થાકો નહીં, હારો નહિં થોભો નહીં મઝધારમાં મંજિલ નથી કૈં દૂર હો હિંમત અગર કિરદારમાં ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના ના આફતો રોકે કદી અમે બાંધવો સરદારના ધરોહરમાં સ્થુળ વસ્તુઓની જગ્યાએ જીવંત ચેતનાઓને સ્થાન આપવાનું હોત તો ગુજરાતના હેરિટેઝ તરીકે ગાંધી અને સરદારનું નામ સૌથી મોખરે આવેત. ઉષા ઉપાધ્યાયના શબ્દો ય આ વાતની જ… Continue reading સરદારનું સ્મરણ
હરિલાલ: રાખમાં રોળાયેલું રતન
મહાપુરુષના જીવનની આ કેવી કરૂણાંતિકા! સત્ય કાજે સારા સંસાર સામે લડી લીધું, પણ ઘર પર આવેલી ઘાતનો ઈલાજ શક્ય ન બન્યો. સત્યાગ્રહના રસ્તા પર રાષ્ટ્રને ચાલવાની પ્રેરણા આપી, પણ પોતાના પુત્રને પથ પ્રદર્શિત ન કરી શક્યા. આદર્શોના અજવાળા એટલા ઉંચા થઈ ગયા કે સંતાનની કેડી પર પ્રકાશને બદલે પડછાયો પડ્યો. ગાંધીજીના આગ્રહોની આગ હરિલાલના જીવનને… Continue reading હરિલાલ: રાખમાં રોળાયેલું રતન
ક્યાંથી હોય સરનામું ?
“ગીવ મી અ વન હન્ડ્રેડ નચિકેતા, આઈ વીલ ચેન્જ ધ વર્લ્ડ.” કઠ (કથા) ઉપનિષદ વાંચ્યા વગર સ્વામી વિવેકાનંદનું આ વિધાન નહિ સમજાય. કેવો અદ્ભૂત બાળક ! સત્તાને લાત મારીને સત્યની રાહે ચાલવાનું નક્કી કર્યું. આખી પૃથ્વીના શાસનને ઠુકરાવીને પ્રકાશના પથની પસંદગી કરી, જ્ઞાનની વરણી કરી. “ઉપનિષદ” શબ્દનો મતલબ થાય: “નજીક બેસવું”. એટલે કે ઈશ્વરની પાસે… Continue reading ક્યાંથી હોય સરનામું ?
પ્રશ્ન અભિવ્યક્તિ કા હૈ….!
“પુત્ર-દાર ! જન્મમૃત્યુના જુહાર ! જંપવું ન, જાલિમો ય જંપશે ન, સૌ ખુવાર ! મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર !” અગ્રેજો સામે ગાંધીજીએ સવિનય કાનૂનભંગનું અનોખું શસ્ત્ર ઉગામ્યું અને નમકનો કાયદો તોડવા દાંડીયાત્રા કરી ત્યારે બાપુએ પ્રતિજ્ઞા કરેલી કે, “કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય વગર ફરી આશ્રમમાં પગ નહિ મુકુ.… Continue reading પ્રશ્ન અભિવ્યક્તિ કા હૈ….!
સંઘર્ષની ગાથા
“યુદ્ધસ્ય કથા રમ્યા” એવું વેદવ્યાસ કહી ગયા. પણ શાંતિપર્વમાં યુદ્ધ પછીની દારુણ સ્થિતિ ય એમણે જ દર્શાવી છે. કુરુક્ષેત્રમાં યુદ્ધ વિરામ બાદ પોતાના મરેલા સ્વજનની પાછળ છાતીફાટ રુદન કરતી સ્ત્રીઓની વેદના ય દર્શાવી છે. યુદ્ધમાં બંને પક્ષો હારે છે. ગાંધારી અને દ્રોપદી બંનેની હાલત સરખી છે, કારણ કે બંનેએ પોતાના સઘળા પુત્રો ગુમાવ્યા છે. કોણ… Continue reading સંઘર્ષની ગાથા
ધી કશ્મીર ફાઈલ્સ: પંડિતોની પીડાનો દસ્તાવેજ
મૂળમાંથી ઉખડવાની પીડા તો જેણે બેઘર થઈને વતનથી દૂર વનવાસ વેઠ્યો હોય એ જ જાણે! બળજબરીથી બેવતન થયા પછી ફરી પોતાપણાના પ્રદેશમાં પહોંચવા કેટલી હિંમત લાગતી હશે! એ શહેર, એ મહોલ્લો, એ ગલી આજેય એવી જ હશે, કે એની તાસીરમાં હજીય કટ્ટરતાનો કાળો કાટ લાગ્યો હશે! કોણ કહી શકે? જે સ્થાપિત હતા એ આજે વિસ્થાપિત… Continue reading ધી કશ્મીર ફાઈલ્સ: પંડિતોની પીડાનો દસ્તાવેજ
To be or Not to be ?
આ પ્રશ્ન ખાલી હેમ્લેટનો જ થોડો છે! મારો પણ છે, કદાચ તમારો પણ હશે. પસંદગીનો અવકાશ સંભાવનાના આલમ સાથે જોડાયેલો હોય છે. એક્શનનો નાતો રીએક્શન સાથે જોડાયેલો હોય છે. ચોઈસની સ્વતંત્રતા સાથે પરિણામની પરવા જોડાયેલી હોય છે. દરેક ડગલે પસંદ કરવાનો મોકો મળે છે જે નક્કી કરે છે કે કોને આમંત્રણ આપ્યું છે, અવસરને કે… Continue reading To be or Not to be ?
Don’t Look Up
ભણ્યા વગર ચડાઉ પાસ થવાય તેમ હું જીવ્યા વગર જિંદગીમાં ચડાઉ પાસ થઈ બાવીસમાં વરસથી સીધું પિસ્તાલીસમું જિંદગીએ ઓફર કરી અને મે ચૂપચાપ સ્વીકારી. એમાં કંઈ મારો એકલાનો દોષ નથી હો, હું ‘ને મારી આખી બેચ અમે બધા જ જિંદગીએ આપેલું માસ પ્રમોશન છીએ. જીવ્યા વગર ઉપર ચઢી ગયેલું એક મોટું ટોળું. ચડાઉ પાસ. … Continue reading Don’t Look Up
મોતના માંડવે મહાકાળનું ખપ્પર !
જાપાન ઉપર અમેરીકાએ કરેલ અણુહુમલા વખતે ઓપેનહાઈમર દ્વારા ઉચ્ચારાયેલો ભગવદ્ ગીતાનો શ્લોક: (ભગવદ્ ગીતા, ૧૧(૩૨)) કાલોડસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્ત:Ι (હું લોકોનો સંહાર કરનાર મહાકાળ છું, અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું.) કેવું ખતરનાક અનુસંધાન ! ભગવદ્ ગીતા અને પરમાણુ હુમલો ! પવિત્ર ગ્રંથોના આવા જ બદલાયેલા અર્થો આપણી પાસે અનર્થો કરાવતા હોય… Continue reading મોતના માંડવે મહાકાળનું ખપ્પર !
નમક કા કાનૂન તોડ દીયા !
મીઠું, હર ઘરની જરૂરત. અમીર-ગરીબ, ઉંચ-નીચ, ગોરા-કાળા આવા કોઈ આભડછેટ વગર સૌના ચહિતા એવા નમક ઉપર અગ્રેજોએ કર નાખ્યો હતો. સરળતાથી મીઠું પકવી શકાય એવા વિશાળ દરિયા કિનારાની છત હોવા છતાં મીઠું પકવવા પર સરકારી પ્રતિબંધ. મીઠાની ઉત્પાદક કિંમત કરતા ચોવીસ ગણી કિંમતે વેંચવામાં આવતું હતું. ઉપરથી નમક ઈગ્લેંડથી આયાત પણ કરવામાં આવે. અગ્રેજોને મળતા… Continue reading નમક કા કાનૂન તોડ દીયા !
You must be logged in to post a comment.