કોઈપણ નવા સબંધના પગથિયા:
૧. બંન્ને લોકો એક બીજાને પોતાની શ્રેષ્ઠ વસ્તુ જ બતાવે. અને બીજાને જે ગમે તે રીતે વર્તે.
૨. બંન્ને જણ પોતાની વધેલી શ્રેષ્ઠ વસ્તુ બતાવે. પણ પોતાના નિયમિત વર્તન તરફ થોડા પાછા આવે.
૩. બંન્ને ખાલી એક બીજાને ગમવાનો દેખાડો કરે, પણ બીજી વ્યક્તિની ગેરહાજરીમાં પોતાના અસલી વર્તન પર આવી જાય.
અહીં કોઈ અન્ય વ્યક્તિ સબંધ બગાડે તેની મહત્તમ શકયતા હોય છે.
૪. જો સબંધ બચી જાય તો આ પગથીયામાં બંન્ને જણાં એક બીજાને પુરેપુરા ઓળખી જાય અને સબંધ તૂટવાની મહત્તમ શકયતા હોય છે. કારણ કે બંન્ને જે શરૂમાં બતાવેલું તે રિયલ માં હોતું નથી એટલે બંન્નેને સામેનું પાત્ર ખોટું કે જુઠ્ઠું લાગે છે પણ કોઈ પોતાના વર્તન વિશે વિચારતું નથી.
૫. જો ચોથા પગથીયામાં સબંધ સચવાઈ જાય તો પછી આવે છે સ્વીકારનું પગથીયું. જેમાં બંન્ને જણા એક બીજાને જેવા છે તેવા જ રૂપમાં સ્વીકારવાની કોશિશ કરે છે.
૬. જ્યારે પાંચમા પગથિયા ના અંતે બંન્ને જણાં એક બીજાને જેવા છે તેવા સ્વીકારી લે ત્યારે બંને વચ્ચે સાચા પ્રેમ અને લાગણીની શરૂઆત થાય છે અને પછી એ સબંધ કાયમી બની જાય છે જેને કોઈ તોડી શકતું નથી પછી કોઈ પણ પાત્ર ગમ્મે તેવું કેમ ના હોય.
—-તેજશકુમાર પટેલ—-