચી જવા માટે કંઇક પ્રયત્ન તો કરવો જ રહ્યો એ ન્યાયે બાપુ, ‘ચાલો ! હજુ બે ચાર જણને મળતો આવું, કદાચ ક્યાંકથી મેળ પડી જાય!’ કહી સાઇકલ લઇને મારા ભાગ્યની શોધમાં ગયા. ઘરનાં સૌ પોતપોતાનાં કામે વળગ્યાં.
અમારી કાચી માટીની તેમ જ પતરાંના છાપરાવાળી ઝૂંપડીનું ફળિયું ખૂબ વિશાળ હતું. ઉનાળાના ઉત્તરાર્ધના એ ગરમ દિવસોથી આખો દિવસ શેકાયા બાદ અમે ફળિયામાં રહેવાનું પસંદ કરતાં. અલકમલકની વાતો કરતાં કોઇ જુદાં જ પ્રદેશની સફરે પહોંચી જતાં. તે દિવસે પણ રાત્રે સાડા દશ સુધી અમે બધા બાપુની વાટ જોઇ બેઠાં હતાં. વાતો તો ત્યારે પણ અલકમલકની જ ચાલતી હતી પણ બધાયનાં મન પેલા સવાલની આસપાસ જ ઘુમરાતાં હતાં. છેક પોણા અગિયાર વાગ્યાં ત્યારે બાપૂજી આવ્યાં. એમનાં અમારી સામે દષ્ટિ માંડવાનાં અંદાજથી એ ખાલી હાથે પાછા આવ્યા છે એ અમે સમજી ગયાં. એમને કોઇએ કંઇ પણ પુછ્યું નહીં. ફક્ત દાદીમાં એક જ બોલ્યાં કે, ‘ખુદા સૌ સારા વાનાં કરશે. હવે વાતો બંધ કરીને બધા સુઇ જાવ.’
બસ, હવે એક જ દિવસ બાકી રહ્યો હતો. બીજો દિવસ ઉગ્યો. એ પણ દર સાઠ મિનિટે એક કલાકની ઝડપે જ ભાગતો હતો. સાંજના પાંચ વાગી ચુક્યાં હતાં. હવે અકળામણનું સ્થાન મૂંઝવણે લઇ લીધું હતું. મારાથી બોલાઇ ગયું, ‘એ લોકો ફી બાકી ના રાખે ? આપણને અત્યારે એડમિશન આપી દે અને પછી આપણે આવતા મહિના સુધીમાં પૈસા ભરી દઇએ તો ના ચાલે?’ પણ કોઇએ મારા સવાલનો જવાબ જ ના આપ્યો એટલે હું સમજી ગયો કે એમ નહીં જ ચાલતું હોય. અચાનક બાપૂ ઉભા થયા. મને કહે કે, ‘ચાલ! તારા એડમિશનના કાગળની અને બારમાની માર્ક્શીટની કોપી જોડે લઇને મારી ભેગો ચાલ.’
દલીલને કોઇ અવકાશ જ નહોતો. ડૂબતા માણસે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો ન જ છોડવાના હોય. કંઇ પણ બોલ્યા વગર હું એ બધી વસ્તુઓ લઇને નીકળી પડ્યો. અમે બંને બાજુનાં ગામ તરફ સોનગઢ ગયાં. ત્યાં જઇને જે કોઇ વ્યક્તિ ઉછીના પૈસા આપી શકે તેવી લાગે તેને બાપુજી વાત કરતાં. હું ‘નમસ્તે!’ કહીને મારી માર્ક્શીટ અને એડમિશનનો કાગળ બતાવતો. દરેક વ્યકિત મારી સફળતા જોઇને ખુશ થતી અને શાબાશી આપતી. પણ પૈસા તો કોઇ કરતાં કોઇયે ના આપ્યાં. બાપુજી માંગતા, પણ દરેક વ્યક્તિ કંઇ ને કંઇ બહાનું કાઢીને પૈસા આપવાનું ટાળતી. દરેકને થતું કે આ પૈસા કોને ખબર ક્યારે પાછા મળે ! આમ ને આમ છેક સાંજ પડી ગઇ. અમે બાપ-દિકરો થોડા ઢીલા પડી ગયાં. ‘હવે શું થશે?’ એ પ્રશ્ને ફરીથી અમારા મનમાં હથોડા મારવાનું શરૂ કરી દીધું. અમે થોડીક વાર સોનગઢના બસ સ્ટેન્ડમાં મૂંગા મૂંગા બેઠાં. હાથમાં આવેલી બાજી હારી જતી વેળા વખતે માણસને જેવી વેદના થાય તેવી વેદનાની રેખાઓ મારા બાપુના ચહેરા પર ઉપસી આવી હતી. આખી જિંદગી જેણે સાઇકલ પર ફેરી કરી હોય તે માણસના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જતો લાગે તો કેવું થાય તે તો એ જ જાણી શકે, જેના પર આવી વીતી ચૂકી હોય.
જેમ દિવસ એના ક્રમ મુજબ ઢળી ગયો તેમ સાંજ પણ હવે ધીમે ધીમે રાત્રિનું સ્વરૂપ લઇ રહી હતી. ઉનાળાના દિવસોમાં સાંજ થોડીક લાંબી રહેતી હોય છે. આછું આછું અંધારુ થવા લાગ્યું. બાપુએ એક નિસાસો નાંખ્યો. એમનામાં હવે સાઇકલ ચલાવાની પણ હામ નહોતી રહી. અમે બંને એ ધીમે ધીમે અમારા ગામની વાટ પકડી. મારું ગામ સોનગઢથી ફક્ત બે જ કિલોમિટર દુર છે. કંઇ પણ બોલ્યાં વિના પણ અમે લોકો ઘણી વાતો કરી શકતાં હતાં. સમય અભિવ્યક્તિની બધી જ પરિભાષા માણસને શીખવી જ દેતી હોય છે. અમે પણ એક્બીજાના ભાવ સમજી-વાંચી શક્તાં હતાં. નિરાશા અનુભવતું મારું મન વારંવાર દાદીમાનાં શબ્દો યાદ કરતું હતું કે, ‘સૌ સારા વાનાં થશે.’ પછી મનોમન જ સવાલ ઊઠતો હતો કે, ‘શું ખરેખર સૌ સારાં વાનાં થશે?’ સાંજના ઊતરી રહેલા ઓળાઓ તો એવું નહોતાં કહેતાં.
સોનગઢ ગામ પૂરું થાય પછી રાજકોટ જવાના રોડ પર દક્ષિણ તરફ પાલિતાણાનો રસ્તો ફંટાય છે. એ વિસ્તારમાં ઘણા બધાં જૈન કુટુંબો રહે. હતોત્સાહ એવા અમે બાપદીકરો ત્યાંથી નીકળ્યાં એ જ વખતે શ્રી હિંમતભાઇ નામના એક ભાઇ ત્યાંથી નીકળ્યાં. મારાં બાપુજીને જોતાં જ એમણે બૂમ મારી, ‘કેમ કાસમ? આજે આમ ચાલતાં ચાલતાં જાય છે?’ (મારાં બાપુને ત્યારે અમે ખૂબ ગરીબ હોવાથી બધા તુકારે જ બોલાવતાં. આજે આ બધા જ માણસો એમને કાસમભાઇ કરીને બોલાવે છે. પૈસામાં આદર ખરીદવાની પણ વણદેખી શક્તિ રહેલી હોય છે તે અમને સમયે બરાબર સમજાવ્યું.
‘બસ એમ જ !’ મારા બાપુજીએ ફક્ત એટલો જ જવાબ વાળ્યો.
‘મજામાં તો છે ને?’ હિંમતભાઇએ ફરીથી પુછ્યું.
‘હોવે! મજામાં જ છું!’ બાપુજીએ આટલો જવાબ ઉપલક મનથી જ દીધો. પછી અમે આગળ ચાલ્યાં. હજુ થોડાક જ આગળ ગયાં હોઇશું ત્યાં જ પાછળથી બૂમ પડી, ‘અરે કાસમ ! એક મિનિટ, આ તારી સાથે છે તે તારો દિકરો એ જ છે, જે બોર્ડમાં પણ એકાદ વિષયમાં નંબર લાવ્યો છે?’
‘હા, એ જ છે!’
‘અરે તો તો પાછો આવ!’ હિંમતભાઇએ અતિ ઉત્સાહથી કહ્યું, ‘અને એના માર્ક્સનો કાગળ કે કોપી કે એવું કંઇ છે તમારી સાથે?’
‘હા !,’ બાપુજીએ પાછા ફરતાં ટુંકો જવાબ આપ્યો, કારણકે આવું બધું તો સાંજથી લગભગ દસ વાર અમારે જોડે બની ચુક્યું હતું. અમે હિંમતભાઇ પાસે પહોંચ્યા. એમણે મારાં હાથમાં રહેલા કાગળો જોયાં. જોતાં જ એમણે આશ્ચર્ય વ્યકત કર્યું, ‘અરે! ભલા માણસ ! તું તો વાત પણ નથી કરતો કે આને તો મેડીકલમાં એડમિશન મળી ગયું છે.’
‘આજે સવારથી બધાને વાત કરતો હતો. પછી અત્યારે કંટાળીને તમને વાત ના કરી !’ મારા બાપુજી બોલ્યાં.
‘અરે, તું અત્યારે જ મારી સાથે ચાલ. તારા આ દીકરાને મારા ઘરે આવેલા એક મહેમાનને મેળવવો છે. આજે મારે ત્યાં પૂનાના એક ઉધોગપતી આવેલા છે. એમને આ છોકરાં સાથે મુલાકાત કરાવાની મારી ઇચ્છા છે. એક ગરીબ માણસનો છોકરો બારમાં ધોરણમાં આટલું સરસ રીઝલ્ટ લાવે અને મેરીટ પર મેડીકલમાં એડમિશન મેળવે એ જાણીને એમને ખૂબ આનંદ થશે. આમેય તારે આના માટે કંઇક મદદની જરૂર તો પડશે જ ને?’ આટલું બોલીને મારા સર્ટિફિકેટની કોપીમાંથી માથું ઊંચું કરી હિંમતભાઇએ મારા બાપુજી સામે જોયું. ચાર આંખ મળતાં જ એ સમજી ગયાં કે ‘જરૂર પડશે’ નહીં, જરૂર પડી જ ગઇ છે. આગળ કંઇ પણ કોઇ ન બોલ્યું. અમે ઉતાવળે હિંમતભાઇ ના ઘરે ગયાં. એમને ત્યાં મહેમાન તરીકે આવેલા પૂનાવાળા પેલા શેઠ ફળીયામાં હિંચકા પર બેઠાં હતાં. અમે એમને નમસ્તે કર્યુ, પછી બાપ દીકરો ત્યાં બાંકડા પર બેઠા. હિંમતભાઇએ મહેમાનને બધી વાત કરી. પેલા શેઠે મારા બધા સર્ટિફિકેટસ તેમજ એડમિશનના કાગળ જોયાં. એમના ચહેરા પરથી જ એ ખૂબ ખુશ થયા હોય તેવું લાગ્યું. એમણે મને પોતાની પાસે બોલાવ્યો. પછી મારી પીઠ થાબડી. ખિસ્સામાં હાથ નાંખીને એમણે 300 રૂપિયા કાઢ્યાં. મારા હાથમાં મૂક્યાં. હું ને મારા બાપુ સ્તબ્ધ થઇ ગયાં. જે રકમને માટે અમે બબ્બે દિવસથી ઝાંવા નાંખતા હતાં. તેને ઇશ્વર આમ એક શેઠના રૂપમાં અમારાં હાથમાં મૂકી રહ્યો હતો. મારી મૂંઝવણ પારખી ગયાં હોય તેમ એ શેઠ બોલ્યાં, “જો દિકરા ! આ પૈસા હું તને મારી ખુશીના આપુ છું. એ તારે ક્યારેય પાછા નથી આપવાનાં. પણ તું મોટો થા, ભણીને ડોક્ટર બની જા, પછી આવા કોઇ ગરીબ વિધાર્થીને મદદ જરૂર કરજે. અને હવે પછી દર છ મહીને તારે મને કાગળ લખવાનો. તારું બોનાફાઇડ સર્ટિફિકેટ મોકલવાનું અને હું તને નિયમિત પૈસા મોકલીશ. આ લે મારું કાર્ડ. આમાં મારું સરનામું છે.’ એમણે મને એમનું કાર્ડ આપ્યું.
થોડી વાર વાતો કર્યા પછી અમે ઊઠયાં. ઘરે જવા માટે હવે પગમાં પૂરી તાકાત આવી ગઇ હતી. મેં ભગવાનને કે એવી કોઇ પણ શક્તિને ક્યારેય જોઇ નથી પણ કોઇ ને કોઇ સ્વરૂપમાં એ આવીને મને મદદ કરી જતી હોય એવું એ વખતથી પ્રતીત થઇ રહ્યું છે. અમે બાપદિકરો તો જાણે પગ નીચે કઠણ અને ખરબચડી જમીન નહીં પણ પોચા પોચા રૂ ના વાદળો હોય તેમ ચાલતા હતાં. ઘરે પહોંચ્યા ત્યારે અંધારૂ પૂરેપુરું જામી ચૂક્યું હતું. બધાં અમારી જ વાટ જોતાં હતાં. આજે વાળું તૈયાર હતું પણ કોઇએ એક પણ દાણો ચાખ્યો નહોતો. અમે લોકોએ બધી વાત કરી ત્યારે આખા ઘરમાં ખૂશીની લહેર દોડી ગઇ. જાણે આજે જ એડમિશન મળી ગયાનો સાચો આનંદ બધાએ માણ્યો હોય તેમ લાગ્યું. હાસ્યને જાણે કોઇએ જાદુઇ ડાબલીમાંથી બહાર કાઢીને વેરી દીધું હોય તેમ ઘરનો ખૂણેખૂણો તાણમૂકત થઇ હાસ્યભેર બની ગયો હતો. બધાએ સાથે બેસીને વાળું કર્યું. બાપૂજીએ બધી માંડીને વાત કરી. એક પ્રકારની શાંતિ છવાઇ ગઇ. થોડીક વાર સુધી કોઇ કંઇ પણ બોલી શક્યું નહી. પછી દાદીમાં બોલ્યાં, ‘હું નહોતી કહેતી? ખુદા સૌ સારાં વાનાં જ કરશે. કર્યા ને?’…….
(હું એમ.બી.બી.એસ. થઇ ગયો ત્યાં સુધી પૂનાવાળા એ માનનીય શેઠશ્રી તરફથી મને નિયમિત મદદ મળેલી.)

                                           –  ડૉ. આઈ. કે. વીજળીવાળા

Posted in Literature

તમે પ્રેમમાં છો

નોબેલ પુરસ્કાર વિજેતા અમેરિકન લેખક જોન સ્ટેનબેકનો પુત્ર સુસાન નામની છોકરી સાથે પ્રેમમાં પડ્યો.  તેણે તેના પિતાને પત્ર લખીને આ અંગે જાણ કરી હતી.  જવાબમાં, પિતાએ તેમના પુત્રને સૂચનાઓથી ભરેલો યાદગાર પત્ર વાંચો:

ન્યૂ યોર્ક
10 નવેમ્બર, 1958

મારો પુત્ર ટોમ,

તમે પ્રેમમાં છો – આનાથી વધુ સારું બીજું કંઈ હોઈ શકે નહીં અને ક્યારેય કોઈને તુચ્છ બનાવવા અથવા તેનો પ્રકાશ બનાવવાની મંજૂરી આપશો નહીં.  પરંતુ પ્રેમના ઘણા પ્રકાર છે.  એક છે સ્વાર્થી, અહંકારી પ્રકારનો પ્રેમ, જેમાં આપણે આપણી જાતને વધુ મહત્વ આપવાનો પ્રયત્ન કરીએ છીએ.  આ નીચ છે.

બીજો એ પ્રેમનો પ્રકાર છે જેમાં આપણે આપણી અંદરની બધી ભલાઈ, માયા, ઉદારતા, આદર અને સુંદરતા કોઈના પર ઠાલવવા માંગીએ છીએ.  આ પ્રેમમાં આપણે ફક્ત સામાજિક શિષ્ટાચારથી કોઈને માન આપતા નથી, પરંતુ આપણા જીવનમાં એક અનન્ય અને મૂલ્યવાન વ્યક્તિ હોવા માટે તેનો આદર કરીએ છીએ.

પ્રથમ પ્રકારનો પ્રેમ તમને અર્થહીન અને નબળા બનાવી શકે છે, પરંતુ બીજા પ્રકારનો પ્રેમ તમને મજબૂત, હિંમતવાન, ઉમદા અને જ્ઞાની પણ બનાવશે.

જો તમે બીજા પ્રકારના પ્રેમમાં છો, તો ખુશ રહો અને તેના માટે કૃતજ્ઞતાથી ભરો.

આપણે જેને પ્રેમ કરીએ છીએ તે આપણા માટે સૌથી સુંદર બને છે, અને તેના લાયક બનવા માટે આપણે સમાન સુંદર બનવું પડશે, આ યાદ રાખો.

પ્રેમ વ્યક્ત કરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ યાદ રાખો કે કેટલાક લોકો ખૂબ જ શરમાળ હોય છે અને તમારે તેને કહેતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

ઘણી વખત એવું પણ બને છે કે આપણા મનમાં જે લાગણીઓ હોય છે તે આપણને બીજી બાજુથી મળતી નથી.  આના માટે ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારી લાગણીઓ તુચ્છ અથવા નકામી બની જાય છે.

અને હા, ક્યારેય ઉતાવળ ન કરો, કારણ કે જીવનમાં જે સારું છે તે તમારાથી ક્યારેય દૂર થતું નથી.

તમે સુસાન સાથે ઘરે આવો.  તારી માતા અને મને તેને મળવાનું ગમશે.

ઘણો પ્રેમ,
તમારા પિતા!

Posted in Uncategorized

અલવિદા દોસ્ત

દાસ નામ જ કાફી છે અમારા સૌ મિત્રો માટે. અમારું સૌનું કોઈ ને કોઈ કામ તો ફક્ત દાસ ના કારણે જ થયું હતું એમ કહેવુ જરા પણ ખોટુ નથી.

📌 દાસ એટલે લારી ગલ્લા , ફુટપાથ થી લઇ શો રૂમ સુધી ના લોકો જોડે સંબંધ રાખનાર તથા નિભાવનાર એક અલગ વ્યક્તિત્વ.

📌 પોતાની મસ્તી માં રહેનાર તથા ક્યારે કોઈનું ખરાબ વિચાર્યું નહી તેવું વ્યક્તિત્વ.

📌 હંમેશા તૈયાર રહેનાર બુટ, ચશ્મા તથા કપડા ના શોખીન ગમે તે કામમાં ક્યારે ના પાડે નહી ફોન પર ફક્ત એક જ વાત આવી જા થઈ જશે.

📌 હંમેશા હસમુખ તથા મૌજ માં રહેનાર દોસ્તો નો દોસ્ત મુકેશ દાસના હુલામણ નામથી જાણીતા

મુકેશદાસ

અમારા સૌના અંગત મિત્ર મુકેશકુમાર પટેલ અચાનક આ દુનિયા માંથી વિદાય લઈ લીધી. માન્યા મા ના આવી એવી દુઃખદ ધટના અમારા સૌ મિત્રો માટે બની. દોસ્તો નો દોસ્ત દાસ ને ભુલાવવો અમારા માટે આજીવન અશક્ય છે. હંમેશા દરેક ની તકલીફોનું નિરાકરણ પોતાના ગજવામાં લઈને ફરનાર દાસ ની તકલીફનું નિરાકરણ કોઈ કરી શક્યુ નહી.કોઈ પણ ધર્મ સંપ્રદાયના ભગવાન અથવા દેવી દેવતા ને બહુજ

શ્રધ્ધાપુર્વક માનનાર. જે સમયે મિત્રોની એનીવર્સરી કે જન્મ દિવસના સ્ટેટસ મુકવા પડે ત્યારે શ્રધ્ધાંજલી નું સ્ટેટસ મુકવું કેટલું અઘરુ લાગે એ તો ફક્ત એક મિત્ર અથવા સ્વજન જ સમજી શકે.

મોડાસા ની મોટા ભાગની એવી જગ્યાઓ છે જ્યાં દાસની યાદો જીવંત રહેશે સાંઈ મંદિરના દરેક પ્રોગ્રામમાં ખડે પગે ઉભા રહેનાર દાસ હવે જોવા નહી મળે.

રડી 😢 પડે છે આંખો અમારી, દરેક પ્રસંગે ખટકશે ખોટ તમારી,
પળભરમાં છેતરી ગયા અમને, માત્ર યાદગીરીના પુષ્પો અને વહેતા આંસુના અભિષેક અર્પણ કરીએ છીએ.
પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે તે જ પ્રાર્થના…

Miss You So Much Dost😭😭

Posted in જીંદગી

Never postponed joy

100 કામ પડતા મૂકીને આ 4 મિત્રોના જીવનની સ્ટોરી ચોક્કસ વાંચજો, આમાં ઘણી અગત્યની વાત રહેલી છે.

ચાર મિત્રોએ નિર્ણય લીધો કે 40 વર્ષ પછી મળીશું, આ દરમિયાન જે થયું તે જાણીને આંખો ભીની થઈ જશે.

સ્કૂલના ચાર નજીકના મિત્રોની આંખો ભીની કરવાવાળી સ્ટોરી છે, જેમણે એક જ સ્કૂલમાં 12 માં ધોરણ સુધી અભ્યાસ કર્યો.

એ સમયે શહેરમાં એકમાત્ર લક્ઝરીયસ હોટલ હતી. ધોરણ 12 ની પરીક્ષા પછી તેમણે નક્કી કર્યું કે આપણે તે હોટલમાં જઈને ચા-નાસ્તો કરવો જોઈએ.

એ ચારે જણે મહામહેનતે ચાલીસ રૂપિયા જમા કર્યા. રવિવારનો દિવસ હતો, અને સાડા દશ વાગે તે ચારે સાઇકલ લઈને હોટલ પહોંચ્યા. સીતારામ, જયરામ, રામચંદ્વ અને રવિશરણ ચા નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા.

તે ચારેય જણાએ મળીને સર્વસંમતિથી નિર્ણય કર્યો કે 40 વર્ષ પછી આપણે પહેલી એપ્રિલે આ જ હોટલમાં ફરી મળશું. ત્યાં સુધી આપણે બધાએ ઘણી મહેનત કરવી જોઈએ. અને એ જોવું ઘણું રસપ્રદ હશે કે કોની કેટલી પ્રગતિ થઈ?

જે મિત્ર તે દિવસે છેલ્લે હોટલમાં આવશે તેણે તે સમયનું હોટલનું બિલ આપવું પડશે.

ચા નાસ્તો પીરસવાવાળો વેટર કાલુ આ બધું સાંભળી રહ્યો હતો. તેણે કહ્યું કે જો હું અહીં રહ્યો, તો હું આ હોટલમાં તમારા બધાની રાહ જોઇશ. એ પછી આગળના અભ્યાસ માટે ચારેય જણ અલગ અલગ થઈ ગયા.

સીતારામ શહેર છોડીને આગળના અભ્યાસ માટે તેના ફુવા પાસે ગયો, જયરામ આગળના અભ્યાસ માટે તેના કાકા પાસે ગયો, રામચંદ્ર અને રવિશરણને શહેરની જુદી જુદી કોલેજોમાં પ્રવેશ મળ્યો. છેલ્લે રામચંદ્ર પણ શહેર છોડી ચાલ્યો ગયો.

દિવસો, મહિનાઓ, વર્ષો વીતી ગયા. 40 વર્ષમાં તે શહેરમાં આમૂલ પરિવર્તન આવ્યું, શહેરની વસ્તી વધી, રસ્તાઓ, ફ્લાયઓવરોએ મહાનગરનો દેખાવ બદલી નાખ્યો.

હવે એ હોટેલ ફાઈવ સ્ટાર હોટેલ બની ગઈ હતી. પેલો વેઈટર કાલુ હવે કાલુ શેઠ બની ગયો હતો અને આ હોટેલનો માલિક બની ગયો. 40 વર્ષ પછી, નક્કી કરેલી તારીખ, 01 એપ્રિલના રોજ બપોરના સમયે, એક લક્ઝરી કાર હોટલના દરવાજે આવી. સીતારામ કારમાંથી ઉતરીને અંદર જવા લાગ્યો. સીતારામ પાસે હવે ત્રણ જ્વેલરી શોરૂમ છે.

સીતારામ હોટલના માલિક કાલુ શેઠ પાસે પહોંચ્યો, બંને એકબીજાને જોતા જ રહ્યા. કાલુ શેઠે કહ્યું કે રવિશરણ સાહેબે તમારા માટે એક મહિના પહેલા એક ટેબલ બુક કરાવ્યું હતું.

સીતારામ મનમાં ને મનમાં ખુશ થતો કે એ સૌથી પહેલો આવ્યો છે, તેથી તેણે આજનું બિલ આપવું નહી પડે, અને તે સૌથી પહેલા આવવાને કારણે પોતાના મિત્રોની મજાક ઉડાડશે.

એક કલાકમાં જયરામ આવ્યો, જયરામ શહેરનો મોટો રાજકારણી અને બિઝનેસમેન બની ગયો હતો. હવે બંને જણા વાતો કરી રહ્યા હતા અને બીજા મિત્રોની રાહ જોઈ રહ્યા હતા, ત્રીજો મિત્ર રામચંદ્ર અડધા કલાકમાં આવી ગયો. તેની સાથે વાત કરતાં બંનેને ખબર પડી કે રામચંદ્ર બિઝનેસમેન બની ગયો છે.

ત્રણેય મિત્રોની નજર વારંવાર દરવાજા તરફ જતી હતી કે રવિશરણ ક્યારે આવશે? આ પછી કાલુ શેઠે કહ્યું કે – રવિશરણ સાહેબનો મેસેજ આવ્યો છે, તમે લોકો ચા-નાસ્તો શરૂ કરો, હું આવું છું.

ત્રણેય જણા 40 વર્ષ પછી એકબીજાને મળીને ખુશ હતા. કલાકો સુધી મજાક ચાલી, પણ રવિશરણ આવ્યો નહિ. કાલુ શેઠે કહ્યું કે ફરી રવિશરણ સરનો મેસેજ આવ્યો છે, તમે ત્રણેય તમારું મનપસંદ મેનુ પસંદ કરીને ખાવાનું શરૂ કરો.

જમ્યા પછી પણ રવિશરણ દેખાયો નહીં. બિલ માગતાં જ ત્રણેયને જવાબ મળ્યો કે ઓનલાઈન બિલ ચૂકવાઈ ગયું છે.

સાંજના આઠ વાગે એક યુવક કારમાંથી નીચે ઉતર્યો અને ભારે હૈયે જવાની તૈયારી કરતા ત્રણેય મિત્રો પાસે પહોંચ્યો. ત્રણેય તે માણસને જોતા જ રહ્યા.

યુવક બોલવા લાગ્યો, હું તારા મિત્રનો દીકરો યશવર્ધન છું, મારા પિતાનું નામ રવિશરણ છે. પપ્પાએ મને આજે તમારા આવવા વિશે કહ્યું હતું, તેઓ આ દિવસની રાહ જોતા હતા, પરંતુ ગયા મહિને એક ગંભીર બીમારીને કારણે તેમનું અ-વ-સા-ન થઈ ગયું.

તેઓએ મને તમને લોકોને મોડેથી મળવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો તું વહેલો નીકળીશ, તો તેઓ ઉદાસ થશે, કારણ કે મારા મિત્રો જ્યારે જાણશે કે હું આ દુનિયામાં નથી રહ્યો તો તેઓ મસ્તી નહીં કરે, અને તેઓ એકબીજાને મળવાનો આનંદ ખોઈ બેસસે. તેથી તેમણે મને મોડા આવવાનો આદેશ આપ્યો હતો. તેમણે મને તેમના વતી તમને ગળે મળવાનું પણ કહ્યું.

એ પછી યશવર્ધને તેના બંને હાથ ફેલાવ્યા. આજુબાજુના લોકો ઉત્સુકતાથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેમને લાગ્યું કે તેઓએ આ યુવકને ક્યાંક જોયો છે. પછી યશવર્ધને કહ્યું કે, મારા પિતા શિક્ષક બન્યા અને ભણાવીને મને કલેક્ટર બનાવ્યો. આજે હું આ શહેરનો કલેક્ટર છું.

બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કાલુ શેઠે કહ્યું કે હવે 40 વર્ષ પછી નહીં, પરંતુ દર 40 દિવસે આપણે આપણી હોટેલમાં વારંવાર મળીશું, અને દરેક વખતે મારી તરફથી એક ભવ્ય પાર્ટી હશે.

તમારા મિત્રો, સ્નેહીજનો અને સંબંધીઓને મળતા રહો. તમારા પ્રિયજનોને મળવા માટે વર્ષો સુધી રાહ ન જુઓ. કોણ જાણે ક્યારે કોઈનાથી અલગ થવાનો સમય આવી જાય અને આપણને ખબર પણ ન પડે.

કદાચ આપણું પણ એવું જ છે. આપણે આપણા કેટલાક મિત્રોને ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ વગેરે સંદેશાઓ મોકલીને જીવતા હોવાનો પુરાવો આપીએ છીએ. જીવન પણ એક ટ્રેન જેવું છે, જ્યારે સ્ટેશન આવશે ત્યારે ઉતરી જવું પડશે. અને રહી જશે તો માત્ર ઝાંખી યાદો.

તો પરિવાર સાથે રહો, અને જીવતા હોવાનો આનંદ અનુભવો. માત્ર હોળી કે દિવાળીના દિવસે જ નહીં, પરંતુ અન્ય તમામ પ્રસંગોએ અથવા દરરોજ મળો ત્યારે એકબીજાને ભેટો તો તમારી મિત્રતા વધુ મજબૂત થશે.

આ સ્ટોરી અન્ય ગ્રુપની સાથે સાથે તમારા સંબંધીઓ, મિત્રો અને પરિચિતો સાથે પણ ચોક્કસ શેર કરજો.

Posted in Literature

ભાઈ તમારા ગ્રુપમાં ચોક્કસ મૂકશો આપ વોટ કરશો અને કરાવશો તેવી અપેક્ષા

પ્રિય સ્નેહીજન,

હું ચૌહાણ દિનેશભાઈ ડી વડે આપને આ મેસેજ મોકલવા માં આવી રહેલ છે…જે ઉત્તર ગુજરાતના સાહિત્ય ક્ષેત્રના સ્થાનને મજબૂત બનાવવાનો પ્રયાસ છે.

સ્ટોરી મીરર પ્લેટફોર્મ ભારતનું વિવિધ ભાષાઓની વાર્તા, કાવ્ય અને સાહિત્યિક રચનાઓ માટેનું મોટામાં મોટું ડિજિટલ માધ્યમ છે. મારી આવી રચનાઓ ધ્યાને લઇ વર્ષના શ્રેષ્ઠ લેખકની હરીફાઈમાં મને સ્થાન મળ્યું છે. આ હરીફાઈમાં ઓનલાઇન વોટિંગ તા.૩૧-૧-૨૧ સુધી ચાલશે. ઇડર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના લેખકો અહી ઓછા છે. મને આપણાં વિસ્તારના પ્રતિનિધિ ગણી આ સ્પર્ધામાં વિજેતા કરવા આ લીંક પર વોટ આપવા વિનંતી કરું છું.

સ્માર્ટ ફોન અને ફેસબુક, ઈ મેઈલ વાપરતા કોઈપણ મિત્રો આ વોટિંગ કરી શકે.તેમ છતાં સરલ સમજૂતી આપુ…

લિંક :
https://awards.storymirror.com/author-of-the-year/gujarati/author/eo0ktacz

_ લીંક પર ક્લીક કરો એટલે…વાર્તાકાર ચૌહાણ દિનેશભાઈના ફોટા સાથે પેજ આવશે જેમાં vote par ક્લિક કરવું.
લોગીન માગશે તો Login with Google અથવા Facebook select કરવું.

GMail એડ્રેસ પસંદ કરો.
અને ત્યારબાદ Password નાખવો પછી Password Save હશે તો
Processing… આવે તેમાં નીચે ‘ ok ‘ પર ક્લિક કરો.

ફરી ફોટા સાથે પેજ આવશે જેમાં vote par ક્લિક કરો… વાદળી બેકગ્રાઉન્ડ ગ્રીન થશે તો
વોટ થઈ ગયો…
વોટ કરવા બદલ આભાર એવો મેસેજ આવશે.

આપને અહીં ઓનલાઇન વોટિંગ કરી મને મદદરૂપ થવા વિનંતી કરું છું. મારી સફળતા આપની, ઉત્તર ગુજરાત ની સફળતા થશે…અને મને વધુ સારી સાહિત્ય રચનાઓની પ્રેરણા મળશે..

આપનો ખાસ વાર્તાકાર :

ચૌહાણ દિનેશભાઈ ધનાભાઇ
9712824892
8849105210

Posted in જીંદગી, સરસ વાતો

જીવન નું રહસ્ય

કેન્સરથી અવસાન થતાં પહેલાં વિશ્વ વિખ્યાત ફેશન બ્લોગર અને લેખિકા “કિર્ઝીડા રોડ્રિગ્યુઝ” દ્વારા લખેલી એક નોંધ.

(૧) વિશ્વની સૌથી મોંઘી કાર મારા ગેરેજમાં છે.  પણ મારે વ્હીલચેરમાં બેસવું છે.
 

(૨) મારું ઘર તમામ પ્રકારના ડિઝાઇનર કપડાં, પગરખાં, ખર્ચાળ વસ્તુઓથી ભરેલું છે, પરંતુ મારું શરીર હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી એક નાની ચાદરમાં ઢંકાયેલું છે.
 

(૩) બેંકમાં ઘણાં બધાં રુપિયા છે,  પણ તે રુપિયા હવે મારે કોઈ કામના નથી.
 

(૪) મારું ઘર મહેલ જેવું છે પણ હું હોસ્પિટલના પલંગ પર સૂઇ છું.
 

(૫) હું દરરોજ એક ફાઇવ સ્ટાર હોટલથી બીજી ફાઇવ સ્ટાર હોટલમાં જતી હતો.  પરંતુ હવે હું મારો આખો સમય હોસ્પિટલની એક લેબથી બીજી લેબમાં જવા પસાર કરી રહ્યી છું.
 

(૬) મેં સેંકડો લોકોને ઓટોગ્રાફ આપ્યો છે – અને આજે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન એજ મારા માટે ઓટોગ્રાફ છે.
 

(૭) મારા વાળ સુશોભિત કરવા માટે મારી પાસે સાત બ્યુટિશિયન છે, આજે મારા માથા પર એક પણ વાળ નથી.
 

(૮) એક ખાનગી જેટ છે જેમાં હું જ્યાં ઇચ્છું ત્યાં ઉડી શકું.  પરંતુ હવે હોસ્પિટલના વરંડામાં જવા માટે મારે બે લોકોની મદદ લેવી પડશે.
 

(૯) વિશ્વભરમાં ઘણાં બધાં ખોરાક હોવા છતાં, મારો આહાર દિવસમાં બે ગોળીઓ અને રાત્રે ખોરાકના થોડા ટીપાં છે.

આ ઘર, આ કાર, આ જેટ, આ ફર્નિચર, આટલા બધા બેંક ખાતા, આટલી પ્રતિષ્ઠા અને આટલી ખ્યાતિ, જેમાંથી કોઈ પણ મારા કામમાં નથી.  આમાંથી કોઈ પણ મારી પીડામાં થોડી રાહત આપી શકશે નહીં.
  તે ફક્ત આરામ આપી શકે છે – “કેટલાક પ્રેમાળ લોકોના ચહેરાઓ અને તેમના સ્પર્શ.”  “
મૃત્યુ કરતાં કશું વધારે સાચું નથી.

આપની: મધુજી (જાણીતા લેખક)

Posted in જીંદગી

साहस ही जीवन है अन्यथा कुछ भी नही

कहते है ना समस्याएं हमें कमजोर नहीं
बल्कि मजबूत बनाने आती है।

हेलेन केलर का जन्म 27 जून 1880 को अमेरिका के अलाबामा प्रदेश में हुआ था।हेलेन केलर के पिता आर्थर कलर आर्मी में कप्तान थे । जन्म के समय हेलन केलर एकदम स्वस्थ्य और सुंदर थी । कैप्टेन केलर की जब ये लाडली बेटी उन्नीस महीने की हुयी तो बुखार ने उन्हें आ घेरा। बुखार तो तीन चार दिन में उतर गया लेकिन बच्ची के बोलने ,सुनने और देखने की ताकत नष्ट हो गयी थी । अब बोलने सुनने और देखने में असमर्थ होने के कारण हेलन केलर दुसरे बच्चो के साथ नही खेल पाती थी ।

माँ ने हेलन केलर को कई डॉक्टरों को दिखाया , लेकिन कोई लाभ नही हुआ। अचानक एक दिन हेलन की माँ की मुलाक़ात डा. माइकल अनेग्नस से हुयी।
उस डॉक्टर ने एक कुशल अध्यापिका एनी सलिवन को हेलन की सहायता के लिए भेज दिया।

एनी सेलविन जब हेलन के घर पहुची तो हेलन की माँ ने सोचा कि यह कम उम्र की लडकी उसके जिद्दी ,अपंग और क्रोधी बेटी को कैसे पढ़ा पायेगी ? पर सलिवन ने हेलन के साथ समय बिताकर अपनी कुशलता दिखाई ।

उसने हेलन केलर हेलेन के माता पिता से विनती की कि वह उसे लाचार और असहाय समझकर बेकार में दया ना दिखाए । वह हेलन को माता पिता से दूर ले जाना चाहती थी।
माता पिता ने एनी की बात को समझा और उसकी बात मान ली ।
एनी हेलन को परिवार से दूर बगीचे के बीच बने घर में लेकर रहने लगी।

उसने जल्द जी बच्ची का विश्वास और स्नेह जीत लिया और उसे बताया कि “मनुष्य जो चाहता है उसके लिए सही ढंग से परिश्रम करना पड़ता है ”

कुछ दिनों में क्रोधी और जिद्दी और हर बात में झुंझलाने वाली हेलन हंसमुख ,नम्र और सरल बन गयी। उनमे सीखने तथा काम करने की ललक पैदा होती चली गयी। इसी बगीचे में उन्होंने पानी को छुकर “वाटर ” कहा था।
उसका गुंगापन तो मिट गया था। एनी ने परिश्रम और हेलन के मन की इच्छा के कारण ऐसा सम्भव हो सका था।
12 वर्ष की उम्र में वो बोलने लग गयी थी। उन्होंने अनेक भाषाए सीखी जैसे ग्रीक ,फ्रेंच , अंग्रेजी , जर्मन और लैटिन।

उनकी प्रसिद्ध रचनाये विश्व प्रसिद्ध रचनाये है “मेरी कहानी ” और “मेरा धर्म ”

हेलन ने ब्रेल लिपि में कई पुस्तके लिखी थी। अनेक का अनुवाद भी किया था।

हेलन का कहना था कि “ईश्वर एक दरवाजा बंद कर देता है तो दूसरा खोल देता है पर हम उस बंद दरवाजे की ओर टकटकी लगाये बैठे रहते है  दुसरे खुले दरवाजे की तरफ हमारी नजर ही नही जाती है ”।

हेलेन की कृतियों ने साबित कर दिया था कि शरीर की अपंगता उसके पढने , लिखने , बोलने  और खेलने में बाधक नही हो सकती है। आलस्य और निराशा के कारण ही कोई बच्चा आगे नही बढ़ पाता है। हर बच्चा लगन , परिश्रम और साहस से जीवन में सफलता प्राप्त कर सकता है।

1 जून 1968 को हेलन हेलन केलर इस दुनिया से चली गयी। उन्होंने अपने कार्यो से इस संसार में नाम कमाया। उन्होंने अपंगो को सहारा दिया जिससे उनके अंदर आशा और विश्वास जगी रही थी। सारा संसार आज भी उन्हें याद करता है।

हेलन से एक बार पूछा गया कि “नेत्रहीन होने से भी बड़ा बुरा क्या हो सकता है ”
तब उन्होंने कहा था “लक्ष्यहीन होना दृष्टिहीन होने से बुरा है  यदि आपको लक्ष्य का पता नही है तो आप कुछ नही कर सकते है ” ।

Helen Keller हेलन ने कहा था “साहस ही जीवन है अन्यथा कुछ भी नही “

Posted in જીંદગી, સરસ વાતો

કર્મ અને ભાગ્યનું સુંદર અર્થઘટન

એક ઈડલી વાળો હતો.જયારે પણ ઈડલી ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ઈડલી ની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ. એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ, નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.

મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી? અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે.

એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ. તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન.

તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.
👌👌👌

Posted in જીંદગી, સરસ વાતો

જીવનનું રહસ્ય

એક દિવસ એક રાજાએ તેના ત્રણ પ્રધાનોને કોર્ટમાં બોલાવ્યા, અને ત્રણેયને એક-એક થેલી લઇને બગીચામાં જવાનો આદેશ આપ્યો અને અને કહ્યું કે ત્યાંથી સારા ફળ એકત્રિત કરો. તેઓ ત્રણે બગીચામાં ગયા અને પોતાની કામગીરી ચાલુ કરી.
પ્રથમ પ્રધાને રાજા માટે તેમની પસંદગીના સારા અને પૌષ્ટિક ફળો એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો, ઘણી મહેનત પછી વીણી વીણી ને બધા ફળ થેલીમાં ભરી લીધા.

બીજા પ્રધાને એવું વિચાર્યુ કે રાજા દરેક ફળ ક્યાં તપાસવાના છે, તેથી તેણે ઝડપથી કાચા, સડેલા ફળ થી થેલી ભરી લીધી.

ત્રીજા પ્રધાને વિચાર્યુ કે રાજા ફક્ત ભરેલી થેલી જોશે, તે થેલીમાં કેવા ફળ છે તે જોવા માટે થોડા ખોલશે, તેણે ઝડપથી ઘાસ ભરી લીધુ.

બીજા દિવસે રાજાએ ત્રણેય પ્રધાનોને તેમની થેલી સાથે કોર્ટમાં બોલાવ્યા અને તેમની થેલીઓ ખોલીને જોયા વગર સીધો આદેશ આપ્યો કે, આ ત્રણેય લોકોને તેમની થેલી સાથે 3 મહિના સુધી જેલમાં મોકલી આપો.
હવે તેઓની પાસે ફક્ત થેલીઓ જ હતી, ખાવા-પીવા માટે બીજું તો કંઈ જ નહોતું.

હવે જે મંત્રી દ્વારા સારા ફળ એકઠા કરવામાં આવ્યા હતા તેણે આનંદથી ખાય અને 3 મહિના પસાર કર્યા. પછી બીજા મંત્રી, જેમણે તાજા, કાચા, સડેલા ફળ એકઠા કર્યા હતા તેઓ થોડા દિવસો સુધી તાજા ફળો ખાતા રહ્યા, પછી ખરાબ ફળ ખાવા પડ્યા, જેના કારણે તે બીમાર પડ્યા અને ખૂબ વેદના ભોગવવી પડી.

ત્રીજો મંત્રી કે જેમણે થેલીમાં ફક્ત ઘાસ અને પાંદડા જ સંગ્રહિત કર્યા હતા, તે થોડા દિવસોમાં ભૂખથી મરી ગયો.

હવે તમારી જાતને પૂછો તમે શું જમા કરશો * ??


તમે આ સમયે જીવનના બગીચામાં છો , જો તમે ઇચ્છો તો સારા કાર્યો કરો, જો તમે ઇચ્છો તો ખરાબ કર્મ કરો
પરંતુ યાદ રાખો કે તમે જે એકત્રિત કરો છો તે ફક્ત છેલ્લા સમય માટે જ કામ આવશે, કારણ કે વિશ્વનો રાજા તમને ચારેબાજુથી જોઈ રહ્યો છે

“જીવનનું રહસ્ય … માર્ગમાં ગતિની મર્યાદા હોય છે. બેંકમાં પૈસાની મર્યાદા હોય છે. પરીક્ષામાં સમય મર્યાદા હોય છે. પરંતુ આપણી વિચારસરણીની કોઈ મર્યાદા નથી, તેથી હંમેશાં શ્રેષ્ઠ વિચારો અને શ્રેષ્ઠ મેળવો.”

Posted in જાણવા જેવુ....

મહાભારતમાં થી શિખવા જેવું

સંતાનો ઉપર તમારો અંકુશ નહિ હોય તો સંખ્યાબળ ગમે તેટલું હશે અંતે તમે નિ:સહાય થઈ જશો- કૌરવો

તમે ગમે તેવા બલવાન હોય પણ તમે અધર્મ નો સાથ આપશો તો તમારી શક્તિ – સંપત્તી, અસ્ત્ર – શસ્ત્ર, વિધા, વરદાન નકામાં
થઈ જશે- કર્ણ

સંતાનો ને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરૂપયોગ કરીને સર્વનાશ નોતરે- અશ્વથામા

ક્યારેય કોઈને વચન ના આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે- ભીષ્મપિતા

શક્તિ-સત્તાનો દુરુપયોગ સર્વનાશ નોતરે છે- દુર્યોધન

અંધ (સ્વાર્થાંધ, વિત્તાંધ, મદાંધ, જ્ઞાનાન્ધ, કામાન્ધ) વ્યક્તીના હાથમાં સત્તાનું સુકાન ન સોંપાવુ જોઈએ નહી તો અનર્થ થશે –
ધ્રુતરાષ્ટ્ર

વિદ્યા ની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો – અર્જુન

બધા સમયે – બધી બાબતોમાં કપટ/કુટનીતી માં તમે સફળ નહીં થાવ- શકુનિ

જો તમે નીતી/ધર્મ/કર્મ સફળતા પુર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે-
યુધિષ્ઠિર

🙏 धर्मो रक्षति रक्षित: ॐ 🙏