પણ…

હશે ઝીંદગી તો દુઃખ પણ છે,
દુઃખની આગળ સુખ પણ છે,
આજે ભગવાન નાખુશ પણ છે,
બંદગીની આગળ દુઆ પણ છે,
થોડું વધારે જીરવી લેવું બાકી પણ છે,
હા.. દરેક પાનખર પછી વસંત પણ છે.

-નિસર્ગ

अलविदा

ऐ दोस्तों आओ कभी मिलके पैमाने बनाते है,

बीती हुई जिंदगी की यादों के मयखाने बनाते है,

बहुत दौड़े है जिंदगीकी राहो पे,

आओ किसी मोड पे मिलके ठिकाना बनाते है,

मुद्दते हो गई मिलके ठहाके लगाए हुए,

मिलते है कभी गुज़री हुई दास्तान सुनाने के लिए,

अभी मिल लेते है यारो.. फिर यह मत कहना…

सलाम लिए बिना क्यूँ अलविदा कह गए ||

-निसर्ग

मेरे सभी दोस्तों को समर्पित..

પાણીપુરી

કોવીડ-19 લોકડાઉન દરમ્યાન અને હજી પણ છોકરીઓ સૌથી વધુ જો યાદ કરતી હોય તો એ છે પાણીપુરી, લારીવાળા ની પાણીપુરી. એની એક સાબિતી છે કે દરેક રસ્તા પર ઓછામાં ઓછો એક ફેરિયાવાળો પુરીનું પેકેટ વેચતા જોવા મળશે જે ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. બધું સામાન્ય થયા પછી એક સર્વે કરવું રહ્યું કે જેટલા પણ કોવીડ-19 પોઝિટિવ હતા એમાંથી કેટલા રસ્તા પરની પાણીપુરી ખાનારા હતા, અને જો ખાતા હતા તો કોવીડ ના લક્ષણો કેટલા ગંભીર હતા. મારુ વ્યક્તિગત રીતે માનવું છે, બધા માનતા હશે કે નહીં ખબર નથી, રસ્તા પર ગટર આગળ કે પાણીની નીકની બાજુમાં ઉભા રહી ને, કાકા એ પરસેવો પાડીને બનાવેલી લિજ્જતદાર પાણીપુરી ખાઈને તમારી રોગ પ્રતિકારક શક્તિમાં જરૂર વધારો થાય છે. 😉

આ વખતે ગૌરીવ્રત આવ્યું અને ગયું. બાકી વ્રત પૂરું થયા પછી સારો વર મળે એની રાહ જોવામાં સમય બગાડવા કરતા લારીવાળા પાસે પાણીપુરી ખાવા માટે ટોળે વળતી છોકરીઓના દ્રશ્યો જોવા ન મળ્યા. એ તો છે જ રેસ્ટોરાંમાં પચાસ રૂપિયામાં પાંચ પાણીપુરી ખાવામાં કોઈ જ માજા નથી, મજા તો લારીવાળા કાકા પાસે જઈને ચટાકા ભરીને ખાવામાં જ છે અને છેલ્લે એક્સટ્રા પુરી લેવાના જલસા તો અલગ.

પાણીપુરીના જે રસિયા છે એનેતો ખબર છે; તમે ઉત્સાહથી પાણીપુરી ખાવા ગયા હોય, તમારી આગળ પાંચ જણા લાઈનમાં ઉભા હોય, તમરો વારો આવે એની રાહ જોવાતી હોય અને ચટાકેદાર માવા અને પાણીની સુગંધ જો તમારા નાક સુધી આવી ગઈ તો તમારા મોઢામાંથી એટલું પાણી આવે કે જાણે નદી પરના બાંધના દરવાજા ખુલી ગયા હોય. પછી જો તમારો વારો આવે અને માવો પતી જાય તો પૂરું, પછીથી મનમાં જે ગાળો નીકળે ત્યારે ખબર ના પડે કે મોઢામાં પાણી વધારે છે કે મનમાં ગાળો !!! પછી કાકા બટાકા, ચણા, લાલ અને લીલી ચટણી ભેગી કરે, પછી સંચર અને ચાટ મસાલો મિક્સ કરે, જાણે કાકા માવા સાથે કુશ્તી રમી રહ્યા હોય. પછી તમારી ડીશ તૈયાર થાય, સાથે મસાલા વાળી ઝીણી સમારેલી ડુંગળી મૂકે અને દિમાગ અંદરથી પાછું બૂમો પાડે કે ‘તુ જલ્દી કરને ભાઈ…’. અને પેહલી પાણીપુરી મોઢામાં મૂકી તાળવેથી દબાવતા લિજ્જતદાર પુરીનું પાણી જયારે તમારા મોઢામાં ભરાય અને એમાં જે જલસો પડે એની દૂર દૂર સુધી કોઈ સરખામણી જ નથી.

હવે લખતા લખતા મારા મોઢામાં પાણી ભરાઈ ગયું છે, નેહાને કેહવું પડશે કે જલ્દીથી ઘરે પાણીપુરી બનાવે. બાકી જો તમારા ઘરે પાણીપુરી બને તો આમંત્રણ આપવું નહિ તો છેવટે ફોટો મોકલવાનું ભૂલતા નહીં.

Dedicated to all પાણીપુરી lovers….

-નિસર્ગ

મેરા નામ જોકર

ઇન્ડિયન જોકર અને હોલિવૂડ ના જોકર માં એક મોટો તફાવત છે. ઇન્ડિયન જોકર સંબંધોમાં ફસાયેલો છે જયારે હોલિવૂડ નો જોકર સંબંધો ને દૂર મૂકીને આગળ નીકળી ગયો છે, પણ સામ્યતા એ છે કે બંને એન્ટરટેઈનીંગ અને ચોટદાર છે.

વર્ષ 1993, બીજા ધોરણનું ઉનાળાનું વૅકેશન હતું. રોજની જેમ એ દિવસે પણ જમી ને અમે ધાબા પર સુવા પોહંચી ગયા. સાડા નવ થયા હશે અને હું મમ્મી ને પૂછીને નીચે આવ્યો કે, ‘જોઈ ને આવું, ડીશ કનેકશન વાળા એ કયું પિચ્ચર મૂક્યું હશે?’ ઘરનું નાનું પોર્ટેબલ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી ચાલુ કર્યું, પિક્ચર હતુ “મેરા નામ જોકર”. ગુજરાતી મીડીયમ માં ભણતાં હોય એટલે હિન્દી શીખ્યા ન હોય તો પણ થોડું ઘણું તો વાંચતા આવડી જ જાય. બાકી હિન્દી જોડે પ્રેમ ભાવ આમ પણ મને પેહલેથી જ.

“મેરા નામ જોકર” પિચ્ચર ની વાત મમ્મી-પપ્પા જોડે ઘણી સાંભળી હતી, કે મસ્ત પિચ્ચર છે,એના ગીતો પણ મસ્ત છે. મારાથી રહેવાયું નહીં એટલે બીતા બીતા ધાબા પર ગયો અને મમ્મી ને પૂછ્યું “મેરા નામ જોકર આવે છે, જોઉં?” અને આશ્ચર્ય સાથે મમ્મી એ કહ્યું “હા”. હું તો મોજ માં આવી ગયો અને દોડ્યો નીચે પિચ્ચર જોવા. ચાર કલાક લાબું પિચ્ચર 2 વાગ્યા સુધી જાગી ને જોયું, મમ્મી એક વાર નીચે આવીને જોઈ પણ ગઈ કે હું સુઈ તો નથી ગયો ને? રામ જાણે સાત વર્ષની ઉંમરમાં મને શું ખબર પડી હશે આ પિચ્ચરમાં, પણ આખું પિચ્ચર મેં મજા થી જોયું હતુ.

જેમ જેમ ઉંમર વધતી ગઈ આ પિચ્ચર મેં ફરી ફરી ને જોયું, એની વાર્તા એનું મ્યુઝિક વધારે ગમતું, એના સંવાદની સમજ પણ પડવા માંડી. આ પિચ્ચર જોતા જોતા હું હસ્યો પણ છું અને રડ્યો પણ છું. આમ તો આ પિચ્ચર માટે લખાય એટલું ઓછું છે પણ આ બ્લોગ મારા પિચ્ચર સાથે સંકળાયેલા અનુભવોની જ છે તો બહુ ઉંડાણ માં નહિ જઉં. ઝિંદગીમાં જોયેલું, સાંભળેલું અને અનુભવ કરેલું તમારા ઘડતરમાં ભાગ ભજવે છે, કદાચ સંબંધો અને લાગણીઓ સમજવામાં આવા જ સિનેમાનો આડકતરો ફાળો હશે.

આ પિચ્ચરમાં રાજની ત્રણ વાર્તા સાંકળી લેવામાં આવી છે પણ ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં ચાર વાર્તા હતી(કદાચ આજે આવી સ્ક્રિપ્ટ મળે તો વેબ સીરીઝ ની બે સીઝન તો બની જ જાય).એમાં કિશોરાવસ્થાવાળી વાર્તા ઘણી લોકપ્રિય થઇ હતી, હજુ મારી ઉંમર એટલી નહોતી થઇ કે સિમી ગરેવાલનો એંગલ સમજી શકું. પણ નાના રાજુને થતી તકલીફ અને મિત્રો જે એની મજાક ઉડાવતા એ થોડી ખબર પડતી. પછી તો રાજુ મોટો થાય છે અને સર્કસ માં જોડાય છે અને જે મજા પડે છે !!! કદાચ એજ કારણ હશે સાત વર્ષના છોકરા ને પિચ્ચર જોવામાં વધારે માજા આવી હશે. મારો છોકરો 6 વર્ષ નો થશે અને કેહવું બિલકુલ અયોગ્ય નહિ હોય કે એને પણ પિચ્ચર જોવું ગમે છે, કાર્સ, ટોય સ્ટોરી, રેટાટૂઈ, હોમ અલોન, પાઇરેટ્સ ઓફ કરબિયન અને બીજી ઘણી બધી જલસા થી જુવે છે અને મજા એ છે કે જોતા જોતા એના પ્રશ્નો ઓછા થતા નથી. શોલે જોઈને જેમ હું ગબ્બર બનતો હતો એમ એને કેપ્ટન જેક સ્પેરો બનવું છે.

રાજ કપૂરની ફિલ્મના સેટ એટલા ભવ્ય અને વાસ્તવિક લાગે કે જાણે આપણે એ દુનિયામાં પોંહચી જઈએ. મીનુ માસ્ટર વાળી છેલ્લી વાર્તામાં ગટરના ભૂંગળામાંથી નીકળતો રસ્તો અને ઝૂંપડા માંથી દૂરથી જતી દેખાતી ટ્રેન, વાહ..!! આવા તો ઘણા સેટ આપણને બરસાત, આવારા અને શ્રી 420 માં જોવા મળ્યા હતા. વિચારી તો જુઓ આજથી 70 વર્ષ પેહલા એટલા ભવ્ય સેટ બનાવી ને ફિલ્મ ઉતારવી એ એક પેશન અને પાગલપન નથી તો બીજું શું છે? કદાચ એટલે જ રાજ કપૂર ધ ઓન્લી શોમેન છે બાકી બધા તો ખાલી નામના.

નાનપણથી મ્યુઝિકનો શોખ ખરો. થોડું ઘણું કીબોર્ડ એન્ડ ફ્લુટ પણ વગાડી લઉ છું, સાથે સાથે થોડું ગાવાનું પણ ખરું. સ્કૂલમાં હતા ત્યારે સંગીત સવાર થતી અને જેને ગાવામાં રસ હોય એનું ઑડીશન થાય અને સ્ટેજ પર ગાવા મળે. આપણે ઘણો ટ્રાઇ કર્યો હતો પણ ક્યારેય ચાન્સ ના મળ્યો. એમાં એક વાર મેં મેરા નામ જોકર નું જ એક ગીત “કેહતા હે જોકર સારા જમાના” ઑડિશનમાં ગાયું હતું.

બીજું એક ગીત છે “જાને કહા ગયે વો દીન..”. હું હંમેશા આ ગીતના શબ્દો ખોટા ગાતો અને મારી મમ્મી સુધારતી. બહુ ઓછા ગીત હોય છે જેને ગાતા દર્દ નો અનુભવ થાય, આ ગીત એમાંનું જ એક છે. કોઈ ફંકશનમાં પેહલી વાર ગીત ગાયું હોય તો એ આજ હતું. દિવસ હતો 5-જુલાઈ, 2000 મારા દોસ્ત જય શાહ ની બર્થ ડે માં.

શંકર-જયકિશન ની મૅલડી ઘણી ગમે છે, બરસાત થી લઈને મેરા નામ જોકર સુધીની. શૈલેન્દ્ર, હસરત જયપુરી, શંકર-જયકિશન અને રાજ કપૂર ડેડલી કોમ્બિનેશન છે; બરસાત, શ્રી 420, આવારા, ચોરી ચોરી, જિસ દેશ મેં ગંગા બેહતી હૈ, સંગમ, મેરા નામ જોકર એની બીજી ઘણી બધી.

આ પિચ્ચર જયારે 1970 માં રીલીઝ થઇ ત્યારે ફ્લોપ ગઈ હતી પણ અત્યારે કલ્ટ કલાસીક ગણાય છે. પિચ્ચર જોવામાં જેટલી રસપ્રદ હોય છે બનાવવામાં એટલી જ ચેલેન્જીંગ હોય છે. આ પિચ્ચરમાં રાજ કપૂર આર્થિક રીતે ધોવાઈ ગયા હતા પણ ફિનિક્સ ની જેમ બોબી સાથે ફરી ઉભા થયા. આપણે પણ કોરોના કાળ માંથી બહાર આવીશું અને ફિનિક્સ ની જેમ ફરી ઉભા થઈશું. શું કિયો છો?

कल खेल में हम हो-ना-हो, गर्दिश में तारे रहेंगे सदा ।
भूलोगे तुम, भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा ।।

-નિસર્ગ

निगाहें गाढ़े बैठे है इंतेज़ार में तेरे
कभी तो आया कर ख्वाबोमें पलको को उठा कर मेरे

-निसर्ग

वेब-सीरीज़

यह वेब-सीरीज़ का भी अजीब मसला है
शुरू किया तो ज़हर की तरह फैलता है

ना रात को देर तक सोने देता है
ना सुबह जल्दी जगने देता है

जब तक ख़तम न करे आपकी सोच में ही रहता है
पुरे दिन की साइकिल बिगाड़ के रख देता है

अननेचरल सेक्स कहीं भी डाल देता है
ड्रामा के नाम पर वायोलेन्स का ओवरडोज़ करता है

बिन वजह गालियों की बरसात करता है
ना जाने कैसे कैसे रिलेशनशिप के मेट्रिक्स बनाता है

यह वेब-सीरीज़ का भी अजीब मसला है
शुरू किया तो ज़हर की तरह फैलता है

– निसर्ग

webseries

Hum Tum

આપણા જીવનમાં ઘણા બધા પડાવ હોય છે જેને આપણે અંગ્રેજીમાં Phases કહીએ છે. જેમ જેમ આપણે જીવનના પડાવમાંથી પસાર થવા માંડીએ છે તેમ તેમ આપણો લોકોને, પરિસ્થિતિને અને જીવનને જોવાનો અંદાજ બદલાય છે. એનું કારણ છે જીવનમાં થાયેલા સારા-નરસા અનુભવો અને તમારી સમજમાં ઉમેરાતા પરિમાણો. આવા અનુભવોને જયારે વાર્તામાં ઢાળીએ અને રિયાલિસ્ટિક અને રમૂજ પેદા કરે એવા સંવાદ લખાય ત્યારે હમ-તુમ જેવી ફિલ્મ બને છે.

આ ફિલ્મ 2004 માં રીલીઝ થઇ હતી. ફિલ્મ જોવાનો ચાન્સ મને થિયેટરમાં નથી મળ્યો અથવા એવું કહું કે મેં મીસ કર્યો. પણ એની બધી કસર મેં કોલેજ કાળમાં ફિલ્મની CD ઘસી ઘસી ને કાઢી નાખી છે. આ ફિલ્મ જેટલી વાર મેં જોઈ એટલી વાર નવી લાગી છે. ઘણાને એવું થશે કે આવી કેવી ફિલ્મ છે? એવું બધું કોણ કરે? આતો કાર્ટૂન ફિલ્મ છે. જોવા જઈએ તો કોઈ પણ નવો કન્સેપટ ઈન્ટ્રોડયુસ થાય એટલે તમને એની જોડે સેટ થવામાં તકલીફ થવાની જ, એ પછી Iphone હોય કે એ. આર. રેહમાનનું મ્યુઝિક.

ફિલ્મનું મુખ્ય પાત્ર કરન બિંદાસ છે, ફ્લર્ટ કરે છે, પોતાની મરજીથી જીવે છે, મુંહ ફટ્ટ છે, બદતમીઝ પણ છે. હીરો કહેવાનું એટલે ટાળ્યું કે આ કેરેક્ટર લાર્જર ધેન લાઈફ નથી, એ આપણામાંથી જ કોઈ છે. સૈફનું પાત્ર મને પર્સનલી ગમે છે. એક તો એ હંમેશા પ્રોફેશન ચેન્જ કરતો રહે છે નહીં તો ગર્લફ્રેંડસ. માણસને જે ના મળે અથવા જે ના કરી શકતો હોયને એની માટે હંમેશા આકર્ષણ હોય છે. હું પોતે એનું ઉદાહરણ છું. 😉 સૈફ અને રાનીના ઇન્ટ્રોડકશન સીનમાં બંને નૂડલ્સ જેવી રીતે ખાય છે ત્યારે તમને ખબર પડી જાય કે કરન ઈમ્પરફેક્ટ છે અને રિયા પરફેક્ટ થવાનો ટ્રાય કરી રહી છે. કોઈ પણ વાત માં પરફેક્ટ ના હોવું એ વધારે સારું છે, ઈમ્પ્રુવમેન્ટ નો સ્કોપ રહે છે. પરફેકશન બોરિંગ છે. Beauty Lies In Imperfection. રિયા જેની જોડે મેરેજ કરે છે એ સમીર પણ પરફેક્ટ નથી. અભિષેકના ફાળે આવેલો એક માત્ર ડાયલોગ એનું પ્રૂફ છે.

જતીન-લલીત ની જોડીની છેલ્લી છેલ્લી હીટ ફિલ્મોમાંની એક છે. દરેક સોન્ગ્સ ફ્રેશ લાગે છે અને તેમના અગાઉના મ્યુઝિક કરતા ઘણું અલગ પણ છે. “લડકી કયું” સોંગ અલરેડી કલ્ટ સ્ટેટ્સ પામી ચૂક્યું છે અને એવું કહી શકાય કે આ સોંગથી પ્રસૂન જોશીને હિન્દી ફિલ્મોમાં સારા ગીતકાર તરીકેની ઓળખ મળી. આમ તો આ સોંગમાં પુરુષ અને સ્ત્રી ના પ્રકૃતિ ની હાસ્ય ઝાંખી કરાવી છે. આપણે સોંગ ને એંજોય કરીએ છે પરંતુ કોઈને સમજવામાં રસ નથી. સોંગમાં જે કહ્યું છે એ સમજાઈ જાય અને આપણે સ્વીકારી લઈએ તો હસબન્ડ-વાઈફ, ગર્લ ફ્રેન્ડ – બોય ફ્રેન્ડ ના અડધા ઉપર પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય. આ છે ને ભારત-પાકિસ્તાન જેવું છે, ખબર પડે છે પણ સમજવા તૈયાર નથી. આમાં હું પણ આવી ગયો. 😉

જે છોકરાઓ અવળચંડા કે બદમાશ હોય ને એમની ગર્લફ્રેંડસ હંમેશા વધારે હશે. કેમ કે એડવેંચર બધાને ગમે છે, એ લાઈફ હોય કે સ્પોર્ટ્સ. એ પછી લવની ભવાઈ નો સાગર હોય કે હમ-તુમ નો કરન. રિશી કપૂર ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ છે. એને જોઈને જ લાગે કે બિચારા કરનનો કોઈ વાંક જ નથી.. એ તો બાપલો રંગસૂત્રનો માર્યો એવો બન્યો છે.

એક સીનમાં કરન રિયાને સમજાવાનો ટ્રાઈ કરે છે કે, કોઈના જવાથી ઝીંદગી અટકતી નથી પણ એ કદાચ કહી નથી શકતો. રિયા એના ના કહેલા શબ્દો ને સમજી તો જાય છે પણ એની માટે સ્વીકારવું શક્ય નથી. રીયલ લાઈફમાં જો તમારી સાથે એવું કંઈ પણ થાય કે મુશ્કેલી આવે અને તમે દુઃખી રહ્યા કરો તો તમારી સાથે રેહતા બીજાનું શું? લાઈફમાં થોડો “I Don’t Care” વાળો એટિટ્યૂડ રાખવો… તો જ જીવવામાં મજા છે.

સૈફને આમ તો કન્ફુઝડ કેરેક્ટરવાળી ફિલ્મો જ સુટ થાય છે. એની હીટ ફિલ્મો ની લીસ્ટ જોઈએ તો એ પાક્કુ થઇ જાય; હમ સાથ સાથ હૈ, દિલ ચાહતા હૈ, કલ હો ના હો, સલામ નમસ્તે, હમ તુમ, લવ આજ કલ, કોકટેલ વગેરે. એ માણસ શરૂઆતથી જ કન્ફ્યુઝ રહ્યો છે સ્ટાર્ટિંગ ફ્રોમ હીસ ફર્સ્ટ મેરેજ. તમે ક્યારેય શાહરુખ ને જોયો છે આવા રોલ કરતા? ફિલ્મના ડિરેક્ટરે એક વાર કહ્યું હતું કે પેહલા એ આમીર ખાનને કરનના રોલ માટે લેવા માંગતો હતો. સારું થયું ના લીધો.. નહિ તો એ ફિલ્મના આ કેરેક્ટર ને જ કોન્ફ્યુઝ કરી નાખત. મારા આ સ્ટેટમેન્ટ પાર આમીર ભક્તો ને ખોટું લાગવાની પુરી શક્યતા છે.

ફિલ્મની સ્ટોરી માં વચ્ચે જે કાર્ટૂન આવે છે એનાથી પ્રેરાયને મેં “આવારા રાજુ” નામનું કાર્ટૂન કેરેક્ટર ઘડી કાઢ્યું હતું અને સ્ટોરી બોર્ડ પણ બનાવી દીધુ હતું. ઉપરવાળાની મેહરબાની હશે તો ક્યારેક એની પણ રજુઆત કરીશું.

આ ફિલ્મને મળેલી યશ કલગી એ છે કે એ વર્ષના ફિલ્મફેરના બેસ્ટ ડિરેક્ટર નો અવૉર્ડ વીર-ઝારા માટે યશ ચોપરાને નહીં પણ આ ફિલ્મ માટે કુનાલ કોહલી ને મળ્યો હતો. ફિલ્મની જેમ લાઈફમાં પણ तु तू -में में ચાલ્યા જ કરવાની છે અને તો જ લાઈફ માં માજા છે… બાકી બોરિંગ છે. તમારું શું કેહવું છે?

-નિસર્ગ

39987089_10216971844465227_2823245517360726016_n

Nature

Whenever I go to mountains or ocean I found myself so small and helpless against nature. When I am surrounded with such places and unknown people where I don’t know others and I can just connect with nature it feels great. If you can’t let go your ego or prejudice in such places then really… there is still something missing in you for being human.

-Nisarg

મીઠાખળી છ રસ્તા – 2010

અમદાવાદમાં હું નવો હતો. મારી જોબ મીઠાખળી નજીક સોફ્ટવેર કંપનીમાં હતી અને આણંદથી રોજ અપડાઉન કરતો હતો. ટ્રેનના સફરમાં તો રોજ નવા અનુભવ થતા અને રોજ કંઈક નવું શીખતાં. લોકોની સ્ટ્રગલ કેવી હોય છે અને રોજ કેટલું ઝઝુમવું પડે છે એનો ખ્યાલ મને ટ્રેનની મુસાફરી માં આવ્યો. હું ઘણો ઘડાયો અને નવા મિત્રો પણ બન્યા. ટ્રેનના સફરમાં શું ઉંચ-નીચ ને શું ધરમ ના ભેદભાવ..?? અમે સાથે ધુળેટી પણ મનાવતા અને સાથે રોઝા પણ તોડતા.

ઓફિસ અમે 9:30 વાગે પહોંચી જતા પણ પેહલા અમે કીટલી પર નીચે ચા પીતા અને ગપ્પા મારતા. ત્યાં સામે ગાડીની એકસેસરીઝનું મોટું બજાર હતું. ઘણી વાર હું ત્યાં એક ડોસીને જોતો. એની ઉંમર કદાચ 70 વર્ષ ઉપરની હશે. એ રોજ ત્યાં આવતી અને કોઈ લોખંડની પ્લેટને દોરી વડે બાંધીને ધૂળમાં ફેરવતી. મને થતું કે આ શું કરે છે? એક દિવસ મારાથી ના રહેવાયું તો ચાવાળા ને પૂછી જ લીધું. એને કહ્યું, સાહેબ… એ લોહીંચુંબકની પ્લેટ છે… ખીલ્લી, સ્ક્રૂ કે કોઈ નટ-બોલ્ટ પડ્યા હોય તો દુકાનો ખુલે એ પેહલા વીણી લે, પછી એને વેચી ને જે મળે એમાંથી ખાવાનું ખાય. મને એમ થયું કે 50-100 ગ્રામ લોખંડમાં એને શું મળતું હશે? પણ જે પણ મળે એ… એના માટે તો કદાચ મોટી વાત હશે. ગરીબના પેટમાં જયારે ભૂખની આગ લાગે છે ત્યારે શું નથી કરતો..!!

બીજો કિસ્સો મારી જોડે એજ વર્ષે ઉનાળામાં થયો હતો. 9-10 વર્ષનો છોકરો જેને પોતાને પહેરવા ચપ્પલ નહતા પણ એ બુટ પોલિશ કરતો હતો. થોડા સમયથી એ રોજ આવતો અને બધાને બુટ-પોલિશ માટે પૂછતો. મારી પાસે આવીને પૂછ્યું તો મેં એને કહ્યું કે મારા તો સ્પોર્ટસ સૂઝ છે તો એ બોલ્યો કે, ‘લાવોને… એને પણ મસ્ત સાફ કરી દઉં.’ મેં તો સાફ ના કરાવ્યા પણ કેયુર નરખીએ એના બુટ પોલિશ જરૂર કરાવ્યા. છોકરા સાથે થયેલી વાતોનો રેકોર્ડ કરેલો વિડિઓ તમારી સાથે શેર કરું છું. લોકો જિંદગીમાં બે છેડા ભેગા કરવા કેટલી હાડમારી ભોગવતા હોય છે એનો કદાચ આછો-પાતળો ખ્યાલ આવશે.

વિડિઓ Nokia N73 માં લીધેલો છે તો ગુણવત્તા માટે ક્ષમા કરજો. 

રાયપુર ભજીયા હાઉસ

9:45 PM, શુક્રવાર

કકડતી ભૂખ લાગી હતી અને ઘરે પોંહચવામાં મોડું થવાનું હતું. રાયપુર ભજીયા હાઉસ આગળથી પસાર થતો હતો એટલે રહેવાયું નહીં. ગાડી બાજુ પર પાર્ક કરી અને ભજીયા લેવા લાઈનમાં ઉભો રહી ગયો. ઘરે ફોન કરી ને કહી દીધું કે હું ભજીયા લઈને આવું છું તો સાથે ખાઈશું. અહીં થી શરુ થાય છે ભજિયાને મારા પેટ સુધી પહોંચવાની suffer.

મારી આગળ બે જણા જ હતા એટલે થયું કે હાશ… આજે તો જલ્દી નંબર આવશે, પણ જેવો મારો વારો આવ્યો ભજીયા પુરા. કાકાએ કહ્યું કે 10 મીનીટ થશે… રાહ જુઓ. કાકા ગયા બીડી પીવા અને મારી નજર પડી મમરીના ઢગલા ઉપર. બપોરે લંચ પછી કશું ખાધેલું નહીં એટલે તમે સમજી શકો છો કે મમરીના બે દાણા પણ અમૃત જેવા લાગે. કાકા બીડી પી ને પાછા આવ્યા એટલે મેં કહ્યું, કાકા.. મમરી તો ટેસ્ટ કરાવો. કાકા ચોપડાવી જ દીધું… “શેઠ કેમેરામાં જોઈ લે તો વઢે”. કદાચ કાકા માટે આ રોજ નું હશે પણ મારી જોડે આ બનાવ પેહલી વાર બન્યો હતો. 10 મીનીટ ઓલરેડી થઇ ગઈ હતી અને આપડી કસોટીની તો હજુ શરૂઆત જ હતી. થોડી વાર પછી એક ભાઈ આવ્યો અને કાકા જોડે 20 રૂપિયા ની મમરી માંગી. આપણ ને તો બોસ shock જ લાગ્યો.. એના હાવભાવ અને પેન્ટના ખિસ્સામાં લટકતા વજનથી ખ્યાલ આવી ગયો કે ભાઈ નો આજે પાર્ટી કરવાનો પ્લાન છે. એ ભાઈના ગયા પછી ભજીયાવાળા કાકાએ આપણા observation પર confirmation નો સિક્કો મારી દીધો. 2 મીનીટમાં ભજીયા આવ્યા અને પુરી 20 મીનીટ રાહ જોયા પછી પડીકું મારા હાથમાં હતું.

ગાડીમાં બેઠો, પાછલી સીટ પર પડીકું મૂક્યું અને ગાડી સ્ટાર્ટ કરી. ઘરે પહોંચતા હજુ 30 મીનીટ જેટલો સમય થવાનો હતો. ગાડી હજુ 200 મીટર આગળ ગઈ હશે અને ભજીયાએ એના હોવાનો એહસાસ કરાવી દીધો. કકડતી ભૂખ, પાછળ બેઠેલા ભજીયા અને ઘરે રાહ જોતી ઘરવાળી. આ 30 મીનીટ બહુ લાંબા સમય સુધી યાદ રેહવાની હતી. મારુ ધ્યાન ડાઇવર્ટ કરવા મનગમતા જૂનો ગીતો સાંભળવા 95.0 રેડિયો વન લગાવ્યું અને ચાલુ થયું “યાદોં કા ઇડિયટ બોક્સ – નિલેશ મિસરા કે સાથ”. એની સ્ટોરી સાંભળતા અને ગીતો એન્જોય કરતા હું જૂની યાદોમાં ગરકાવ થઇ ગયો હતો. ગાડી જાણે મારુ અર્ધ જાગૃત મન ચલાવતી હશે અને ક્યારે મેં ઇન્દિરા બ્રિજ પાર કરી લીધો ખબર જ ના પડી. એમાં મારી યાદોને બ્રેક મારતી રેડિયો વનની એડ આવી… મહા ભજીયા પાર્ટી…”અમદાવાદ નો સ્વાદ ભજીયા અને અમદાવાદ નો અવાજ રેડિયો વન”. એમાં ભજીયાની એટલી બધી વાર્તાઓ કરી કે ઘરમાં પેટ ભરી ને બેઠેલો પતિ પણ એની વાઇફને ભજીયા ખવડાવવા રિકવેસ્ટ કરવાની હિમ્મત કરી નાખે.. અને હું પોતે ભજીયા મારી સાથે લઈને જઈ રહ્યો હતો પણ ખાવાની જુર્રત કરવાની હિમત નહતી, મોટા ઉપાડે ઘરે ફોન જો કરી દીધો હતો..!!!

કોબા સર્કલ આવી જ ગયું હતું… હવે મારા માં હિમ્મત ન હતી કે ઘરે જઈને ચા બને એની રાહ જોઉં.. તરત જ ફોન લગાવીને નેહા ને ચા બનાવી રાખવનું કહી દીધું. જેવો ઘરે પહોંચ્યો તો ચા તૈયાર જ હતી… ડીશમાં ભજીયા કાઢવાનો ટાઈમ બગાડ્યા વગર જ પડીકું ખોલીને ભજીયા ઝાપટવા માંડ્યો… પહેલું ભજિયું મોઢામાં મુકતા પરમ તૃપ્તિનો જે આનંદ થયો એનું વર્ણન કરવા માટે હવે શબ્દો નથી રહ્યા.

-નિસર્ગ