જૂનાગઢ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાલી બેઠકો પર પ્રવેશ ઈચ્છુકો અરજી કરે
જૂનાગઢ તા.૩૦,
રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઐાદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ, જૂનાગઢ મહિલા આઇ.ટી.આઇ. તેમજ વંથલી, માણાવદર, કેશોદ, માળીયા, મેંદરડા, ભેસાણ, વિસાવદર, ગીર ગઢડા, ઊના, સુત્રાપાડા, તેમજ તાલાળા અને ગ્રાન્ટ ઈન એઇડ ઐાદ્યોગિક તાલીમ સંસ્થાઓનાં કેન્દ્રો જોષીપુરા, રહેમાની જૂનાગઢ, શારદાગ્રામ, વેપ્કો વેરાવળમાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેસસત્ર ઓગષ્ટ-૧૫ થી જુજ બેઠકો ખાલી રહેલ છે. આથી પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઉક્ત સંસ્થાઓ ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન નવીન પ્રવેશ ફોર્મ ભરી રજિસ્ટ્રેશન ફી રૂા. ૫૦ તથા જરૂરી પ્રમાણપત્રો સહિત પરત જમા કરવવાનાં રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન અરજીપત્રક ભરેલ હોય તેવા ઉમેદવારો અને કોઇ કારણવશ પ્રવેશ મેળવી શકેલ ના હોય તેમણે રજીસ્ટ્રેશન ફી ભરવાની થતી નથી. તેઓએ ઓનલાઇન અરજીપત્રક અને રજીસ્ટ્રેશનની ભરેલ રસીદ સાથે સબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે. ઉક્ત તમામ સંસ્થાઓની બેઠકો ભરવાની બીજા રાઉન્ડ કાર્યવાહી નોડલ ઐાદ્યોગીક તાલીમ સંસ્થા જૂનાગઢ ખાતે કરવામાં આવનાર છે. જ્યારે ત્રીજા રાઉન્ડ કાર્યવાહી જે તે ઐાદ્યોગીક તાલીમ સંસ્થા ખાતે કરવામાં આવનાર છે. જેનો પ્રવેશ વાંચ્છુ ઉમેદવારોએ લાભ લેવા આચાર્ય આઇ.ટી.આઇ. જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.
૦૦૦૦૦૦૦૦
જૂનાગઢ ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૭-૦૮-૧૫ ના રોજ યોજાશે
જૂનાગઢ તા.૩૦,
લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓન લાઇન ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત માહે ઓગષ્ટ-૨૦૧૫માં જૂનાગઢ જિલ્લાનો માન. મુખ્મંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ તા.૨૭ ઓગષ્ટ.-૨૦૧૫ ગુરૂવારનાં રોજ તથા તાલુકા કક્ષાના પ્રશ્નો માટે તા.૨૬-૦૮-૨૦૧૫ (ચોથા બુધવારે)ના રોજ સબંધિત તાલુકા મથકે ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
વિશેષમાં માન. મુખ્યમંત્રીશ્રી દ્વારા દરેક ગામે ગ્રામ સ્વાગત કાર્યક્રમ પણ શરૂ કરેલ છે. ગ્રામ્ય લોકોએ તેમના પ્રશ્નો જે તે ગામના તલાટીને દર મહીનાની ૧૨ તારીખ સુધીમાં રજુ કરી દેવા.
જિલ્લા કક્ષાના પડતર પ્રશ્નો માટે લોકોએ તેમના પ્રશ્નો જિલ્લા કલેકટરશ્રીને અને તાલુકા કક્ષાના પ્રશ્નો સીધા સબંધિત મામલતદાર કચેરીને તા. ૧૦/૦૮/૨૦૧૫ સુધીમાં મોકલી આપવા.
મુદત બાદની અરજી, અસ્પષ્ટ રજુઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ/કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્યકિતગત આક્ષેપોવાળી અરજી, નિતી-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસોવાળી અરજી, અરજદારને સ્વંય સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજુઆત અંગે સબંધીત કચેરી/ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજુ કરેલ પ્રશ્નો, અગાઉના સ્વાગત કાર્યક્રમમાં રજુ થયેલ પ્રશ્નો અરજદારે રજુ કરવા નહી.
જિલ્લા કક્ષાના પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, જૂનાગઢ ખાતે તા. ૨૭-૦૮-૨૦૧૫ ગુરૂવારના રોજ સવારે ૧૧ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટરશ્રી અને સબંધિત ખાતાના અધિકારીઓ અરજદારોને સાંભળશે. જયારે તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી ખાતે તા.૨૬-૦૮-૨૦૧૫ના ચોથા બુધવારના રોજ સવારના ૧૧.૦૦ કલાકે મામલતદારશ્રી અને સબંધિત ખાતાના અધિકારીઓ અરજદારને સાંભળશે. તેમ કલેકટર કચેરી જૂનાગઢ ની યાદીમાં જણાવાયુ છે.
૦૦૦૦૦
શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંજી ચુડાસમા જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે
જૂનાગઢ તા.૩૦,
શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાં આવતીકાલ તા.૩૧ જૂલાઇનાં રોજ જૂનાગઢ કૃષિ યુનિ. કેમ્પસ ખાતે જિલ્લા સ્તરની રાષ્ટ્રીય સેવા યોજનાની ત્રિદિવસીય વિદ્યાર્થી શીબિરમાં સવારે ૧૧-૦૦ કલાકે ઉપસ્થિત રહેશે. બાદમાં ૧૩-૩૦ કલાકે ધાર્મીક આશ્રમોમાં ગુરૂપુર્ણિમાં નિમિત્તે યોજાયેલ કાર્યક્રમોમાં હાજરી આપી અનુકુળતાએ અમદાવાદ જવા રવાનાં થશે. તેમ મંત્રીશ્રીનાં અંગત મદદનીશ શ્રી ડી.કે.ગલાણીની યાદીમાં જણાવાયુ છે.
૦૦૦૦૦૦૦૦
ફ્રાન્સમાં વર્લ્ડ માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પીયનશીપમાં રમવા જશે જુનાગઢનાં ત્રણ સિનીયર સિટીઝન નાગરિકો
વિદેશ જતા ખેલાડીઓનું પ્રભારી મંત્રી અને કૃષિ રાજ્યમંત્રી સહિતનાં માહનુભાવો દ્વારા કરાયુ બહુમાન
યુવાનો માટે પ્રેરણાદાયી ખેલાડીઓને સાંસદ પુનમબેન માડમનાં પિતાશ્રીનાં ટ્રસ્ટ દ્વારા અપાશે પુરસ્કાર
જૂનાગઢ તા.૩૦,
યુવાનો માટે પ્રેરણા આપતા ૬૦ થી ૭૭ વર્ષનાં જૂનાગઢનાં ત્રણ સિનીયર સિટીઝનો આગામી અઠવાડીયામાં ફ્રાન્સ ખાતે વર્લ્ડ માસ્ટર ચેમ્પીનશીપમાં ભાગ લેશે. દોડ અને વાંસકુદમાં ગોલ્્ડ મેડલ રાષ્ટ્રીય કક્ષાએ મેળવ્યા બાદ આ સિનીયર સિટીઝનો હવે આંતર રાષ્ટ્રી કક્ષાએ જઇ રહ્યા છે. જૂનાગઢ જિલ્લાનાં ગૈારવ રૂપ ત્રણ સિનીયર નારગીકો વિદેશ રમત માટે જઇ રહ્યા હોય તેમનાં સન્માન માટે જૂનાગઢ જિલ્લાનાં પ્રભારી મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા, કૃષિ રાજ્યમંત્રીશ્રી જશાભાઇ બારડ અને સંસદિય સચિવશ્રી જેઠાભાઇ સોલંકીએ આનંદની લાગણી વ્યક્ત કરી ત્રણેય સિનીયર રમતવિરોને રાજ્ય સરકાર વતી સફળતા માટે શુભકામમના પાઠવી હતી.
જૂનાગઢનાં ૭૭ વર્ષનાં રેવતુભા જાડેજા, ૭૩ વર્ષનાં હિરાલક્ષ્મીબહેન વાસણ અને ૬૨ વર્ષીય ધિરેન્દ્રભાઇ હીરાણીએ તાજેતરમાં ગોવા મુકામે નેશનલ માસ્ટર એથ્લેટીક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવીને વર્લ્ડ ચેમ્પીનશીપ માટે પસંદગી પામ્યા છે. તેઓ ૧ લી ઓગષ્ટ થી ૧૬ ઓગસ્ટટ સુધી ફ્રાન્સમાં વર્લ્ડ માસ્ટર એથ્લેટીક્સ ચેમ્પીનશીપમાં ભાગ લેશે. ફ્રાન્સમાં દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક સહિતની તમામ રમતો રમાશે. ૩૫ વર્ષથી ઉપરનાં ભાઇ બહેનો ભાગ લેશે.
ગોવા ખાતે રેવતુભાએ ૮૦ મિટર વિઘ્ન દોડમાં સિલ્વર મેડલ, હિરાલક્ષ્મીબેને આજ દોડમાં સિલ્વર મેડલ અને ૧૫૦૦ મિટર દોડમાં સુવર્ણ ચંદ્રક અને શ્રી ધિરેન્દ્ર હિરાણીએ વાંસકુદમાં સુવર્ણ ચંદ્રક મેળવેલ છે. આંતર રાષ્ટ્રીય કક્ષાએ આ સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂા. ૨૫ હજાર, દ્રિતિયને રૂા. ૧૫ હજાર અને તૃતિયને રુા. ૧૦ હજાર પુરસ્કાર આ સિનીયર સિટીઝનોને ઈનામ પેટે મળશે.જામનગરનાં સાંસદ શ્રી પુનમબેન માડમનાં પિતાશ્રી સ્વ. હેમંતભાઇ માડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સિનીયર સિટીઝનોને રોકડ પુરસ્કાર અપાશે.
ખેલાડીઓને પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપનાર જૂનાગઢ માસ્ટર એથ્લેટીક એશોસીયેશનનાં સ્થાપક અને સેક્રેટરીશ્રી હારૂનભાઇ વિહળ અને પ્રમુખશ્રી ઈકબાલભાઇ મારફતિયા તેમજ શ્રી પી.કે. રાઠોડ સહિતનાં ખેલકુદ પ્રિય અગ્રણીઓ અને ખેલાડીઓએ શુભેચ્છા આપી છે.
૦૦૦
જૂનાગઢ જિલ્લામાં ગરીબ વર્ગના લોકોને ગંભીર બિમારીની સારવારમાં આશીર્વાદ
સમાન બનતી મુખ્યમંત્રી અમૃતમ યોજના
લુંઘીયાના મજૂર લાભાર્થી હરીભાઇ વાઘેલા કહે છે મા યોજનાના કાર્ડથી તેમની
હાર્ટ સર્જરી અદ્યતન હોસ્પિટલમાં થઇ અને નવજીવન મળ્યું
જૂનાગઢ તા. ૩૦
ગરીબ વર્ગના લોકો અગ્રીમ કક્ષાની હોસ્પિટલમાં સારવાર કરાવી શકતા નથી એવી સામાજિક માનસિકતા ગુજરાત સરકારની મુખ્યમંત્રી અમૃતમ યોજનાએ ભુસી નાંખી અનેક ગરીબ પરીવારના લોકોને ગંભીર બિમારીમાંથી બેઠા કરી નવજીવન આપ્યું છે.
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતુત્વમાં રાજયમાં આરોગ્ય સેવાની ગુણવતા શ્રેષ્ઠ થઇ છે. મા અમુતમ પછી મા વાત્સલ્ય યોજનાએ ગરીબ વર્ગના મોટા સમુદાયને આવરી લીધો છે. રાજય સરકારની મા અમુતમ યોજનાને લીધે રોજેરોજનું કમાઇને ગુજરાન ચલાવીને જીવન જીવતા પરિવારના કોઇ સભ્ય ગંભીર બિમારીમાં સપડાય તો તેને સુપર સ્પેશ્યાલિસ્ટ હો્સ્પીટલોમાં સારવાર મળે તેવો વિચારસુધ્ધા ન આવે, પરંતુ ગરીબોની સાથે હર હંમેશ ઉભી રહેતી રાજય સરકારે એક સિમાચિન્હરૂપ સામાજિક સેવાનો દાખલો બેસાડી મા અમુતમ યોજનાનો આવિષ્્કાર કરી મહત્વનું કામ કર્યું છે એવું જરૂરથી લાગે જયારે મજૂરી કરતા કોઇ પરીવારના મોભીને ખર્ચાળ ઓપરેશનો વિના મુલ્યે અદ્યત્તન સવલતો ધરાવતી હોસ્પીટલમાં થાય. જૂનાગઢ જિલ્લામાં અનેક પરીવારોને મા યોજનાના કાર્ડ ઈસ્યુ થયા છે અને બિમારીમાં તેનો લાભ લઇ સાજા થયા છે.
વિસાવદર તાલુકાના ભલગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના લુંધીયા ગામના ૪૫ વર્ષીય હરીભાઇ પુનાભાઇ વાધેલા તેના પાંચ સભ્યોનું ગુજરાન મજુરી કરીને ચલાવે છે. હરીભાઇએ તેમને હાર્ટ એટેક આવશે અને ઘરમાં મોટો ખર્ચો આવશે તેવી કલ્પના પણ કરી ન હતી. અચાનક તેમને છાતીમાં દુખાવો થતા અમરેલીની ખાનગી હોસ્પીટીલમાં તપાસ કરાવતા હદયરોગનો હુમલો આવ્યાનું અને મોટી હોસ્પીટલમાં જવાનું કહેતા હરીભાઇના પરીવારને મા યોજનાનું કાર્ડ હોય ચિંતા કરવાની જરૂર નથી તેમ કહી ભલગામના હેલ્થ વર્કર શ્રી બી.એન.ગોંડલીયાએ સમજાવી સરકારી મેડીકલ ઓફીસરે સરકાર દ્વારા આ યોજનામાં ઉપલ્બધ ઉચ્ચ હોસ્પીટલની યાદી અંગે જાણ કરતા હરીભાઇ રાજકોટની સ્ટરલીંગ હોસ્પીટલમાં બતાવવા જતા હદયને લોહી પહોંચાડતી ત્રણ નળી બ્લોક થયાનું નિદાન થતા બાયપાસ સર્જરી કરાવી લેવાની સલાહ આપવામાં આવી હતી. મા યોજનામાં સરકાર રૂ.૨ લાખ સુધીનો ખર્ચ આપતી હોય સ્ટરલીંગ હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
સરકારશ્રીની આ યોજનાનો લાભ લઇ સંતોષ વ્યકત કરતા હરીભાઇ વાઘેલા કહે છે કે મા અમુતમ યોજનાથી તેમની સારવાર સારામાં સારી હોસ્પીટલમાં થઇ છે. મા યોજનાના કાર્ડને લીધે એક પણ પૈસાનો તેમને પોતાને ખર્ચ થયો નથી. વાહનભાડાનો અને ફરીવાર બે વખત બતાવવાનો ખર્ચ પણ ન થતા આ લાભાર્થી કહે છે કે સરકારની આ યોજના ખરેખર કલ્યાણકારી છે. હાલ સ્વસ્થ જીવન જીવતા હરીભાઇના મુખ પર સંતોષની લાગણી જોવા મળે છે.
૦૦૦૦૦૦૦
