Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

    ૨૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ “ આકાશદીપ” બ્લોગ સોળ વર્ષની યશસ્વી શબ્દયાત્રા પૂરી કરી, સત્તરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. અમારી આ વર્ષની યાત્રા, સુમધુર ને ખૂબ જ યશવંતી રહી, એનો ખૂબ જ આનંદ છે.

   ગુજરાતી, હિન્દી ને અંગ્રેજી સાહિત્યની છાયા ઝીલતાં, કાવ્ય જગતમાં કલમ યાત્રાએ, ભાવ વંદના કરવાનું , અનેરું સૌભાગ્ય મળતાં , ઉરે આનંદ છલકે છે.

    સાહિત્ય સંગીતનું વિશ્વના , સાહિત્ય જગતના સેતુ બનેલ શ્રી કૌશિકભાઈ શાહ/ રાજુલબેનના મીડીયા સંપર્કના સૌજન્યે, દેશ- પરદેશમાં , રચનાઓને મ્હાલવા મળ્યું.

‘નેશનલ  પ્રેસ દિવસ’ – ૧૬ નવેમ્બર ‘સાહિત્ય સંગીતનું વિશ્વ’ ગ્રૂપનાં  સર્જક મિત્રો ‘નેશનલ  પ્રેસ દિવસે’સૌ અખબારના સંપાદકોને અભિનંદન પાઠવે છે, એમાં સહભાગી થવાનું અમને પણ ગૌરવ છે.

ન્યૂઝ ઓફ ગાંધીનગર/ જનફરિયાદ : તંત્રી શ્રી પ્રદીપ રાવલ (ગાંધીનગર) 

જય હિન્દ : તંત્રી શ્રી યશવંત શાહ (અમદાવાદ)

ગુજરાત મેઈલ દૈનિક : તંત્રી શ્રી અતુલ મહેતા તથા અર્પિત મહેતા  (અમદાવાદ) 

ગુજરાત ન્યૂઝલાઈન :તંત્રી શ્રી લલિત સોની ( કેનેડા) 

ગરવી ગુજરાત : તંત્રી શ્રી રમણીકલાલ સોલંકી (લંડન)- તથા હર્ષવદન ત્રિવેદી 

ગુજરાતદર્પણ: તંત્રી શ્રી સુભાષ શાહ (ન્યુ જર્સી -અમેરિકા) 

નિર્મોહી એક અવાજ : તંત્રી શ્રી અંકિત ચૌધરી ‘શિવ’ (મહેસાણા) 

એકલવીર:  તંત્રી શ્રી તખુભાઈ સાંડસુર  ( ભાવનગર)

ફીલિંગ્સ મેગેઝિન: તંત્રી શ્રી અતુલ શાહ 

…..

ગમતી કૃતિઓથી અભિવાદન કરતાં , “ આકાશદીપ” ના અંતર અજવાળે , સાહિત્યના પથિક બનવાનું ગૌરવ સાથે , સત્તરમા વર્ષની મંગલ યાત્રા આરંભીએ.

…..

विश्व हिंदीदिवस के पावन अवसर पर, डायस्पोरा सर्जक- रमेश पटेल(आकाशदीप) -‘ “विश्व हिंदी रत्न मानद उपाधि” से विभूषित।

नेपाल की प्रसिद्ध संस्था शब्द प्रतिभा बहुक्षेत्रीय सम्मान फाउन्डेशन, संस्थापक अध्यक्षश्री आनंद गिरि मायालु द्वारा, हिंदी दिवस 14 सितंबर,२०२५ के सन्दर्भ में, अंतरराष्ट्रीय स्तर की, विश्व हिंदी कविता प्रतियोगिताका आयोजन किया गया था। – ये ख़ुशहाली विविध हिन्दी समाचारमें प्रसिद्ध हुईं, गौरवान्वित होनेका सौभाग्य मिला।

…..

આ વર્ષમાં અંગ્રેજીમાં…પ્રથમ કવિતા સંગ્રહ માટે, મા સરસ્વતીની કૃપા યાચીએ છીએ.

ચાલો કવિતા થકી મળતા રહીએ…..

….,

   My Pen: A Glowing Path of Words

With words written on a blank page, it becomes a sacred space,

A path of light, shining within’s the heart’s embrace. 

Let us float in the ocean of feelings, so free,

Where the moon’s reflection ripples gently in the sea.

Transforming words into sandalwood, sweet and pure,
Illuminating thoughts, bringing joy that endures. 

The devoted heart is deeply immersed,

In hymns and cymbals, with happiness, we’re blessed.

Let us sing in harmony, worship with grace,
Swaying with feelings, like vines in a peaceful space.
Now this  world of emotions soars high in the sky,
With everything we love, shining brightly nearby.

Golden rays of the morning sun cascade down,
Falling on hills as the day wears its crown.
Visible on the horizon, far and wide,
They beckon us with the world as our guide.

The poet writes, his thoughts flowing like prayer,

Mind and divine crafting verses everlasting there.

Ramesh Patel(Aakashdeep)….

Beloved Homeland

It feels so sweet, these words from the sky,

I cherish my homeland, where my heart lies.

What a lovely spring on earth divine, 

How can I forget this land that’s mine.

I know the tale of heaven, pure and bright,

In silver joy, I sing of your light.

With devotion, my heart does soar,

My beloved homeland, forever more.

Born from the earth, you shine serene,

I serve as priest where flowers are seen.

In your soil, my roots are deep,

In this beloved land, my faith I’ll keep.

You roam the sky, like birds in flight,

Yet in my heart, you burn so bright.

With love, you scatter across the land,

My dear homeland, forever grand.

The clouds, filled with water, bring you cheer,

Through melodies, your voice I hear.

Sing of this land, pure and true,

A homeland forever, I will renew.

I roam the sky, but to earth I am bound,

In you

A radiant future, crystal clear.

Ramesh Patel(Aakashdeep)

 સ્વપ્ન સુહાનું ભવ્ય ભારત..,

જન્મભૂમિ નમું,

ચઢાવી  ધૂળ શિરે સોહાવું

છે અણમોલ આઝાદી પ્યારી

ક્રાન્તિવીરો, અશ્રુ ધારે ગાવું.

દેશ અમારો, અમે દેશ સુભટો

વટ વ્યવહારે રમશું ત્રિરંગા

ત્રણ સાગરનાં સંગમ દર્શન

ધન્ય! પાવન હિમાલય ગંગા.

સ્વપ્ન સુહાનુ્ં ભવ્ય ભારત

હૈયે મા ગંગાની આરત

વિશ્વ શાન્તિનો રાહી ગાંધી

‘ગીતા’ માનવતાની મૂરત.

સમય ચક્રનો શંખ ફૂંકાયો

ખમીર ખેલશે ધીંગાણાં

નવયુગની રણભેરી વાગી

જયહિન્દ શમશેરી ગાણાં.

ડગ દઈશું ત્યાં ડગર રચશું

મેટ્રો બુલેટ તેજ રફ્તારા

યોગ અમારો જન આરોગ્ય ચાવી

દૂર કરશે વિપદા અંધારાં.

ત્રીજું નયન વિજ્ઞાન વિશ્વ પટલનું

યુવાધન કૌશલ્ય અભિલાષી

મહામારી કે હોય સુનામી ભૂકંપ

ટિકા તંત્ર નિષ્ઠા જનશ્રેયી.

શ્વેત હરિત ક્રાન્તિ અદ્ ભૂતા

જયહો ચંદ્ર મંગલ મિશન

પુનિત પર્યાવરણ બંધો તિરથ

વિકાસ વતનનો શ્રીરથ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

સાચાં સુખ સરનામાં…

ઝુલે હીંચકે નિરોગી તનડે, લઈ અંતરમાં શાતા

ચહેરે ખીલતાં સ્મિત મધુરાં,સાચા સુખનાં વાનાં

ગમતું મળતાં હૈયાં હરખે, નયન ઈશારા નાણાં

પરિવારની હૂંફ ઢળે, કોટે વળગે સુખ સરનામાં

દીધે રાખતા  ચડતા સિતારા,ધન સંપત્તિ થેલા

વિના માગણી દે લક્ષ્મીજી, મીઠાં સુખ સરનામાં

પણ આ છે મન જ આપણું, જગ જાણે અજંપા દોણું,

મારે કૂદકા દેખી સોપાનો, ભારે લાલચ ઘેલું

જિંદગીના છે ખેલ નિરાલા, રમાડતી આટા-પાટા

રૂડાં ભાગ્ય હોય જ ભેરુ, દિલાસા ટાઢક સરનામાં

અલક-મલકનાં સુખ સરનામાં, ડૂબે વિષાદ વમળમાં

કાચા રંગમાં ચીતરેલાં , એ માનેલાં સુખ સરનામાં

જાગો જાણજો સ્વપ્ન રમતાં, ખુલ્લા દિમાગ દરવાજા,

સંતોષ ધન પરહિત ભાવે, સાચાં સુખ સરનામાં

રમેશ પટેલ(આકાશદીપ)

….

अखंड भारतका स्वप्न सजाया … सरदार अटल विश्वासी।

अहिंसा सत्याग्रह है शस्त्र

दे संदेशा गांधी बानी।

देशसे बढ़कर  कुछ भी है न

मतवालोंने मनसे ठानी।।

बैरिस्टर नीडर जोशीला 

युवा वल्लभ बना सेनानी।।

अकाल मरकी रोग , जनजन दु:खी

बना झवेरभाईका लाड़ला सेवादली।

सुख परिवार , माँ लाडबाई तव शिरे

किसान सत्याग्रहसे केद- यात्रा होगी।।

गांधी बापुका सरदार अटल विश्वासी

केद कष्टोंसे कदी न डरता।।

कोंग्रेस प्रमुख , मुत्सदी मेधावी 

लाल गुजराती सच्चा भेखधारी।

हुआ विभाजन , बहे रक्तकी धारा

सँभाली कुनेहसे विपदा भारी।।

अखंड भारतका स्वप्न सजाया 

देश प्रेमसे सबको समझाया ।।

गृह प्रधान, उप प्रधान मंत्री

प्रजातंत्रकी शान बढ़ाई ।

चरण वंदना, अैक्य अभिमानी

कुट नीतियोंकों , दे भोम दुहाई।।

सुनो सूनो वतनके साथी

वल्लभभाई सरदारकी अमर कहानी(२)।।

रमेश पटेल(आकाशदीप)

…….

महिला विश्व कप वन डे जिता।….

निल गगनसी रंगीन, अंग पर  सोहे  वर्दी।

हो जाये मुक़ाबला, हम है भारतकी बेटी।

रचेंगे इतिहास , दो हजार पच्चीसी साल सुहानी।

पाटिल स्टेडियम, दक्षिण अफ्रिका फायनल  प्रतिद्वंदी ॥

गेंद बल्लेबाज़ी, कप्तान  हरमन कौरकी टीम, लक्ष्य त्रिरंगी ।

खड़ी मैदानमें सीना तानके, जब्बे जुनून है जैसे शेरनी,

झुम  उठे  देखके खिताबी खेला,

महिला विश्व कप वन डे जिता।

उचल मचल रहा जोश जश्न, जय हो त्रिरंगा,

बनके भारतकी शान, खेला हर खेलाडी ।

थामो धड़कन विश्वकप है हमारा, है होंठों पर राष्ट्रगानकी सरगम।

अंकित हुआ सम्मान, बधाई हो बधाई ,  विश्व विजयी खिताबी परचम।

रमेश पटेल(आकाशदीप)

…..

ભગવદ્ કૃપાથી, તંદુરસ્તી સાથે, વર્ષ આનંદ સહ, કવિતાના સ્પંદનો ઝીલતાં , ઝુલાવતાં વહ્યું. સમય સૌને એની રીતે, તાલે નચાવે, રમાડે , આપણે નવકાર મંત્ર સાથે, જય સચ્ચિદાનંદ ભાવે, નિરખતા , આ દુન્યવી ખેલો જોતા રહી પ્રાથીએ… શુભ મંગલ વર્તે સદા….

રમેશ પટેલ (આકાશદીપ)

……મધુરાં સ્મરણ….

૧૯ મે- લગ્નજયંતિ…

સવસ્થ રીતે ઉજવવા સદભાગી થયા. માવતર, કુટુંબીજનો , પરિવાર અને મિત્રો સંગે , સંસાર અને સમાજ સાથે સરલતાથી , રણછોડરાય ભગવાનની અસીમ કૃપાથી જીવન નૌકા હંકારી.
સમય ને સંજોગો સાથે તાલ મીલાવી બંને એકબીજાના વિશ્વાસે સથવારે, સંતાનોના વિકાસમાં ફળીભૂત થયા એનોઆનંદ છે. .. મધુરાં સ્મરણ છે.

…..

જોડી જાન હાલ્યા , દિન ઓગણીસ , મે માસ સન બોંતેર,

લીલુડા ડુંગર સરિતા ,સવિતા જેઠોલી રૂડાં સુખ-દ્વાર

મંગલ આવકારે ઝૂમે ,કુટુમ્બ કબિલા અભિલાષી

ધન્ય! પાવન સપ્તપદી પાનેતર , મહિસા ઉલ્લાસી

રમેશ સૂરજ ને સવિતા જલધારા, સપ્તરંગે રંગાયાં જીવન ધનુષા.

મળી ઘર કુટુમ્બ ને મિત્રોની હૂંફ, શિરે રમે નિત રણછોડરાય આશિષા. 

રચી વિધાતાએ જુગલ જોડી, શરણાઈ શણગારું….

 રચી વિધાતાએ જુગલ જોડી, શરણાઈ શણગારું.

અમે તમેની વાટે ખીલવ્યું વિશ્વ મજાનું અમારું.
તિથિ લગ્નની મે માસની, ઓગણીસની રે સંધ્યા,
રમેશ- સવિતા સપ્તપદી, શાખ અગ્નિની ના ભૂલ્યા.
 તિથિ લગ્નની મે માસની…..
થઈ જ ચક્રો જીવન રથનાં, સથવારાનાં  સુમન
ગમતું એકબીજાનું કરતાં, ખીલ્યાં હૈયે ઉપવન.
વિશ્વાસ ખુમારી પળપળ ભરી, સંઘર્ષ હૂંફની વાતું,
પરિવારના સંગે ત્રેપનમી, પ્રભુતાની છાપું વાંચું.
વિનય સંસ્કારે છોડી ધીંગાણાં, એકબીજા વગર અધૂરાં.
ગણ્યું ગણિત આવડે એવું, શીખ્યા પાઠ અનેરા,
હમસફરી હૂંફ નિવેશી, સપનાં ખુશી ઉન્મેશ
ઝુલ્યાં હિંચકે સવિતા કવિતા, ફરી દેશ- વિદેશ.
સંતોષ ધનને કૃપા કિરતારી, ઝગમગ ‘આકાશદીપ’,
ગૃહલક્ષ્મી સંગ પૂરણપોળી, કેક માલા ને દીપ.
રમેશ પટેલ(આકાશદીપ)

 રાજ ચકા-ચકીનું લાવો પાછું…

નાનું અમથું , ઘર આંગણાનું , ચકલો- ચકલી બાળ વાર્તાનું , 

ચીં ચીં કરતું , સૌને  મનગમતું , દોસ્તીલું  હું પંખી(૨)

પાકે પાકને  ચણ દે કુદરત, કીટક જંતુથી હું દઉં આરક્ષણ

દઉં સાદ , બાળપણના ભેરુ , માંગો કલશોર હક- ધણ આંગણ

તપે ઉનાળો, ખોળું પાણી,  વૃક્ષ કપાણાં ને નિવાસ લૂંટાણાં

ગમે વસ્તી ને દોસ્તી તમારી, કેમ ભૂલ્યા  ચકીનાં ખીચડી ગાણાં(૨)

રાજ ચકા- ચકીનું લાવો પાછું, નિર્દોષ મંગલ એ જ ધરોહર

બાળા રાજા કાજ રે વાવો વૃક્ષો , લટકાવો પંખી ઘર , હવે ઘર ઘર… 

બચાવો ધરોહર …જાગો ઘર ઘર.

રમેશ પટેલ(આકાશદીપ)

કવિતા આવ…

વરસે અંતર, વરસે વ્યોમ,

ખીલી ચાંદની સાગર સોમ, 

ભાવે ભીંજવવા , આવ કવિતા આવ(૨)

ષટ્ રસ ધારે વહેતી ઊર્મિ,

છેડે સંગીત મનહર મૂર્તિ

ઉર સંદેશા ઝીલી કવિતા, ભાવે ભીંજવવા… આવ કવિતા આવ(૨)

ઢોલ મેળાના, બોલ હૈયાનાં,

નટખટ નટવર નયન નમણાં

સાક્ષર સાજન ના કોઈ બંધન, ઓજસ ધરવા…

આવ કવિતા આવ… આવ કવિતા આવ.

પવન ઝુલે ઝુલે રાધા, રાસે રમાડે આજ કવિતા

દિન તારો છે બોલે માધા, રંગ જમાવવા …

ભાવે ભીંજવવા  .. આવ કવિતા આવ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

માતૃ વંદના….

1) Mother…

God has given a gift to mankind

To make a difference in life with mind.

World is running with desires and dreams,

Inspirations emerges from various streams.

Somebody do something with meaningful way,

Ability makes a base for the play.

A son and mother, playing with pleasure,

Innocent eyes sharing a divine treasure.

Who makes difference in life ? I thought,

Mother! I realised your potential for that.

Life is a struggle, world looks like a puzzle,

Mother is a real architect, to solve troubles.

Emotions and love lay foundations for today,

Gives us the wisdom, to welcome great days.

Fourteenth May, on mother’s day,

Thanks for showing a way.

Dear Mom, obliges the universe,

Accepting our pray and saying us HEY.

પહેલી મે નું ગાણું…..રમેશ પટેલ(આકાશદીપ)

સાત સૂરોનું ભાથું બાંધી ,  ગાશું એક જ ગાણું

  પહેલી મે નું  ટાણું

  લાખેણું નઝરાણું… લાખેણું નઝરાણું

 

ધન્ય! ગુર્જરી પ્યારી મૈયા

દીધાં સાગર હૈયાં

સ્નેહ સમર્પણ સાવજ ત્રાડે

રંગે જાત જ છૈયાં

 

હાક દીધી ઈન્દુચાચાએ

ગર્જ્યા  સાગર ગુર્જર

જોમ સીંચ્યા ઑગષ્ટ ક્રાન્તિએ

ગાજ્યા ઘોષ જ અંબર

 

દીપમાળાઓ ઝગમગ ઝગમગ

દે   દાદા   આશિષું

તીર્થભૂમિના   સ્પંદન    ઝીલી

ધન્ય! માતના શિશુ

 

લીલુડી  ભાતે  ખીલે  ખેતર

ઠારે આંખ જ માડી

શ્વેતક્રાન્તિની ગંગા વહેતી

સીંચે  શૈશવ વાડી

 

વીર વલ્લભ ને ગાંધી બાપુ

વિશ્વ  અખિલના તારા

મૂક  દાનવીર કરે  સંકલ્પ

ગુર્જર  ગૌરવ  ન્યારાં

 

પ્રેમ અહિંસા આદર હૈયે

દ્વારે સ્વાગત શાણાં

જ્યાં વસીએ તેના જ થઈએ

હૈયે  ગુર્જર  ગાણાં(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

…..

ગુજરાતી લિપ્યંતરણ અર્થ :-

णमो अरिहंताणं
નમો અરિહંતાણં નમસ્કાર હોજો અરિહંત ભગવંતોને.

णमो सिद्धाणं
નમો સિધ્ધાણં નમસ્કાર હોજો સિદ્ધ ભગવંતોને.

णमो आइरियाणं
નમો આયરિયાણં નમસ્કાર હોજો આચાર્યજી ને.

णमो उवज्झायाणं
નમો ઉવજઝાયાણં નમસ્કાર હોજો ઉપાધ્યાયજી ને.

णमो लोए सव्व साहूणं
નમો લોએ સવ્વસાહૂણં નમસ્કાર હોજો આ લોકને વિષે વિચરતા સૌ સાધુ-સાધ્વીજીઓને.

एसो पंच णमोक्कारो, सव्व पावप्पणासणो
એસો પંચ નમુક્કારો, સવ્વપાવ પ્પણાસણો આ પાંચ પરમેષ્ટીને કરેલા નમસ્કાર છે. બધા પાપોનો નાશ કરનાર છે.

मंगला णं च सव्वेसिं, पढमं हवई मंगलं
મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં અને બધાં જ મંગલોમાં, પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે.