જાણવા જેવું – ધનનો અભાવ
યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને મહાભારતનાં યુદ્ધ પહેલા કૌરવ વંશ વિષે કહે છે :
कुले जातस्य वृद्धस्य परवित्तेषु गृद्ध्यतः।
लोभः प्रज्ञानमाहन्ति प्रज्ञा हन्ति हता ह्रियं ।।
– મહાભારત , ઉદ્યોગ પર્વ , અધ્યાય ૭૨
અર્થાત – મનુષ્ય ઉત્તમ કુળમાં જન્મ લઈને અને વૃદ્ધ હોવા છતાં બીજાનું ધન હડપ કરવાની આશા રાખે છે , તે લોભ એની વિચાર શક્તિ નષ્ટ કરે છે. અને વિચાર શક્તિ નષ્ટ થવાથી એની લજ્જા પણ નષ્ટ થાય છે.
ह्रीर्हता बाधते धर्मं धर्मो हन्ति हतः श्रियम् ।
श्रीर्हता पुरुषं हन्ति पुरुषस्याधं वधः ।।
– મહાભારત , ઉદ્યોગ પર્વ , અધ્યાય ૭૨
અર્થાત – નષ્ટ થયેલી લજ્જા ધર્મ નષ્ટ કરે છે. નષ્ટ થયેલો ધર્મ મનુષ્યની સંપત્તિનો નાશ કરે છે અને નષ્ટ થયેલી સંપત્તિ એ મનુષ્યનો વિનાશ કરે છે કારણકે ધનનો અભાવ જ મનુષ્યનો વધ છે
ટિપ્પણી આપો