હે અંજુ હું તને હમણાં 15 મિનિટમાં પીકઅપ કરું છું. તું ફટાફટ તૈયાર થઈ ને બહાર આવી જા આપણે જુહુ ચોપાટી પર જઇએ.ચાલ હવે હું ફોન મુકુ છું હવે મે બાઇક ને કિક મારી…
અંજલિ:શ્યામ સાંભળતો ખરા પણ આમ અચાનક મળવાનું કારણ શું?? ઇ પણ જુહુ ચોપાટી ?? કઇ સ્પેશ્યલ છે કે શું??
શ્યામ:ઇ બધું તને ત્યાં જઈને કહીશ અત્યારે તું તૈયાર થઈને ફટાફટ બહાર નિકળ ને..
અંજલિ:ઓકે
શ્યામ અને અંજલિ મુંબઈ ની પ્રસિદ્ધ માતૃછાયા કોલેજના છેલ્લા વર્ષમાં ભણે છે.બન્ને મિડલ કલાસમાંથી બિલોંગ કરે છે..બન્ને કોલેજના પહેલાં વર્ષથી પ્રેમમાં છે. પણ બન્ને પ્રેમમાં કયારેય મર્યાદા વટાવી નથી. બન્ને એકબીજાને પોતાઆની આત્મા કરતા પણ વધારે ચાહે છે. બન્ને એકબીજા ની લાગણી બહું છે આખા કોલેજમાં બેસ્ટ કપલ તરીકે એમનું નામ આવતું..
શ્યામ અંજલિ ના દરવાજે બાઇકને હોર્ન મારે છે એટલી વારમાં અંજલિ તૈયાર થઈને બહાર નીકળી. બાઇક પાછળ બેસી ગઈ. શ્યામે બાઇક કિક મારી આગળ વધી રહયો હતો આ બાજુ અંજલિ ના મગજમાં વિચારો ખોવાઈ ગઈ કે આજે શ્યામ લગ્ન નું પ્રપોઝ તો નથી કરવાનો ને? શ્યામ પોતે વિચારતો હતો કે હું અંજુ ને કેમ નું સમજાવ….
એટલી વારમાં જુહુ ચોપાટી આવ્યું શ્યામે બાઇક પાર્ક કરી દરિયા કિનારા ના એક છેડે બન્ને બેઠાં. શ્યામ અને અંજલિ બન્ને જણાં એકબીજામાં ખોવાઈ ગયા હતા..
અંજલિ: શ્યામ મને એમ કહેતો આજ આમ અચાનક જુહુ ચોપાટી પર અને અત્યારે જ કેમ મળવાનું કારણ??
શ્યામ: જો અંજલિ હવે તને જે કાંઈ પણ કહ્યું એ બધું સાંભળ્યા પછી તું તારી જાતને સંભાળવાની શક્તિ રાખજે..
અંજલિ:તું શું બોલે મને કાંઈ જ નથી સમજાતું જે પણ વાત કરવી હોય ગોળ ગોળ ફેરવ્યા વગર સીધી વાત કર.
(શ્યામ ડોબી તને સીધે સીધું કહી દવ તો તારા જીવ ની સાથે મારો જીવ લઈ લે એમાંની છે.)
શ્યામ:જો અંજુ તને ડાયરેક્ટ પોઇન્ટ પર વાત કરું તો આ આપણી જિંદગીની છેલ્લી મુલાકાત છે.
અંજલિ: આ તું શું બોલે છે એનું ભાન તો છે ને..
શ્યામ:મને ખબર જ હતી તું નહીં માને આમ એટલા માટે હું તને જુહુ ચોપાટી લાવ્યો અને બસ આ છેલ્લી મુલાકાત ને મારે યાદગાર બનાવી છે. બસ હવે છેલ્લી મુલાકાતમાં હું તને મારી બાહો મા લેવા માંગુ છું બસ હું તને જોવા માંગુ છું.
અંજલિ: આમ બધુય અચાનક થવાનું કારણ??
શ્યામ: કાલે રાત્રે પપ્પા એ કિધુ કે હવે આ કોલેજ ની લાસ્ટ એકઝામ નું પરિણામ જાહેર થાય પછી મને પરદેશ યુ.કે મોકલે છે એમ સમજ ને હું આવતાં અઠવાડિયે જતો રહીશ આ સમુંદર થી પેલે પારના સમુંદર..
અંજલિ: પણ તું જયા સુધી પરદેશ થી પાછો ના આવે ત્યાં સુધી હું તારી રાહ જોવા તૈયાર છું..
શ્યામ:હહહહહહહહહહ અંજુ આપણે ફિલ્મી સ્ટાઇલમાં નથી જીવતા આપણે ઓરીજલ લાઇફમાં જીવીએ છે.. ચાહું તો હું તને કહી શકું કે હું જયાં સુધી પરદેશથી પાછો ના આવું ત્યાં સુધી તું રાહ જોજે પણ ના કિધુ કેમ કે મને મારા પ્રેમ પર ભરોસો છે. પણ મારી નિયત પર નહીં..હું પરદેશ ગયા પછી શું ખબર હું મારા સ્વાર્થ માટે ત્યાંની છોકરી સાથે લગ્ન કરી લઉ. હું મારા પ્રેમમાં કયારેય કલંક લગાવવા નથી માગતો…તારો અને મારો પ્રેમ હમેશાં પવિત્ર હતો,પવિત્ર છે અને આગળ પણ પવિત્ર રહેશે..
અંજલિ: પણ શ્યામ તું જતો રહીશ મને તારા વગર એક પળ પણ જીવી શકાતું નથી..તું જ મારો છે તારા વગર તો મને આ દુનિયા પણ કોરી લાગે છે..
શ્યામ:હહહહહહહહ અંજુ પણ તને ખબર છે જયારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં થી મથુરામાં જવા નિકળ્યા ત્યારે રાધાએ પણ આવો સવાલ ભગવાન શ્રી કૃષ્ણ ને પુછ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે રાધા તું મારા દિલમાં જ છે તારો પ્રેમ ઇ મારો પ્રેમ છે. તું જયારે મને દિલથી યાદ કરીશ ત્યારે હું તારી આજુબાજુ હોઇશ. તારા પ્રેમને ઇતિહાસમાં અમર રહેશે એમ આપણો પ્રેમ સાત જન્મો નો છે ભલે ને આપણે એકબીજાને પામી નથી શક્યા એકબીજાની યાદો ને સ્પર્શી શકાય ને. તું મને જયારે યાદ કરીશ ત્યારે એમ સમજ હું પણ તારી બાજુમાં જ છું બસ હવે આપણે એકબીજાને એકબીજાની યાદો સાથે જીવતા શીખવું પડશે..
અંજલિ અને શ્યામ એકબીજા ની બાહો મા લે છે..
લાગણીનું એક ખીલ્યું છે કમળ, એજ તો મહેફિલ તણો આધાર છે.
– મનહર ચોક્સી
#પુનિત_શ્રોત્રિય
Date:07:09:2015
#પુનિત_શ્રોત્રિય





