!…ગુરૂજીનાં કંઠમાં વૈકુંઠ બિરાજે…!
(મારી સમગ્ર શૈક્ષણિક યાત્રાના પથદર્શક એવા ગુરૂજનોને વંદનસહ રચના અર્પણ)
…………………………………………….…………..…
ગુરૂજીનાં કંઠમાં
વૈકુંઠ બિરાજે,…ગુરૂજીનાં કંઠમાં વૈકુંઠ બિરાજે…!
ગુરૂજી તો, શિશુને
ઈશુ બનાવે,… ગુરૂજીનાં કંઠમાં વૈકુંઠ બિરાજે…!
ગુરૂજીનાં, સ્વરે સ્વરે
ઈશ્વર બિરાજમાન,… ગુરૂજીનાં કંઠમાં વૈકુંઠ બિરાજે…!
ગુરૂજીનાં, ચરણોમાં
શરણ પામો,… ગુરૂજીનાં કંઠમાં વૈકુંઠ બિરાજે…!
ગુરૂજીનું મુખ જોઈ
બાળ સુખ પામે રે,… ગુરૂજીનાં કંઠમાં વૈકુંઠ બિરાજે…!
ગુરૂજી તો, જ્ઞાનની સરિતા
આ લોકના ફરિસ્તા,…ગુરૂજીનાં કંઠમાં વૈકુંઠ બિરાજે…!
ગુરૂજી તો, ગ્રંથિ છોડાવી
ગ્રંથ પકડાવે,...ગુરૂજીનાં કંઠમાં વૈકુંઠ બિરાજે…!
ગુરૂજીને ‘સંયમ‘ ના
કોટિ કોટિ વંદન,… ગુરૂજીનાં કંઠમાં વૈકુંઠ બિરાજે…!
………………………………………………………………………………..…….
રચયિતા : ડૉ. કિશોરભાઈ મોહનભાઈ પટેલ (શોર, સંયમ)
નિવૃત્ત ઈન્ચાર્જ આચાર્ય
M.Com., M. A., M. Ed. (Gold Medalist), Ph. D.
Guj. State & National Awardee Teacher
http://drkishorpatel.blogspot.com
https://shikshansarovar.wordpress.com
My YouTube Channel : Dr. KP Key Education
Mo. No. 9427 811 811










પ્રતિભાવો…