કનક ભાઈ એ પ્રમુખ સ્વામી સાથે સંપર્ક માં ક્યારે અને કેવી રીતે સંપર્ક મા આવ્યા? સ્મરણો સાથે શેર કરી PSM નગર ની મુલાકાતઅહીં ક્લિક કરો

અમદાવાદ,પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, નિમિત્તે તાજેતર માં શ્રી કનક ભાઈ વ્યાસ ડિસેમ્બર ૨૦૨૨ માં મુલાકાત લીધી.
️પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, અમદાવાદ ️
     અમદાવાદ,પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, નિમિત્તે તાજેતર માં શ્રી કનક ભાઈ વ્યાસ ડિસેમ્બર ૨૦૨૨ માં મુલાકાત લીધી.
તેઓ કેવી રીતે પ્રમુખ સ્વામી ના સંપર્ક માં આવ્યા ?
  ” તેઓ ના સહાધ્યાયી સને ૧૯૭૦ થી  તેઓ સાથે  કોલેજ ના એન્જીન્યરીંગ ના અભ્યાસ કાળ દરમ્યાન ના સહાધ્યાયી  નિખિલેશ સ્વામી સાથે વિદ્યાર્થી કાળ દરમિયાન આવ્યા.”
    ” વિદ્યાર્થીકાળ માં વડોદરા માં શ્રી નિખિલે શ સ્વામી સાથે એન્જીન્યરીગ કોલેજ માં અભ્યાસ કરતા અને ખાસ મિત્રો હતા.”

થોડા વિષયાંતર સાથે જાણવું કે સિનિયર સંતશ્રી  નિખિલેશ સ્વામી   જેઓ દ્વારા ઓગણજ,અમદાવાદ ખાતે શતાબ્દી મહોત્સવ સ્થળ ની રચના માં સેવા આપી છે તેઓ ત્યાં એક થી દોઢ વર્ષ બંજર, જંગલ જેવી જમીન ઉપર રાત – દિવસ રહી વિશ્વકર્મા / આર્કીટેક્ચર ની ભૂમિકા અદા કરી આ અદભુત, અલૌલિક PSM શતાબ્દી નગર નું સર્જન કરવા માં મહત્વ નું યોગદાન આપ્યું છે

જે સ્મરણ અને સ્મૃતિ યાદ કરતા શ્રી કનક ભાઈ કહે છે કે
  “. પ્રમુખ સ્વામી મહારાજ 1995 માં જામનગર આવ્યા હતા ત્યારે હું, અમારા દિગજામ ના પ્રેસીડન્ટ શ્રી અગરવાલ સાહેબ અને અન્ય ઓફિસર પ્રતિનિધિ મંડળ તેઓને મળવા ગયા હતા, ત્યારે જે દિવ્યતા, આત્મીયતાપૂર્વક સર્વે નો તેઓએ પરિચય મેળવ્યો હતો તે કાયમી દિવ્ય સ્મરણીય બની ગયો.”
પ્રથમ પરિચય અને મુલાકાત પૂ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે ની સ્મૃતિ::
     શ્રી પ્રમુખ સ્વામી સાથે ની પ્રથમ મુલાકાત ને યાદ કરતા શ્રી કનક ભાઈ કહે છે કે
  “અમારા જામનગર મંદિર ના કોઠારી સ્વામી પૂ.શ્રી ધર્મનિધિ સ્વામી એ પરિચય સાથે ઉમેર્યું કે શ્રી કે. ડી. વ્યાસ ભૂદેવ અને આપણા પૂ. નિખિલેશ સ્વામી (સિનિયર સંતશ્રી અને એક થી દોઢ વર્ષ બંજર, જંગલ જેવી જમીન ઉપર રાત – દિવસ રહી વિશ્વકર્મા / આર્કીટેક્ચર ની ભૂમિકા અદા કરી આ અદભુત, અલૌલિક PSM શતાબ્દી નગર નું સર્જન કરવા માં મહત્વ નું યોગદાન આપ્યું છે ) ના વિદ્યાર્થીકાળ માં વડોદરા માં સાથે એન્જીન્યરીગ કોલેજ માં અભ્યાસ કરતા અને ખાસ મિત્રો હતા.
       “બાદ માં તો પ્રમુખ સ્વામી મહારાજ ને જયારે પણ મળતા ત્યારે ” આવો ભૂદેવ ” ના ઉમળકા થી સન્માનીય સંબોધીત કરી આવકારતા.”
” પ્રમુખ સ્વામી આ રીતે તેઓના કોન્ટેક્ટ માં આવતા સર્વે લોકો સાથે આત્મીયતા દાખવતા હતા.”
વિશેષ અત્રે જણાવવા નું કે વ્યાસ પરિવાર સ્વામી નારાયણ બી એ પી એસ ના સાથે  જોડાયેલ છે
  સને ૨૦૧૯ ના  યુ. એ. ઇ. અબુધાબી ખાતે BAPS સંસ્થા સ્વામિનારાયણ ના મંદિર  ના સને  મે ૨૦૧૯ ના પુ.મહંત સ્વામી હસ્તે શિલાન્યાસ વિધિ થઈ હતી. જે પ્રસંગે શ્રી કનક ભાઈ વ્યાસ અને વ્યાસ પરિવાર એ પૂજ્ય મહંત સ્વામી ના આશીર્વાદ લીધા હતા.

પૂ.પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ના નગર રચના અને આધુનિક ટેકનોલોજી ના ઉપયોગ વિશે તેઓ કહે છે
    ” દિવ્ય મહાપુરુષ ની શતાબ્દી ઉત્સવ ઉજવવા માં સર્વે BAPS ના સંત સમુદાય અને સર્વે હરિભક્તો ને ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. તેથી એક હજાર થી વધુ ઉચ્ચ શિક્ષિત સંતો અને 80000 ની વધુ ઉચ્ચ શિક્ષિત હરિભક્તો ની બે વર્ષ ની સતત દરરોજ ની નિસ્વાર્થ મહેનત થી આ PSM નગર નું ભવ્ય, દિવ્ય અને અલૌકિક, આધુનિક ટેક્નોલોજી નો મેક્સિમ સદોપિયોગ કરી સર્જન કયુઁ છે.”

પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ,અમદાવાદ  PSM નગર તથા વ્યવસ્થા વિશે::
     “સમાજ ના સર્વે નાગરિકો ને PSM નગર ના દર્શન કરવા ની જે સિસ્ટમ બનાવી છે તે દેશ – વિદેશ ના મેનેજમેન્ટ ના પ્રોફેશનલો અભ્યાસ કરવા આવે છે કે દરરોજ ના સવા બે લાખ થી અઢી લાખ (2,25000 થી 250,000) અને શનિ – રવિ ત્રણ થી ચાર લાખ (3,00,000 થી 4,00,000) લોકો નિહાળવા આવે છે”

“દરરોજ સવા થી દોઢ લાખ લોકો ની જમવા માટે રસોઈ વ્યવસ્થા, છતાં કોઈ ધક્કામુક્કી કે અવ્યવસ્થા નહિ.”

” પાંચ માઈલ દૂર થી સ્વયંસેવકો હાથ જોડી ઉભા હોય અને “જય સ્વામિનારાયણ ” અભિવાદન કરી કઈ રીતે પ્રદર્શન માં પહોંચવું, વાહન પાર્કિંગ વ્યવસ્થા વિ. થી માહિતગાર કરી ટ્રાફિક કંટ્રોલ ની સુંદર વ્યવસ્થા સતત સવારે આઠ થી રાત ના 10.00 વાગ્યા સુધી નિસ્વાર્થ ભાવ થી પણ ઉત્સાહ થી કરે છે.”
વિવિધ ફ્લોટ્સ અને કૃતિઓ::
“PSM નગર માં પ્રવેશો તો આપણી સંસ્કૃતિ ને અનુરૂપ કલાત્મક મુખ્ય દ્વાર અને અન્ય દ્વારો, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ની ભવ્ય વિશાળ મૂર્તિ, દિલ્હી અક્ષરધામ નું ભવ્ય કલાત્મક સર્જન, બાલનગરી, ગ્લો ગાર્ડન નું અદભૂત, દિવ્ય સર્જન, બાળકો અને મોટેરા ઓ માટે રચનાત્મક સંદેશાઓ સાથે, અલગ અલગ બાળકો અને મોટાઓ માટે જીવન ઘડતર ના સંદેશ  ની થીમ પ્રદર્શિત કરતા વિશાળ ડોમ, બાળકો ના આદર્શ જીવન ઘડતર ના સંદેશ, લેટેસ્ટ ટેક્નોલોજી સાથે લાઈટ અને સાઉન્ડ શો,  તદ્દન વ્યાજબી ભાવે મળતા પ્રેમવતી નાસ્તા ગૃહો, પુસ્તક અને હર્બલ આઇટમો માટે સેન્ટરો વિગેરે ખુબજ આદર્શ, આકર્ષિત, અને આધુનિક સગવડ સાથે માણવા મળશે. આ સર્વે પ્રદર્શનો નિઃશુલ્ક નિહાળવા મળે છે”

“જે પણ આશ્ચર્યકારક, અદભૂત વ્યવસ્થા છે. મુલાકાતે આવતા સર્વે લોકો PSM નગર નિહાળી આશ્ચર્યચકિત  થઇ ખુબ વખાણ કરે છે.”

પરિવાર જનો સાથે લીધી મુલાકાત:;
     “અમોએ પલ્લવીબેન વ્યાસ (અમદાવાદ ), સંદીપ વ્યાસ ફેમિલી (વડોદરા ), ચિરાગભાઈ મહેતા – નેહાબેન, નૈતિક (રાજકોટ ) વિ. એ PSM નગર પ્રત્યક્ષ નિહાળવા નો લાભ માણ્યો છે.”

“હું તો સર્વે જ્ઞાતિજનો ને અપીલ કરું છું કે થોડો સમય ફાળવી, આયોજન કરી  બાળકો સાથે ખાસ PSM નગર, અમદાવાદ ની જરૂર મુલાકાત લેશો.”

” મુલાકાત લેવી શક્ય અને અનુકૂળ ન થઇ શકે તો u tube ઉપર વિગતવાર અલગ અલગ ક્લિપો કે ગુજરાત ફર્સ્ટ ચેનલ ઉપર સાંજે 6.00, રાત્રે 9.00 અને 10.00 વાગ્યે જરૂર વિવિધ કાર્યક્રમો અને PSM નગર ની ઝલક જરૂર બાળકો સાથે  નિહાળશો.”
    “ફક્ત જોઈને આનંદ જ માણશો નહિ પણ તેનો મુખ્ય ઉદેશ્યો જેવાકે ભાવભક્તિ, નિસ્વાર્થ સેવા નો ભાવ, આપણું કર્તવ્ય, આપણું વિઝન, મહેનત, આપણા કાર્ય ની ચોકસતા, વિવેક, નમ્રતા, શિસ્ત, આધુનિક ટેક્નોલોજી નો ઉપયોગ, પૂ. પ્રમુખ સ્વામી મહારાજ ની આદર્શ અને આધુનિક લાઈફ સ્ટાઇલ ની શીખ વિગેરે સમજવા ની કોશિષ કરશો અને આપણી લાઈફ સ્ટાઇલ માં અમલ કરવાની કોશિષ કરશો તો જરૂર ધન્યતા અનુભવશો.”

જય સ્વામિનારાયણ,

કનક વ્યાસ
BAPS બુક સ્ટોલ & હર્બલ સેન્ટર, જામનગર

લેખક પરિચય::
  જામનગર સિનિયર અગ્રણી ટેકનોક્રેટ,લેખક અને મોટીવેશનલ સ્પીકર શ્રી કનક રાય ભાઈ વ્યાસ નો જન્મ સને ૧૯૫૩ મા તા.૨૩ મી ફેબ્રુઆરી ના રોજ પિતા શ્રી દેવ શંકર ભાઈ વિઠ લજી ભાઈ વ્યાસ ને ત્યાં મહિરા  વ્યાસ પરિવાર માં થયો.
  તેઓએ વડોદરા ખાતે થી એમ એસ. યુનિવર્સિટી માંથી સને ૧૯૭૪ માં ટેકસટાઇલ એન્જિનિયર માં સ્નાતક થયા.
   દિગજામ વુલન મિલ માં ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન ગાળે છે.  તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તથા BAPS સ્વામી નારાયણ સંસ્થાન જામનગર ખાતે માનદ સેવા આપે છે.
જય સ્વામી નારાયણ
અસ્તુ.
=============================

@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

યુવાવર્ગ માટે ” પ્રેરણાદાયી વ્યક્તિવ “:: પ્રણવ ભાઈ વ્યાસ, જામનગર બોર્ન ::૧૯૭૩ ::

યુવા કાર્યકર શ્રી પ્રણવ ભાઈ વ્યાસ જામનગર એજી બી એસ

“શાંત અને કોઈ જાજો અવાજ કર્યા વગર   કામ કરવું અને જવાબદારી નિભાવ નાર તેવા જેને કહી એ તો zen personality,  શાંત સાદગીભર્યા સ્વભાવ ધરાવતા  શ્રી પ્રણવ ભાઈ વ્યાસ”

તેઓ જામનગર એજી બી એસ ના સંનિષ્ઠ કાર્યકરો પૈકી ના એક

તેઓ નો જન્મ  જમના વડા પરિવાર મા મહિરા વ્યાસ પરિવાર ના જામનગર સ્થિત લલિત ભાઈ વ્યાસ તથા શ્રીમતી સ્મિતા બેન ને @ કુસુમ બેન ત્યાં સને ૧૯૭૩ માં ૬ ઠ્ઠી જુલાઈ ના રોજ મુંબઈ ખાતે જન્મ થયો.

તેઓ વિશે ગૌરવ સાથે એજી બી એસ અગ્રણી શ્રી કનક ભાઈ ડી વ્યાસ જામનગર નાઓ કહે છે કે
“પ્રણવ ભાઈ એટલે એવું વ્યક્તિત્વ કે જે પ્રોફેશનલ રીતે, સામાજિક રીતે, સેવાકાર્યો માટે અત્યારના યુવાવર્ગ માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ.”

વિશેષ આગળ પ્રણવ ભાઈ ના વ્યક્તિત્વ વિશે કહેતા શ્રી કનક ભાઈ ડી વ્યાસ જણાવે છે કે
   સંનિષ્ઠ કાર્યકર::
    “પ્રણવભાઈ વ્યાસ વિષે જો સાચી ઓળખ આપું તો તે આપી શકાય કે તે જામનગર AGBS ના પાયાના એક સંનિષ્ઠ કાર્યકર છે.”

ઉત્તરદાયિત્વ નિભાવતા અને જવાબદાર વ્યક્તિ:
   ” જામનગર સમગ્ર પરિવાર માં કોઈ જ્ઞાતિ ને લગતું કામકાજ હોય તો પ્રણવભાઈ હંમેશા હાજર હોય, જ્ઞાતિજનો પણ આવા કામકાજ માટે વિના સંકોચે પ્રણવભાઈ ને બોલાવી ચર્ચા કરી એવા કર્યો ની જવાબદારી પ્રણવભાઈ ને સોંપે “

“કોરાના ના કપરા સમય માં પણ પોતાની તબિયત ની પરવા કર્યા વગર જરૂરિયાતમંદ AGBS પરિવારો ને મદદે દોડતા રહ્યા” , પરિવારો ને જરૂરી મદદ પોંહચાડતા હતા,અને

“કોરોના કાળ માં પરિવાર સભ્યો ના મૃત્યુ સમયે ઘર ના એક કે બે સભ્યો સાથે પ્રણવભાઈ ફક્ત બે કે ત્રણ વ્યક્તિઓ મળી ને AGBS પરિવારના સભ્યોને અગ્નિદાહ દેવાના કઠિન કાર્ય માં સામેલ થઇ નૈતિક ફરજ નિભાવી”

માતા પિતા::
  પિતા શ્રી લલિત ભાઈ વ્યાસ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં વહીવટી વિભાગ મા ફરજ બજવી છેલ્લે તેઓ હિસાબનીશ અધિકારી તરીકે ફરજ બજાવી  સને 2000 માં રિટાયર્ડ તેઓ જામનગર સ્થાયી થયા પ્રણવ ભાઈ એ જામનગર ને કર્મ ભૂમિ બનાવી.

   માતા શ્રીમતી સ્મિતાબેન @ કુસુમ બેન વ્યાસ અને મોસાળ માં નાના મહેતા પુરૂષોત્તમભાઈ શંભુરામ મહેતા મુંબઈ નો સેવા ના ગુણ પ્રણવ ભાઈ ને વારસામાં મળ્યા. હાલ તેઓ એજી બી જામનગર ના સક્રિય કાર્યકર અને પ્રમુખ તરીકે સેવા આપે છે.

મોસાળ : મુંબઇ અગ્રણી  મહેતા પુરૂષોત્તમભાઈ શંભુરામ (નાના) બોરીવલી
મહેતા મહેશભાઇ પુરૂષોત્તમભાઈ (મામા) બોરીવલી
અભ્યાસ:
     તેઓ એ કોમર્સ માં ગ્રેજ્યુએશન કરી એમ બી એ વિથ એકાઉન્ટ્સ માં માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેઓ એ કોમ્પ્યુટર ગ્રાફિક્સ પ્રિન્ટિગ પ્રેસ, ફોટો શુટ & એડિટીંગ નો વ્યવસાય કરે છે

વૈવાહિક લગ્ન::
તેઓ ના લગ્ન નરમાણા સ્થિત ઠાકર પરિવાર ના રમેશ ભાઈ લાલજી ભાઇ ઠાકર ના પુત્રી બીના બેન સાથે તા.૨૫.૫.૨૦૦૩ ના રોજ થયા

પત્ની::  શ્રીમતી બીના બેન વ્યાસ,
       સામાજિક સેવા નિઃસ્વાર્થ નિભાવ નાર પ્રણવ ભાઈ ને સપોર્ટ પૂરો પાડનાર અને પ્રેરક અને પ્રોત્સાહિત બળ પૂરું પાડનાર કોણ ? આ અંગે શ્રી કનક ભાઈ ડી વ્યાસ કહે છે કે ::
     “પ્રણવભાઈ ના વાઈફ શ્રીમતિ બીનાબેને પણ સરસ રીતે પરિવાર ના સંસ્કારો અપનાવી પ્રણવભાઈ ને તેઓના સેવકાર્યો, પરિવારની સંભાળ, અને પ્રોફેશનલ કાર્યો માં પૂરતો સહકાર આપી પ્રણવભાઈ ના કાર્યો ને પ્રોત્સાહિત કરતાં રહે છે”
” AGBS મહિલા મંડળ માં પણ અગ્રણી કાર્યકર તરીકે કામ કરતાં રહે છે.”

સંતાનો:: એક પુત્ર અને એક પુત્રી
A. એક પુત્ર વ્યોમ પ્રણવભાઈ વ્યાસ
હાલ 12મું સાયન્સ અંગ્રેજી માધ્યમમાં આ વર્ષે સને ૨૦૨૨ માં જાહેર થયેલ પરિણામ માં જ 82% થી ઉતીર્ણ થયેલ છે.

B. ઍક પુત્રી મિશ્રી પ્રણવભાઈ વ્યાસ
હાલ ધોરણ 4 મા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે.

સદસ્ય પરિચય:: (ટુંકી વિગત) 
૧.નામ: પ્રણવ લલીતભાઈ વ્યાસ
૨.જન્મ તારીખ 06-07-1973
૩.જન્મ સ્થળ : મુંબઇ
ગોત્ર : કૌશીક
કુળદેવી : શ્રી ચંન્દ્રભાગા માતાજી દેવભુમિ દ્વારકા
કુળદેવતા શ્રી જમનાવડા દાદા
મું. જમનાવડ, તા. ધોરાજી
૪.Aહાલ નું એડ્રેસ
“ગાયત્રીકૃપા”
7/8 પટેલ કોલોની, રોડ નંબર 2/3, જામનગર – 361008 ગુજરાત
   B ફોન નંબર : 98981 74985
   C email address
pranav73_vyas@yahoo.com
૫.વતન :
મું. મયરા (ઘેડ) હાલ જામનગર.
૬.માતા પિતા
માતા :  અ.સૌ. સ્મિતાબેન (કુસુમબેન) લલીતભાઈ વ્યાસ
પિતા : શ્રી લલીતભાઈ મયાશંકર વ્યાસ
(નિવૃત ફોરેસ્ટ હિસાબી અધિકારી)
૭.શૈક્ષણિક માહિતી
B.Com. MBA with Account
૮.વ્યવસાય : કોમ્પ્યુટર ગ્રાફિક્સ પ્રિન્ટિગ પ્રેસ, ફોટો શુટ & એડિટીંગ

કૌટુંબિક વિગત અને ભાઈઓ બહેનો::
૯.ભાઈઓ : 1
  ૧ ::ડો. ધ્વનિષ લલીતભાઈ વ્યાસ
એમ. ડી. ફિઝીશીયન
(હાલ રાજકોટ)
   નાનાભાઈ ડો. ઘ્વનિષ વ્યાસ રાજકોટ માં આપણા જ્ઞાતિજનો ના દર્દીઓ ની કોઈ ફી લેતા નથી અને  સારવાર આપે છે. આવા સેવાકાર્ય અને પરિવાર ના સુસંસ્કાર ની દેણ છે.
   તેઓ એ ભાવનગર ખાતે થી તેઓ એ એમ. બી બી એસ પૂર્ણ કરી એમ.ડી. (મેડીસિન) ૨૦૧૦ માં પૂર્ણ કર્યું.
    હાલ તેઓ આસ્થા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કન્સલ્ટિંગ ફિઝિશ્યન તરીકે ફરજ બજાવે છે.
    ડો વિભાબેન ધ્વનિષ વ્યાસ
એમ. ડી. પી.એસ.એમ.
રાજકોટ સિવિલ હોસ્પિટલમા પ્રોફેસર
(હાલ રાજકોટ)
ઍક પુત્રી અવિશા ધ્વનિષભાઈ વ્યાસ

૧૦બહેનો : 2
1) અ.સૌ. નિલમબેન પ્રણવકુમાર જોષી
  શ્રી પ્રણવકુમાર ચંપકલાલ જોષી
UPL કંપનીમા G.M.
   મું. જામ ખંભાળીયા, હાલ વાપી
2) અ.સૌ. મનિષાબેન કેતનકુમાર મહેતા
શ્રી કેતનકુમાર વિનોદરાય મહેતા
LIC ઓફીસર
મું. જેતપુર, હાલ રાજકોટ
ઉપસંહાર અને સમાપન :
   વ્યવસાયિક,સામાજિક,અને સેવાકીય કાર્ય માં યુવાવર્ગ માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ  ધરાવાતા યુવા કાર્યકર શ્રી પ્રણવ ભાઈ વ્યાસ ને શુભેચ્છા અને સેવા કાર્ય કરતા રહે તેવી અભ્યર્થના

અસ્તુ

@ નરેન્દ્ર જોશી
9427502399
(ઇનપુટ્સ સૌજન્ય:: શ્રી કનક ભાઈ ડી વ્યાસ જામનગર)

💐 વડીલ વંદના:: ધીરજ લાલ ભાઈ મેહતા ( બોર્ન: ૧૯૩૨)💐

ધીરજલાલ ભાઈ દુર્લભજી ભાઈ મહેતા
વતન ઓસા (ઘેડ) તા.માંગરોળ.
   સને ૧૯૩૨ ના ૩ જી માર્ચ ના રોજ ઓસા ધેડ ગામે મહેતા પરિવાર માં જન્મેલા શ્રી ધીરજલાલ ભાઈ આજ ૯૧ વર્ષ ની વયે પણ સ્વાશ્રયી જીવન જીવી રહ્યા છે…જરૂર થી તેઓ ને મળો એટલે તમારું અસ્તિત્વ ભૂલી જાઓ તેઓ ના ચરણ માં વંદન કરી થોડી વાર માટે તો આવી વિભૂતિ ને મળી વૈશ્વિક ચેતના સાથે મળ્યા ની અનુભૂતિ થાય. તેઓ એ વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના સાથે ઓસા ઘે ડ ગામ ને પોતાનું કુટુંબ માની જીવી રહ્યા છે.

તેઓ ના પિતાશ્રી પિતા દુર્લભજી અંબારામ મહેતા એટલે બ્રહ્મ કર્મ અને વૈદિક સંસ્કૃતિ અને કર્મ કાંડ નો અભ્યાસ કાશી સંસ્કૃત પાઠશાળા માં કર્યો હતો અને ઓ સા ઘે ડ ગામ ને કર્મભુમિ બનાવી હતી તેઓ પાસેથી શ્રી ધીરજલાલ ભાઈ એ વૈદિક કર્મકાંડ નું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને બ્રહ્મ સંસ્કૃતિ નો વારસો સાચવી રાખ્યો. તેમજ બ્રહ્મ વૈદિક કર્મકાંડ કાર્યો નું વહન કરી રહ્યા છે.

તેઓ પાસે સને ૧૯૬૮ થી ૧૯૯૦ સુધી ના ઓસા ગામ ની ત્રણ પેઢી દ્વારા શિક્ષણ અને સંસ્કાર નું સિંચન પ્રાપ્ત કર્યું.

ગામ માં ૨૫ વર્ષ સુધી નવરાત્રી મંડળ નું સંચાલન પણ કર્યું અને ગામ માં સમરસતા અને સંસ્કાર ના સિંચન નો યથા શક્તિ પ્રયાસ કર્યો.

તેઓ ૯૧ વર્ષ ની ઉમરે પણ બ્રહ્મ મુહુર્ત માં ઉઠી નિત્ય પૂજા ક્રમ પૂર્ણ કરી પોતાના દૈનિક કર્મ કપડા, વાસણ સફાઈ જાતે કરે અને પોતાની રસોઈ જાતે બનાવે એવા “સ્વયં પાકી” તથા “ધર્મો રક્ષતિ રક્ષત: ” જીવન માં ઉતારનાર અને પાલન કરનાર સ્વસ્થ અને સ્વાશ્રયી જીવન ૯૧ વર્ષ ની વયે વિતાવી રહ્યા છે.

સંતાનો ના આગળ ના અભ્યાસ અર્થે પરિવાર કેશોદ સ્થાયી થયો પત્ની શ્રીમતી જયા બેન એ સંતાનો ની જવાબદારી સંભાળી પરંતુ ધીરજ લાલ ભાઈ એ ઓસા ગામ ને કર્મભુમિ તરીકે સેવા કાર્ય ચાલુ રાખ્યું.
  સને ૨૦૦૭ માં ૧૦ મી ઓક્ટોબર ના પત્ની શ્રીમતી જયાબેન નું અવસાન થયું. ધીરજ લાલ ભાઈ એ સંસાર માં રહી સ્થિતપ્રજ્ઞ વૈરાગ્ય પૂર્ણ જીવન ઓસા ઘે ડ મુકામે વ્યતીત કરી રહ્યા છે.

માતા પિતા::
    તેઓ નો જન્મ પિતા દુર્લભજી અંબારામ મહેતા તથા ત્રિવેણી બેન ને ત્યાં મહેતા પરિવાર માં ઓસા ઘે ડ તા. માંગરોળ મુકામે થયો.
ઓસા ઘે ડ નું રેવન્યુ તાલુકા મથક માંગરોળ આશરે ૪૬ કીમી દુર છે પરંતુ તેનો આર્થિક પ્રવૃત્તિ અને વ્યાપારિક વહેવાર ૨૦ કીમી ના અંતરે આવેલ બાંટવા ટાઉન સાથે રહ્યો છે.

અભ્યાસ,શિક્ષણ અને વ્યવસાય કારકિર્દી ની સફર ::
તેઓ એ ધો.૧ થી ૪ નો અભ્યાસ ઓસા
ઘેડ મુકામે કર્યો અને ધો.૫ થી ૭ સુધી માળિયા હાટીના અભ્યાસ કરી બાદ માં જૂનાગઢ અભ્યાસ કર્યો
  તેઓ શરૂઆત નો કારકિર્દી નો થોડો સમય ૧૭ વર્ષ ની વયે સને ૧૯૫૦ થી ૧૯૫૫ ના  મુંબઈ સરકાર માં અને કાપડ માર્કેટ માં મુંબઇ ખાતે પસાર કર્યો. પરંતુ તેઓ નું નસીબ ફરી તેમને વતન ખાતે ખેંચી લાવ્યું.

પ્રથમ નિમણુક::
   તેઓ એ સને ૧૯૫૫ માં શાળાન્ત પરીક્ષા પાસ કરી જે આજ ના એચ. એસ સી ધોરણ ૧૨ ની સમકક્ષ કહી શકાય  અને શિક્ષણ ને વ્યવસાય તરીકે અપનાવી પ્રથમ નિમણુક વડોદરા ( ડોડીયા) તા. વેરાવળ ખાતે નિમણુક થઈ અહી તેઓએ સને ૧૯૫૮ સુધી ત્રણ વર્ષ જેટલા સમય માટે ફરજ બજાવી.

શાળા નિર્માણ અને શિક્ષણ કાર્ય::

બાદ માં તેઓ ની નિમણૂક ફૂલ રામા ખાતે થઈ અહી તેઓ એ સને ૫૦ અને ૬૦ ના દશક માં સાક્ષરતા નું પ્રમાણ ઓછું હતું અને સરકાર દ્વારા પણ શિક્ષણ ના પ્રચાર પ્રસાર પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. તેઓ અને ગ્રામ જનો ના રજૂઆત થી સરકાર દ્વારા શાળા નિર્માણ કાર્ય શરૂ થયું.

શરૂઆત માં ગામ ના ચૌ રાહા ની જાહેર જગ્યા પર શાળાકીય શિક્ષણ કાર્ય શરૂ કર્યું.
તે દરમિયાન તેઓ ને શિક્ષણ વિભાગ ની પરીક્ષા ટ્રેનિંગ સાથે બે વર્ષ સને ૧૯૫૮ થી ૧૯૬૦ માંગરોળ ખાતે ચાલુ સર્વિસ સાથે પૂર્ણ કર્યું.

બાદ માં સને ૧૯૬૦ થી ૧૯૬૮ સુધી સામરડા તા.માંગરોળ ગામે ફરજ બજાવી અને અહી પણ સરકારી શાળા નિર્માણ કાર્ય કરી અને શિક્ષણ કાર્ય ની ફરજ બજાવી.

વતન ઓસા ઘે ડ ગામ ની સેવા અને કર્મભુમિ બનાવી::

તેઓ ના પિતા શ્રી દુર્લભજી અંબા રામ ભાઈ  મહેતા ની નાદુરસ્ત તબિયત ના કારણે અને માતા પિતા ની સેવા અર્થે વતન ઓસા ઘે ડ ખાતે ૧૯૬૮ માં પોતાની શિક્ષક તરીકે બદલી
કરાવી અને સ્થાયી થયા. ત્યાં સને ૧૯૬૮ થી ૧૯૯૦ નિવૃત્ત સુધી  ઓસા ગામ ની ત્રણ પેઢી  ને શિક્ષણ અને સંસ્કાર નું સિંચન કર્યું.
   આજ પણ જૂની પેઢી ના વડીલો અને તેઓ નો વિદ્યાર્થી વર્ગ તેઓ ને સન્માન ની નજર જુએ અને માન આપે.

લગ્ન, કૌટુંબિક, જીવન અને સંતાનો::
      તેઓ ના લગ્ન પોરબંદર જિલ્લા ના રાણા વડવાળા ના વ્યાસ પરિવાર ના  દયા શંકર રેવા શંકર વ્યાસ ના પુત્રી જયા ગૌરી બેન સાથે તા.૧૨.૧૨.૫૧  ના રોજ થયા.

તેઓ ના સંતાનો માં ચાર પુત્રી અને બે પુત્ર
પુત્ર::
૧.દિલીપ કુમાર ધીરજલાલ મહેતા કેશોદ
પુત્ર વધુ ;: ભાવના બેન

દિલીપ ભાઈ મહેતા વિશે::
   તેઓ એ વિનીયન મા અભ્યાસ કરી કાયદા ના સ્નાતક થયા. તેઓ રેવન્યુ પ્રેક્ટિસ કરે છે.
    તેઓએ એ બોર્ડિંગ પ્રમુખ તથા કેશોદ એજી બી એસ ના મંત્રી તરીકે પણ સેવા આપી છે. તેઓ મહેતા પરિવાર ટ્રસ્ટ ના મંત્રી તરીકે મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

૨.શ્રી રાજેશ ધીરજલાલ મેહતા, કેશોદ
પુત્ર વધુ:: નીતા બેન

પુત્રીઓ:: ચાર
૧. શ્રીમતી મૃદુલા બેન ચીમન લાલ વ્યાસ, કેશોદ
૨.શ્રીમતી હંસા બેન વિજય કુમાર વ્યાસ, રાજકોટ
૩..શ્રીમતી દક્ષા બેન બિપીન  કુમાર જોશી, જૂનાગઢ
૪.શ્રીમતી ભારતી બેન વિનોદ કુમાર વ્યાસ, જૂનાગઢ

પૌત્ર, પૌત્રી, દોહિત્ર અને સંતાનો::
જય રાજેશ કુમાર મહેતા, અભિષેક દિલીપ કુમાર મહેતા,
રીચા ઋજુ કુમાર વ્યાસ,જામનગર,
ધારા બેન મૌલિક કુમાર જોશી પોરબંદર,
અમીબેન વિશાલ કુમાર જોશી,રાજકોટ,
હિતાક્ષી રાજેશ કુમાર મહેતા,કેશોદ.

ઉપસંહાર અને સમાપન:: તાજેતર માં ગત માર્ચ માં તા.૩.૩.૨૨ ના રોજ ઓસા ઘે ડ ના સરપંચ શ્રી અને અગ્રણી ઓ તથા નીલકંઠ સેવા મંડળ કાર્યકર અને હોદેદારો ની ઉપસ્થિતિ માં તેઓ નું સન્માન સાથે ૯૦ વર્ષ પૂર્ણ કરી ૯૧ માં વર્ષ ના પ્રવેશ નિમિતે સન્માન કરાયું અને જન્મદિન પરિવાર સદસ્યો શ્રી ની ઉપસ્થિતિ માં સંપન્ન થયો.

વડીલ શ્રી ધીરજલાલ ભાઈ મેહતા ને વંદના સાથે દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય પ્રદ જીવન માટે ભગવાન સોમનાથ પાસે કામના

અસ્તુ.

સંત ભક્ત પૂ.દાસી જીવણ ….દોરાંગા ભેળાં ન બેસી એ રે…. જીવન વૃતાંત અને દર્શન

     
પૂ.ભક્ત શ્રી દાસી જીવણ ઘોઘાવદર તા.ગોંડલ (ઇ. સ. ૧૭૨૫ – ૧૮૫૦)

પ્રેમલક્ષણા ભક્તિ ના રંગ થી રંગાયેલા  ભક્ત શ્રી દાસી જીવણ એ સૌરાષ્ટ્રના ગોંડલ રજવાડાનાં એક ભજનિક અને સંત હતા.
તેમનું મૂળ નામ જીવણદાસ હતું.
    પરંતુ સૌરાષ્ટ્રમાં તેમના પદો દાસી જીવણના નામે પ્રસિદ્ધ છે.
રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ પૂ. ભીમસાહેબ તેઓ ના ગુરૂ
     દાસી જીવણ  દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા અને પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા જે તેઓ ની વિશેષતા હતી.

જન્મ, કૌટુંબિક, વ્યવસાય ::
    તેઓ નો જન્મ  રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં થયો હતો.
      તાલુકા મથક ગોંડલથી આટકોટ તરફ જતા રાજ્ય ધોરી માર્ગ પર ૭ કિલોમીટર જેટલા અંતરે ઘોઘાવદર ગામ આવેલું છે.

   જે સંવત ૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલે કે દિવાળીના દિવસે ઇ.સ.૧૭૨૫ માં ચમાર જ્ઞાતિનાં એક ગરીબ કુટુંબમાં થયો હતો.

      તેમનું મૂળ નામ જીવણદાસ હતું. તેમનાં પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સામબાઈ હતું. દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે સમયનાં ગોંડલ સ્ટેટનાં મરેલા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો.

     ગોંડલ સ્ટેટનાં ચમારોમાં દાસી જીવણનાં પિતાનું બહુ મોટું નામ ગણાતુ હતું

      કૃષ્ણ ભક્ત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા.
       દાસી જીવણ એ રવિભાણ સંપ્રદાયનાં ઓજસ્વી સંતકવિઓની વેલનું અમરફળ છે

લગ્ન:

   તેઓ  યુવાન થતા તેમના પિતા અને માતાએ તેમના માટે સારી કન્યા ગોતવા માંડ્યા. લગ્ન માટે આમતો દાસી જીવણની ઈચ્છા ન હતી છતા પણ પોતાના માતાપિતાની આજ્ઞાને શિરે ધરી. સમય થતા જાલુમા  સાથે તેમના લગ્ન થયા.

    પોતાનો સંસાર સમયનાં વહેણની સાથે ચાલવા લાગ્યો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો.

કહેવાય છે કે તેઓ એ  ગુરુ ની શોધ ૧૭ વખત ગુરૂ બદલાવ્યા અંતે ભીમ સાહેબ નો ભેટો ::
    તેઓ માનતા કે  ગુરૂ વિના સાચુ જ્ઞાન મળતુ નથી, અને જો ઈશ્વરનાં દર્શન કરવા હોય તો ગુરૂજ્ઞાન થવું જરૂરી હતુ.
      દાસી જીવણને જ્યારે કોઈ સંત તેજસ્વી લાગતા ત્યારે તે પોતાના ગુરૂ માનીને કંઠી બંધાવતા હતા.
     પ્રભુ ઉપાસનાનાં પંથે પડેલા દાસી જીવણે કહેવાય છે કે ૧૭ વખત ગુરૂ બદલાવ્યા, પણ ક્યાંય મેળ ન જામ્યો. પોતાનુ હૈયું ઠરે તેવા ગુરૂની શોધમાં હતા.

છેલ્લે રવિભાણ સંપ્રદાયનાં સિદ્ધસંત ત્રિકમ સાહેબનાં શિષ્ય એવા આમરણ (તા.મોરબી) નિવાસી સંતશ્રી ભીમ સાહેબના સંપર્કમાં આવ્યા પછી પ્રેમલક્ષણા ભક્તિનો ઉદય થયો.

ભીમસાહેબનો ભેટો થયો જેઓ તેમના મનમાં જેવા ગુરૂની કલ્પના કરી હતી તે સાકાર થઈ. હૃદયનાં કમાડ ઉઘડી ગયા અને દાસી જીવણની વાણી વહેતી થઈ.

  ગુરૂ પૂ. ભીમ સાહેબ (જન્મ ૧૭૧૮, સમાધિ ૧૮૨૫) તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી તાલુકામાં આવેલા આમરણ ગામમાં મેઘવાળના બ્રાહ્મણ (ગરૂડા) જ્ઞાતિમાં થયેલો. તેઓ રવિ-ભાણ સંપ્રદાયના પ્રસિદ્ધ અને તેજસ્વી સંતકવિ છે.

બુંદ શિષ્ય પરંપરા અને “પ્રેમવંશ” ::

પોતાના જીવનકાળ દરમિયાન બે શિષ્યો થયા. જેમા એક હતા અરજણ ભગત અને બીજા હતા પ્રેમ સાહેબ. પ્રેમસાહેબ પછી તેમની બુંદશિષ્ય પરંપરા આગળ ચાલી અને તે પ્રેમવંશ કહેવાયા.

દાસી જીવણ ના પરચા:;
   તેમના જીવનકાળ દરમિયાન ઘણા બધા પરચાઓ આપ્યા જેમાં બે જાણીતા છે.
૧. પરબ ધામ ના ખાલી કૂવા ના પાણી નો પરચો જ્યાં અઢારેય વરણ પાણી પીશે અને અસ્પૃશ્ય કોઈ નહિ રહે ::

દેવીદાસબાપુની જે જગ્યા આવેલી છે ત્યા એકવાર ઘોઘાવદરથી દાસી જીવણ અને તેમના શિષ્ય તેમજ અન્ય માણસો સાથે ત્યા ગયા. તે વખતે દાસી જીવણ સંત કહેવાતા હતા. હવે બન્યુ એવુકે ત્યાના તે વખતના મહંત શાદુળભગત હતા. ત્યા દાસી જીવણ બધા સાથે રોકાયા હતાં. તે દરમિયાન જગ્યામાં પાણીનો કુવો હતો. દાસી જીવણ કુવા પાસે ગયા અને કહ્યુકે શાદુળભગત કુવામાં પાણી નથી? જેથી જવાબ આપતા શાદુળભગતે કહ્યુકે ફરતી સીમનાં ગાયુનાં ધણ ધા નાખે છે. કસ જોવરાવ્યો પણ પાણી નથી. જેથી દાસી જીવણે કુવામાં ઉતરીને કસ જોઈ દેવા તૈયારી બતાવી. અને થોડીજ વારમાં ખાટલીમાં બેસાડીને જીવણદાસજીને કુવામાં ઉતાર્યા અને પછી દાસી જીવણના સંતપણાના પારખા લેવા શાદુળભગતે ખાટલી કુવામાંથી બહાર કઢાવી લીધી. પથ્થરોના તળ તપાસીને દાસી જીવણે કહ્યુકે મને હવે ઉપર સીંચી લ્યો. જેથી શાદુળભગતે કહ્યુકે એ નહી બને. આ કુવામાં પાણી આવ્યા વગર તમને બહાર નથી કાઢવા. તમે તો સંત છોને તો ત્યાજ પાણી આવે કરો તો જ હુ માનું.

દાસી જીવણે કહ્યુકે “અરે ભાઈ, મારામાં એવુ સત નથી. મારી આબરૂ ન લો.” છતા શાદુળભગત ન માન્યા.

    અંતે દાસી જીવણે પોતાનો એકતારો દોરડા મારફત મંગાવ્યો અને દાસી જીવણે પ્રભુને રીજવવા અને પાણી લાવવા એક સાથે ચાર ભજન કુવામાં ગાયા હતાં.
    તે બાબત ઇતિહાસમાં પણ સાક્ષી પુરે છેકે તેમનાં દાસીપણા અને સંગીતનાં જોરે સુકેલા કુવામાં પાણી આવ્યા

૨. ગોંડલ સ્ટેટ નો દંડ ભગવાન એ ભર્યો અને જેલ માંથી છોડા વ્યા જાણીતા છે::

ગોંડલ સ્ટેટનાં કર ન ભરવા માટે થઈને તેઓ ને જેલમાં પુર્યા હતાં.
   તેની પત રાખવા ખુદ ભગવાન કૃષ્ણએ તેમનો દંડ ભર્યો હતો અને દાસી જીવણને છોડાવ્યા હતા.
    ભગવાને દાસી જીવણને છોડાવવા માટે આપેલ કોરી કહેવાય છે કે આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે.

સમાધિ સ્થાન::

યૌગિક રહસ્યની અનુભૂતિ, ગુરુમહિમા અને પ્રેમલક્ષણા ભક્તિનાં પદો,રૂપકાત્મકતા, તલપદા વાણી વલોટો અને હિન્દીની છાંટવાળા પદો એમની વિશેષતા છે.
     તેઓ જીવનમાં ભક્તિ કરતા કરતા(સંવત: જન્મ ૧૮૦૬ – સમાધિ: ૧૮૮૧) ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવીને સંવત ૧૮૮૧નાં વર્ષમાં  ઇ.સ. ૧૮૫૦ માં ઘોઘાવદર ગામમાં સમાધી લીધી. તેમના સમાધિસ્થાન ઉપર મંદિર આવેલ છે.

ભક્તિ સંપ્રદાય ના પૂ.ભક્ત કવિ શ્રી દાસી જીવણ આ છે તેનું ભજન::

એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

અસ્મિતા

પ્રાઈમોર્ડિયલ એવો એક અંગ્રેજી શબ્દ છે, જેનો અર્થ થાય છે એકદમ શરૂઆતનું, જે આપણને પ્રયાસ કર્યા વિના ગળથૂથીમાં મળ્યું હોય તે. સંસ્કૃતમાં એને માટે અસ્મિતા શબ્દ છે, જેને આપણે ઓળખના અર્થમાં પ્રયોજીએ છીએ. અસ્મિતા શબ્દ કાને પડતા જ આપણી અંદર ગૌરવનો ભાસ થાય છે. મહર્ષિ પતંજલિએ તેમના યોગ સૂત્રના સાધનપાદના ત્રીજા સૂત્રમાં કહ્યું છે :*

*अविद्या स्मितारागद्वे षाभिनिवेशा: क्लेशाः (२.३)*

*અર્થાત્ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ પાંચ તત્ત્વો જીવનમાં ક્લેશના એટલે કે પીડાનાં કારણો છે.*

*સત્ય અને અસત્ય વચ્ચે ઓળખભેદ કરવાની ક્ષમતાનો અભાવ એ અવિદ્યા એટલે કે અજ્ઞાન.

માણસ અહીંથી અટકતો નથી. તે અજ્ઞાની હોવા છતાં ……..
………પોતે જેને સત્ય સમજે છે અથવા પોતાને જે ગમે છે એને પકડી રાખે એ છે અસ્મિતા.

કોઈ ચીજના કે વ્યક્તિના મોહમાં ખેંચાઈ રહીને અત્ય અને અસત્ય વચ્ચે વિવેક ન કરવો એ છે રાગ

તો સામી બાજુએ કોઈ વ્યક્તિ કે પ્રવૃત્તિ માટે નફ્રત એ દ્વેષ.

અને છેલ્લે અભિનિવેશ; જેનો અર્થ થાય છે આસક્તિ, હઠ કે દુરાગ્રહ. તમે લાખ સમજાવો પણ લીધી વાત છોડે નહીં;

અને અજ્ઞાન, અસ્મિતા, રાગ અને દ્વેષના બંધનોથી મુક્ત થવાની જગ્યાએ હઠપૂર્વક વળગી રહે.*

દેવાધિદેવ તખ્તેશ્વર મહાદેવ,ભાવનગર નો ઇતિહાસ

તખ્તેશ્વર મહાદેવ ઈતિહાસ
આઠ વર્ષ સુધી એકહજાર કારીગરોએ શ્રમદાન, મંદિર પરથી દેખાય છે આખું ……………………
શ્રી તખ્તેશ્વર મહાદેવ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાંના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર સંપુર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવાયેલું છે.

તે ૧૮૯૩ની સાલમાં બાંધવામાં આવ્યુ છે. અહીંથી ભાવનગર શહેરને ઉંચાઇ પરથી જોવાનો અનેરો લ્હાવો મળે છે.તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન ગણવામાં આવે છે. જે 1883માં સફેદ આરસાપહાણમાંથી એક ટેકરી પર બનાવવામાં આવ્યું છે. અને આ મંદિરની ટેકરી પરથી આખા ભાવનગરનું રમણીય દ્રશ્ય જોઇ શકાય છે.

શ્રી તખ્તસિંહજી રાજાએ સં.1949, ઈ.સ. 1893માં જાન્યુઆરી માસમાં મહાદેવજીની પ્રતિષ્ઠા કરી ભાવનગરની પ્રજાના દર્શન માટે ખુલ્લુ મુક્યું.
મંદિરનો ઈતિહાસ ખૂબ સુંદર છે. શાંત રમણીય અને સુંદર પહાડી-ટેકરી ઉપર આવેલું મંદિર લગભગ 120 વર્ષ પુરાણું છે.

એકવાર મહારાજા તખ્તસિંહજી યાત્રા કરવા નિકળ્યા. પરત ફરતી વખતે બોટાદ ગામ પાસે એક સંત મળ્યા ખૂબજ ઠંડી હતી તે વેળાએ રાજાએ સંતને શાલ ઓઢાડી. સમયે સંતે ફૂંક મારીને શાલ બાળી નાખી. સંતનું નામ મસ્તરામબાપુ હતું.
બનાવ જોતા તખ્તસિંહજી રાજા સમજી ગયા કે કોઈ ચમત્કારી મહાપુરૂષ લાગે છે. નીચે ઉતરી તુરત પૂછ્યું ‘મહાત્માજી મારે લાયક કોઈ હુકમ?’ સમયે સંત તેની ભાષામાં બોલ્યાં. ‘તખ્તા કરી લાત હાથ પકતા’ ‘ફીર આયેગા વક્તા (વક્ત)’ બાત મસ્તરામ બક્તા. તું બારશે પાદરનો ધણી છો. તારી સ્મૃતિ કાયમ રહે માટે તું મંદિર બંધાવ, દવાખાના, ધર્મશાળા, શાળા કોલેજ બંધાવ. તારા નાશ પછી તારૂ કામ તને કાયમ ચિરંજીવ રાખશે. રીતે તેને મંદિર બાંધવા નિર્ણય કર્યો.

શહેર ની હેરીટેઝ પ્રોપર્ટીમાં તેનો સમાવેશ થાય છે. આરસની કોતરણી મનમોહક છે. મંદિરના પરિસરમાં બેસી શિવ નામ સ્મરણ કરવાથી ભક્તો પોતાની જાતને ધન્ય માને છે. ટેકરી ઉપરથી સમગ્ર ભાવનગર શહેરનું દર્શન મહાદેવજી કરે છે અને ભાવનગરવાસીઓને ધન્યતા બક્ષે છે.

એક રાત્રિએ રાજાના સ્વપ્નમાં મહાદેવજી આવ્યા ને કહ્યું ‘હે રાજા નર્મદા કિનારેથી મારૂ લીંગ લાવીને મારી સ્થાપના કરજે. રીતે તખ્તસિંહજી રાજાએ સંતના આદેશથી પોતાની સ્મૃતિમાં તખ્તેશ્વર મહાદેવજીની સ્થાપના કરી. મંદિર સંપૂર્ણ આરસમાંથી બનેલું કલાત્મક નમૂનારૂપ છે.
💐🙏 🚩 હર હર મહાદેવ 🚩🙏💐

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજીઆપણી વચાળે જરી પ્રેમ છે ?…..-હરીન્દ્ર દવેહરીન્દ્ર ભાઈ દવે નું આ સાપ્તાહિક કાવ્ય સાદર મિત્રો ને સમર્પિત::સંપાદનનરેન્દ્રભાઈ ની કલમે🖋️

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

-હરીન્દ્ર દવે

કુળદેવ વાર્ષિક હવન ઇન્દ્રા બાપા જી

તા.૧૯.૧૧.૨૦ ના રોજ પીઠી યા જોશી પરિવાર દ્વારા મર્યાદિત સંખ્યા સાથે ઇન્દ્રા મુકામે કુળદેવ વાર્ષિક હવન ઇન્દ્રા બાપા જી નો સંપન્ન થયો.

આ પ્રસંગે ઇન્દ્રા ટ્રસ્ટ ના હોદેદારો તથા અગ્રણીઓ અને ભાવિક વર્ગ હાજર રહ્યો હતો.

હવનના યજમાન પદે પીઠી યા જોશી પરિવાર પ્રમુખ શ્રી હરસુખ ભાઈ જોશી, જૂનાગઢ નાઓ પૂજન અર્ચન પરિવાર સદસ્યો ગોત્રી જ (ગોઠી) ભાઈ ઓ વતી હવન માટે ઉપસ્થિત રહી પીઠી યા પરિવાર સદસ્યો ની સુખાકારી,ઉન્નતિ માટે પ્રાર્થના કરી. હવન ના આચાર્ય પદે શાસ્ત્રી જી શ્રી નરેન્દ્ર ભાઈ ડી.જોશી ) મિતી વાળા) જૂનાગઢ નાઓ એ શાસ્ત્રોક્ત વિધિ થી પૂજન તથા હવન કરાવેલ હતો.

આ પ્રસંગે પીઠી યા જોશી પરિવાર ના અન્ય સદસ્યો અને અગ્રણી શ્રી ઓ પી.ડી.જોશી,જૂનાગઢ,તુષાર ભાઈ જોશી, જૂનાગઢ તથા પ્રમોદ ભાઈ જોશી કેશોદ,

વીર વાછરા દાદા ની દેરી રાણાવાવ સ્થાનિક લોકો નું આસ્થા નું કેન્દ્ર

રાણાવાવ હાઈ વે પાસે પોરબંદર તરફ જતા વીર વાછરા દા દા ની દેરી આવેલ છે.

આ દેરી પાસે થી પસાર થાઓ ત્યારે જરૂરથી આપ ને દાદા ની હાજરી ની અનુભૂતિ થાય.

અહી દાદા હજ રા હજૂર છે. અહી દેરી પર સ્થાનિક ખેડૂત પરિવાર દાદા ને ધૂપ દીપ અને પૂજન કરે છે

દાદા વત્સ રાજ

વીર વા છ રા દાદા જીવતા વીર છે જે લોકો ની મનોકામના પૂર્ણ કરે છે:: 

વીર વાછરા દાદા સોલંકી વંશ માં બહુચરાજી તાલુકાના કાલેરી ગામ માં દીવ ઘોઘલા ના રાજવી ને ત્યાં જન્મ થયો.ગૌ રક્ષા કાજે વીરગતિ ને પામી અમરત્વ પ્રાપ્ત કર્યું.લગ્ન ના ચોરી ના ફેરા ફરતા હતા અને ત્યાંથી તેઓ ને ગૌ રક્ષા માટે પોતે ગાયો ને બચાવવા ની હાકલ પડતા ચોરી ફેરા મૂકી કસાઈઓ ના હાથ માં થી ગાયો બચાવી પોતે વીરગતિ પામ્યા. આજ લાખો ભાવિકો ની માનતા પૂરી કરનાર જીવતા વીર તરીકે પૂજા ય છે.  સમી તાલુકાના ના કોધડા ગામે તેની સમાધિ છે ત્યાં અને  જન્મ સ્થળ કાલારી ગામે ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે
રાણાવાવ ખાતે આવેલ આ દેરી એ જરૂર દર્શન કરો આપ ને દાદા વા છ  રા ની હાજરી નો પ્રત્યક્ષ જરૂર અનુભવ થાય.

જો તમે અહી થી પસાર થાઓ તો જરૂર સમય મળે તો દર્શન કરજો આપને દાદા માં શ્રદ્ધા હશે જરૂર ફળશે

અહી આજુ બાજુ વાડી વિસ્તાર ના ખેડૂત પરિવારો સવાર સાંજ દાદા ને શ્રદ્ધા પૂર્વક દીપ ધૂપ કરે છે. અને દાદા નું પૂજન અર્ચન કરે છે. દાદા હાજરા હજૂર છે.જય વાછરા દાદા.દાદા સર્વે ની મનોકામના પૂર્ણ કરે.અસ્તુ.

Design a site like this with WordPress.com
Get started